________________
[૧૮૦]
પુર્ણને પગથારે છે. તેઓ માંદા છે. ખૂબ તાવ આવે છે. એમને એક ભકત એમને વંદન કરવા જાય છે. આનંદઘનજી તે ગાઈ રહ્યા છે, સંગીતમાં મસ્ત છે. ભકત પગ દાબે છે, શરીર ગરમ ગરમ છે, ભકતે કહ્યું : “ગુરુદેવ! આપના શરીરમાં તે જવર છે.”
આનંદઘનજીએ કહ્યું : “વર તે આ શરીરને છે. આત્મા તે સ્વસ્થ છે.” અબ હમ અમર ભયે ન મરેંગે એ ગીત ત્યારે જ પ્રગટયું. દેહ વિનાશી છે અને હું તે અવિનાશી છું.
છેલ્લી અવસ્થાની આ ભૂમિકા છે. '
જિંદગીને મર્મ કેઈએ એક કવિને પૂછયે ત્યારે એમણે હસીને કહ્યું: “કેણ કેમ મરી ગયે એ તમે મને કહે એટલે હું તમને કહું કે એ કેમ જીવી ગયે.” (જીવનનું સરવૈયું એ તે મૃત્યુ છે. માણસ કેટલી કૂદાકૂદ કરે છે એ મોટી વાત નથી, એની છેલ્લી ઘડી કેવી જાય છે એ મોટી વાત છે. .
આયોગની આનંદમય ભૂમિકા પ્રત્યેકને મળે અને મૃત્યુ માટે વિદાય લેતાં કહેઃ “હું જાઉં છું. આપણે જીવ્યા, સાથે રહ્યા, હવે રડશે નહિ, આંસુ પાડશે નહિ, કાળાં કપડાં પહેરશે નહિ, કારણકે હું તે મુસાફિર છું. નિમ્ન ભૂમિકામાંથી ઊર્ધ્વમાં જાઉં છું.”
ગની આવી ભૂમિકામાં વિદાય લેવી, છૂટા પડવું અને સંસારને આવ્યાને એક સંદેશ આપીને જવું એ સમગ્ર જીવનને હેતુ છે, ઉદ્દેશ છે.
આર્યાવર્તનું ધન એટલું બધું સમૃદ્ધ છે કે એને