________________
આત્મશ્રીની પૂર્ણતા
| [૧૩] જનાર માટે ત્યાં બધી ગઠવણ થઈ ગઈ છે. કઈ ગોઠવણ? કમની. પુણ્યની અને પાપની, કર્મની ગોઠવણને લીધે આ દેડાદેડ છે.
મેં એવા માણસો જોયા છે કે તેમને કઈ કહે કે મારે કરે માંદે છે, દવાની જરૂર છે. સે રૂપિયા આપશે ? તે કહે, “મારી શક્તિ નથીપણ એને એ જ માણસ ગદ્ધાવૈતરું કરી કરીને હજારો રૂપિયા એના દીકરાને આપીને ચાલ્યું જાય ! જતી વખતે સંતોષ માને કે મારા દીકરાને માટે આટલા રૂપિયા પાછળ મૂક્યા છે!
આની પાછળ શાનું જોડાણ છે? લેણદેણનું. એ ગયા જન્મનું લેવા માટે આવે છે. એટલે તમે સત્કર્મ માટે ન વાપરે, આત્મા માટે ન વાપરે, પિતાને માટે ન વાપરે, નજર સામે તરફડતો માણસ હોય એને માટે ન વાપરે પણ દીકરા માટે મૂકીને જાઓ.
આ મમત્વની માયાએ માણસને કે બનાવી મૂક્ય છે! એ માયાને માર્યો પિતાના શ્રમના રૂપિયા મૂકીને જાય અને રાજી થાય, કે હાશ! મારે દીકરે હવે સુખી થવાને! પણ એને ખબર નથી કે સુખી થશે કે દુઃખી થશે.
માણસ જે ઊંડાણથી વિચાર કરે તે લાગે આ કર્મ રાજાની વિચિત્ર ગૂંથણી છે. અને આ ગૂંથણીને લીધે જ આ સંસાર વણસૂચ, વણનિર્દો અને વણઆલેખે ચાલ્યા જાય છે.
આ ગૂંથણને જે લેકે સમજે છે એ લેકે કઈ દહાડે * ગૂંથાતા નથી; બંધાતા નથી. એ તે એમ કહે છે કે મારે તે મારું આ એક કમ હતું, જે પૂરું થયું. હવે ફરી હું શું કરવા આ બધાની અંદર ગૂંથાઈ જાઉં ?