________________
[૧૨]
આત્મશ્રીની પૂર્ણતા મમતાની જડે ઊંડી શા માટે નાખવી કે જેથી જીવન એક યાત્રાને બદલે સંતાપ બને?
મેં એવાં કુટુંબ પણ જોયાં છે કે જેમાં મરતી વખતે કહે, “જુઓ, હું જાઉં છું. મારી પાછળ આંસુ પાડશે નહિ, બને તે પ્રાર્થના કરજે, મારી પાછળ રડશે નહિ, બને તે ધર્મ કરજે, મારી પાછળ ખૂણામાં ભરાઈને બેસશે નહિ, ને બને તે યાત્રાએ જજે.” આમ વિદાયને યાત્રા માની જનારા માણસો પણ છે.
તમે દીકરાને બહારગામ મોકલે છે. કેઈ પૂછે તે કહે છે કે પાંચ વર્ષે આવશે. ઘરે આવીને શું કરે છે? એમ માને છે ને કે બહારગામ બેઠે છે, ભણે છે, આમાં પણ એ જ સમજ કેળવવાની છે. બહારગામ ગયે છે, વિશ્વમાંથી કયાંય ગયે નથી. જેવી રીતે સ્વજન પરદેશ ગયું એ સમજ છે, પણ દેહ છોડીને એ પરદેશ ગયું છે એવી સમજ આવી નથી. જ્ઞાનીને આ સમજ હોય છે. જોકે સમજે છે એના કરતાં જ્ઞાનીએ જરાક આટલું વધારે સમજે છે.
આ જરાક વધારે સમજણ એ જ જાગૃતિ છે. આ વાત સમજાય તે મરણને શેક કે કકળાટ છે જ કેમ ?
આ સતુ છે, આત્મા રહેવાનો છે. આજે અહીં હતે. અહીંથી નીકળીને બીજે જવાનો છે.
- આપણે અહીં રહેવા માટે આવ્યા એ પહેલાં આપણે ક્યાંક રહેતા હતા જ. કદાચ એક સ્થળ કે ફલેટ ન ફાવે તે બીજે જઈએ, એવી જ રીતે આ દેહમાંથી આત્મા નીકળી જાય છે અને બીજે નિવાસ કરે છે. કેઈ પછે ક્યાં ગયે ? કહે : “ખબર નથી, અમને સરનામું ખબર નથી પણ ક્યાંક ગયે તે છે જ.”