________________
જીવનનું દર્શન
[૧૨૩]
છે. મેાટા મેાટા રાજાધિરાજ ચાલ્યા જાય તેા પણ રાજ્યના કારભાર બંધ થતા નથી, તેા ઘરના એક માણસ ચાલ્યા જાય તો શુ થવાનુ છે?
એટલે કાઇ પણ બાબતમાં બહુ ધમાલ કરવાની જરૂર નથી. એક જ નિ ય કરવાના કે મારે જે કાંઇ પ્રવૃત્તિ ક૨વાની છે એ બહુ શાંતિથી કરવાની છે. કાઇ tensionની જરૂર નથી. અને એ શાંતિનું જીવન જેટલી ક્ષણા જિવાય, જેટલા કલાકે જિવાય અને જેટલાં વર્ષોં જિવાય એ જ તમારુ` જીવન છે; બાકી બધું તે માત્ર જીવન પૂરું કરવાનું. ચેાગીરાજ શ્રી આનંદઘને તે ગાયું :
આદું પહેારકી ચાસ ઘડીયાં, દે ધડીયાં તેરી સાચી; પ્રભુ ભજ લે મેરા દિલ રાજી.’
રાત-દિવસ મળી આઠ પ્રહર છે એમાં જો સાચી ઘડીએ હાય, શાંતિની ઘડીએ હાય તો તે એ છે જેમાં પ્રભુને ભજતા ભજતા તુ તને રાજી કરે છે, દરવાળાને રાજી કરે છે; દેહ નહિ, મન નહિ, મગજ નહિ પણ અંદરનાને રાજી કરવાના છે.
: મેં એવા માણસાને પણ જોયા છે જે બજારમાંથી પૈસા ખૂબ કમાઇને આવ્યા હોય છતાં રાજી ન હોય. અંદર બેઠેલા કહે કે, તું કયાં કમાયેા છે? તે તા લૂંટ કરી છે, બીજાને છેતરી નાખ્યા છે. ખીસાં તર હાય પણ જીવ અંદર ખળ્યા કરતા હાય. અંદર એમ થાય કે મેં આ શુ કરી નાખ્યું?
હતા.
એને રાજી કરવા એ જુદી વાત છે. એક ગરીબ માણસ મહુ જ જ વૃદ્ધ હૈાવાથી કંઈ કામ નહાતા કરી શકતા.