________________
પ્રાર્થના અને પુરુષાર્થ
[૨૧] પ્રાર્થનાની સાથે ચિંતન હોવું જોઈએ, શબ્દોની વિપુલતા નહિ પણ ભાવનું ઊંડાણ વધવું જોઈએ. - સુબુદ્ધિમાન સાંજે શયન કરવા જાય ત્યારે જેમ જોડા જોડાને ઠેકાણે મૂકે, કેટ કેટને ઠેકાણે મૂકે, ખમીસ ખમીસને ઠેકાણે મૂકે એમ ચિત્તને પરમાત્માનાં ચિંતનમાં મૂકે. પછી કહેઃ “હવે હું તારી સાથે છું, એકરૂપ છું. ”
- પરમાત્માના મહાચૈતન્યના પ્રકાશની સાથે તમારા ચિત્તને જોડી દે. જેમ ઘરના ટેબલ-લેમ્પના પ્લગને સેકેટમાં ગોઠવતાં જ લાઇટ થાય છે એમ તમે તમારા ચિત્તને પરમાત્માની સાથે જોડીને સૂઈ જાઓ, એ પ્રકાશસભર થઈ જશે પછી કઈ ભય નહિ, કેઈને ડર નહિ અને કઈ અશુભ અને અમંગળ સ્વપ્ન નહિ. બધું જ શુભ. - રાતના સૂતી વખતે પરમાત્મા સિવાય બધું જ ભૂલી જાઓ. વ્યાપાર પણ ભૂલી જાઓ, સગાં પણ ભૂલી જાઓ, ઝંઝટ પણ ભૂલી જાઓ. આ થેડી-શી રાત તમારા આરામ અને વિરામ માટે જ નક્કી થઈ છે. એ આરામમાં પ્રગાઢ શાંતિ જ હોય. એ આરામ, કદાચ લાંબે પણ નીવડી જાય તે શી ખબર? આપણું યાત્રા એ મંગળમય વિચારેની વણજાર છે.
પ્રાર્થનાને હેતુ પરમાત્મા સાથેની એકતા છે. સવારની પ્રાર્થનામાં સુબુદ્ધિની માગણી છે અને રાતની પ્રાર્થનામાં આહાર, ઉપકરણ-belongings અને આ દેહની ઉપાધિ, આ બધાંની મમતાને ત્યાગ છે. જે પ્રવાસી ! તું સાથે શું લઈને જઈશ? તે ત્રણ વાત કહીઃ • પ્રવાસી ત્રણને છેડે છે, આહાર, ઉપકરણ અને દેહ અને આ ત્રણને સાથે લેવાના છેઃ અરિહંત એ દેવ છે,