________________
[૧૦૪]
પૂર્ણ ના પગથારે તમે તમને ન પકડી શકે તે તમને પેાલીસ પકડે. જો તમે તમારા વિચારને પકડો ! તમને પેાલીસ કેમ પકડી શકે ? જુઠાને પોલીસ ડરાવી શકે, પકડી શકે, સાચાને નહિ. એટલે જેલમાં મેકલનાર વ્યકિતની વૃત્તિએ જ છે.
આપણી વૃત્તિ આપણી દુશ્મન બને તે આખું વિશ્વ દુશ્મન બને; અને આપણી વૃત્તિ આપણા મિત્ર અને પુંછી સંસારમાં આપણને નુકસાન કરનાર કાઇ નથી. સત્યના પંથ ઉપર ચાલનાર સદા સ્વતંત્ર છે.
દુઃખ દેનારા પારકા નથી, આપણે જ છીએ. આજે દેશમાં પણ પારકા લેાકેા કરતા આપણા લાફ઼ા વધારે નુકસાન કરી રહ્યા છે ને ?
આજની પરિસ્થિતિ વિકટ છે. દેશમાં અસ્થિરતા છે. સરકાર જ નિહ પણ માનવ અસ્થિર છે. મનુષ્યની વિકલતાનું કારણ મનની અસ્થિરતા છે. વિકલતામાં અને અસ્થિરતામાં જ જીવન વિતાવ્યે કેમ ચાલે ? આપણું ધ્યેય તે પૂર્ણતાને પ્રાપ્ત કરવાનુ છે. જીવન વિકલતામાં પૂરું થાય તેા કામ અધૂરું રહી જશે. આ પૂર્ણતાનું કામ મનુષ્ય નહિ કરે તે કણુ કરશે ?
અહિંસક વસ્તુઓના વ્યાપાર એ અત્તરના વ્યાપાર છે. અત્તર વેચેા કે ન વેચેા તે પણ સુગંધ જેમ મળે, તેમ સત્ય, સદાચાર અને નીતિને વ્યાપાર કરે તેને આર્થિક લાભ સાથે પારમાર્થિક લાભ મળે છે. અને તમે ધારા તા આ પારમાર્થિક લાભ પ્રવૃત્તિ કરતાં કરતાં તમે અહીં મેળવી શકેા છે.
બધાં લેાકેા પવિત્રતાની ભાવનાથી પ્રવેશ કરે તે આ સ્થાન અને પ્રવૃત્તિ અને પવિત્ર બની જાય.