________________
[૨૪]
પૂણના પગથારે કથા સાંભળીને આવ્યા”. તમે કથા સાંભળી હોય તે એ કથા તમારા જીવનની વ્યથા દૂર કરી દે. જે વ્યથા દૂર ન કરે તેને કથા કેમ કહેવાય?
આ શ્લેકમાં ઉપાધ્યાયજીએ કહ્યું કે પારકી ઉપાધિથી તું પૂર્ણ બનીને ડેલી રહ્યો છે, પણ ભાઈ ! તારી પૂર્ણતા તે પાંચ વર્ષની, દશ વર્ષની, પંદર વર્ષની, વીસ વર્ષની માગી લાવેલી પૂર્ણતા છે. ચૂંટણીમાં ચૂંટાઈને આવેલે હેય એ પાંચ વર્ષ માટે પ્રધાન બને. જ્યારે એ મુદત પૂરી થાય ત્યારે તમે એની દીનતા જુઓ. ટિકિટ લેવા માટે એ પગચંપીઓ કરતે હોય છે. અને ટિકિટ મેળવ્યા પછી વેટ લેવા માટે લેકેની ખુશામત કરતે હેય, રાત અને દિવસ એક કરીને એ દુઃખી થતું હોય. આ દીનતા જોઈએ ત્યારે આપણને થાય કે આ આત્મા કેટલું બધું નીચે ઊતરી ગયે છે! એને સત્તાએ પાંચ વર્ષ માટે માટે બનાવ્યું હતું પણ એ સત્તા ઉપરથી ઊતરી ગયે, તે રસ્તાને ભિખારી જે દીનતાથી પૈસા માગે એ દીનતા કરતાં પણ વધારે દીનતાથી એક વેટ માટે, એક ટિકિટ માટે ફરતો હોય છે.
તે જે વસ્તુથી આપણે આત્માની શકિત ચાલી જાય, જે વસ્તુ મેળવવાથી આપણે સમૃદ્ધ બનવાને બદલે આવા દિીન બની જઈએ એ વસ્તુ પર પાધિ છે, ભાડૂતી માગી લાવેલી ચિન્તા છે.
આ વાત માણસને બરાબર અનુભવ અને અભ્યાસથી સમજાય તે આજે સત્તા માટેનું જે આકર્ષણ છે, પૈસા માટેનું જે પ્રલેભન છે, અને માન અને સ્થાન માટેની જે સતત તૃષ્ણા છે તે જરૂર નીકળી જાય.
હું તે ઇચ્છું કે માણસનું જીવન દર્પણ જેવું હેય.