________________
જીવનને પૂર્ણ કેમ બનાવવું ?
[૧૧] કહેવું પડે છે કે નીચે જોઈને ચાલ. કારણકે એ ઉંચે જોઈને ચાલે છે. એને ઉપર જવું છે. પ્રાણીઓમાં શ્રેષ્ઠતા મનુષ્યની છે કારણકે મનુષ્યની દષ્ટિ પૂર્ણ પ્રત્યે છે. જે મનુષ્ય પાસે પૂર્ણની દષ્ટિ નથી, પૂર્ણતાની અભીપ્સા નથી એ મનુષ્ય પશુ સમાન છે.
એક કવિએ કહ્યું છે કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન મનુષ્યમાં અને પશુમાં સરખાં છે. પણ મનુષ્ય માટે ગૌરવપ્રદ અને શ્રેષ્ઠ વાત તે એના દિલમાં જલતે ધર્મને દીપક છે, જે ગાઢ અંધકારમાં પ્રકાશ આપે છે.
- કેટલાક કહે છે કે અમારે ધર્મ સારે છે. હું કહું છું, “ધમ એ દીપક છે. અને જે દીપક પ્રકાશ પાથરે છે અને પથદર્શક બને છે તે સારે છે. એ અમારો કે તમારે નથી, આચરે તેને છે. દીપક પ્રકાશ માટે છે, ઝઘડવા માટે નહિ. ઘણ તે દીપકના પ્રકાશને ઉપયોગ કરવાને બદલે મારાતારાના ઝઘડામાં જ એને પૂરો કરી નાખે છે.”
- મનુષ્ય પાસે આ દીપક છે. આ દીપક મનુષ્યને ખોટા રસ્તે જતાં રેકે છે. માનવ જ્યારે સારા રસ્તા ઉપર જાય છે ત્યારે એ દીપક એના મુખ ઉપર પ્રસન્નતાને પ્રકાશ ચમકાવે છે, હદયમાં આનંદ અને અભયની ઉજ્જવળતા પાથરે ' છે અને પ્રવૃત્તિમાં આહલાદ આણે છે. પણ જે મનુષ્ય
ખરાબ રસ્તા ઉપર ચઢે કે તરત હૃદયમાં ભય ઊભું કરે છે, મુખ ઉપર ચિંતાનું આવરણ લાવે છે અને આનંદને ઉડાડી દે છે. પછી એ મનુષ્ય મુક્ત હાસ્ય પણ કરી શકતા નથી.
આપણે સ્વાર્થનું જ કામ કર્યું જઈએ તે થાક લાગે પણ સેવાનું કામ કરીએ તે આનંદ અને પ્રસન્નતા પ્રાપ્ત