________________
મહાવીર જન્મ કલ્યાણક
[૪૫] - લેકે કહે છે કે મહાવીર મેટા તપસ્વી હતા અને માત્ર તપશ્ચર્યાની જ વાત કરી છે. હું કહું છું કે મહાવીરે તપશ્ચર્યાને વિરોધ પણ કર્યો છે. એમણે કહ્યું કે અજ્ઞાનની તપશ્ચર્યા માનવને નીચે લઈ જાય છે. અજ્ઞાન તપ એ કષ્ટ છે, એમણે કહ્યું કે તમારે આચાર સુંદર બનાવવા માટે તપ કરે પણ દંભ ન થઈ જાય અને અતિશય થઈને તમને પરેશાન ન કરે એ વિચારતા રહે.
| વિચાર, ઉચ્ચાર અને આચાર એ ત્રણ સાધનને અહિંસામય બનાવવા માટે એમણે ધ્યાન, મૌન અને તપશ્ચર્યાનાં સાધનથી પિતાના જીવનને અહિંસામય બનાવી લીધું. આ સાધનાને અંતે એમને જે પ્રાપ્ત થયું એનું નામ કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન એટલે Perfect Knowledge પૂર્ણ જ્ઞાન. એ કેવળજ્ઞાનના પ્રકાશમાં એમણે જે મેળવ્યું એ જ એમણે દુનિયાને આપ્યું.
એમણે માનવ આત્માઓ માટે, પ્રાણીમાત્ર માટે અને વિશ્વ માટે ત્રણ વાત બતાવી.
પ્રાણી ત્રણ વસ્તુ ઈચ્છે છે; સુખ મૈત્રી અને આઝાદી. મનુષ્ય આ ત્રણ વસ્તુનો ચાહક છે. આ ત્રણ વાતને ભગવાને જરાક વળાંક આપે, અને એમાં નવપ્રકાશ ભર્યો.
એમણે શું કહ્યું? કહ્યું કે સુખ નહિ, પણ શાંતિદ્રા યુવ. ઈદ્રિનું સુખ નહિ. ઈદ્રિના સુખથી થાકી જશે. શાંતિદા સુખ સંતોષથી મળે છે. તમે જુઓ છે, દેડે છે અને થાકી જાઓ છે. પણ જે સુખ સંતોષથી મળે છે, તેમાં થાક નથી. આ માટે એમણે પહેલી વાત અપરિગ્રહની બતાવી.