________________
સમ્યગ્દર્શન
[૧૩] સમજાય નહિ તે મૂળ વાત એ છે કે શ્રદ્ધા રાખે અને એ શ્રદ્ધાના નામે ઝઘડા કરે; શ્રદ્ધા રાખે અને એ શ્રદ્ધાના નામે રાગદ્વેષ વધારે. એટલે શ્રદ્ધા તે છે પણ શ્રદ્ધા શા માટે રાખવી એ વાત ભુલાઈ ગઈ.
નાનપણમાં તમે આ વાત સાંભળી હશે. કોઈ એક ભેળો આદમી માલ લઈને જતો હતો ત્યાં રસ્તામાં એને ચિરે મળ્યા, એને લૂંટ્યો. માલ બધો જ લૂંટાઈ ગયે.
જ્યારે એ ઘરે આવ્યા ત્યારે લેકે એ એને પૂછયું કે તારે બધો માલ ચોરાઈ ગયે છતાં તું હશે કે કેમ? તો કહે કે ચેરે કેવા મૂખ ! માલ લૂંટ્યો છે પણ ભરતિયું તે મારી પાસે પડ્યું છે. એ વેચશે કેમ? એમને ભાવની ખબર પડશે કેમ?
આ વાત સાંભળીને તમે કેઈકવાર હસ્યા હશે. પણ ખરેખર, જીવ એમ જ માને છે કે મારી પાસે શ્રદ્ધારૂપી ભરતિયું છે. પેલે ભેળે માણસ જેમ ભરતિયાને પકડીને બેઠે છે એમ આ માણસે શ્રદ્ધાને પકડીને બેઠા છે. પણ એકલી શ્રદ્ધા શું કામ લાગવાની? શ્રદ્ધા શા માટે રાખવી એ એક પ્રશ્ન છે. જ્યાં સુધી એને નિર્ણય ન કરે, એ માટે તમને અનુભવ ન થાય, એની અનુભૂતિને સ્પર્શ ન થાય ત્યાં સુધી એ શ્રદ્ધા માત્ર ભરતિયાને વળગી રહેવા બરાબર જ છે. એવી શ્રદ્ધાને નામે અજ્ઞાન, મિથ્યાત્વ પિષાઈ જાય છે.
સંપ્રદાય અને વ્યક્તિઓની શ્રધ્ધાથી માનવી ધર્મથી વંચિત થાય છે, તીર્થથી વંચિત થાય છે અને સાચા સાધુઓથી વંચિત થાય છે. કહે છે કે મને તે અમુક દેવ, ગુરુ અને ધર્મ પર શ્રાધ્ધા થઈ ગઈ. જેવી રીતે સુન્ની શિયા પાસે