________________
[૧૭]
પૂર્ણના પગથારે વિદ્યાપીઠમાં પહોંચી શક્તા નથી. એકદમ યુનિવર્સિટીમાં જાય તે એ peon કે સિપાઈ તરીકે જાય અથવા કલાર્ક તરીકે જાય પણ એ પ્રોફેસર તરીકે નથી જ તે જઈ શકતે.
એટલે તમારે પણ જીવનની આ ત્રીજી ભૂમિકામાં જતાં પહેલાં શૈશવની અને યૌવનની ભૂમિકાઓને ધીમે ધીમે સરસ બનાવવી જોઈએ.
માણસ સુધરતે સુધરતે જ ઉપર જાય છે. જો કે એમાં પણ exception અપવાદ હોય છે. એમાં સાવધાન ન રહ્યા હોય તેમ છતાં ત્રીજી અવસ્થામાં સુધરી ગયા છે, પણ એ અપવાદ General rule ન બની શકે.
આ ત્રીજી અવસ્થા એટલે અંદરના સંગીતને અનુભવ વાને સમય. આવા માણસો જ સંસારમાં અને સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ બને અને વિઘાથીઓના ભેમિયા બને છે.
હું તે એમ ઈચછું કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં થડાક આવા ઠરેલા, અનુભવી, ચારિત્ર્યવાન અને વિચારથી સમૃદ્ધ પુરુષે વિદ્યાર્થીઓના વાલી બને. વાલી વિના વિદ્યાથીએને માત્ર બેડિંગ અને લેજિગ મળે પણ પ્રેમ, વાત્સલ્ય અને સ્નેહ કયાંથી મળે? વિદ્યાર્થીઓને જઈને પ્રેમથી પૂછે કે તમારે શું દુઃખ છે? તમારી શી વાત છે? તે વિદ્યાર્થીઓ વાત્સલ્યથી વંચિત ન રહે, અને જે વાત્સલ્યથી વંચિત નહિ રહે એ સંસારને પણ જીવનભર વાત્સલ્ય આપ્યા કરશે.
પણ જેમને વાત્સલ્ય નથી મળ્યું એ અંદરથી એવા દગ્ધ અને શુષ્ક બની જાય છે કે જીવનના વિવિધ ક્ષેત્રમાં એ ભયંકર વિકૃતિઓ લાવે છે. બેડિંગ અને લેજિંગમાં ભણતા છોકરાઓ માટે એક psychological problem છે.