________________
[9]
પૂર્ણના પગથારે પણ ભગવટા વખતે અંદરની સ્વસ્થતા કેમ રાખવી, વિચારે કેવા ઉદાત્ત રાખવા એ વિશિષ્ટ જીવનની વિશિષ્ટતા છે.
ઘણીવાર પુણ્યને લીધે થાકી જાઓ એટલું સુખ મળે અને પાપને લીધે ત્રાસી જાઓ એટલું દુઃખ મળે. બન્ને કર્મ સત્તાનાં પરિણમે છે. પુણ્ય અને પાપના ઉદયમાં સ્વસ્થ રહીએ તે નિર્જરા થાય.
આપણને સુખ અને દુઃખ કેઈ નથી આપતું. નહિતર કર્મ સત્તાને કઈ માનતું ન હોત. દુઃખમાં હસવું એ તત્ત્વજ્ઞાનનું કામ છે.
જે અવસ્થામાં કર્મ બંધાય એમાં જ જ્ઞાનદશાથી કર્મ છેડી શકાય. એ માટે જ તત્ત્વજ્ઞાન છે. - તત્વજ્ઞાન શું કરે છે? જગતનાં જે પદાર્થો અજ્ઞાનીને રડાવે તે જ્ઞાનીને હસાવે છે.
આત્માને ત્યાં પુણ્ય અને પાપ નામના પદાર્થો આવ્યા છે. એને લીધે કે ઇવાર અનુકૂળ મળે, કેઈવાર પ્રતિકૂળ મળે; સુખ મળે, દુઃખ મળે પણ એ બધાયમાં ચિત્તની સ્વસ્થતા રાખવી. આ બધાય એ હતઋતુનાં ફળ છે. Seasonનાં Fruits છે. શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે અને વર્ષ ઋતુમાં વરસાદ વરસે પણ તે બધામાં કાળ એક જ છે, તેમ પુણ્ય અને પાપની ઋતુઓમાં આવતા સુખ-દુઃખના પલટાએમાં આત્મા એક છે. ભિન્ન હવામાન ઊભું થાય તે વખતે મનની શાંતિ જાળવી શકે તે ઘણું ઘણું મેળવી શકે. છે જેમાં જીવ બાળે તેમાં કર્મ બંધાય. માટે જીવ બાળ નહિ. શેક, સંતાપ, ચિંતા, ઉદ્વેગ ઊભાં થાય તે