________________
“આપણું સંસ્કાર ધન"
આજને સ્વાધ્યાય “આપણું સંસ્કાર ધન” છે. જે ધનવડે ભારત સમૃદ્ધ હતું, સમૃદ્ધ છે અને સમૃદ્ધ થશે. જો કે ઓટ આવી છે છતાં એની ગૌરવગાથાઓ એવી જ ગવાઈ રહી છે. જે સંસકૃતિના નામ ઉપર, જે આધ્યાત્મિક પ્રકાશ ઉપર પશ્ચિમના લેકે આજે પણ વારી જાય છે અને દર વર્ષે ત્યાંથી પ્રવાસીઓ આવતા જ જાય છે એ સંસ્કારધન શું છે તે વિચારીએ.
ધન કેનું નામ? જે માણસને સમૃદ્ધ બનાવે, સુખી બનાવે, જીવનને જીવવા જેવું બનાવે અને મૃત્યુને મંગળમય બનાવે. જે ધન માણસને ચિંતા કરાવે, જે ધન માણસને કંગાલ બનાવે, જે ધનવડે કરીને માણસ મનથી અને તનથી અહંકારી અને અજ્ઞાની બને એ ધન નથી, એને પૈસે કહી શકે..
પસે અને ધન એ બે વચ્ચે મોટું અંતર છે. પૈસો જુગારીની પાસે પણ હેઈ શકે, નટ અને નર્તકી પાસે પણ હોઈ શકે પણ ધન તે સંસ્કાર સંપન્ન નરનારી પાસે જ હેય.
એટલા જ માટે પૈસે મેળવ્યા પછી પણ ધન મેળવવાનું બાકી રહી જાય છે. જ્યાં સુધી આ ધન ન આવે ત્યાં સુધી એ પૈસાદાર કહેવાય પણ શ્રીપતિ ન કહેવાય, ધનપતિ ન કહેવાય, લક્ષમીપતિ ન કહેવાય. લક્ષ્મી, ધન, શ્રી એ બધાંય જીવનની શેભાનાં ઉપનામ છે.
[૧૬૩]