________________
[૫૬]
પૂના પગથારે
પણ કયાંક પ્રેમનુ દર્દ છે, અને તેને લીધે એ એમ માને છે કે કાઈક ઠેકાણે કરુણામય, પ્રેમમય અનવુ જોઇએ. માણસ જ્યારે માણસ પ્રત્યે કરુણામય નથી બની શકતા તે એક કૂતરા પ્રત્યે પણ એ કરુણાવાળા, પ્રેમવાળા ખની જાય છે. અંદર એક જાતનું પ્રેમનું છૂપું અવ્યકત સ ંવેદન છે અને તેથી જ કૂતરાને પ પાળતાં અંદરના એ તત્ત્વને સંતેષીને એવું consolation (સમાધાન) મેળવે છે કે દુનિયામાં ભલે હું બધે ક્રૂર છે પણ કૂતરાને માટે હું કરુણાવાળા છું, હું પ્રેમ કરી શકું છું.
આ વાતનું ઊંડાણથી ચિન્તન કરશે તે આપને પણ લાગશે કે દરેક માનવીના હૃદયના એક ખૂણામાં આ એક એવું તત્ત્વ પડ્યું જ છે, જે હરહમેશાં કરુણાને પ્રેરે છે અને માનવતાને પૂજે છે. આ તત્ત્વ જેમ જેમ વિકસતું જાય તેમ તેમ માનવ પૂર્ણ અનતા જાય છે; જેમ જેમ આ તત્ત્વ ઢંકાતુ જાય છે, તેમ તેમ માનવ પશુ બનતા જાય છે. આપણે આ પક્ષીઓને ઉડાડીએ એની પાછળ પણ આ જ તત્ત્વ છે કે બંધનમાંથી પંખીને મુકત કરીએ એ સાથે આપણી માનવતા જે આજે બંધાયેલી છે, પુરાયેલી છે, ઢંકાયેલી છે એ ખીલી ઊઠે અને આપણામાં રહેલું દયાનુ ઝરણુ એકદમ વહી જાય.
પ’ખી ઉડાડનારને સહેજ રીતે એક પ્રશ્ન તેા આવી જવાના કે આ કબૂતરને મુક્તિ આપનાર હું... પ્રાણીસૃષ્ટિ પ્રત્યે કરુણાળુ છું ખરો ? આ વિચાર પુનઃ પુનઃ આવે તે માનવમાં રહેલી દિવ્ય શકિત પ્રગટ થાય, પ્રજવલિત થાય અને પ્રબુદ્ધ થાય.