________________
[૧૩૪]
પૂણેના પગથારે પણ ના! ત્યાં આત્માની શ્રદ્ધા નથી, અહીં આત્માની શ્રદ્ધાથી શરૂઆત થાય છે.
આચારાંગ સૂત્રમાં પહેલી વાત એ બતાવી કે એને ગયા” તું પહેલાં આત્માને, એકને જાણું. એને જાણી લીધા પછી, એને સમજ્યા પછી, એનું જ્ઞાન થયા પછી પ્રાણ માત્રમાં તારા જેવા આત્માનું દર્શન થશે; એના નાના–શા દુઃખનું પણ તને સંવેદનામાં સ્પર્શન થશે. પછી હિંસા તે સંભવે જ કેમ?
એટલે દેવ, ગુરુ અને ધર્મ શું થયાં? સાધ્ય નહિ, સાધન થયાં, નિમિત્ત થયાં. સાધ્ય કેણ? આત્મા પિતે છે. કેઈ માણસને નિસરણ ઉપર ચઢવું પડે છે, શા માટે ? ઉપર આવવા માટે. એટલે નિસરણી શું થઈ? એક સાધન થયું. એ સાધન જે ન હોય તે ઉપર ન આવી શકે. સાધન મહત્વનું છે, inevitable છે. એ અનિવાર્ય–indispensable ખરું પણ તમે ઉપર આવી ગયા પછી એનું કાર્ય પૂરું થયું.
એમ દેવ, ગુરુ અને ધર્મ મેક્ષ પામવામાં એક મહત્વનું સાધન છે, નિસરણી છે. પણ પહોંચવાનું કેને? સાધકને પિતાને. એટલે કહ્યું કે આત્માની ઓળખથી સમ્યગ દર્શનને પ્રારંભ થાય છે.
ઘણે ઠેકાણે એમ કહેવામાં આવે કે દેવમાં શ્રદ્ધા રાખો, ગુરુમાં શ્રદ્ધા રાખે, ધર્મમાં શ્રદ્ધા રાખે. પણ ભાઈ ! શ્રદ્ધા રાખનારે કેણ? એને તે ઓળખે. શ્રદ્ધા શા માટે રાખવી એ આપણે જાણવું પડશે. શ્રદ્ધા રાખીને મેળવવાનું શું એ આપણે સમજવું પડશે. આ વસ્તુઓ જે આપણને