________________
સમ્યગ્દર્શન
[૧૩૩] જેને આ ખ્યાલ આવી જાય એ કવરને એવી રીતે ફાડે કે કવર ભલે ફાટે, પણ ચેક ન ફાટે. કુશળ વ્યાપારી કવરને ગમે તે બાજુથી ફાડી નાખે. એને લાગે કે ઍક ફાટી જાય એમ છે તે બીજી બાજુથી ફાડે, વચ્ચેથી ફાડે, જરૂર પડે તે આખું કવર પણ ફાડી નાખે એને ચેક સાચવો છે, કવરની સાથે કંઈજ સંબંધ નથી. . આ દષ્ટિ મળતાં તમને થશે કે મારા આત્માને જાળવિીને હું આ શરીરની પાસેથી કામ લઉં. શરીર એક કવર તરીકે જરૂર કામનું છે. આ કવરની મહત્તા હોય તે એટલા પૂરતી જ કે એ પેલા ચૅકને એક ગામથી બીજે ગામ પહોચાડવાનું કામ કરે છે. આ શરીરની મહત્તા પણ એટલી જ છે. આ આત્માને મોક્ષ સુધી પહોંચાડવામાં એ સાધનાનું કામ કરે છે.'
આ દષ્ટિ આવ્યા પછી તમારું શરીર ગમે ત્યાં હાય; મંદિરમાં હોય કે મસાણમાં, પણ તમે જાગતા છે. તમે જાણે છે કે આ તે ઉપરનું એક કવર છે, અંદરને ચેક હું કઈ જુદે જ છું.' - ધમી આત્મા કોને કહેવાય ? જેના અંતરની આ દષ્ટિ ખૂલી હોય. * - મને ઘણા કહે કે દેવ ઉપર, ગુરુ ઉપર અને ધર્મ ઉપર મને ખૂબ શ્રદ્ધા છે. હું એમને પૂછું : “એવી જ જે શ્રદ્ધા હોય તે મુસલમાનને પણ એના ઈમામમાં શ્રદ્ધા હોય છે, એને પણ એની મસ્જિદમાં શ્રદ્ધા હોય છે અને એને પણ એની નમાજમાં શ્રદ્ધા હોય છે. એમાં અને સમ્યગ દષ્ટિમાં ફેર શું ??