________________
[૧૬]
પૂર્ણના પગથારે હિરણ્યકશ્યપુ ભગવાનને મારવા નીકળ્યો. એની પાસે એક વરદાન હતું, એ ગમે તેને મારી શકે. હિરણ્યકશ્યપુત્રણે લેક ફરી આવ્યું પણ ભગવાન એને ન મળ્યા, થાકીને એણે મારવાનું માંડી વાળ્યું. ઘણાં વર્ષો પછી નારદે ભગવાનને પૂછ્યું: “તમે ત્યારે ક્યાં સંતાઈ ગયા હતા ? ભગવાને કહ્યું: “હું એની પાસે જ હતો, એના હૃદયમાં જ છુપાયે હતે. હિરણ્યકશ્યપુ બધે ગયે પણ પિતાના હૃદય તરફ નજર ન નાખી. એ જ્યારે નાખે? વાંકે વળે. ત! પણ એ અભિમાની હતે નમીને નજર અંદર નાખે તે એને ભગવાન દેખાય ને?” - નમ્ર બને. થોડી થોડી વારે અંતરમાં અવેલેકન કરે, નિરીક્ષણ કરે, તે તમને જ તમારામાં રહેલું પરમતત્ત્વ દેખાશે.
લેવાને આશીર્વાદ, દેવાને પ્રેમ, ત્યાગ કરવાને ક્રોધને અને જાણવાનું સ્વતત્વ. એ નહિ થાય તો પ્રવાસ નિષ્ફળ જશે. - તમારું નાનકડું મંડળ, દુઃખી માટે, સખત તડકામાં છાંયે આપતા વડલાનું કામ કરી રહ્યું છે એ જોઈ મને આનંદ થાય છે. કેઈનાય સળગતા પ્રશ્નોને સમજીને ઉકેલવામાં સહાય થવું એ પણ એક સેવા જ છે. સેવાના ક્ષેત્રે નાનું શું કામ પણ મહત્વનું છે. કેઈને પાણીનું પવાલું પાવાનું કામ કર્યું હશે તે એને પણ સંતોષ થશે. .
સેવા કરવાની ભાવના તમારા બધામાં છે, તમારા કાર્યકરો ઉત્સાહી છે, તો સેવાની સુવાસ કેમ ન ફેલાય?
આજની આ ચાર વાતને લક્ષમાં રાખી તમે સહુ કમળની જેમ વિકસતા જાઓ, પાંખડીમાં રંગ લાવતા જાઓ, પ્રકાશને હદયમાં ભરતા જાઓ અને પરમાત્માના પ્રેમના પ્રકાશને પામતા જાઓ એવી શુભેચ્છા.
(શ્રી જૈન મહિલા સમાજમાં આપેલું પ્રવચન)