________________
[૧૨]
પૂર્ણના પગથારે - આત્મશાસ્ત્રના પરિશીલનથી ચિત્તમાં શાંતિને, બુદ્ધિમાં વિવેક અને હૃદયમાં સંતેષને ઉદય થાય છે.
ચિત્તને શાંતિની જરૂર છે. “અશાતા કુત: પુલમ અશાન્તને સુખ ક્યાંથી? એ ખાવા બેસે તે ખાવામાં ય એને આનંદ નહિ. અશાન્તિથી ખાનારના મોઢા ઉપર જે આનંદ ન હોય તે ઘણીવાર શાન્ત તપસ્વીના મેઢા ઉપર હોય છે. એનું કારણ એ કે એને ખાવાનું નથી પણ ચિત્તમાં શાંતિ તે છે જ. ચિત્તમાં શાંતિ ન હોય એવા કઈ તાજમહાલની પાર્ટીમાં જઈ આવેલાને પૂછો કે તમે શું ખાઈને આવ્યા? તે કહેશે ભૂલી ગયે, કારણકે એ ધમાલમાં પડેલું હતું, એવી પરિસ્થિતિમાં વસ્તુનો આસ્વાદ એ ક્યાંથી માણી શકે? પણ આવે અશાંત, ધમાલિયે આસ્વાદને માણી નથી શક્ય એટલા માત્રથી એને અનાસક્ત ન કહેવાય. આસકિત તે છે, પણ અવકાશ નથી.
સુખ વસ્તુમાં નથી, તમારા ચિત્તમાં છે. એ ચિત્તમાં જે શાંતિ ન હોય તે દુનિયાની સમગ્ર વસ્તુઓ આપી દેવામાં આવે તે પણ માણસ સુખી બની શક્તો નથી. એટલે થેડી વસ્તુઓ ભલે મળે પણ તમે પ્રાર્થના એ કરે કે શાંતિ મળે.'
કેટલાક માણસોની એવી માન્યતા હોય છે કે હું નહિ હાઉં તે આ બધાનું શું થશે. અને આમ માની ધમાલ અને ધાંધલ કરતા હોય છે. પણ લખી રાખજો કે તમે નહિ હે તે જગત વિઘુર નથી બની જવાનું. જગત તે એમ જ ચાલ્યા કરવાનું છે. કેઈએમ માનતે હોય કે હું નહિ હેવું તે શું થશે! અરે ભાઈ! તુ નહેતે તે પણ જગત ચાલતું હતું અને તું નહિ હોય તે પણ જગત ચાલવાનું.