________________
[૨]
પૂર્ણના પગથારે પેટને ખાડે ભરે. મા જેવી મા જે પ્રેમની મૂતિ કહેવાય એ બાળક ઘરમાં આવે ત્યારે ચૂંટલા ભરીને કાઢી મૂકે આવું ક્યારે બને? એ જાણે કે એ દર્દ હવે એનાથી જોઈ શકાય એમ નથી, એનાં કરતાં એ દુઃખિયાં છેકરા દૂર ચાલી જાય તે સારું. - ત્યારે બીજી બાજુ સાહેબી એટલી બધી હોય છે કે દીકરે કહે કે પપ્પા ! મારે world tour ઉપર જવું છે. તે કહેઃ “જઈ આવ, બેટા.” “પાંત્રીસ હજારને ખર્ચે થશે.” તે કહે: “કાંઈ વાંધો નથી.” એ world tour ઉપર જઈ આવે અને પચાસ હજાર ખરચી આવે ! એ વિચાર કરે. ત્યાં તમે કાંઈ કરી શકતા નથી. કેટલી માણસની નિરાધારતા છે ! આ છોકરાં તમારાં પણ છે, છોકરાં એનાં પણ છે. એક છોકરાને ખવડાવી શકવા સમર્થ નથી એટલે ચૂંટલા ભરીને દૂર કાઢે છે. બીજાને છેક ઘરમાં ખાઈ ખાઈને થાકી ગયે છે એટલે હવે બહાર જઈને ગમે એટલા હોટેલના ખરચા કરીને આવે તે ય હસીને વધાવે!
આ બધી વસ્તુઓની પાછળ કેણ કામ કરી રહ્યું છે? એને જે તમે વિચાર નહિ કરે, એ વાતને ગંભીરતાથી નહિ જુઓ તે નુકસાન જગતને નહિ, તમને છે. નુકસાન જડને નહિ, જીવને થાય છે. કારણકે પોતે જે કરણી કરીને આ એ અહીં જ પૂરી કરી નાખે તે આગળ શું? - પરિસંવાદ કરે તે જ વિચાર આવે કે મેં એવી કેઈક પુણ્યની કરણી કરી છે કે જેથી આજ મારી