________________
આપણું સંસ્કાર ધન
[૧૮૧]
આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણું મસ્તિષ્ક આદરભાવથી નમી જાય છે. આપણા વારસા કેવા મેટા છે! એ વારસાને આવી કેાઈ પળેામાં શાંતિથી બેસીને વાગાળીએ કે એ વારસાના વારસદારાએ વારસાને કેટલા જાળવ્યા છે !
આપણું ધન–સ ંસ્કાર ધન-આપણને મળશે તે આપણે સમૃદ્ધ બનીશું. જીવનની સમૃદ્ધિ આ જ છે.
પ્રારંભમાં જ મેં આપને કહ્યું કે જીવનને પૈસાથી કે મકાનથી નથી માપવાનુ. જીવનને માપવા માટે હૃદય ભાવાથી કેટલું સમૃદ્ધ છે, મન અને મસ્તિષ્ક વિચારોથી કેટલાં સભર છે અને બુદ્ધિ પવિત્રતાથી કેટલી શુદ્ધ છે એ જોવાનું છે. આ વિચારણા માટે આજના આ મગળમય દિવસ આપણા સહુને માટે એક યાદગાર બની રહે। એ શુભેચ્છા.
( નાંધ : .મહાવીર જૈન વિદ્યાલય પ્રવચનમાળામાં તારીખ ૨૩-૧-૬૮ના પૂ. મુનિશ્રી ચ ંદ્રપ્રભસાગરજી ( ચિત્રભાનુ પ્રવચનની આ નોંધ છે. )
સુવર્ણ મહોત્સવના પ્રસંગે યાજાયેલ
મગળવારે બરલા ક્રીડા કેન્દ્રમાં
મહારાશ્રીએ આપેલ મનનીય