________________
[૨૨].
પૂણના પગથારે નાખી કટી પર પણ ચઢાવે. એમાં પણ એને જે શંકા લાગે તે અંદરથી તેડીને પણ એ ક્યાંય ખોટું તો નથી ને એની ચકાસણી અને તપાસણી કરે, કારણકે એ પિતાની જાતને સેનું કહેવડાવે છે. જો એ એમ કહી દે કે હું પિત્તળ છું, તે કઈ એ મૂખ ની નહિ મળે, જે એને કસોટી ઉપર ચઢાવે, અને એના ઉપર તેજાબ ખર્ચે. એ જ કહેશે કે, ભાઈ, આ તે પિત્તળને કટકે છે, એના ઉપર કેણ મહેનત કરે ? પણ જે એમ કહે કે હું સુવર્ણ છું, તે કઈ પણ ચોકસી આવીને કહેશે કે “જરા, મને તપાસવા દે.”
જીવનની આ એક દષ્ટિ છે. સંત બનવું છે, સજજન બનવું છે અને સંત અને સજજન બનવા છતાં કષ્ટ સહન કરવાનો વારો આવે ત્યારે ભગવાનની આગળ ફરિયાદ કરવી છે કે “હે ભગવાન, તું દુઃખ કેમ મેકલે છે ?? હું તો એમ કહું છું કે તમે એમ કહો કે હવે અમે તારું શરણું લીધુ છે, હવે અમે તારી મદદ લીધી છે, હવે તું અમારે પડખે છે.” એટલા માટે જે કષ્ટ આવે તેય મને વાંધો નથી. સહન કરવાની શકિત મળે, બીજું કાંઈ નહિ જોઈએ.
કવિવર ટાગેરે પ્રાર્થનામાં એમ કહ્યું છે કે, “હું એમ નથી કહેતા કે દુઃખ ન આવે, પ્રભુ! હું એમ નથી કહેતે કે મુસીબત ન આવે, હું એમ પણ નથી કહેતા કે મને દુઃખમાંથી મુક્ત કરી દે. હું તે એટલું જ કહું છું કે દુઃખ આવે, મુસીબત આવે કષ્ટ આવે તે તે સમયમાં હું ભાંગી ન પડું અને નબળે બનીને દીન ન બની જાઉં; એ દુઃખને સહન કરવાની જે શકિત છે એ મને મળે, દુઃખને સહન કરવાની શકિત, સરકી જવાની યુકિત નહિ.”
આ પ્રાર્થના એ જ બતાવી આપે છે કે જે ભકત છે