________________
પરિસંવાદ
[૭] રહેવાનું. સગાંવહાલાં લઈ જવાનાં, ગઠવવાનાં, બાળવાનાં. હમ અવિનાશી” હું મરવાને નથી. આ જે આત્માનું અવિનાશીપણું છે એનું જે ભાન થાય, એનું જે જ્ઞાન થાય તે ચોવીસે કલાક આ જીવ શરીરની મમતામાં, ધનની ચિંતામાં, પ્રતિષ્ઠાના મેહમાં અને મારાપણાના અજ્ઞાનમાં મૂંઝાઈને જે સહન કરી રહ્યો છે એ સહન કરવામાંથી મુક્ત થઈ જાય છે.
દક્ષિણ અમેરિકામાં ચીલી નામને પ્રદેશ છે. એમાં ઘણીવાર ધરતીકંપ થાય છે. આથી ત્યાંને લેકે એ નક્કી કર્યું કે આપણે ઊંચાં મકાને બાંધવાં નહિ. જે મકાને મેટાં બાંધીશું તે એ જ આપણું મૃત્યુનું કારણ બનવાનાં. એટલે ચીલી પ્રદેશના માણસો પાયા ઊંડા ઓછા નાખે અને મકાન ઓછાં ઊચાં બાંધે કે એના ભારથી માણસે દબાઈને મરી ન જાય. એ જાણે છે કે ગમે તે ઘડીએ ધરતીકંપ થાય, ગમે તે ઘડીએ આંચકે આવે અને આપણને બહાર નીકળવું પડે. ' આત્માના અમરત્વને અપક્ષ અનુભવ જેને થાય છે તે સંસારમાં રાગદ્વેષના ઊંડા પાયા ન નાખે. એ તે ચીલી પ્રદેશમાં વસતા માણસોની જેમ આ દેહમાં અપ્રમત્તપણે વસે. " તમે જુઓ છો ને આ બધું કેટલું ચંચળ છે! ચીલીમાં તે અમુક સમયે ધરતીકંપ થાય પણ આ માનવ જીવનમાં તે કઈ ઘડીએ કંપ થવાને છે એની પિતાને ખબર નથી. સાંજે સૂતેલે માણસ સવારે ઊો જ નહિ એવું આપણે છાપામાં ક્યાં નથી વાંચતા? અમુક ઠેકાણે ગયેલા માણસ પાછા આવ્યા જ નહિ એવું પણ આપણે સાંભળીએ છીએ.