Book Title: Jain Itihas
Author(s): Hemratnasuri
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/005666/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ISTER :- પ્રેરક :પ. પૂ. વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા - પ્રકાશક :શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ I 2 Internationale www.alinelibrary.org For Persgival Private Se Only NAS. MITTનો Page #2 -------------------------------------------------------------------------- ________________ નમો નમઃ શ્રી ગુરુ પ્રેમસૂરયે ! જેના ઈતિહાસ : પ્રેરક - માર્ગદર્શક : વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા : પુનઃ સંપાદકઃ પંન્યાસપ્રવરશ્રી કલ્યાણબોધિવિજયજી ગણીવર્ય : પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ – પાટણ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ દિવ્યકૃપા : ૫. પૂ. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ૫. પૂ. વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ૨. : ૫.પૂ. સમતાસાગર પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય :: શુભાશિષ : ૫.પૂ. સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. ૧. શ્રી જિનશાસન આરાધન ટ્રસ્ટ દુકાન નં. પ, બદ્રીકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઈવ, ‘ઈ’ રોડ, મુંબઈ - ૪૦૦૦૨૦ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ -: પ્રેરણા-આશિષ-માર્ગદર્શન : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. : પ્રાપ્તિસ્થાન : ચંદ્રકાન્ત સંઘવી, ૬-બી, અશોકા કૉમ્પ્લેક્સ, રેલવે ગરનાળા પાસે, પાટણ, ઉત્તર ગુજરાત. વિક્રમ સં. ૨૦૬૧ કિંમત : રૂા. ૩૦/ પ્રિન્ટિંગ ઃ નવનીત જે. મહેતા (વિરલ ટ્રેડર્સ), અમદાવાદ. ફોન : ૦૭૯-૨૬૬૩૭૩૭૦ ટાઈપ-સેટિંગ : જય માતંગી એન્ટરપ્રાઈઝ, અમદાવાદ. ફોન : ૦૭૯-૩૦૯૫૨૧૧૩ 2 For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય યદ્યપિ જેન પરંપરાનો ઇતિહાસ વગેરે અનેક અતીત-પ્રદ્યોતક ગ્રંથો વિદ્યમાન હોવા છતાં પણ, જેમ સહસ્ત્રકિરણ સૂર્ય વિદ્યમાન છતાં પણ ભૂગર્ભમાં તો દીપ જ પ્રકાશ પાથરે છે તેમ, સંક્ષિપ્ત રૂચિ જન માટે આ સંક્ષિપ્ત જૈન ઇતિહાસ એ અતીતની કેડીએ સંચરવા માટે દીપની ગરજ સારે છે. અનેક પ્રકરણમાં વિભક્ત પ્રસ્તુત ગ્રંથરત્નનું માહાભ્ય પૂર્વાવૃત્તિની પ્રસ્તાવનામાંથી જાણી શકાશે તથા અનુક્રમણિકાના દિગ્દર્શન દ્વારા અહીં “ગાગરમાં સાગરની પ્રતીતિ થયા વિના નહીં રહે. આજથી ૯૭ વર્ષ પૂર્વે જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી શેઠ વસનજી ત્રિકમજી જે. પી. ગ્રંથમાળાના ૩જા મણકારૂપે પ્રકાશિત ને હાલ અલભ્ય એવા આ ગ્રંથરત્નના પુનઃ સંપાદનનું કાર્ય વૈરાગ્યદેશનાદક્ષ આ. શ્રી. વિજય હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજાના શિષ્ય પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્યએ કર્યું છે. શ્રી પૂજયોની પ્રેરણાથી જ શ્રુતરક્ષાનું કાર્ય અમે આરંભ્ય તદન્વયે ૩૦૦ થી પણ અધિક ગ્રંથોને નવજીન અર્પ ભારતભરના સઘળા સંઘોમાં વિનામૂલ્ય ભેટ ધરવામાં અમે સફળ બન્યા છીએ. હજી પણ આ કાર્યમાં મૃતદેવી ભગવતી અમને સહાયતા બક્ષે એ જ.. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી, લલિતભાઈ કોઠારી પુંડરીકભાઈ શાહ ચંદ્રકુમાર જરીવાલા For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ | ઋતભક્તિ - અનુમોદન પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનનો લાભ (૧) શ્રી ખાનપુર જેન જે. મૂ. પૂ. દેરાસર ઉપાશ્રય, અમદાવાદ પ્રેરક પ.પૂ. મુનિશ્રી જિનયશવિજયજી તથા પ.પૂ. મુનિશ્રી મુક્તિયશવિજયજી મ. (૨) જુના ડીસા જૈન સંઘ તરફથી લેવામાં આવેલ છે. જેની ટ્રસ્ટ ભૂરી ભૂરી હાર્દિક અનુમોદના કરે છે. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સૂરિપ્રેમાષ્ટક બ્રહ્મચર્યનું તેજ વિરાજે જે મૂલ સર્વગુણોનું હો ગુરુવર, મન-વચન-કાયા વિશુદ્ધ જ એ તો, ચિત્ત હરે ભવિજનનું હો...૧ ગુણગાતા મેં કઈ જ ન દીઠા, અહો! મહાબ્રહ્મચારી હો ગુરુવર, આ કાળ દીઠો નહીં એહવો, વિશુદ્ધ વ્રતનો ધારી હો.... ૨ સ્ત્રી-સાધ્વી સન્મુખ નવિ જોયું, વૃદ્ધપણે પણ તે તો હો ગુરુવર, વાત કરે જબ હેતુ નિપજે, દ્રષ્ટિ ભૂમિએ દેતો હો...૩ શિષ્યવૃંદને એહી જ શિખવીયું, દઢ એ વિષયે રહેજો હો મુનિવર, તેહતણા પાલનને કારણ દુઃખ-મરણ નવિ ગણજો હો..૪ સંયમ મહેલ આધાર જ એ તો, દષ્ટિદોષે સવિ મીંડુ હો મુનિવર, કર્મકંટકને આતમઘરમાં પેસવા મોટું છીં હો..૫ બ્રહ્મમાં ઢીલા પદવીધર પણ, જાય નરકમોઝાર હો મુનિવર, શુદ્ધ આલોયણ કરે નહીં તેહથી, દુઃખ સહે તિહાં ભારે હો....૬ વિજાતીયનો સંગ ન કરજો, સાપ તણી પરેડરજો હો મુનિવર, કામ કુટિલનો નાશ કરીને, અવિચળ સુખડા વરજો હો...૭ પ્રેમસૂરીશ્વર ગુણના આકર, ગુણ દેઈ અમ દુઃખ મીટાવો હો ગુરુવર, ધીર પુરુષ તે સહન કર્યું છે, તેહ તણી રીતિ બતાવો હો....૮ – આચાર્ય શ્રી જગશ્ચંદ્રસૂરિકૃત ગુરુગુણ અમૃતવેલીમાંથી સાભાર For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ભુવનભાનુ વંદના બુદ્ધિબળે બૃહસ્પતિના પુત્રની પરે ઓપતા, સ્યાદ્વાદગર્ભિત શાસ્ત્રના મર્મો સુપેરે ખોલતા, સિદ્ધાન્તરક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના..૧ કાયા ભલે હો કૃશ છતાં પણ તેજની સીમા નહીં, વિકૃષ્ટ તપ આરાધતા પણ ત્યાગની કમીના નહીં, આહાર કરતા'તા છતાં સ્વામી અનાસક્તિતણા, ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરું વંદના..૨ વસે શ્વાસને ઉચ્છવાસમાં જિન આણ પાલનદક્ષતા, વચને વચનમાં રસ ઝરે જિન આણની પ્રતિબદ્ધતા, જિન આણ શ્રી જિન આણ શ્રી જિન આણ એક જ ઝંખના, ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરું વંદના૩ શાસ્ત્રો તણી વાતો ન કરતા મુગ્ધજન પંચન કરે, ખેચે ન સ્વ પ્રતિ સત્યને કરે સત્યનો સ્વીકાર જે, તન મન થકી જે ઉજળા પાલક મહા સમુદાયના, ગુરુ ભુવનભાનું ચરણકજમાં ભાવથી કરુ વંદના....૪ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ A જ્ઞાની છતાં અભિમાનની રેખા નહીં તન મન મહીં, વિકૃષ્ટતપ તપતાં છતાં સમતા ભરી તન મન મહીં, સમુદાય છે સુવિશાળ પણ સ્વામિત્વની નહીં ખેવના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના...૫ યોદ્ધા બની ખૂંખાર આંતર જંગ ખેલે ખંતથી, જીતો મળે કે ના મળે પણ ઝુઝતા મનરંગથી, કર્મો તણી સેના થતી ભયભીત લે તુજ નામ ના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના...૬ અમીઓ તણી ઊર્મિ વહે તે ઝંખતો સાગર સદા, જે સૌમ્યતા મુખ પર તરે તે ઝંખતો ચાંદો સદા, ગુરુ સમ સહનશક્તિ મળી છે પૃથ્વીની એક ઝંખના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના...૭ સાગર છલકતા આંસુડા વહેતા તમારી યાદમાં, પણ પળ યુગો સમ જાય ગુરુવર ખેદ ને વિષાદમાં, જન્મોજનમ તુજ સાથ હો કલ્યાણબોધિ કામના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના...૮ – પંન્યાસ શ્રી કલ્યાણબોધિ ગણિવર્ય 7 For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસમુદ્ધારક શ્રુતસેવાના કાર્યમાં સદાના સાથીઓ (૧) ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ. (પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયભુવનભાનુસૂરિ મ.સા.ના ઉપદેશથી) (૨) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ (૩) શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.ની પ્રેરણાથી) (૪) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂ.મ.સા.ની પ્રેરણાથી) (૫) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) (૬) નયનબાળા બાબુભાઈ સી. જરીવાલા હા. ચંદ્રકુમાર, મનિષ, કલ્પનેષ (પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૭) કેશરબેન રતનચંદ કોઠારી હાલ. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી) (૮) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. (૫.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી (૯) શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ મુંબઈ (આચાર્યદેવ શ્રીહેમચંદ્રસૂરીશ્વર મ.સા.ની પ્રેરણાથી (૧૦) શ્રી શાંતાક્રુઝ શ્વેતા. મૂર્તિ, તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, મુંબઈ, (આચાર્યદેવ શ્રીહેમચંદ્રસૂરી મ.સા.ની પ્રેરણાથી) (૧૧) શ્રીદેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. (પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી (૧૨) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત (પૂ. સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂજ્ય સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ.ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે (૧૩) બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયી મ.સા., પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા. પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૧૪) શ્રી શ્રેયકર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. (પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી. (૧૫) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (૫. પૂ. આચાર્યદેવ શ્રીરૂચકચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) (૧૬) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર, (વેસ્ટ) મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી ક્લયાણબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૧૭) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ.મ.ની પ્રેરણાથી) 8 For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ (૧૮) શ્રી કલ્યાણજી સૌભાગચંદ જૈન પેઢી, પિંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમવિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સંયમની અનુમોદનાથે) (૧૯) શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (વૈરાગ્યદેશના દક્ષ પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) (૨૦) શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.ની પ્રેરણાથી) (૨૧) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્યશ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) (૨૨) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રીઅક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) (૨૩) શ્રી મહાવીર જૈન શ્વેતા. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય (પ.પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી) (૨૪) શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. (પ.પૂ. વૈરાગ્યદેશનાદ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) (૨૫) શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન) પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિ. મ.સા. તથા મુનિશ્રી મહાબોધિવિ. મ.સા.ની પ્રેરણાથી (૨૬) શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) (૨૭) શ્રી વિમલ સોસયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર મુંબઈ. (પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) (૨૮) શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ (પ.પૂ.વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમવિજય-હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના સં. ૨૦૫૩ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે) (૨૯) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), મુંબઈ (મુનિશ્રી નેત્રાનંદવિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૩૦) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ, (પરમ પૂજય મુનિરાજ શ્રી સંયમબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૩૧) શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ. (પ.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫રના ચાતુર્માસ નિમિત્તે ૫.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૩૨) શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા -૨ (પ.પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી (૩૩) શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના (પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષ સૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૩૪) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ભવાનીપેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૩૫) શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ. શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૩૬) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઈ. (મુનિશ્રી અપરાજિતવિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૩૭) શ્રી જવાહરનગર જૈન શ્વેતા. મૂર્તિ, સંઘ, ગોરેગામ, મુંબઈ. (પૂ. આ.શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) : (૩૮) શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત, (પ.પૂ.સા.શ્રી રંજનશ્રીજી મ.સા.પૂ.મ.સા. શ્રી ઇંદ્રશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ.પૂ.સા.શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા., પ. પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી) (૩૯) શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ. (પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) (૪૦) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈ) (પૂ.પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) (૪૧) શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી. (પ.પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુયરત્નવિજયજી ગણિવર્યની તથા પૂ.૫. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) (૪૨) શ્રી કોઈમ્બતુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતુર (૪૩) શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પન્યાસ-ગણિ પદારોહણ, દીક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી) (૪૪) શ્રી મહાવીર સ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ. (પૂ. મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ. પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૪૫) શ્રી હરસૂરીશ્વરજી જગદગુરુ શ્વેતામ્બરમૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ. (પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) (૪૬) શ્રી પાર્શ્વનાથ શ્વેતાં. મૂર્તિ. પૂ. જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા.ની સંઘમાં થયેલ ગણિ પદવીની અનુમોદનાથ) (૪૭) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાં. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ (પૂ. મુનિશ્રી સત્યસુંદર વિ. ની પ્રેરણાથી) (૪૮) રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી રત્નબોધિવિજયજી મ.સા.) (૪૯) શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુબંઈ. (પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) (૫૦) શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઈ (પ્રેરક-મુનિશ્રી સત્ત્વભૂષણવિજયજી મ.) (૫૧) શ્રી ગોવાલીયા ટેક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક : ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) (૫૨) શ્રી વિમલનાથ જૈન દેરાસર ટ્રસ્ટ, બાણગંગા, મુંબઈ (પ્રેરક : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.) (૫૩) શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ, પ્રાર્થના સમાજ, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસજી શ્રી અક્ષયબોચિવિજયજી ગણિવર) (૫૪) શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહારચાલ જૈનસંઘ 10 For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ (પ્રેરક : ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) (૫૫) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. (પ્રેરક - મુનિશ્રી રાજપાલવિજયજી તથા ૫. શ્રી અક્ષયબોધિવિજયજી ગણિવર) (૫૬) શ્રી સૂર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીના પાર્લા (ઈ), કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી (૫૭) શ્રી પ્રેમવર્ધક દેવાસ છે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ. (પ્રેરક - પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.) (૫૮) શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા (પ્રેરક-પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) (૫૯) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટકોલ્હાપુર (પ્રેરક-પૂ.મુનિશ્રી પ્રેમસુંદરવિજયજી મ.) (૬૦) શ્રી ધર્મના પો.હે. જેનનગર જે. મૂ.પૂ.સંઘ, અમદાવાદ (પ્રેરક-પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી પુન્યરત્નવિજયજી ગણિ) (૬૧) શ્રી દિપક જ્યોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક-પૂ.પં.શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર્ય તથા પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર્ય) (૨) શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી-પાબલ, પુના (પ.પૂ. પંન્યાસશ્રી કલ્યાણબોધિવિજયજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે પ.પૂ.પંન્યાસ શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) (૬૩) ૐકારસૂરીશ્વરજી આરાધના ભવન - સુરત (પ્રેરક - આ. ગુણિરત્નસૂરિ મ.ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.) (૪) શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ. (પ.પૂ.વૈરાગ્યદેશનાદ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) (૬૫) શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગામ-મુંબઈ (પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) (૬૬) શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રેરક-પ.પૂ.ગચ્છાધિપતિ આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.) (૬૭) શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ (પ.પૂ. પંન્યાસ પ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) (૬૮) શ્રી વિલેપાર્લા છે. મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ (પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) (૬૯) શ્રી નનસી સોસાયટી જૈન શ્વે. મૂ.પૂ.સંઘ, બોરીવલી (વેસ્ટ) મુંબઈ. (પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોલિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૭૦) માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર, પૂ.પં.શ્રી કલ્યાણબોધિવિજયજીના શિષ્ય મુનિશ્રી ભક્તિવર્ધનવિજયજી મ.સા. તથા પૂ. સાધ્વીજી શ્રી જયશીલાશ્રીજી મ.ના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. સુપુત્રો : નવીનભાઈ, ચુનિલાલ, દીલીપ, હિતેશ. (૭૧) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ) મુંબઈ (પ.પૂ.પંન્યાસ પ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૭૨) શ્રી ધર્મવર્ધક છે. મૂર્તિપૂજક જૈન સંઘ, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (ઈ), (૫.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્યની પ્રેરણાથી) For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ઈતિહાસ એ ધાર્મિક અને વ્યવહારિક નીતિરીતિનો આદર્શ છે. ધર્મના અને વ્યવહારનાં જુદાં જુદાં સ્વરૂપ અને તેના કાર્યો ઇતિહાસ ઉપર આધાર રાખે છે. દેશ અને કાલ એ ઉભયમાં જે કાંઈ તફાવત થતો આવે છે, તે ઇતિહાસ ઉપરથી સારી રીતે જાણી શકાય છે. તેથી દરેક ધર્મ ભાવનાને ધારણ કરનારા ધર્મિજનને ઇતિહાસના જ્ઞાનની પૂર્ણ આવશ્યકતા છે. જૈન ધર્મની ભાવના પ્રાચીન છે અને તે ભાવનાએ આ ભારત વર્ષ ઉપર જે અસર કરી છે, તે અવર્ણનીય છે. જૈન ધર્મની વાસના તે તે દેશકાલના વ્યવહારથી રંગાયેલી છે. તથાપિ તે અનાદિસિદ્ધ એક જ રૂપે સર્વત્ર જણાયેલી છે. જો આમ ન હોત તો આજ આપણને ધર્મ વિષે વિચાર કરવાનું કાંઈ સાધન મળત નહીં. ઇતિહાસ દ્વારા અનંતકાળના જુદા જુદા વિભાગ એક એક સાથે જોડાયેલા છે અને તેની અંદર તારતમ્યપણું રહેલું છે, જે પ્રમાણિક આગમ ઉપરથી સિદ્ધ થાય છે. જૈન ધર્મના ઇતિહાસનો આરંભ પ્રાચીન કાળથી શરૂ થાય છે. તે આપણા આગમકારો પોતાના લેખમાં દર્શાવી આપે છે. આપણાં પ્રમાણભૂત આગમ અવલોકતાં આપણી આગળ જૈન ઇતિહાસનો પ્રકાશ ખુલ્લી રીતે પ્રગટ થાય છે અને તેથી પ્રાચીન અને અર્વાચીન જૈન નીતિરીતિનું દર્શન સ્પષ્ટ રીતે થઈ શકે છે. આર્યાવર્તમાં અનેક પ્રકારની ધર્મભાવનાઓ પ્રાચીન કાળથી ઉદ્ભવેલી છે, પણ તે બધાનું સ્પષ્ટીકરણ કરવાને જેવી સામગ્રી જૈનધર્મની ભાવનામાં રહેલી છે, તેવી બીજી કોઈપણ ધર્મની ભાવનામાં નથી, એમ કહેવું એ અતિશયોક્તિ ભરેલું નથી. જૈન ધર્મના ઇતિહાસનો કાલ યુગ્મધર્મી મનુષ્યોથી આરંભાય છે. ત્યારથી તે આજ સુધીમાં જૈન ધર્મના પ્રણેતાઓએ અને સૂરિઓએ પોતાનામાં રહેલી જ્ઞાનશક્તિ તથા તેના ફળને પામવાની પ્રેરણાને સંતોષવા કેવા કેવા ધાર્મિક કાર્યો ઊઠાવ્યાં છે અને તે તે કાર્યોનું તેના આચાર વિચાર પર કેવું પ્રતિબિંબ પાડેલું છે, તથા તે પ્રતિબિંબમાં તેનો પરમાનંદ કેવે રૂપે ઝળક્યો છે એ બધું જાણવાનું સાધન જૈન ધર્મનો ઇતિહાસ છે. એ ઇતિહાસ વાંચવાથી આપણી 12 For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના સારી રીતે પુષ્ટિ પામે છે. એ સર્વ માન્ય જૈન ધર્મનો ઉદ્યોત ક્યારે થો અને કોણે કર્યો એ પણ તે ઉપરથી સમજવામાં આવે છે. તે સાથે જૈનનીતિ અને જૈનસંસાર પૂર્વકાળે કેવા હતા અને અર્વાચીનકાળે તેમાં કેટલો ફેરફાર થઈ ગયો છે, એ પણ આપણા જાણવામાં આવે છે. જેથી જૈન ઇતિહાસ જાણવાની પૂરી આવશ્યકતા સિદ્ધ થાય છે. તે માટે આ લેખનો શ્રમ સર્વ રીતે સાર્થક થવાની પૂર્ણ આશા બંધાય છે. આ ગ્રંથમાં જુદા જુદા છવ્વીશ પ્રકરણો પાડ્યાં છે. છેલ્લી અવસર્પિણીના ત્રીજા આરાને છેડે થયેલા સાતમા કુલકર નાભિ રાજાથી જૈન ઇતિહાસનો આરંભ કરવામાં આવ્યો છે. પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનથી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સુધીનો ઇતિહાસ સંક્ષેપમાં આપ્યા પછી વર્તમાન શાસનના અધિપતિ શ્રી મહાવીર ભગવાનના નિર્વાણથી વીર સંવતની ગણના કરવામાં આવી છે અને તે પ્રસંગે બનેલા ધાર્મિક બનાવોનો સંક્ષિપ્ત ચિતાર આપવામાં આવ્યો છે. જે જાણવાથી જૈનશાસનની મહત્તા અને જૈનપ્રભાવિક પુરુષોએ કરેલા ધાર્મિક ઉદ્યોત વિષે વાંચનારને સારો બોધ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ જૈન ઇતિહાસના સંક્ષિપ્ત વિષયથી ભરપૂર છે. જો કોઈપણ જૈન આ લઘુ લેખને આઘંત વાંચે તો તે જૈન ઇતિહાસનું સારું જ્ઞાન ધરાવે તેમાં કોઈ જાતનો સંશય નથી. વિશેષમાં આ લઘુ ગ્રંથ જૈન પાઠશાળાના દરેક વિદ્યાર્થીને ઉપયોગી છે. જૈનધર્મમાં, જૈન ગૃહસ્થાવાસની સ્થિતિમાં અને આચાર વિચારમાં કેવું રૂપાંતર થયું છે ? જૈન સંસ્થાનની ઉન્નતિ અને અવનતિ કાળપાશમાં લપટાઈને કેવી રીતે થયેલ છે? જૈન વિદ્વાનોની, જૈન ગૃહસ્થોની અને જૈન મુનિઓની પૂર્વની પ્રૌઢતા, ઉદારતા, ઉત્સાહ, વૈર્ય અને શ્રદ્ધા વગેરે પૂર્વ ગુણો આ જમાનામાં કેવી રીતે લપટાયા છે? વર્તમાનકાળે યતિઓ અને ગૃહોમાં કેવી નિર્માલ્યતા, કેવો પ્રમાદ અને કેવા આચાર ચાલે છે, તે જોઈને એમ શંકા થયા વિના રહે જ નહીં કે જેઓના પૂર્વજો આવા મહાનું અદ્ભુત ગુણોવાળા થયેલા છે, તેઓના આ વંશજો હશે ખરા ! જો કે હાલ તેવી પૂર્વની સ્થિતિ ઉપર આવવાનાં સાધનો જોઈએ તેવાં મળી શકે તેમ નથી, તથાપિ જો તેવો ઉત્સાહ • રાખવામાં આવે તો તે પૂર્વજોના ઇતિહાસની વાતો વાંચવાથી આત્માને આનંદ થાય તેમ છે. અને તેવો આનંદ પ્રાપ્ત કરવામાં આ લઘુ પુસ્તક એક સાધનરૂપ થઈ પડશે એવી આશા રાખવામાં આવે છે. 13 For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ દ ८ અનુક્રમણિકા વિષય પહેલા પ્રકરણમાં શ્રીઋષભદેવ પ્રભુથી માંડીને ગૌતમ સ્વામી સુધીનો ઇતિહાસ આવેલ છે અને તેમાં બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ ક્યારે થઈ ? તે સમયનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. બીજા પ્રકરણમાં સુધર્મા સ્વામીથી માંડી મનક મુનિ સુધીનો ૧૭ વૃત્તાંત દર્શાવ્યો છે, જેમાં દશવૈકાલિકસૂત્રનો ઉદ્ધાર તથા ઓશવાળ અને શ્રીમાળીઓની ઉત્પત્તિનો સમય આપવામાં આવ્યો છે. ત્રીજા પ્રકરણમાં શ્રીયશોભદ્રસૂરિથી શ્રીસ્થૂલભદ્રજી-સૂરિનો ૨૧ ઇતિહાસ આપી તે સમયમાં નવ નંદોના રાજ્યની તથા સંપ્રતિ રાજાની હકીકત કહેવામાં આવી છે. ચોથા પ્રકરણમાં આર્ય મહાગિરિજી તથા આર્ય સુહસ્તિજીથી માંડી કાલકાચાર્ય સુધીનો ઇતિહાસ દર્શાવ્યો છે અને તેમાં કોટિગચ્છની સ્થાપનાનો વૃત્તાંત દર્શાવ્યો છે. પાંચમા પ્રકરણમાં વીર સંવત્ ૪૫૩ થી ૪૦૦ નો ઇતિહાસ આપી તેમાં શ્રીદિન્નસૂરિથી પાદલિપ્તસૂરિ સુધીના વૃત્તાંત સાથે સિદ્ધસેનદિવાકર, વિક્રમ રાજા અને નાગાર્જુનનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. પેજ નં. ૧ ૩૧ છઠ્ઠા પ્રકરણમાં વિક્રમ સંવત્ ૧ થી ૧૩૦ સુધીનો ઇતિહાસ ૪૫ આપી શ્રીવજસ્વામીથી માંડી દુર્બલિકા પુષ્પમિત્રસૂરિ સુધીનો ઇતિહાસ અને તે સાથે જાવડશાહના ઉદ્ધારની હકીકત આપવામાં આવેલ છે. 14 For Personal & Private Use Only ૩૯ સાતમા પ્રકરણમાં શ્રી ચંદ્રસૂરિથી શ્રી દેવર્કિંગણી સુધીના વૃત્તાંત ૫૫ સાથે બૌદ્ધોના પરાભવની, શિલાદિત્ય રાજાની, વલ્લભિપુરના ભંગની, શત્રુંજય માહાત્મ્યની રચનાની અને જૈન સિદ્ધાંતોનું પુસ્તકારૂઢ થવાની હકીકત આપવામાં આવી છે. આઠમા પ્રકરણથી અર્વાચીન સમયના ઇતિહાસનો આરંભ થાય છે અને તેમાં વિક્રમના છઠ્ઠા સૈકાનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો 63 Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષય ક્રમ પેજ નં. છે, જેની અંદર શ્રીહરિભદ્રસૂરિ તથા શ્રી સિદ્ધસૂરિનો વૃત્તાંત આપવામાં આવ્યો છે. ૯ નવમા પ્રકરણમાં વિક્રમના સાતમા, આઠમા અને નવમા ૭૫ સૈકામાં બનેલા બનાવો જૈન ઇતિહાસમાં ખરેખરું સારું અજવાળું પાડે છે. તેમાં આચાર્ય શ્રી દેહલામહત્તરથી તે શીલગુણસૂરિ સુધીનો બોધક ઇતિહાસ વર્ણવ્યો છે. તેની અંદર આમરાજા, વનરાજ ચાવડો અને અણહિલ્લપુર પાટણની સ્થાપનાની ઉપયોગી હકીકત આપેલી છે. ૧૦ દશમા પ્રકરણમાં વિક્રમના દશમા સૈકાનો ઇતિહાસ છે. તેમાં ૮૬ શીલાંગાચાર્યથી તે શ્રી વીરગણી આચાર્ય સુધીનો વૃત્તાંત આપેલો છે. ૧૧ અગિયારમા પ્રકરણમાં વિક્રમના અગિયારમા સૈકાના ૯૨ આરંભથી શ્રી સર્વદેવસૂરિથી તે મહાકવિ ધનપાળ અને શોભનાચાર્ય સુધીની ચમત્કારી હકીકત દર્શાવેલી છે. ૧૨ બારમા પ્રકરણમાં શ્રી સુરાચાર્ય, વદ્ધમાનસૂરિ અને ૯૮ | વિમલશાહનું વૃત્તાંત આપેલું છે. ૧૩ તેરમા પ્રકરણમાં શ્રી જિનેશ્વરસૂરિ, અભયદેવસૂરિ અને ૧૦૩ વાદિવેતાળ શાંતિસૂરિનાં ચરિત્રો આપેલાં છે. ૧૪ ચૌદમા પ્રકરણમાં શ્રીચંદ્રસૂરિથી ધનેશ્વરસૂરિ સુધીનો ઉપયોગી ૧૧૦ ઇતિહાસ આપી તેની સાથે પુનમીયાગચ્છની તથા વિધિપક્ષગચ્છની ઉત્પત્તિની બીના દર્શાવી છે. અને વિક્રમના બારમા સૈકાનો આરંભ તથા સમાપ્તિ પણ તે પ્રસંગે જ કહેલી છે. ૧૫ પંદરમા પ્રકરણમાં જયસિંહસૂરિ, લાલણ ગોત્રની ઉત્પત્તિ અને ૧૧૭ વાદિદેવસૂરિના બોધક વૃત્તાંતો આપેલા છે. ૧૬ સોળમા પ્રકરણમાં જીવદેવસૂરિની રસિક કથા આપેલી છે. ૧૨૪ ૧૭ સત્તરમા પ્રકરણમાં વાગભટ્ટ મંત્રીથી તે અમરચંદ્રસૂરિ સુધીની ૧૩૧ હકીકત આપેલી છે અને તે પ્રસંગે સાઈપૂર્ણમિયક તથા આગમિકગચ્છની ઉત્પત્તિ દર્શાવવામાં આવી છે. ૧૮ અઢારમા પ્રકરણમાં સાજનદે, સિદ્ધરાજ જયસિંહ અને ૧૩૭ 15 For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ - - - - ક્રમ વિષય પેજ નં. હેમચંદ્રાચાર્યની દીક્ષાની હકીકત વર્ણવેલી છે. ૧૯ ઓગણીશમા પ્રકરણમાં હેમચંદ્રજીને સૂરિપદ આપવાનો, અને ૧૪૩ સિદ્ધરાજ તથા કુમારપાળના સંકષ્ટનો પૂર્ણ વૃત્તાંત દર્શાવ્યો છે, . ” જેની અંદર ગુજરાતના ઇતિહાસ ઉપર સારું અજવાળું પડે છે. ૨૦ વીસમા પ્રકરણમાં કુમારપાળના ચરિત્રનું સંક્ષિપ્ત વર્ણન ૧૫૦ આપવામાં આવ્યું છે. ૨૧. એકવીસમા પ્રકરણમાં જગડુશાહ શેઠ અને વસ્તુપાળ ૧૫૫ તેજપાળની હકીકત આપેલી છે. ૨૨ બાવીસમાં પ્રકરણમાં વિક્રમના તેરમા અને ચૌદમા સૈકાનો ૧૬૦ ઇતિહાસ છે, જેની અંદર દેવેન્દ્રસૂરિથી મહેન્દ્રપ્રભસૂરિ સુધીનાં વૃત્તાંતો સંક્ષેપથી વર્ણવવામાં આવ્યાં છે. ૨૩ ત્રેવીસમા પ્રકરણમાં દેવસુંદરસૂરિથી તે રત્નશેખરસૂરિ સુધીનો ૧૬૫ ઇતિહાસ આપ્યો છે અને તે પ્રસંગે રાણકપુરના જિનમંદિરની તથા લુપકોની ઉત્પત્તિની હકીકત દર્શાવવામાં આવી છે. ૨૪ ચોવીસમા પ્રકરણમાં વિક્રમના પંદરમા તથા સોળમાં સૈકાનો ૧૬૯ ઇતિહાસ છે. તેની અંદર શ્રી હેમવિમળમૂરિથી તે શ્રી વિજયસેનસૂરિ સુધીનો વૃત્તાંત તથા તેમના શિષ્ય વેખહર્મ તથા પરમાનંદની હકીકત આવે છે. ' ૨૫ પચીસમા પ્રકરણમાં વિક્રમના સત્તરમા સૈકાની સમાપ્તિ સુધીમાં ૧૭૫ પદ્મસુંદરગણિથી તે સમયનસુંદરસૂરિજી સુધીના વૃત્તાંતો દર્શાવ્યા ૨૬ છવ્વીસમા પ્રકરણમાં વિક્રમ સંવત્ ૧૭૦૧થી તે સંવત્ ૧૯૬૪ ૧૮૫ ના વર્તમાન સમય સુધીનો ચાલતો ઇતિહાસ દર્શાવ્યો છે. તેની અંદર ઢંઢકોની ઉત્પત્તિ, મોતીશાહ શેઠ, શ્રીવિજયાનંદસૂરિ, શેઠ પ્રેમચંદ રાયચંદ, શેઠ કેશવજીનાયક અને શેઠ નરશી નાથાના સમય સુધીનો વૃત્તાંત આવે છે. ૦ પ્રશસ્તિ ૧૮૯ 16 For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | શ્રી પ્રેમ-ભુવનભાનુ સદ્ગુરુભ્યો નમઃ | જેન ઇતિહાસ પ્રકરણ - ૧ પ્રાચીન સમયનો ઇતિહાસ આ જૈન ધર્મ અનાદિ કાળથી ચાલ્યો આવે છે, માટે તે ક્યારથી ચાલુ થયો હશે? એવી શંકા કરવાની કંઈ પણ જરૂર નથી. હવે તેના અનાદિ કાળમાં અનંતી ચોવીશીઓ થઈ ગઈ છે, અને પ્રત્યેક ચોવીશીના સમયમાં જૈન ધર્મનો બહોળો ફેલાવો પણ થયા કર્યો છે. ચોવીશીઓ એટલે જૈન ધર્મનો ફેલાવો કરનારા ચોવીશ તીર્થકરો જે દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં થાય છે તે માંહેની આ છેલ્લી અવસર્પિણીમાં શ્રી ઋષભદેવ નામે પહેલા તીર્થંકર થયા છે. શ્રી ઋષભદેવ : આ છેલ્લી અવસર્પિણીના ત્રીજા આરાને છેડે નાભિરાજા નામના સાતમા કુલકર થયા, તેમનું રાજય અયોધ્યામાં હતું, તેમને મરૂદેવા નામે સ્ત્રી હતી. તેમની કુક્ષીએ આ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજીનો જન્મ થયો હતો. તે વખતના યુગલીયાં મનુષ્યો ફક્ત કલ્પવૃક્ષોનાં ફળ-ફૂલો ખાઈ આજીવિકા ચલાવતાં હતાં, તથા કેટલાંક સંસારી રીત રીવાજોથી તથા નીતિથી અજાણ્યાં હતાં, તેમને ઋષભદેવજીએ સર્વ સાંસારિક રીતીઓથી વાકેફ કર્યા. ઋષભદેવજીને ભરત તથા બાહુબલિ આદિ એકસો પુત્ર હતા, તથા તેઓ સઘળા જૈન ધર્મમાં ઘણા જ ચુસ્ત હતા, ઘણો સમય ગયા બાદ ઋષભદેવજીએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી તથા લોકોને જૈન ધર્મ સંબંધી શુદ્ધ દયામય ઉપદેશ દેવા લાગ્યા, તે સમયના લોકો કપટ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ રહિત અને શુદ્ધ અંત:કરણવાળા હોવાથી તેમના હૃદયમાં જૈન ધર્મની દયામય લાગણીની ઊંડી છાપ પડી હતી. ઋષભદેવજી ઘણા કાળ સુધી જૈન ધર્મનો ઉપદેશ આપી અંતે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. - ભરતચક્રી તથા બાહાણોની ઉત્પત્તિ, વેદોની ઉત્પત્તિ, સૂર્ય ચંદ્ર વંશની શરૂઆત ઋષભદેવજીએ વૈરાગ્ય પામી જ્યારે દીક્ષા લીધી ત્યારે અયોધ્યાની ગાદી તેમણે પોતાના મોટા પુત્ર ભરતને આપી હતી તે ભરતજીએ શુદ્ધ નીતિથી રાજય ચલાવ્યું હતું તથા ચક્રવર્તીની પદવી સંપાદન કરી હતી, તેમણે પોતાના પિતા ઋષભદેવજીનો ઉપદેશ સાંભળીને જૈન ધર્મનો ઘણો જ ફેલાવો કર્યો હતો. દયામય જૈનધર્મના ફેલાવા માટે તેમણે એક વિશાળ ભોજનશાળા સ્થાપી હતી, તેમાં વ્રતધારી શ્રાવકોને તે હંમેશાં પોતાના ખર્ચે ભોજન કરાવતા હતા, અને તે શ્રાવકો પણ “માહન” એટલે “હિંસા ન કરવી” એવો હંમેશાં પાઠ કરતા હતા. આગળ ચાલતાં તે “માહન” શબ્દનો પાઠ કરનારા શ્રાવકો બ્રાહ્મણના નામથી ઓળખાવા લાગ્યા. ભરતચક્રીએ અષ્ટાપદ તથા શત્રુંજય આદિ સ્થાનોમાં ઘણાં સુવર્ણમય જૈન મંદિરો બંધાવ્યાં હતાં. ભરત રાજાએ શ્રી ઋષભદેવ પ્રભુના ઉપદેશ અનુસારે દયા ધર્મનું શિક્ષણ આપનારા ચાર વેદો બનાવ્યા હતા, તે વેદોનું યથાસ્થિત પઠનપાઠન આઠમા તીર્થંકરના સમય સુધી ચાલુ રહ્યું હતું, પણ પાછળથી બ્રાહ્મણોએ સ્વાર્થ વગેરે માટે તેમાં ફેરફાર કરી હિંસામય શ્રુતિઓ દાખલ કરેલી જણાય છે. ભરતના પુત્ર સૂર્યપશાથી સૂર્ય વંશની તથા બાહુબળીના પુત્ર ચંદ્રયશાથી ચંદ્રવંશની શરૂઆત થઈ છે, અને તે સૂર્યવંશી તથા For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ચંદ્રવંશી રાજાઓ આજે પણ ભરતખંડમાં રાજય કરતા માલુમ પડે છે. બીજા તીર્થકર શ્રી અજીતનાથજીનો સમય - સગરચક્રી ગંગાનું જાનવી અથવા ભાગીરથી નામ પડ્યું અયોધ્યા નગરમાં ભરતચક્રી પછી અસંખ્ય રાજાઓ થઈ ગયા બાદ તેમના જ વંશમાં જિતશત્રુ નામે રાજા થયા, તેમના નાના ભાઈ સુમિત્ર નામે હતા, જિતશત્રુ રાજાને વિજયા નામે રાણી હતી, તેની કુક્ષિએ શ્રી અજીતનાથજી નામના બીજા તીર્થકરનો જન્મ થયો હતો અને સુમિત્રને યશોમતી નામે રાણી હતી, તેણીની કુક્ષિએ સગરચક્રીનો જન્મ થયો હતો. અજીતનાથજીએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી ત્યારે તેમની ગાદીએ સગરચક્રી આવ્યા, તે સગરચક્રીને જનુકુમાર આદિ સાઠ હજાર પુત્રો હતા. એક સમયે તે કુમારોએ વિચાર્યું કે અષ્ટાપદ પર્વત પર ભરત રાજાએ જે રત્નમય જૈન પ્રતિમાઓને સ્થાપના કરી છે, તેની રક્ષા માટે આસપાસ જો ઊંડી ખાઈ કરી હોય તો ભવિષ્યકાળમાં તેની કોઈ આશાતના કરી શકશે નહીં, એમ વિચારી તેઓએ દંડરત્નથી ત્યાં ઊંડી ખાઈ ખોદીને તેમાં : : ગંગાનો પ્રવાહ વાળ્યો. આથી પાતાળમાં રહેતા ભવનપતિઓનાં ભવનોનો વિનાશ થવાથી ઈન્દ્રને ક્રોધ થયો, તેથી તેણે આવીને તે સર્વ કુમારોને બાળી ભસ્મ કર્યા. પછી સગરચક્રીના હુકમથી જ'નુના પુત્ર ભગીરથે દંડરત્નથી તે ગંગાનો પ્રવાહ પાછો જેમ આગળ હતો - તેમ જ વહેતો કર્યો, અને તેથી તે ગંગા નદીનું નામ જા'નવી અથવા ભાગીરથી પડ્યું. સગરચક્રીએ ભરત રાજાએ બંધાવેલા શત્રુંજય For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ પર્વત પરના જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો તથા છેવટે શ્રી અજીતનાથજી પ્રભુની પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. અજિતનાથ પ્રભુ પણ ઘણા કાળપર્યત લોકોને જૈન ધર્મનો ઉપદેશ આપી કેવળજ્ઞાન પામી સમેતશિખર પર મોક્ષે ગયા. ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથજીથી પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથજી સુધીનો સમય શ્રી અજિતનાથ પ્રભુ મોક્ષે ગયા બાદ કેટલેક કાળે શ્રાવસ્તી નામની નગરીમાં ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથજીનો જન્મ થયો, તેમના નિવણ બાદ અયોધ્યા નગરીમાં ચોથા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામીનો જન્મ થયો, ત્યાર બાદ ઘણા ઘણા સમયને અંતરે સુમતિનાથજી, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ તથા સુવિધિનાથ નામે તીર્થંકરો થયા. નવમા શ્રીસુવિધિનાથજી તીર્થકરના સમય સુધી સર્વ બ્રાહ્મણો જૈન ધર્મી હતા, તથા ભરતજીએ રચેલા ચારે વેદોનું પઠનપાઠન પણ આગળ કહ્યા મુજબ જૈન ધર્મને લગતું દયામય ધર્મવાળું હતું. એ નવમા તીર્થંકર મોક્ષે ગયા બાદ તે બ્રાહ્મણો મિથ્યાદષ્ટિ થયા તથા લોભ દૃષ્ટિથી તેઓએ પૂર્વે કહેલા વેદોને લોપી મતિકલ્પનાથી હિંસાના ઉપેદશવાળા નવીન ચાર વેદો બનાવ્યા, અને તે જ વેદોનું પઠનપાઠન હાલના બ્રાહ્મણોમાં પણ ચાલે છે. નવમા તીર્થંકર પછી કેટલેક કાળે ભક્િલપુર નામના નગરમાં શ્રી શીતલનાથજી નામે દશમા તીર્થંકર થયા, તેમના વખતમાં હરિવંશની ઉત્પત્તિ થઈ છે. તેની હકીકત એવી છે કે, વીરા નામના એક કોળીની વનમાળા નામની એક ખૂબસૂરત સ્ત્રીને કોસાંબી નગરીનો રાજા બળાત્કારે પરણ્યો, તેથી તે કોળી દુઃખ પામી તાપસ થઈ મૃત્યુ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ પામીને કિલ્બિષ દેવતા થયો. રાજા અને વનમાળા પણ વિજળી પડવાથી મરણ પામી હરિવર્ષ ક્ષેત્રમાં યુગલીયાં રૂપે થયા, ત્યારે તે દેવ વૈર લેવાની બુદ્ધિથી તેઓને ત્યાંથી ઉપાડી ભરતક્ષેત્રમાં ચંપાનગરીમાં લાવ્યો તથા ત્યાં તેઓનું હિર અને હિરણી નામ પાડી તે નગરીની રાજગાદી આપી; ત્યાં માંસાહાર કરવા વગેરે કારણથી તેઓ મૃત્યુ પામી નરકે ગયા, અને તેમના વંશજો હરિવંશી કહેવાવા લાગ્યા. ત્યારબાદ કેટલેક સમયે સિંહપુરી નામે નગરમાં વિષ્ણુ રાજાની વિષ્ણુશ્રી નામની રાણીની કુક્ષિએ શ્રેયાંસનાથ નામના અગ્યારમા તીર્થંકરનો જન્મ થયો, તેમના સમયમાં વાનરદ્વીપમાં વાનરવંશની ઉત્પત્તિ થઈ કે, જે વંશમાં રામાયણમાં પ્રસિદ્ધ વાળી તથા સુગ્રીવ આદિ વાનરવંશના રાજાઓ થયા છે. વળી, આ તીર્થંકરના સમયમાં જ ત્રિપુષ્ટ નામે પહેલા વાસુદેવ, અચલ નામે બલદેવ, તથા અશ્વગ્રીવ નામે પ્રતિવાસુદેવ થયા છે. ત્યારબાદ ચંપાનગરીમાં વસુપૂજ્ય નામના રાજાની વિજયા નામની રાણીની કુક્ષિએ વાસુપૂજ્ય નામે બારમા તીર્થંકર થયા, તેમના સમયમાં બીજા દ્વિપૃષ્ટ નામે વાસુદેવ, વિજય નામે બલદેવ, તથા તારક નામે પ્રતિવાસુદેવ થયા છે. ત્યારબાદ કેટલેક સમયે કંપિલપુર નામના નગરમાં કૃતવર્મ રાજાની શ્યામા નામની રાણીની કુક્ષિથી તેરમા શ્રી વિમલનાથ નામે તીર્થંકર થયા, તેમના સમયમાં ત્રીજા સ્વયંભૂ નામે વાસુદેવ, ભદ્ર નામે બલદેવ તથા મે૨ક નામે પ્રતિવાસુદેવ થયા છે. ત્યારબાદ કેટલેક સમયે અયોધ્યા નગરીમાં સિંહસેન નામની સુજશા નામની રાણીની કુક્ષિએ શ્રી અનંતનાથ નામના ચૌદમા તીર્થંકર થયા છે, તેમના સમયમાં પુરુષોત્તમ નામે વાસુદેવ, સુપ્રભ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ નામે બલદેવ, તથા મધુ નામે પ્રતિવાસુદેવ થયા છે. ત્યારબાદ કેટલેક સમયે રત્નપુરી નગરીમાં ભાનુ રાજાની સુવ્રતા નામની રાણીની કુક્ષિએ શ્રી ધર્મનાથજી નામનો પંદરમા તીર્થંકર થયા, તેમના સમયમાં પુરુષસિંહ નામે વાસુદેવ, સુદર્શન નામે બલદેવ, તથા નિશુંભ નામે પ્રતિવાસુદેવ થયા છે, તેમજ મઘવા અને સનકુમાર નામે ચક્રીઓ પણ થયા છે. સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથજીથી એકવીસમા તીર્થકર શ્રી નમિનાથજી સુધીનો સમય ત્યારબાદ કેટલેક સમયે હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન રાજાની અચિરા નામે રાણીની કુક્ષિએ સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથજીનો જન્મ થયો હતો, તેમના જન્મ પહેલાં તે દેશમાં મારીનો (મરકીનો) ઘણો જ ઉપદ્રવ હતો, પરંતુ તેમનો જન્મ થયા પછી તે ઉપદ્રવ શાંત થવાથી તેમનું શાંતિનાથ નામ પાડ્યું હતું. આ સોળમા તીર્થંકરે પોતે જ ચક્રવર્તીની પદવી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ કેટલોક સમય ગયા બાદ તે જ હસ્તિનાપુર નગરમાં સૂર નામે રાજાની શ્રીરાણી નામની રાણીની કુક્ષિએ સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથજીનો જન્મ થયો હતો, તથા તેમણે ચક્રવર્તીની પદવી પણ મેળવી હતી. ત્યારબાદ કેટલોક સમય ગયા બાદ એ જ હસ્તિનાપુર નગરમાં સુદર્શન નામના રાજાની દેવી નામની રાણીની કુક્ષિએ અરનાથ નામના અઢારમા તીર્થંકર જન્મ્યા, તથા તેમણે ચક્રીની પદવી પણ મેળવી હતી. તેમના નિર્વાણ બાદ સુભૂમ નામે ચક્રી થયા, તથા પુંડરીક અને દત્ત નામે વાસુદેવ, આનંદ અને નંદન નામે બલદેવ, For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ અને બલિ તથા પ્રહલાદ નામે પ્રતિવાસુદેવ થયા. ત્યારપછી કેટલોક સમય ગયા બાદ મિથિલા નગરીમાં કુંભ રાજાની પ્રભાવતી નામની રાણીની કુક્ષિએ મલ્લિનાથ નામના ઓગણીસમા તીર્થંકર જન્મ્યા, તે પૂર્વે બાંધેલા કર્મના સંયોગથી પુત્રીપણે જન્મ્યા હતા. ત્યારપછી કેટલોક સમય ગયા બાદ રાજગૃહી નગરીમાં સુમિત્ર રાજાની પદ્માવતી નામની રાણીની કુક્ષિએ મુનિસુવ્રત સ્વામી નામે વીસમાં તીર્થંકરનો જન્મ થયો, તેમણે દીધેલી ધર્મ દેશનાથી ભરૂચમાં જીતશત્રુ રાજાનો ઘોડો પ્રતિબોધ પામ્યો હતો, અને તેથી તે ભરૂચનું અશ્વાવબોધ નામનું તીર્થ પ્રસિદ્ધ થયું છે, તેમની મહાપ્રભાવશાળી પ્રાચીન મૂર્તિ હાલ પણ ભરૂચ નગરમાં બિરાજેલી છે. તેમના સમયમાં પદ્મ નામે ચક્રી, લક્ષ્મણ નામે વાસુદેવ, રામચંદ્ર નામે બળદેવ, તથા રાવણ નામે પ્રતિવાસુદેવ થયા છે. લંકાના રાજા રાવણે રામચંદ્રજીની સ્રી સીતાજીનું હરણ કરવાથી તેઓ વચ્ચે મોટું યુદ્ધ થયું હતું, અને તેમાં રાવણનો પરાજય થયો. ત્યારપછી કેટલોક સમય ગયા બાદ મિથિલા નગરીમાં વિજયસેન રાજાની વિપ્રા નામની રાણીની કુક્ષિએ નમિનાથજી નામના એકવીસમા તીર્થંકર જન્મ્યા હતા, તેમના સમયમાં હરિષેણ અને જય નામે બે ચક્રીઓ થયા હતા. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુનો સમય, પાંડવ, કૌરવ, શ્રીકૃષ્ણનું વૃત્તાંત ત્યારપછી કેટલોક સમય ગયા બાદ સૌરીપુરી નામના નગરમાં સમુદ્રવિજય રાજાની શિવાદેવી નામની રાણીની કુક્ષિએ શ્રી નેમિનાથ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ નામના બાવીસમા તીર્થંકરનો જન્મ થયો હતો. શ્રી નેમિનાથ પ્રભુ બાલ્યપણાથી જ બ્રહ્મચારી હતા તથા તીર્થકર હોવાથી અનંત બળવાળા હતા. એક દિવસે રમત કરતાં તે શ્રીકૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં જઈ પહોંચ્યા, ત્યાં તેમણે વાસુદેવનો પાંચજન્ય શંખ વગાડ્યો. તે શંખનો નાદ સાંભળીને સભામાં બેઠેલા શ્રીકૃષ્ણ વાસુદેવ ચકિત થઈ વિચારવા લાગ્યા કે શું કોઈ બીજો વાસુદેવ ઉત્પન્ન થયો? વાસુદેવ સિવાય મારો શંખ બીજા કોઈથી પણ વગાડી શકાય તેમ નથી. પછી તપાસ કરતાં માલૂમ પડ્યું કે, નેમિકુમારે તે શંખ વગાડ્યો છે, એવા ખબર મળવાથી શ્રીકૃષ્ણના મનમાં શંકા થઈ કે, ખરેખર આ નેમિકુમાર મારાથી પણ વધારે બળવાન છે, માટે રખેને મારું રાજ્ય લેશે, તેથી હું તેમને કોઈ કન્યા સાથે પરણાવીને તેનું બળ ઓછું કરાવું. એમ વિચારી તેણે નેમિકુમારની ઈચ્છા નહીં છતાં પણ ઉગ્રસેન રાજાની પુત્રી રાજુમતી સાથે તેમનાં લગ્નનું નક્કી કર્યું. માતપિતાના કથનને આધીન થઈ નેમિકુમાર રથમાં બેસી યાદવોના પરિવાર સહિત પરણવા ચાલ્યા, ત્યાં ઉગ્રસેન રાજાના મંદિર પાસે પહોંચતાં એક મકાનમાં હરણ, ગાય, બકરાં આદિ કેટલાંક જાનવરોને પૂરેલાં અને તેથી પોકાર કરતાં જોયાં, તેથી મહાદયાળુ એવા શ્રી નેમિનાથ પ્રભુએ પોતાના સારથિને પૂછ્યું કે, આ જાનવરોને આ મકાનમાં શા માટે પૂર્યા છે? ત્યારે સારથિએ કહ્યું કે, આપના લગ્નમાં જાનને ગૌરવનું ભોજન આપવા માટે આ સઘળાં જાનવરોને એકઠાં કરી અહીં પૂરેલાં છે; તે સાંભળી નેમિકુમારે વિચાર્યું કે, અરે ! મારે નિમિત્તે આ સર્વ પ્રાણીઓની હિંસા થશે !! એમ વિચારી પરણ્યા વિના જ ત્યાંથી રથ પાછો વાળી ગિરનાર પર જઈ સેસાવનમાં તેમણે દીક્ષા લીધી, કેવળજ્ઞાન પામી ભવ્ય જીવોને ધમપદેશ દઈ મોક્ષે ગયા. તેમના સમયમાં મથુરા નગરીમાં નવમા શ્રીકૃષ્ણ નામે વાસુદેવ, બળભદ્ર નામે બળદેવ થયા, For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ તથા જરાસંધ નામે પ્રતિવાસુદેવ થયા. વળી તે જ સમયમાં હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ નામના પાંચ પાંડવો રાજ્ય કરતા હતા, તે પાંચે ભાઈઓને દ્રૌપદી નામે રાણી હતી. એ પાંડવોના દુર્યોધન આદિ કૌરવો પિત્રાઈ ભાઈઓ હતા. પાંડવોમાંના યુધિષ્ઠિરને જુગાર રમવાની બુરી ટેવ પડેલી હતી. તેનો લાભ લઈને દુર્યોધન યુધિષ્ઠિર સાથે જુગાર રમવા લાગ્યો. છેવટે યુધિષ્ઠિર દ્રૌપદી સહિત પોતાનું સમસ્ત રાજય હારી ગયા, જેથી પાંડવો શરત મુજ બાર વર્ષ સુધી દેશનિકાલ રહ્યા. છેવટે કૌરવો સાથે તેમને કુરૂક્ષેત્રમાં (પાણિપતના મેદાનમાં) મોટું યુદ્ધ કરવું પડ્યું, તેમાં શ્રીકૃષ્ણ વાસુદેવે અર્જુનના સારથિ થઈને પાંડવોને ઘણી મદદ આપી હતી, છેવટે દુર્યોધન આદિ કૌરવોનો નાશ થયો, અને પાંડવોની જીત થઈ. પછી પાંડવોએ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવી જૈન ધર્મનો ઘણો મહિમા વધાર્યો, તથા છેવટે દીક્ષા લઈ તે પાંડવો મોક્ષે ગયા. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીનો સમય તથા બૌદ્ધમતની ઉત્પત્તિ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ અને ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્થપ્રભુની વચ્ચેના કાળમાં બ્રહ્મદત્ત નામે બારમા ચક્રવર્તી થયા, તે મહાપાપી હોવાથી મરણ પામી સાતમી નારકીએ ગયા. શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ બાદ કેટલોક સમય ગયા પછી . . વાણારસી (બનારસ-કાશી) નામની નગરીમાં અશ્વસેન રાજાની વામાદેવ નામની રાણીની કુક્ષિએ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીનો જન્મ થયો હતો, તેમણે વૈરાગ્ય પામી દીક્ષા લઈ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન ઈતિહાસ કેવળજ્ઞાન પામી લોકોને જૈન ધર્મનો દયામય ઉપદેશ દેવા માંડ્યો, તેમણે આપેલા ધર્મના ઉપદેશથી લોકો પર એટલી તો સારી અસર થઈ કે, આજે પણ તેમનું નામ ઘણા ખરા અન્ય દર્શનીઓમાં પણ પ્રસિદ્ધ છે, કેમ કે તે અન્ય દર્શનીઓ પણ આજે જ્યારે જૈનોના કોઈ પણ તીર્થકરની મૂર્તિ નજરે જુએ છે, ત્યારે કહે છે કે, આ તો પારસનાથની મૂર્તિ છે. વળી, બિહારમાં આવેલો જૈનોના પ્રસિદ્ધ તીર્થરૂપ સમેતશિખરનો પર્વત પણ આજે પારસનાથના ડુંગર તરીકે પ્રસિદ્ધ છે. આ શ્રી પાર્શ્વનાથજીના મોટા ગણધર શ્રી શુભદત્તજી હતા, તેમના શિષ્ય હરિદત્તજી થયા, તેમના શિષ્ય આર્યસમુદ્ર થયા, તથા તેમના શિષ્ય સ્વયંપ્રભસૂરિ થયા, તેઓના કેટલાક શિષ્યોમાં પિહિતાશ્રવ નામે એક શિષ્ય હતો, અને તેનો બુદ્ધકીર્તિ (ગૌતમ બુદ્ધ) નામે એક શિષ્ય હતો. તે સરયૂ નદીને કિનારે આવેલાં પલાસ નામના ગામમાં રહેતો હતો, એક સમયે તે સરયૂ નદીમાં જબરું પૂર આવ્યું, તેથી કેટલાંક મરેલાં માછલાં તે નદીને કિનારે આવી પડ્યાં, તે જોઈ બુદ્ધકીર્તિએ વિચાર્યું કે, જે જીવો પોતાની મેળે જ સ્વભાવિક રીતે મરી જાય છે, તેઓનું માંસ ભક્ષણ કરવામાં કશો દોષ નથી, એમ વિચારી તેણે તે મત્સ્યોનું ભક્ષણ કર્યું, અને લોકોને તેણે કહ્યું કે માંસમાં કંઈ જીવ નથી, માટે તે ભક્ષણ કરવામાં કંઈ દોષ નથી, માટે જેમ દુધ, દહીં, ફળ વગેરેનું ભક્ષણ કરાય છે, તેમ જ માંસભક્ષણ પણ કરવું, અને જેમ પાણી પીએ છીએ, તેમ મદિરાપાન કરવામાં પણ કંઈ દોષ નથી; એવો ઉપદેશ આપી એણે પોતાનો બૌદ્ધમત ચલાવ્યો, પાછળથી તે ધર્મ પાળવામાં ઘણું દુઃખ ન હોવાથી તેનો ઘણો ફેલાવો થયો. આજે પણ ઉકેશગચ્છનો જે પરિવાર ચાલ્યો આવે છે, તે શ્રી પાર્શ્વનાથજીના સંતાનીયા કહેવાય છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુનો સમય તથા તેમનો સંપૂર્ણ ટુંકામાં ઇતિહાસ. ચંદનબાળા તથા અગ્યાર ગણધરોનું વૃત્તાંત શ્રી પાર્શ્વપ્રભુના નિર્વાણ પછી અઢીસો વર્ષે મગધ દેશમાં આવેલા ક્ષત્રિયકુંડ નામના ગામમાં સિદ્ધાર્થ નામના રાજાની ત્રિશલા નામે રાણીની કુક્ષિએ જૈનોના ચોવીસમા તીર્થકર શ્રી વર્ધમાન પ્રભુનો (મહાવીર સ્વામીનો) જન્મ થયો હતો. તેમને નંદિવર્ધન નામે એક ભાઈ હતા. શ્રી મહાવીર પ્રભુએ કેટલોક સમય ગૃહસ્થપણામાં રહીને અંતે આ સંસારને અસાર જાણીને દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા બાદ પૂર્વે બાંધેલાં કર્મોને લીધે, તેમને ઘણા ઉપસર્ગો છબસ્થપણામાં સહન કરવા પડ્યા. છબસ્થપણામાં વિહાર કરતી વેળાએ શરવણ ગામનો રહેવાસી ગોશાલો નામનો એક પુરુષ ભગવાનને મળ્યો તથા ભગવાનની સાથે ફરવા લાગ્યો. પરંતુ તે બહુ અટકચાળો અને નીચ સ્વભાવનો હોવાથી લોકો તેને ધિક્કારવા લાગ્યા અને કેટલીક જગ્યાએ તો તેને તેના તેવા સ્વભાવથી લોકો તરફથી માર પણ પડ્યો હતો. મહાવીર પ્રભુ છદ્મસ્થપણામાં જયારે વિચરતા હતા, ત્યારે તે તરફના લોકોમાંના કેટલાક ઘણા અજ્ઞાન હોવાથી તેમને દુઃખ ઉપજાવતા હતા, પરંતુ પ્રભુ તો રાગદ્વેષ રહિત હોવાથી શાંત મનથી તે સઘળું સહન કરતા હતા, તથા ઘણા પ્રકારની ઉગ્ર તપસ્યા કરતા હતા. એક સમયે તેમણે એવો નિયમ કર્યો કે, કોઈ રાજકુમારી કે જે કેદી તરીકે પકડાયેલી હોય, દાસપણું પામી હોય, જેણીનું માથું મુંડેલું હોય, પગમાં બેડી હોય, અઠ્ઠમનો તપ જેણીએ કર્યો હોય, જેણીની • ' આંખોમાંથી આંસુઓ પડતાં હોય, તેવી રાજકુમારી સુપડાના ખૂણામાં રહેલા અડદના બાકળા જો ભાવથી આપે, તો જ મારે લેવા; એવી રીતની ભિક્ષા માગતાં લગભગ પોણા છ મહિના વીતી ગયા, For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૨ પરંતુ ઉપરના નિયમ મુજબ ભિક્ષા નહીં મળવાથી તેટલા દિવસોના તેમને ઉપવાસ થયા. હવે તે કોશાંબી નગરીના સાનિક નામના રાજાએ દધિવાહન રાજાની ચંપા નામની નગરી ૫૨ હલ્લો કર્યો, ત્યારે દધિવાહન રાજાની હાર થવાથી ત્યાંથી નાસી ગયો, પરંતુ તેની ચંદના નામની પુત્રીને સતાનિક રાજાના એક સુભટે પકડી લીધી, તથા તેણીને કોશાંબીમાં લાવીને એક વેશ્યાને ત્યાં વેચી. તે વેશ્યા પાસેથી ધનાવહ નામના એક જૈનધર્મી શાહુકારે તેણીને ખરીદ કરી, તથા પોતાની પુત્રી તરીકે રાખી. પરંતુ તે શેઠની સ્ત્રીને એવી શંકા થઈ કે, રખેને શેઠ આ ચંદનાનો સ્રી તરીકે સ્વીકાર કરીને મારો તિરસ્કાર કરશે, એમ વિચારી શેઠ જ્યારે કોઈક કારણસર બહારગામ ગયા હતા ત્યારે તે દુષ્ટ સ્રીએ બિચારી ચંદનાનું મસ્તક મુંડાવી, પગમાં બેડી પહેરાવીને તેણીને એક ઓરડામાં પૂરી મૂકી. ચોથે દિવસે શેઠ જ્યારે બહારગામથી ઘેર આવ્યા, ત્યારે ચંદનાને ઘરમાં ન જોવાથી તેણે તેણીની તપાસ કરી, તો છેવટે પાડોશી તરફથી ઉપલી હકીકત માલૂમ પડી. ત્યારે શેઠે તે ઓરડાનું તાળું ખોલીને ત્રણ દિવસની ભૂખી ચંદનાને બહાર કાઢી, તથા તેને ખાવા માટે એક સુપડામાં ઘોડા માટે રાંધેલા અડદના બાકુળા આપીને પછી પોતે બેડીઓ તોડવા માટે લુહારને બોલાવવા ગયો, એટલામાં મહાવીર પ્રભુ પણ ભિક્ષા માટે ભમતા થકા ત્યાં આવી લાગ્યા. પ્રભુને જોઈને ચંદનાએ પણ ભાવથી તે બાકુળા લેવા માટે પ્રભુને વિનંતી કરી, ત્યારે પ્રભુએ વિચાર્યું કે મારો નિયમ તો સંપૂર્ણ થયેલો જણાય છે, પરંતુ તેમાં એક બાબત હજુ અધૂરી છે, તે એ કે, તેણીની આંખોમાંથી હજી આંસુ પડતાં નથી, એમ વિચારી પ્રભુ તો તે બાકુળા લીધા વિના જ ત્યાંથી પાછા ફરવા લાગ્યા, તે જોઈ ચંદનબાળાએ વિચાર્યું કે, અહો ! હું કેવી નિર્ભ્રાગિણી છું કે, પ્રભુ પણ મારા હાથનું અન્નદાન લેતા નથી, એમ વિચાર કરતાં તેણીની આંખોમાંથી અશ્રુ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૩ પડવાં લાગ્યાં, ત્યારે પ્રભુએ પણ પોતાનો નિયમ સંપૂર્ણ થયેલો જાણી તે બાકળા તેણીની પાસેથી ગ્રહણ કર્યા. આ ચંદનબાળા પ્રભુના પરિવારમાં પહેલી સાધ્વી થયેલી છે. એવી રીતે ભગવાને સાડા બાર વર્ષ સુધી જુદા જુદા પ્રકારનું તપ કરી ચાર હજાર એકસોને પાંસઠ દિવસના ઉપવાસ કર્યા, અને ત્રણસો ઓગણપચાસ દિવસ ફક્ત આહાર કર્યો. એવી રીતે બાર વર્ષો સુધી તપ કર્યા બાદ તેરમે વર્ષે વૈશાખ સુદ દશમને દિવસે પ્રભુ જાંભિક ગામ પાસે આવ્યા, તથા ઋજુવાલીકા નામની નદીને કિનારે શ્યામાક નામના ખેડુના ખેતરમાં ધ્યાન કરતાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે જ્ઞાનરૂપી ચક્ષુથી ત્રણે લોકના સર્વ ભાવોને તે જાણવા લાગ્યા, તથા લોકોને દયામય એવા સત્ય જૈન ધર્મનો ઉપદેશ દેવા લાગ્યા. પછી વિહાર કરીને તે મહાવીર પ્રભુ મધ્યમ પાવાપુરી નામની નગરીમાં આવ્યા. ત્યાંના સોમિલ નામના એક બ્રાહ્મણે ત્યાં એક મોટો યજ્ઞ આરંભ્યો હતો, તે પ્રસંગે દેશવિદેશથી ઘણા બ્રાહ્મણો ત્યાં એકઠા થયા હતા. તેઓમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મ, પંડિત, મૌર્ય પુત્ર, અંકપિત, અચળભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ નામે અગિયાર બ્રાહ્મણો વેદોને સર્વ અર્થોને જાણનારા મહા પંડિત હતા. તેઓના મનમાં એવું તો અભિમાન હતું કે, અમો સર્વજ્ઞ છીએ, અમારા સરખા આ દુનિયામાં કોઈપણ વિદ્વાન નથી, એમ સર્વજ્ઞપણાનું અભિમાન લાવી તેઓ સર્વે યજ્ઞ સંબંધી કાર્ય કરતા હતા, તેઓના દરેકના મનમાં વેદોના કેટલાંક પદોના અર્થ માટે સંશય હતો, પરંતુ પોતાના સર્વલપણાના અભિમાન માટે તેઓ તે સંશય પરસ્પર કોઈને પૂછતા નહીં. એવામાં તેઓએ ત્યાં મહાવીર પ્રભુનું આગમન થયેલું સાંભળ્યું, તથા લોકોના મુખથી એવું પણ સાંભળ્યું કે, આ મહાવીર પ્રભુ ખરેખરા સર્વજ્ઞ છે, કેમ કે તે સર્વ લોકોના મનની વાત પણ સંદેહ રહિત કહી આપે છે. આથી તેઓમાંના મોટા ઇંદ્રભૂતિને For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : જનઈતિહાસ પોતાના મનમાં એવી ઈર્ષ્યા થઈ કે, હું બેઠાં છતાં અહીં તે સર્વજ્ઞપણું ધારી શકે એ હું સહન કરું નહીં, માટે હમણાં જ જઈ તે મહાવીરને વાદમાં જીતીને તેના સર્વજ્ઞપણાનું અભિમાન ઉતરાવી નાખું, એમ વિચારી ઇન્દ્રભૂતિ શ્રી મહાવીર પ્રભુ પાસે આવ્યા, ત્યારે દૂરથી જ મહાવીર પ્રભુએ તેમને તેમના નામપૂર્વક બોલાવી સન્માન આપ્યું,. ત્યારે એણે વિચાર્યું કે, આ મારું નામ કેમ જાણે છે? વળી તેણે વિચાર્યું કે, અરે ! હું તો દેશ વિદેશમાં પ્રખ્યાત પંડિત છું, માટે મારું નામ તો પ્રસિદ્ધ જ છે, તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. એટલામાં : પ્રભુએ તેને કહ્યું કે, હે ઇન્દ્રભૂતિ ! તમારા મનમાં વેદના અમુક પદનો સંશય છે, પરંતુ તમો તે પદનો અર્થ સમજતી નથી; એમ કહી ભગવાને તે પદનો ખરેખરો અર્થ તેને સમજાવ્યો, આથી ઈન્દ્રભૂતિએ તો પોતાનું અભિમાન છોડીને તુરત પ્રભુને ચરણે નમીને દીક્ષા લીધી. એવી રીતે ઇન્દ્રભૂતિએ દીક્ષા લીધાના ખબર સાંભળીને અગ્નિભૂતિ આદિ અગ્યારે વિદ્વાનો અનુક્રમે પ્રભુ પાસે આવવા લાગ્યા, અને પ્રભુ પણ તેઓના મનનો સંદેહ દૂર કરવા લાગ્યા; તેથી તેઓ સઘળાએ પ્રભુ પાસે દીક્ષા લીધી, તથા મિથ્યાત્વને તજીને શુદ્ધ ચારિત્ર ધર્મ પાળવા લાગ્યા. પ્રભુએ પણ તે અગ્યારે બ્રાહ્મણ પંડિતોને જૈન સિદ્ધાંતના પારંગામી કરીને ગણધર પદવી પર સ્થાપ્યા, એટલે તે અગ્યારે ગણધરોએ પોતપોતાના શિષ્યોના જે પરિવાર સાથે દીક્ષા લીધી હતી, તે તે પરિવારના તેમને નાયક બનાવ્યા. એવી રીતે કેવળજ્ઞાન પામ્યા બાદ શ્રી મહાવીર પ્રભુએ લગભગ ત્રીસ વર્ષો સુધી પૃથ્વીતલ પર વિચરીને લોકોને જૈન ધર્મનો ઉપદેશ આપી દયામય હૃદયવાળા કર્યા. ભગવાનના જે મોટા ગણધર જે ઇન્દ્રભૂતિ, તે ગૌતમ સ્વામિના નામથી પણ પ્રસિદ્ધ છે, કેમ કે તેમનું ગૌતમ કુળ હતું. આ ગૌતમ સ્વામીને મહાવીર પ્રભુ પર ઘણો સ્નેહ હતો; અને તે રાગદશાને લીધે મહાવીર પ્રભુની હયાતીમાં તેમને કેવળજ્ઞાન થયું For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૫ નહીં. છેવટે મહાવીર પ્રભુ અપાપાનગરીમાં આવી ત્યાંના હસ્તિપાળ નામના રાજાની જીર્ણ થયેલી જગાતશાળામાં ચતુર્માસ રહ્યા. તથા ત્યાં કાર્તિક વદી અમાવસ્યાને દિવસે નિર્વાણ પામ્યા. તે વખતે તેમના ભક્ત નવ મલ્લ જાતિના અને નવ લચ્છ જાતિના રાજાઓએ અનેક પ્રકારના દીવાઓ કરીને દીપોત્સવ કર્યો, ત્યારથી દિવાળીનો મહોત્સવ લોકોમાં પ્રસિદ્ધ થયો. ગૌતમ સ્વામીનું વૃત્તાંત જ્ઞાનરૂપી ચક્ષુથી શ્રી મહાવીર પ્રભુએ જ્યારે પોતાનો નિર્વાણ સમય જાણ્યો, ત્યારે વિચાર્યું કે, ગૌતમ સ્વામીને મારા પર ઘણો મોહ છે, તેથી તેને કેવળજ્ઞાન થતું નથી; એમ વિચારી તેમની તે મોહદશાને દૂર કરવા માટે તેમને પાસેના એક ગામડામાં રહેતા દેવશર્મા નામે બ્રાહ્મણને પ્રતિબોધવા માટે પ્રભુએ મોકલ્યા. ત્યાં તેને પ્રતિબોધિને પ્રભાતમાં જ્યારે પાછા આવ્યા, ત્યારે વીર પ્રભુનું નિર્વાણ થયેલું સાંભળીને પ્રથમ તો મોહને લીધે હૃદયમાં ખેદ પામવા લાગ્યા; પરંતું પાછળથી અનિત્ય ભાવના ભાવતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. એવી રીતે એકમને દિવસે શ્રી ગૌતમ સ્વામિના કેવળજ્ઞાનનો મહોત્સવ થયો, તેથી તે દિવસ પણ આજ દિન સુધી તહેવાર તરીકે પાળવામાં આવે છે. શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ સાંભળીને મોહને લીધે તેમના ભાઈ નંદિવર્ધનને શોક થયો, તેથી બીજને દિવસે ભગવાનની બહેન સુદર્શનાએ તેમને પોતાને ઘેર તેડી જમાડ્યા, અને ભાઈનો શોક મુકાવ્યો, ત્યારથી ભાઈબીજનો તહેવાર પણ પ્રસિદ્ધ થયો. નવ ગણધરો તો પ્રભુની હયાતીમાં જ રાજગૃહી નગરીમાં પરિવાર સહિત મોક્ષે ગયા હતા. વીર પ્રભુના નિર્વાણ પછી બાર વર્ષ સુધી કેવળીપણે વિચરીને શ્રી ગૌતમ સ્વામી For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ પણ મોક્ષે ગયા. એવી રીતે શ્રી મહાવીર પ્રભુની પાટે પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામી બેઠા, માટે હાલ જૈન સાધુઓનો જે પરિવાર વર્તે છે, તે સઘળો સુધર્મા સ્વામિનો પરિવાર છે. એવી રીતે વિક્રમ સંવત પૂર્વે ચારસો ને સિતેર વર્ષે મહાવીર પ્રભુ બોત્તેર વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી મોક્ષે ગયા છે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ મધ્ય સમયનો ઇતિહાસ પ્રકરણ - ૨ શ્રી સુધમાં રવામિથી દેવદ્ધિ ગણિ ક્ષમા શ્રમણ સુધીનો ઈતિહાસ સુધમવામી, જંબૂરવામી, પ્રભવવામી, શäભવસ્વામી, મનકમુનિ, દશવૈકાલિક સૂત્રનું ઉદ્ધારણ, ઓસવાલ તથા શ્રીમાળીઓની ઉત્પત્તિ શ્રી મહાવીર પ્રભુની પાટે સુધર્મા સ્વામી બેઠા, તેમને ગૌતમ સ્વામીના નિર્વાણ પછી કેવળજ્ઞાન થયું. એક વખતે તે સુધર્મા સ્વામી વિહાર કરતા થકા રાજગૃહી નગરીમાં આવ્યા, તે નગરમાં ઋષભદત્ત નામે એક મોટો જૈન ધર્મી શેઠ રહેતો હતો; તેને ધારિણી નામે સ્ત્રી તથા જંબૂ નામે પુત્ર હતો; તેના પિતાએ તેનું આઠ કન્યાઓ સાથે સગપણ કર્યું હતું; હવે ત્યાં સુધર્મા સ્વામીને આવેલા સાંભળીને તે જંબૂકુમાર તેમનો ધર્મોપદેશ સાંભળવા ગયો; ઉપદેશ સાંભળીને તે સંસારથી વિરક્ત થઈ સુધર્મા સ્વામીને કહેવા લાગ્યો કે, હે ભગવન્! હું મારા માતાપિતાની આજ્ઞા લઈને આપની પાસે દીક્ષા લઈશ. એમ કહી જંબૂકુમારે ઘેર આવી પોતાના માતાપિતાને પોતાનો તે અભિપ્રાય જણાવ્યો; ત્યારે મોહને વશ થઈ માતાપિતાએ આજ્ઞા આપી નહીં; ઘણો આગ્રહ કરવાથી માતાપિતાએ કહ્યું કે, હે પુત્ર તમારું આઠ કન્યાઓ સાથે જે સગપણ અમોએ કર્યું છે, તેમને પરણવા બાદ તમો સુખેથી દીક્ષા લેજો. એવી રીતે માતાપિતાના For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન ઈતિહાસ આગ્રહથી તે જંબૂકુમારે આઠે કન્યાઓ સાથે લગ્ન કર્યા પણ લગ્નની રાતે જ તે આઠે કન્યાઓને પણ પ્રતિબોધિને તેઓ સહિત તેમણે શ્રી સુધર્મા સ્વામી પાસે દીક્ષા લીધી; તથા સુધર્મા સ્વામી મોક્ષે ગયા બાદ તેમની પાટે જંબૂ સ્વામી બેઠા. - દશ વસ્તુઓનો વિચ્છેદ છેવટે જંબૂ સ્વામી પણ કેવળજ્ઞાન પામી વીર પ્રભુના નિર્વાણ પછી ચોસઠમે વર્ષે મોક્ષે ગયા. જંબૂસ્વામી મોક્ષે ગયા બાદ મન:પર્યવ જ્ઞાન, પરમાવધિ જ્ઞાન, પુલાક લબ્ધિ, આહારક શરીર, ક્ષપક શ્રેણિ, ઉપશમ શ્રેણિ, જિનકલ્પિ આચાર, પરિહારવિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સપરાય ચારિત્ર તથા યથાખ્યાત ચારિત્ર, એ ત્રણ પ્રકારનાં ચારિત્રો, કેવળજ્ઞાન, અને મોક્ષ પ્રાપ્તિ, એ દશ વસ્તુઓનો વિચ્છેદ થયો. પ્રભવસ્વામીનું વૃત્તાંત જંબૂ સ્વામીની પાટે પ્રભવસ્વામી બેઠા; તેમનું વૃત્તાંત એવું છે કે, વિંધ્યાચળ પર્વતની પાસે જમપુર નામે નગર હતું, ત્યાં વિધ્ય નામે રાજા હતો; તેને પ્રભાવ અને પ્રભુ નામે બે પુત્રો હતા. વિધ્ય રાજાએ કોઈ કારણથી નાના પુત્રને ગાદી આપવાથી મોટો પુત્ર પ્રભાવ રીસાઈને દેશાંતરમાં ચાલ્યો ગયો, તથા ચોરી અને લુંટફાટ વગેરે કરીને તે પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો. એક વખતે તે જંબૂ કુમારને ઘેર ચોરી કરવા માટે આવ્યો, તથા ત્યાં જંબૂ કુમારે આપેલા ઉપદેશથી પ્રતિબોધ પામીને તેણે પણ જંબૂ કુમારની સાથે જ દીક્ષા લીધી; તથા જંબૂ સ્વામી મોક્ષે ગયા બાદ તેમની પાટે તે પ્રભવ સ્વામી બેઠા; તથા પંચાસી વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરીને વીર પ્રભુ પછી પંચોતેર વર્ષે સ્વર્ગે ગયા. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ શય્યભવાચાર્યનું વૃત્તાંત પ્રભવ સ્વામીની પાટે શય્યભવાચાર્ય બેઠા. તેમનું વૃત્તાંત એવું છે કે, એક વખતે રાત્રિએ પ્રભવ સ્વામીએ વિચાર્યું કે, મારી પાટે બેસવાને કોણ યોગ્ય થશે? એમ વિચારી જ્ઞાનનો ઉપયોગ દીધો તો જૈનસંઘમાં તો કોઈ તેવો યોગ્ય પુરુષ જણાયો નહીં, અન્ય દર્શનીઓમાં ઉપયોગ દેવાથી રાજગૃહિ નગરના રહેવાસી શય્યભવ ભટ્ટને યોગ્ય જોયા, તેથી પ્રભવ સ્વામી વિહાર કરીને રાજગૃહિમાં આવ્યા, ત્યાં જોયું તો શäભવ ભટ્ટ યજ્ઞ કરે છે, તેથી તે યજ્ઞશાળામાં પ્રભવ સ્વામીએ બે સાધુઓને મોકલ્યા, અને તેઓએ કહ્યું કે, તમારે ત્યાં જઈ એમ કહેવું કે, “અહો ! આ તો મહા કષ્ટ છે, કંઈ પણ તત્ત્વ જણાતું નથી.” પછી તે બંને સાધુઓએ ત્યાં જઈ તેમ કહેવાથી શäભવ ભટ્ટે વિચાર્યું કે, આ મુનિઓ મહાવ્રતધારી શાંત મનવાળા છે, માટે તે જૂઠું બોલે નહીં. એમ વિચારી તેણે પોતાના ગુરુને પૂછ્યું કે, ખરું તત્ત્વ શું છે? ત્યારે ગુરૂએ અસત્ય ઉત્તર આપવાથી શય્યભવ ભટ્ટ ક્રોધાયમાન થઈ તલવાર કાઢી ત્યારે ગુરુએ ભયને લીધે કહ્યું કે, આ યજ્ઞસ્તંભની નીચે અરિહંત પ્રભુની પ્રતિમા છે, તેને અમો ગુપ્ત રીતે પૂજીએ છીએ, તેથી યજ્ઞમાં વિઘ્ન આવતું નથી. માટે તે અરિહંત પ્રભુએ કહેલો દયામય એવો જૈન ધર્મ સત્ય છે, તે સાંભળી શય્યભવ ભટ્ટ ખુશ થઈ યજ્ઞને છોડીને પ્રભવ સ્વામી પાસે આવી દીક્ષા લીધી. આ શ્રી શય્યભવાચાર્યજીએ પોતાના પુત્ર મનક મુનિ માટે દશવૈકાલિક સૂત્રની રચના કરી છે. તેનું વૃત્તાંત એવું છે કે, જ્યારે શથંભવ આચાર્યજીએ દીક્ષા લીધી ત્યારે તેમની સ્ત્રી ગર્ભવતી હતી. મનકમુનિનું વૃત્તાંત, તથા દશવૈકાલિક સૂત્રનું ઉદ્ધારણ પાછળથી તેણીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો, તથા તેનું મનક For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન ઈતિહાસ નામ પાડ્યું, જ્યારે તે પુત્ર આઠ વર્ષનો થયો ત્યારે તેણે પોતાની માતાને પૂછ્યું કે, મારા પિતાજી ક્યાં છે ? ત્યારે તેણીએ કહ્યું કે તેમણે તો તારા જન્મ પહેલાં જ દીક્ષા લીધી છે; તે સાંભળી પિતાને જોવાની ઇચ્છાથી તે ચંપા નગરીમાં આવ્યો; ત્યારે માર્ગમાં જ શય્યભવાચાર્ય તેને મળ્યા. ત્યારે આચાર્યજીએ પૂછવાથી તેણે પોતાનો સઘળો વૃત્તાંત કહ્યો, તથા તેણે પણ દીક્ષા લીધી. પછી જ્ઞાનના બળથી શય્યભવાચાર્યને માલૂમ પડ્યું કે, આ મનકનું આયુષ્ય ફક્ત હવે છ માસનું છે; માટે તેટલી મુદતમાં તેમને શ્રુતજ્ઞાની કરવા જોઈએ; એમ વિચારી પૂર્વોમાંથી તેમણે દશવૈકાલિક સૂત્રનો ઉદ્ધાર કરી, તે ભણાવી તેને શ્રુતજ્ઞાની કર્યા. છ માસ બાદ મનકમુનિ શાંત મને કાળ કરી સ્વર્ગે ગયા. તે દશવૈકાલિક સૂત્ર હાલ પણ જૈનોમાં પ્રસિદ્ધ છે. શય્યભવાચાર્ય શ્રી વીરપ્રભુ પછી અઠ્ઠાણું વર્ષે સ્વર્ગે ગયા. ઓસવાળ તથા શ્રીમાળીઓની ઉત્પત્તિ શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી સીત્તેર વર્ષ બાદ શ્રી પાર્શ્વનાથજીના સંતાનોમાં છઠ્ઠી પાટે શ્રી રત્નપ્રભસૂરિ નામે આચાર્ય થયા. તેમણે ઉકેશપટ્ટન નામના નગરમાં શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી; તથા ઓશ્યાનગરીમાં ક્ષત્રિયની જાતિઓને પ્રતિબોધીને ઓસવાળોની સ્થાપના કરી, અને શ્રીમાળ નગરમાં શ્રીમાળીઓની સ્થાપના કરી. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૩. (યશોભદ્રસૂરિ, સંભૂતિવિજયજી, ભદ્રબાહુ સવામી, ઉમાસ્વાતિવાચક, તથા સ્થૂળભદ્રજી, નવ નંદોના રાજયનો નાશ, ચંદ્રગુપ્ત, ચાણાક્ય, શકટાલ મંત્રી) યશોભદ્રસૂરિ શäભવાચાર્યની પાટે શ્રી યશોભદ્રસૂરિ થયા. તે મહાવીર પ્રભુ પછી એકસો ને અડતાળીશ વર્ષે સ્વર્ગે ગયા. યશોભદ્રાચાર્યની પાટે સંભૂતિવિજય તથા ભદ્રબાહુસ્વામી થયા. તેઓમાં શ્રી ભદ્રબાહુસ્વામીજીનું વૃત્તાંત નીચે મુજબ છે: ભદ્રબાહસ્વામીનું વૃત્તાંત દક્ષિણ દેશમાં આવેલા પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં ભદ્રબાહુ અને વરાહમિહિર નામે બે બ્રાહ્મણો વસતા હતા, એક વખતે ત્યાં શ્રી યશોભદ્રસૂરિ પધાર્યા, તેમની દેશના સાંભળીને તે બંને બ્રાહ્મણોએ દિક્ષા લીધી. તેઓમાંથી ભદ્રબાહુસ્વામી ચૌદ પૂર્વધારી થયા; તેથી યશોભદ્રસૂરિએ તેમને પોતાની પાટે સ્થાપ્યા. આથી વરાહમિહિરને ઈર્ષા થઈ, તેથી તે દીક્ષા છોડીને જ્યોતિષશાસ્ત્રના બળથી લોકોને નિમિત્ત આદિ કહીને પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો, તેણે વળી વારાહી સંહિતા નામનું જયોતિષશાસ્ત્ર બનાવ્યું. એક વખતે પ્રતિષ્ઠાનપુરના રાજાને ઘેર પુત્રનો જન્મ થયો, ત્યારે વરાહમિહિરે તેનું આયુષ્ય એક સો વર્ષનું જણાવ્યું; પરંતુ ભદ્રબાહુસ્વામીએ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન ઈતિહાસ જ્ઞાનના બળથી કહ્યું કે, તે પુત્રનું આયુષ્ય ફક્ત સાત દિવસનું જ છે. છેવટે ભદ્રબાહુ સ્વામીનું વચન સત્ય પડવાથી વરાહમિહિરની ઘણી નિંદા થવા લાગી; જેથી તે તાપસ થઈ અજ્ઞાનતપ તપી વ્યંતર થયો; તથા જૈન લોકોને ઉપદ્રવ કરવા લાગ્યો, ત્યારે ભદ્રબાહુસ્વામીએ ઉવસગ્ગહર સ્તોત્ર રચીને તે ઉપદ્રવનો નાશ કર્યો. ભદ્રબાહુસ્વામીજીના વખતમાં દેશમાં બાર વર્ષ સુધી દુકાળ પડ્યો; તેથી સાધુઓને નિર્વાહ માટે મુશ્કેલી પડી. અને તેથી સુધાની વ્યાધિથી શાસ્ત્રોનું સારી રીતે પઠનપાઠન નહીં થવાથી ભૂલી જવાયાં. દુકાળનો નાશ થયા બાદ સર્વ જૈનસંઘ પાટલીપુત્રમાં એકઠો થયો, તથા ત્યાં મહા મુશ્કેલીએ અગ્યાર અંગોનાં સિદ્ધાંતો તો એકઠા કર્યા; પરંતુ બારમું દૃષ્ટિવાદ ક્યાંથી મેળવવું ? તે માટે સંઘ વિચારમાં પડ્યો; એવામાં ચૌદ પૂર્વધારી શ્રી ભદ્રબાહુસ્વામી નેપાળ દેશમાં વિચરતા હતા, તે ખબર મળવાથી તેમને બોલાવવા માટે સંઘે બે સાધુઓને ત્યાં મોકલ્યા; તેમણે જઈ ભદ્રબાહુસ્વામીજીને વિનંતી કરી કે, આપને પાટલીપુત્રનો સંઘ ત્યાં પધારવા માટે વિનંતી કરે છે; ત્યારે ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું કે, હાલમાં મેં અત્રે મહાપ્રાણા નામના ધ્યાનનો પ્રારંભ કર્યો છે, માટે હમણાં મારાથી આવી શકાશે નહીં. ત્યારે તે મુનિઓએ પાછા આવી પાટલીપુત્રના સંઘને તે વૃત્તાંત કહ્યો; ત્યારે કરીને સંઘે સાધુઓને પોતાની પાસે મોકલી કહેવરાવ્યું કે, હે ભગવન્! જે માણસ સંઘની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, તેને શું દંડ કરવો ? ત્યારે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે, તેને સંઘ બહાર કરવો જોઈએ; પરંતુ સંઘે મારા પર કૃપા કરી બુદ્ધિવાન સાધુઓને અત્રે મોકલવા. તેમને હું દષ્ટિવાદનો અભ્યાસ કરાવીશ. આથી પાટલીપુત્રના સંઘે સ્થૂળભદ્રજી આદિ પાંચસો બુદ્ધિવાન સાધુઓને ત્યાં મોકલ્યા; પરંતુ પૂળભદ્રજી સિવાય બાકીના સાધુઓ તે અભ્યાસ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ પૂર્ણ ન કરી શક્યા. શ્રી ભદ્રબાહુસ્વામી શ્રી સ્થૂળભદ્રજીને પોતાની પાટે સ્થાપીને શ્રી વિરપ્રભુ પછી એકસો ને સીત્તેર વર્ષે સ્વર્ગે ગયા. | શ્રી ઉમાસ્વાતિવાચક આ આચાર્ય ક્યારે થયા? તે માટે જો કે નક્કી સમય જણાયો નથી, પરંતુ દિગંબર પટાવલિ પ્રમાણે તે વિરપ્રભુ પછી એકસો એક વર્ષે થયા હોય તેમ જણાય છે; તેમણે તત્વાર્થસૂત્ર, પ્રશમરતિ પ્રકરણ આદિ પાંચસો ગ્રંથો રચ્યા હતા; તથા તે મહાપ્રભાવિક હતા. સ્થૂળભદ્રજીનું વૃત્તાંત, નંદરાજ્યનો નાશ, ચંદ્રગુપ્ત, ચાણક્ય, શકટાલ મંત્રી આદિનું વૃત્તાંત શ્રી ભદ્રબાહુસ્વામીની પાટે ચૂળભદ્રજી આવ્યા; તેમનું વૃત્તાંત નીચે મુજબ છે : પાટલીપુત્ર નગરમાં શ્રેણિકનો પૌત્ર ઉદાયિ રાજા જયારે પુત્ર રહિત મૃત્યુ પામ્યો, ત્યારે એક નાઇના નંદ નામના પુત્રને ત્યાંની ગાદી મળી; તે રાજાનો કલ્પક નામે મંત્રી હતો; અનુક્રમે તે ગાદી પર નંદ નામના આઠ રાજાઓ થઈ ગયા; અને તેના મંત્રીઓ પણ કલ્પક મંત્રીના વંશજો જ થયા. એવી રીતે છેલ્લો નવમો નંદ રાજા જ્યારે પાટલીપુત્રમાં રાજ કરતો હતો, ત્યારે તેનો તે કલ્પક મંત્રીના વંશમાં ઉત્પન્ન થયેલો શકટાલ નામે મંત્રી હતો; તે મંત્રી જૈન ધર્મ પાળતો હતો; તેને લક્ષ્મીવતી નામે સ્ત્રી હતી. તે સ્ત્રીથી તેને સ્થૂળભદ્ર તથા શ્રીયક નામના બે પુત્રો થયા હતા. તે નગરમાં એક મહાસ્વરૂપવાળી ખુબસુરત કોશા નામની વેશ્યા રહેતી હતી, તેણીની સાથે સ્થૂળભદ્ર પ્યારમાં પડ્યો હતો; તેથી તે તેણીને ઘેર જ રહી ઘણા પ્રકારના ભોગ ભોગવતો હતો. એવી રીતે ભોગ ભોગવતાં બાર વર્ષ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન ઈતિહાસ વીતી ગયાં. શ્રીયક પર રાજાની ઘણી જ પ્રીતિ થવાથી તે નંદ રાજાનો અંગરક્ષક થયો હતો. હવે તે નગરમાં એક વરરુચિ નામે મહાવિદ્વાન બ્રાહ્મણ વસતો હતો, તે હંમેશાં નવાં નવાં કાવ્યો રચીને રાજાની સ્તુતિ કરતો હતો, પરંતુ તે મિથ્યાદષ્ટિ હોવાથી જૈન ધર્મ માનનારો શકટાલ મંત્રી તેની પ્રશંસા કરતો નહોતો, તેથી રાજા તે વરરુચિને કંઈ પણ દાન આપતો નહીં; કેટલાક સમય ગયા બાદ તે બ્રાહ્મણને તે બાબતની ખબર મળવાથી તેણે શકટાલ મંત્રીની સ્ત્રીની સેવા કરવા માંડી; આથી મંત્રીની સ્ત્રી તેના પર ખુશી થઈ. ત્યારે તે બ્રાહ્મણે : તેણીને કહ્યું કે, તમો મને એવું કરી આપો કે, જેથી તમારા સ્વામી રાજા પાસે મારાં કાવ્યોની પ્રશંસા કરે, પછી શકટાલ મંત્રી જ્યારે ઘેર આવ્યા, ત્યારે તેણીએ આગ્રહપૂર્વક તે બ્રાહ્મણનાં કાવ્યોની રાજા પાસે પ્રશંસા કરવાનું કહ્યું. બીજે દિવસે તે વરસચિએ રાજા પાસે જઈ નવીન કાવ્યોથી જયારે તેમની સ્તુતિ કરી ત્યારે મંત્રીએ તેની પ્રશંસા કરવાથી રાજાએ ખુશ થઈને તે બ્રાહ્મણને એકસો આઠ સોનામહોરો આપી. એવી રીતે હંમેશાં રાજા તેને એકસો આઠ સોનામહોરો દેવા લાગ્યો. કેટલાક દિવસો ગયા બાદ મંત્રીએ રાજાને કહ્યું કે, આપ હંમેશાં તેને શા માટે સોનામહોરો આપો છો? ત્યારે રાજાએ કહ્યું કે, હું તો ફક્ત તમોએ તેના કાવ્યની પ્રશંસા કરી તે ઉપરથી તેને દ્રવ્ય આપું છું. ત્યારે મંત્રીએ કહ્યું કે, તે બ્રાહ્મણ કંઈ હંમેશાં નવાં કાવ્યો નથી રચી લાવતો; તે જે કાવ્યો કહે છે તે તો નાની છોકરીઓ પણ જાણે છે; હું તેની ખાતરી આપને આવતી કાલે કરાવી આપીશ. તે મંત્રીને સાત પુત્રીઓ હતી; તેઓ અનુક્રમે એક, બે એમ સાત વખત કોઈએ બોલેલાં કાવ્યોને યાદ રાખી શકતી હતી. બીજે દિવસે મંત્રીએ ગુપ્ત રીતે પડદાની અંદર પોતાની તે સાત પુત્રીઓને રાજસભામાં બેસાડી; હંમેશ મુજબ વરરુચિ જ્યારે પોતાનાં કાવ્યો બોલી રહ્યો, ત્યારે અનુક્રમે તે સાતે બાળાઓ પણ તે કાવ્યોને બોલી ગઈ; તેથી For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જૈન ઈતિહાસ રાજાએ ગુસ્સે થઈને વરરુચિને દાન આપવું બંધ કર્યું. પછી તે વરચિએ ગંગા કિનારે જઈ એક યંત્ર ગોઠવ્યું; તેમાં રાત્રિએ હંમેશાં સોનામહોરોની એક થેલી ગોઠવી રાખે; તથા સવારમાં લોકોને આશ્ચર્ય પમાડવા માટે ગંગાની સ્તુતિ કરી, પગથી તે યંત્ર દબાવીને થેલી કાઢે, અને લોકોને કહે કે, મારી સ્તુતિથી ગંગાજી મને ખુશ થઈને સોનામહોરો આપે છે. એક દહાડો રાજાને તે બાબતની ખબર પડવાથી તેણે મંત્રીને તે વાત કહી; ત્યારે મંત્રીએ તપાસ કરીને તે વરચિની કપટક્રિયા શોધી કાઢી, અને પ્રભાતે રાજાને ખાતરી કરાવી આપી કે, આ વરચિ બ્રાહ્મણ એક મોટો ઠગ છે. હવે આ બનાવથી વરસચિને ઘણું દુઃખ થયું, તેથી તે શકટાલ મંત્રીને મારવાનો ઉપાય શોધવા લાગ્યો. એટલામાં મંત્રીના પુત્ર શ્રીયકના લગ્નનો પ્રસંગ આવ્યો, ત્યારે શકટાલ મંત્રીએ તે પ્રસંગે રાજાને ભેટ આપવા માટે કેટલાંક હથિયારો પોતાને ઘેર તૈયાર કરાવવા માંડ્યા; તેની વરસચિને ખબર પડવાથી લાગ આવ્યો જાણીને, તેણે શહેરના કેટલાક બાળકો, છોકરાઓને એકઠાં કરી, તેમને કંઈક ખાવાનું આપી એવું બોલવાનું શિખાવ્યું કે, રાજા જાણતો નથી કે, તેને મારીને શકટાલ મંત્રી શ્રીયકને ગાદીએ બેસાડવાનો છે, પછી તે બાળકો તો શેરીએ શેરીએ અને ચૌટે ચૌટે તે વાક્ય બોલવા લાગ્યા. એક દિવસે રાજાએ પણ તે સાંભળ્યાથી તેણે વિચાર્યું કે, બાળવાણી જૂઠી હોય નહીં. એમ વિચારી તેણે પોતાના ગુપ્ત માણસો મારફતે મંત્રીના - ઘરની તપાસ કરાવી તો જણાયું કે, ત્યાં હથિયારો તૈયાર થાય છે. પછી પ્રભાતમાં જયારે મંત્રી રાજસભામાં આવ્યો, ત્યારે રાજાએ તેની સલામ નહીં લેવાથી રાજાનો અભિપ્રાય મનમાં સમજીને તુરંત તે પોતાને ઘેર આવ્યો, તથા શ્રીયકને બોલાવી સઘળું વૃત્તાંત કહીને કહ્યું કે, હવે કુળના રક્ષણનો ફક્ત એક જ ઉપાય છે, અને તે એ છે કે, જેવો હું રાજાને નમસ્કાર કરું, કે તુરત તારે મારું મસ્તક છેદી નાખવું. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન ઈતિહાસ કેટલીક આનાકાની સાથે કુળના રક્ષણ માટે શ્રીયકે તેમ કરવાનું કબૂલ કર્યું, પછી એવી રીતે રાજાની સમક્ષ શ્રીચેક પોતાના પિતાનું મસ્તક છેદવાથી રાજાનો શ્રીયક પર ઘણો વિશ્વાસ આવ્યો, તેથી તેણે મંત્રીપદ લેવાનું કહ્યું, ત્યારે શ્રીયકે કહ્યું કે, મારા મોટાભાઈ સ્થૂળભદ્ર કોશા વેશ્યાને ત્યાં આજે વર્ષો થયાં રહ્યા છે. માટે તેમને તેડાવીને મંત્રી પદવી આપો. રાજાએ સ્થૂળભદ્રને બોલાવીને મંત્રીની પદવી લેવાનું કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે, હું વિચારીને જવાબ આપીશ. રાજાએ કહ્યું કે, તમે આજે જ વિચારીને મને જવાબ આપજો. પછી : ત્યાંથી જઈ ઘૂળભદ્રજીએ વિચાર્યું કે, અહો ! આ મંત્રી પદવી લઈને તો સંસારની મોટી ખટપટની જાળમાં પડવું પડેશે, ખરેખર આ સંસાર અસાર છે; એમ વિચારી વૈરાગ્ય થવાથી તેમણે સાધુનો વેષ લઈ રાજા પાસે જઈ ધર્મલાભ દઈ કહ્યું કે, હે રાજન્ ! મેં તો આવો વિચાર કરી લીધો છે; એમ કહી ત્યાંથી એકદમ નીકળી સંભૂતિવિજયજી આચાર્ય પાસે જઈ તેમણે તો દીક્ષા લીધી. તેથી રાજાએ શ્રીયકને મંત્રીપદ આપ્યું. ત્યારબાદ શ્રીયકે વિચાર્યું કે, મારા પિતાના મૃત્યુનું કારણ આ દુષ્ટ વરરુચિ છે, માટે મારે તે વૈર વાળવું જોઈએ; એમ વિચારી તેણે કોશા વેશ્યા કે જે સ્થૂળભદ્રજીના વિયોગથી ખેદ પામતી હતી, તેની પાસે આવીને કહ્યું કે, આ સઘળા અનર્થનું મૂળ આ દુષ્ટ વરરૂચિ છે; અને તે વરરુચિ તારી બહેન ઉપકોશાના પ્યારમાં પડેલો છે, માટે તેણીને કહીને તેને મદિરાપાનનું વ્યસન કરાવે તો આપણા વૈરનો બદલો વળી જાય. આ ઉપરથી કોશાએ પોતાની બહેન મારફતે તેને મદિરાપાનમાં આસક્ત કર્યો. હવે એક દિવસ સભામાં નંદરાજા શકટાલ મંત્રીના ગુણોને યાદ કરવા લાગ્યો, તે વખતે વરરુચિ પણ સભામાં બેઠો હતો. પછી શ્રીયકે રાજાને વરરુચિનું સઘળું વૃત્તાંત ગુપ્ત રીતે કહીને કહ્યું કે, તે મદિરાપાન કરે છે; આથી રાજાએ વરરુચિને યુક્તિથી ઊલટી કરાવી For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જૈન ઈતિહાસ તો મદિરાપાનનું વમન થયું; તેથી રાજાએ તેનો તિરસ્કાર કરીને તેને સભામાંથી બહાર કાઢી મેલ્યો. બ્રાહ્મણોએ પણ તેને જ્ઞાતિ બહાર કર્યો, તથા ઉકાળેલું સીસું પીવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું, કે જે પીવાથી તે મૃત્યુ પામ્યો. અહીં સ્થૂળભદ્રજી મુનિએ ચાતુર્માસ નજદીક આવવાથી ગુરુમહારાજને વિનંતી કરી કે, હે ભગવન્! જો આપની આજ્ઞા હોય તો હું કોશા વેશ્યાને ઘેર ચોમાસું રહ્યું. તે સાંભળી ગુરુમહારાજે જ્ઞાનને બળે તેમને યોગ્ય જાણી તેમ કરવાની આજ્ઞા આપી. તે વખતે બીજા પણ બે-ત્રણ મુનિઓ વનમાં સિહંની ગુફા આદિ પાસે ચોમાસું રહેવાની ગુરુમહારાજ પાસે આજ્ઞા માગી ત્યાં ગયા. સ્થૂળભદ્રજીને આવતા જોઈ કોશા વેશ્યાએ વિચાર્યું કે સુકુમાર શરીરવાળા સ્થૂળભદ્રજી મહાવ્રતોનું કષ્ટ નહીં સહેવાથી પાછા આવતા લાગે છે. પછી જ્યારે સ્થૂળભદ્રજી ઘરમાં આવ્યા ત્યારે કોશા વેશ્યાએ તેમને ઘણું સન્માન આપી કહ્યું કે, તે સ્વામી ! આ આપની દાસીને શી આજ્ઞા છે ? ત્યારે સ્થૂળભદ્રજીએ કહ્યું કે, મારે તો આ તમારી ચિત્રશાળામાં ચોમાસું રહેવું છે. તે સાંભળી વેશ્યાએ તે ચિત્રશાળા તેમને સોંપી આપી. પછી ઘણાં સ્વાદિષ્ટ ભોજન કરાવ્યા બાદ શૃંગાર સજીને તેમની પાસે આવીને પૂર્વે ભોગવેલા ભોગોને યાદ કરાવતી ઘણા હાવભાવ તે કરવા લાગી, પરંતુ સ્થૂળભદ્રજી મહામુનિરાજનું મન તેથી જરા પણ ચલાયમાન થયું નહીં. ઊલટું તેણીને ઉપદેશ આપીને શ્રાવક ધર્મમાં દઢતા કરાવી. વર્ષાકાળ ગયા બાદ સિંહગુફા આદિ પાસે ચાતુર્માસ રહેલા સાધુઓ જ્યારે ગુરુ પાસે આવ્યા ત્યારે ગુરુએ તેમની પ્રશંસા કરી; પરંતુ જ્યારે સ્થૂળભદ્રજી આવ્યા ત્યારે ગુરુએ ઊભા થઈ તેમને ઘણું જ સન્માન આપી તેમની ઘણી જ પ્રશંસા કરી. આ બનાવથી તે સિંહની ગુફામાં વસેલા સાધુને એવી ઇર્ષ્યા થઈ કે, આ સ્થૂળભદ્રજી એક તો વેશ્યાને ઘેર ચોમાસું રહ્યા. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ _જૈન ઈતિહાસ ત્યાં વિવિધ પ્રકારનાં મનોહર ભોજન જમ્યા, અને અમે તો આવું મહાકષ્ટ સહન કરીને આવ્યા, છતાં ગુરુએ સ્થૂળભદ્રજીને જે ઘણું સન્માન આપ્યું, તેનું કારણ એ કે તે મંત્રીના પુત્ર હોવાથી ગુરુમહારાજ પણ તેનો પક્ષપાત રાખતા જણાય છે. એમ વિચારી બીજે ચોમાસે તે સાધુએ ગુરુમહારાજને કહ્યું કે, આ ચોમાસું તો અમે પણ કોશા વેશ્યાની ચિત્રશાળામાં રહેશું. ત્યારે ગુરુએ વિચાર્યું કે, આ સાધુને સ્થૂળભદ્રજીની ઈષ્ય થયેલી છે. એમ વિચારી ગુરુએ વાર્યા છતાં પણ કોશા વેશ્યાને ઘેર ગયા. ત્યારે કોશાએ પણ વિચાર્યું કે આ મુનિ સ્થૂળભદ્રજીની ઈર્ષ્યાથી આવ્યા છે, છેવટે તે મુનિનું મન તો કોશા વેશ્યાનું રૂપ જોઈ ચલાયમાન થયું; પરંતુ કોશાએ તેમને યુક્તિથી પ્રતિબોધીને ગુરુ પાસે મોકલ્યા. ત્યાં તેઓએ ગુરુ પાસે આવી આલોચના લઈ સ્થૂળભદ્રજીની પ્રશંસા કરી. ત્યારબાદ સ્થૂળભદ્રજીએ શ્રી ભદ્રબાહુસ્વામીજી પાસે દશપૂવોં ઉપર બે વસ્તુઓનો અભ્યાસ કર્યો; એક વખતે શ્રી ભદ્રબાહુસ્વામી સ્થૂળભદ્રજી આદિ મુનિઓ સહિત પાટલીપુત્ર નગરમાં પધાર્યા. ત્યારે ત્યાં સ્થૂળભદ્રજીની યક્ષા આદિ બહેનો કે જેમણે દીક્ષા લીધી હતી, તેઓ તેમને વાંદવા માટે આવી; તેઓએ ભદ્રબાહુસ્વામીને વાંદ્યા બાદ ત્યાં સ્થૂળભદ્રજીને નહીં જોવાથી પૂછ્યું કે, હે ભગવન્ સ્થૂળભદ્રજી ક્યાં છે? ત્યારે ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું કે, પાછળના ભાગમાં દેવકુળમાં છે; તે સાંભળી તે સાધ્વીઓ ત્યાં જઈ જુએ છે તો એક સિંહને જોયો; કેમ કે સ્થૂળભદ્રજીએ તેમને ત્યાં આવતી જોઈને વિસ્મય પમાડવા માટે સિંહનું રૂપ કર્યું હતું. સિંહને જોઈ તેઓ તો ડરીને પાછી વળી ભદ્રબાહુ સ્વામી પાસે આવી કહેવા લાગી કે, હે ભગવન્! ત્યાં તો એક સિંહ બેઠો છે, અને ખરેખર તે અમારા મોટાભાઈનું ભક્ષણ કરી ગયો હશે. તે સાંભળી ભદ્રબાહુસ્વામીજીએ જ્ઞાનનો ઉપયોગ દઈ તેઓને કહ્યું કે, હવે તમે ફરીને ત્યાં જાઓ, કેમ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૨૯ કે હવે ત્યાં સિંહ નથી, પણ તમારા ભાઈ જ બેઠા છે. ત્યારે ફરીને તેઓ ત્યાં ગયાં અને સ્થૂળભદ્રજીને ઓળખી તેમને વંદના કરી, તથા કેટલીક વાતચીત કર્યા બાદ તેઓ પોતાને સ્થાને ગઈ. ત્યારબાદ સ્થૂળભદ્રજી વાચનાનો પાઠ લેવા માટે શ્રી ભદ્રબાહુસ્વામી પાસે આવ્યા, પરંતુ સિંહરૂપની વિકૃતિથી તેમને અયોગ્ય જાણી વાંચના આપી નહીં. ત્યારબાદ સંઘના ઘણા આગ્રહથી ફક્ત મૂળ પાઠથી બાકીના ચાર પૂર્વોની વાચના ભદ્રબાહુસ્વામીજીએ સ્થૂળભદ્રજીને આપી, પરંતુ તેનો અર્થ કહ્યો નહીં. સ્થૂળભદ્રજી મહારાજ શ્રી વિરપ્રભુના નિર્વાણ પછી બસોને ઓગણીસ વર્ષે સ્વર્ગે પધાર્યા. ' હવે ગોલ્લદેશમાં ચણક નામના ગામમાં ચણી નામે બ્રાહ્મણ વસતો હતો, તેને ચણેશ્વરી નામે સ્ત્રી હતી. તેઓ બંને જૈનધર્મ પાળતા હતાં. તેઓને ઘેર જન્મથી દાંત સહિત એક પુત્રનો જન્મ થયો, તે વખતે કોઈક જ્ઞાની જૈનમુનિ ત્યાં પધાર્યા, તેમને તે બ્રાહ્મણે પોતાના પુત્રની વાત કહી, ત્યારે મુનિએ કહ્યું કે, તમારો તે પુત્ર રાજા થશે, ત્યારે બ્રાહ્મણે વિચાર્યું કે, રાજ્ય મળવાથી તો મહાઆરંભ કરવાથી તે નરકગામી થશે, એમ વિચારી તેણે તે બાળકના દાંત ઘસી નાખ્યા; અને મુનિને તે વાત કહેવાથી તેમણે કહ્યું દાંત ઘસવાથી તે હવે રાજા જેવો રાજાનો હજુરી થશે. પછી તે બ્રાહ્મણે તેનું ચાણક્ય નામ પાડ્યું. તે ચાણક્ય મહાબુદ્ધિવાન તથા જૈન ધર્મમાં દઢ ચિત્તવાળો થયો. એક વખતે તેની સ્ત્રી પોતાને પીયર પોતાના ભાઈના લગ્નપ્રસંગે ગઈ, ત્યાં તેની બીજી બહેનો પણ આવી હતી. ચાણક્ય નિર્ધન હોવાથી તેની સ્ત્રીને કંઈ આભૂષણો વગેરે ન હોવાથી તેણીની બીજી બહેનોએ તેણીની હાંસી કરી. આથી કરીને ઘેર આવીને તે ચાણક્ય પાસે રડવા લાગી. ચાણક્ય પણ નિર્ધનપણાથી ખેદ પામીને પાટલીપુત્ર નગરમાં આવ્યો, કેમ કે ત્યાંનો નંદરાજા બ્રાહ્મણોને ઘણી દક્ષિણા આપતો હતો. ત્યાં તે રાજસભામાં આવીને For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જેને ઈતિહાસ રાજપુત્રને બેસવાના આસન પર ચડી બેઠો, ત્યારે એક દાસીએ આવીને કહ્યું કે, હે બ્રાહ્મણ ! તું બીજા આસન પર બેસ. ચાણક્ય તે. આસન નહીં છોડવાથી દાસીએ તેને લાત મારી ઉઠાડ્યો, આથી તેણે ક્રોધ પામી એવી પ્રતિજ્ઞા કરી કે, આ નંદરાજાનો તેના પરિવાર સહિત હું વિનાશ કરીશ. એમ વિચારી તે રાજયને યોગ્ય એક પુરુષની શોધ કરવા માટે દેશોદેશ ભમવા લાગ્યો. એટલામાં નિંદરાજાના મયૂર પોષકોના ચંદ્રગુપ્ત નામના એક પુત્રને તેણે રાજ્યને યોગ્ય જોયો, તેને લઈને રસસિદ્ધિથી તેણે કેટલુંક દ્રવ્ય પેદા કરીને સૈન્ય એકઠું કર્યું, તથા નંદરાજાના દેશ લુંટવા લાગ્યો. છેવટે પાટલીપુત્રને ઘેરો ઘાલીને તેણે નંદરાજાને હરાવી ચંદ્રગુપ્તને પાટલીપુત્રની ગાદી પર બેસાડ્યો. ચંદ્રગુપ્ત રાજા હંમેશાં ચાણક્યની સલાહ મુજબ વર્તતો, અને ચાણક્ય પણ અનેક રીતીઓથી તથા યુક્તિઓથી તેના રાજ્યને આબાદ કર્યું. એવામાં તે દેશમાં દુકાળ પડવાથી સાધુઓને આહાર મળવામાં મુશ્કેલી પડવા માંડી; તેથી ચાણક્ય તે માટે ઘટતો બંદોબસ્ત કર્યો કે જેથી સાધુઓને આહાર માટે મુશ્કેલી પડે નહીં. ચંદ્રગુપ્તના મૃત્યુ બાદ તેનો પુત્ર બિંદુસાર ગાદી પર આવ્યો, તેના વખતમાં ચાણક્ય અનશન કરી સ્વર્ગે ગયા. બિંદુસારનો પુત્ર અશોક થયો, તથા તેનો પુત્ર કુણાલ થયો, અને કુણાલનો પુત્ર સંપ્રતિ રાજા થયો. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ (આર્ય મહાગિરિ આર્ય સુહસ્તિ, સંપ્રતિરાજા, અવંતિસુકુમાલ, સુસ્થિતાચાર્ય, સુપ્રતિબદ્ધાચાર્ય, કોટિગચ્છની સ્થાપના, શ્વેતાંબરમતે ઉમાસ્વાતિવાચક, ઇન્દ્રદિન્નસૂરિ, ગદ્ધભિલ રાજાનો ઉચ્છેદ તથા શ્યામાચાર્યજીનું વૃત્તાંત અને કારણિક ચોથ કરનાર કાલકાચાર્યજીનું વૃત્તાંત) ܀ આર્યમહાગિરિજી તથા આર્યસુહસ્તિજી શ્રી સ્થૂળભદ્રજીની પાટે આર્યમહાગિરિજી તથા આર્યસુહસ્તિજી બેઠા. કેટલાક સમય પછી આર્યમહાગિરિજીએ પોતાના શિષ્યોનો પરિવાર આર્યસુહસ્તિજીને સોંપીને પોતે જિનકલ્પીની તુલના કરી વિચરવા લાગ્યા. એક વખતે આર્યસુહસ્તિજી મહારાજ વસુભૂતિ નામના શેઠને ઘેર તેના પરિવારને પ્રતિબોધવા ગયા, ત્યાં આર્યમહાગિરિજી પણ અનાયાસે ભિક્ષા માટે આવ્યા, તેમને આવતા જોઈ આર્યસુહસ્તિજીએ ઊભા થઈ વંદન કર્યું; તથા તે વસુભૂતિ આદિને એવો ઉપદેશ આપ્યો કે, આવા મુનિ જ્યારે ભિક્ષા માટે આવે ત્યારે તેમને કહેવું કે, આ સઘળું ભોજન અમારે ઉપયોગનું નથી, આપ ગ્રહણ કરો. એમ કરવાથી તમોને મહાન્ પુણ્યનો લાભ થશે. એવી રીતે તેમને પ્રતિબોધીને સુહસ્તિજી મહારાજ પોતાને ઉપાશ્રયે આવ્યા; બીજે દિવસે પાછા આર્ય મહાગિરિજી તે વસુભૂતિને ઘેર ભિક્ષા માટે આવ્યા; ત્યાં ભિક્ષાની ઉચિત સામગ્રી જોઈને જ્ઞાનના ઉપયોગથી અશુદ્ધ ભિક્ષા જાણીને તે લીધા વિના જ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન ઈતિહાસ ઉપાશ્રયે જઈ સુહસ્તિજીને ઓલંભો દેવા લાગ્યા કે, તમોએ ગઈ કાલે વસુભૂતિ આદિને ઉપદેશ દઈને મોટું અનુચિત કાર્ય કર્યું છે, કેમ કે તેઓએ મારે માટે ભિક્ષાની સર્વ સામગ્રી તૈયાર કરી રાખી હતી. તે સાંભળી સુહસ્તિજીએ વિનયથી તેમને ચરણે પડી ક્ષમા માગી કે, હવે ફરીને હું તેમ કરીશ નહીં. આર્યસુહસ્તિજી તથા સંપ્રતિરાજા એક વખતે આર્ય મહાગિરિજી તથા આર્ય સુહસ્તિજી વિહાર કરતા કરતા પરિવાર સહિત કોશાંબીનગરીમાં આવ્યા. ત્યાં તે વખતે મોટો દુકાળ પડ્યો હતો; જેથી લોકોને અન્ન મળવું મુશ્કેલ થઈ પડ્યું હતું. પરંતુ જૈન મુનિઓને તેમના ભક્ત જૈનો તરફથી પુષ્કળ અન્ન મળતું હતું. એક વખતે કેટલાક સાધુઓ એક શેઠને ધેર ભિક્ષા માટે ગયા; તેમની પાછળ એક રંક ભિખારી પણ ગયો. ત્યાં તે ભિખારીના દેખતાં સાધુઓને લાડુ, મિષ્ટાન્ન આદિ મળ્યાં. પછી જ્યારે તે સાધુઓ તે લઈને ઉપાશ્રય તરફ જવા લાગ્યા, ત્યારે તે ભિખારીએ તેમની પાછળ જઈ તેમની પાસે ભોજન માગ્યું. ત્યારે તે સાધુઓએ કહ્યું કે, અમારાથી તે અમારા ગુરુની રજા વિના આપી શકાય નહીં; તે સાંભળી તે ભિખારી તો તેમની પાછળ ઉપાશ્રયે ગયો; તથા દીન મુખ કરી ભોજન માગવા લાગ્યો; ત્યારે આર્ય સુહસ્તિજી મહારાજે જ્ઞાનના બળથી જાણ્યું કે, આ ભિખારી આગામી ભવમાં જૈન શાસનનો મહિમા વધારનારો થશે, એમ વિચારી તેઓએ તેને કહ્યું કે, જો તું દીક્ષા લઈ અમારા જેવો થા, તો અમે તને ભોજન આપીએ. પછી તે રંક ભિખારીએ પણ દીક્ષા લેવાનું કબૂલ કરવાથી ગુરુએ તેને દીક્ષા આપીને તેને તેની મરજી મુજબ લાડુ આદિનું ભોજન આપ્યું. તે ઘણો ભૂખ્યો હોવાથી તેણે એટલું તો For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ જેને ઈતિહાસ ૩૩ ભોજન કર્યું કે, જેથી તેનો શ્વાસોશ્વાસ રોકાઈ ગયો. તે વખતે મોટા મોટા ધનાઢ્ય જૈન શાહુકારો વગેરેએ જૈન મુનિ જાણીને તેને ઘણા ઔષધ ઉપચારો કર્યા, તથા તે રંકની તેઓ સેવા ચાકરી કરવા લાગ્યા. તે જોઈ તે રંકને એવો શુદ્ધ પરિણામ આવ્યો કે, અહો ધન્ય છે, આ જૈન મુનિના વેષને, કે આવા ધનાઢ્ય શાહુકારો પણ મારી આ વખતે સેવા કરે છે; એમ ભાવના ભાવતાં તે જ રાત્રિએ તે મૃત્યુ પામીને કુણાલ રાજાનો સંપ્રતિ નામે પુત્ર થયો. હવે એક વખતે ઉજ્જયની નગરીમાં જીવીતસ્વામિની જિનપ્રતિમાની રથયાત્રા થઈ, ત્યારે તે પ્રસંગે આર્ય મહાગિરિજી તથા આર્ય સુહસ્તિજી પોતાના પરિવાર સહિત ત્યાં પધાર્યા; રથયાત્રાનો વરઘોડો ચાલતો ચાલતો સંપ્રતિ રાજાના મહેલ પાસેથી નીકળ્યો; ત્યારે જરૂખામાં બેઠેલા સંપ્રતિ રાજાએ આર્ય સુહસ્તિજીને જોયા; તથા વિચાર્યું કે, આ મુનિને મેં કોઈક વખતે જોયા છે, એમ વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તેમને પોતાનો પૂર્વ ભવ સાંભર્યો. આર્ય સુહસ્તિજીને પોતાના પૂર્વભવના ગુરુ જાણીને તુરંત જરૂખામાંથી નીચે ઊતરી સંપ્રતિ રાજાએ તેમને વંદન કર્યું; તથા પોતાને થયેલ જાતિસ્મરણ સંબંધી વૃત્તાંત જણાવ્યું. સુહસ્તિજીએ પણ જ્ઞાનનો ઉપયોગ દઈ તેમના પૂર્વભવનું વૃત્તાંત જાણ્યું. પછી રાજાએ વિનંતી કરી કે, હે ભગવન્! હું આપના પસાયથી આ રાજય પામ્યો છું, માટે હવે આપ કૃપા કરી મને જેમ ફરમાવો તેમ કરવાને હું તૈયાર છું. પછી તે રાજાએ સમ્યક્ત મૂલ બાર વ્રતો અંગીકાર કરી જૈન ધર્મનો ઘણો જ મહિમા વધાય; રાજયમાં સર્વ જગ્યાએ અમારિપડહ વગડાવ્યો; દાનશાળાઓ બંધાવી; અનાર્ય દેશમાં પણ તેણે ઉપદેશકો મોકલી જૈન ધર્મનો ફેલાવો કર્યો. તેણે છત્રીસ હજાર જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો, સવા લાખ નવાં જિન મંદિરો બંધાવ્યાં, તથા સવા ક્રિોડ જિન પ્રતિમાઓ ભરાવી. આજે પણ સંપ્રતિરાજાના બંધાવેલાં For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ઘણાં જિન મંદિરો હયાત છે, તથા તેમણે ભરાવેલી ઘણી જિન પ્રતિમાઓ પણ જોવામાં આવે છે. તેમણે બજારમાં કંદોઈ વગેરે દુકાનદારોને પણ એવો હુકમ ફરમાવ્યો કે, તમારે જૈન સાધુઓને જે કંઈ ચીજ ભોજન વગેરે જોઈએ તે આપવું, અને તેના પૈસા રાજની તિજોરીમાંથી લેવા. એવી રીતે સાધુઓને રાજપિંડ લેતા જોઈને આર્યમહાગિરિજીએ આર્યસુહસ્તિજીને ઠપકો આપ્યો કે, તમો જાણી જોઈને જે રાજપિંડ લો છો, તે ઉચિત નથી. એમ ઠપકો આપી આર્યમહાગિરિજી ત્યાંથી વિહાર કરી ગજેન્દ્રપદ તીર્થમાં આવી અનશન કરી સ્વર્ગે ગયા. અવંતિસુકમાલ અને આર્ય સુહતિજી એક વખતે આર્ય સુહસ્તિજી મહારાજ વિહાર કરતા ફરીને ઉજ્જયની નગરીમાં આવી ભદ્રા શેઠાણીની વાહનશાળામાં રહ્યા. તે ભદ્રાનો અવંતિસુકમાલ નામે એક મહા તેજસ્વી પુત્ર હતો, તે પોતાની બત્રીસ સ્ત્રીઓ સહિત દેવતાઈ સુખ ભોગવતો હતો અને સાતમી ભૂમિ પર રહેતો હતો. એક વખતે સંધ્યાકાળે આર્ય સુહસ્તિજી મહારાજ નલિની ગુલ્મ નામના અધ્યયનનો પાઠ કરતા હતા, તે પાઠ અવંતિસુકુમાલે સાંભળ્યો; તેથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તેણે નીચે ઊતરી આચાર્ય મહારાજને વંદન કરી કહ્યું કે, હે ભગવન્! પૂર્વભવમાં મેં આ નલિની ગુલ્મ વિમાનનું સુખ ભોગવ્યું છે. માટે વળી પણ ત્યાં જવા માટે હું તો દીક્ષા લઈશ. એમ કહી તે પોતાની માતાની આજ્ઞા લેવા ગયા, પરંતુ માતાએ આજ્ઞા ન આપવાથી ત્યાં જ કેશનો લોચ કરી, તેમણે મુનિનો વેષ પહેરી લીધો; પછી સુહસ્તિજી મહારાજ પાસે આવ્યા; ત્યારે સુહસ્તિજીએ તેમને દીક્ષા આપી. ત્યારબાદ પોતે અત્યંત સુકુમાલ હોવાથી વિચાર્યું કે, For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૩૫ ઘણા કાળ સુધી તો મારાથી વ્રત કષ્ટ સહન થશે નહીં, એમ વિચારી અનશન કરવા માટે ગુરુની આજ્ઞા લઈ, તે સ્મશાનભૂમિમાં જઈ કાઉસ્સગ ધ્યાને રહ્યા. ત્યાં એક ભૂખી શિયાળે તેના બચ્ચાઓ સાથે આવી તે જ રાત્રિએ તેમના શરીરનું ભક્ષણ કર્યું, જેથી સમાધિપૂર્વક કાળ કરી તે નલિની ગુલ્મ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા; પ્રભાતે તેમની માતાને તે વૃત્તાંત જાણવાથી તેણીએ પણ અવંતિસુકમાલની એક ગર્ભિણી સ્ત્રીને ઘેર રાખી બાકીની સર્વ સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી. પાછળથી તે ગર્ભિણી સ્ત્રીને પુત્ર થયો, તથા તે પુત્રે પોતાના પિતા મુનિના સ્મરણાર્થે અવંતિપાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું; તે મંદિર પાછળથી બ્રાહ્મણોએ હાથ કરી, પાર્શ્વનાથજીની મૂર્તિ ભૂમિમાં ભંડારીને મહાકાળ મહાદેવની મૂર્તિ તેમાં સ્થાપન કરી. પાછળથી વિક્રમ રાજાના સમયમાં થયેલા પ્રભાવિક જૈનાચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરજીએ કલ્યાણ મંદિર સ્તોત્ર રચીને તેમાંથી શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રગટ કરી; આજે પણ તે મંદિર મહાકાળેશ્વરના નામથી ઉજ્જયનીમાં પ્રસિદ્ધ છે. શ્રી આર્યસુહસ્તિ મહારાજ શ્રી મહાવીર પ્રભુ પછી બસો ને એકાણુ વર્ષે સ્વર્ગે પધાર્યા. સુસ્થિતાચાર્ય તથા સુપ્રતિબદ્ધાચાર્ય કોટિગણની સ્થાપના . આર્ય સુહસ્તિ મહારાજની પાટે સુચિતાચાર્ય તથા સુપ્રતિબદ્ધાચાર્ય બેઠા; તેઓએ ક્રોડવાર સૂરિમંત્રનો જપ કર્યો, તેથી સુધર્માસ્વામિથી ગચ્છનું જે નિગ્રંથ નામ ચાલ્યું આવતું હતું, તેને બદલે કોટિગણનું નામ પડ્યું. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ઉમારવાતિજી, શ્યામાચાર્ય, (પહેલા કાલકાચાર્ય) પન્નવણા સૂત્રની રચના (મહાવીર સંવત ૩૦૬) * શ્રી આર્ય મહાગિરિના શિષ્ય બલિસ્સહસૂરિ થયા, અને તેમના શિષ્ય ઉમાસ્વાતિજી (શ્વેતાંબરમતે) થયા; તેમણે તત્ત્વાર્થ વગેરે પાંચસો ગ્રંથો બનાવ્યા. તથા તેમના શિષ્ય શ્યામાચાર્ય (પહેલા કાલકાચાર્ય થયા.) તેમણે પન્નવણા સૂત્રની રચના કરી. ઇન્દ્રન્નિસૂરિ ગદ્ધભિલ્લ રાજાનો ઉચ્છેદ કરનાર બીજા કાલકાચાર્ય શ્રી સુસ્થિતાચાર્યની પાટે શ્રી ઇન્દ્રન્નિસૂરિ થયા. તેમના સમય પછી મહાવીર સંવત ચારસો ત્રેપનમાં ગદ્ધભિલ્લ રાજાનો નાશ કરનારા બીજા કાલકાચાર્ય થયા. તેમનું વૃત્તાંત નીચે મુજબ છે : ધારાવાસ નગરના વૈરસિંહ નામના રાજાની સુરસુંદરી નામે રાણીની કુક્ષિએ આ કાલકાચાર્યજીનો જન્મ થયો હતો. તેમણે એક સમયે વૈરાગ્ય પામી ગુણાકાર મુનિ પાસે દીક્ષા લીધી, તથા તેમની બહેન સરસ્વતીએ પણ દીક્ષા લીધી. એક વખતે કાલકાચાર્યજી વિહાર કરતાં કરતાં ઉજ્જયનીમાં આવ્યા, તે વખતે ત્યાંનો ગદ્ધભિલ્લ રાજા સરસ્વતી સાધ્વીને ઘણી જ ખૂબસૂરત જોઈ કામાતુર થયો, અને ઉપાડી ગયો ત્યારે કાલકાચાર્યજીએ પોતે રાજસભામાં જઈ રાજાને ઘણો સમજાવ્યો, તેમજ મંત્રીઓએ પણ રાજાને સમજાવ્યો, પરંતુ તે કામાંધ રાજાએ તેમના કહેવા પર કંઈ પણ ધ્યાન આપ્યું નહીં, ત્યારે કાલકાચાર્યજી તે રાજાનો વિનાશ કરવાની પ્રતિજ્ઞા કરીને ત્યાંથી વિહાર કરી શકજાતિના રાજા પાસે આવ્યા, તથા તે રાજાને વિદ્યાના કેટલાક ચમત્કારો બતાવીને ખુશી કર્યો, તથા માળવાના રાજા For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ગદ્ધભિલ્લનો નાશ કરવા માટે તેને સમજાવ્યો. પણ તે શકરાજા પાસે ઘણું દ્રવ્ય ન હોવાથી તે વિચારમાં પડ્યો, તે જોઈ કાલકાચાર્યજીએ સુવર્ણ સિદ્ધિના બળથી તેણે ઘણું દ્રવ્ય એકઠું કરી આપ્યું, તેથી તે શકરાજા ગંજાવર લશ્કર એકઠું કરીને માળવાની હદ પર આવ્યો, હવે ગદ્ધભિલ્લ રાજાને પોતાની રાસથી વિદ્યાનું ઘણું અભિમાન હતું, તેથી તેણે લડવાની કંઈ પણ તૈયારી કરી નહીં. કેમ કે તે દરેક આઠમ અને ચૌદસે એક હજાર આઠ જપ કરી રાસથી વિદ્યાનું સ્મરણ કરતો, અને તે વિદ્યા પ્રત્યક્ષ થઈને શબ્દ કરતી, કે જેથી ફરતા સાત કોશમાં રાજાનો જે શત્રુ તેનો નાદ સાંભળે તેનું મૃત્યું થતું હતું. તેથી આચાર્યજીના કહેવા મુજબ તે હદની બહાર તે શકરાજાએ પોતાના લશ્કરનો પડાવ નાખ્યો; પછી શબ્દવેધી બાણ મારનારા એકસો ને આઠ સુભટોને આચાર્યજીએ પોતાની પાસે રાખ્યા. પછી જ્યારે તે રાસભી વિદ્યા મુખ ખુલ્લું કરી શબ્દ કરવા લાગી, ત્યારે તુરત તે સુભટોએ છોડેલાં બાણોથી તેણીનું મુખ ભરાઈ ગયું, ત્યારે તે રાસથી ગદ્ધભિલ્લ રાજા પર મૂત્ર અને વિષ્ટા કરીને તથા તેને લાત મારીને અંતર્ધાન થઈ ગઈ. એવી રીતે તેને નિર્બળ થયેલો જાણીને શકરાજાએ એકદમ ઉજ્જયની પર હલ્લો કરી ગદ્ધભિલ્લને પકડીને આચાર્યજી પાસે ઊભો કર્યો, ત્યારે આચાર્યજીએ તેને કહ્યું કે, અરે ! દુષ્ટ ! તેં સાધ્વીજીને જે કષ્ટ આપ્યું છે, તેનું નરકરૂપ ફળ તો હજુ હવે મળશે; એમ કહી છોડી મૂકવાથી તે વનમાં ગયો, જ્યાં તેને વાઘે મારી નાખવાથી તે નરકે ગયો. પછી આચાર્યજીએ પણ સરસ્વતી સાધ્વીને ફરી દીક્ષા આપી શુદ્ધ કરી. એક વખતે કાલકાચાર્યજીને તેમના ભાણેજ બળમિત્ર નામના ભરૂચના રાજાએ બોલાવવા માટે પોતાના મંત્રીઓને મોકલ્યા. તેથી આચાર્યજી પણ વિહાર કરીને ભરૂચમાં પધાર્યા. રાજાએ પણ તેમનો ઘણા આદર સન્માનથી પ્રવેશ મહોત્સવ કર્યો. એક વખતે તે રાજાના એક મિથ્યાત્વી પુરોહિતને આચાર્યજીએ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન ઈતિહાસ ધર્મવાદમાં જીત્યો, તેથી તે મનમાં દ્વેષ લાવીને આચાર્યજીને અનુકૂળ ઉપસર્ગ કરવાની બુદ્ધિથી રાજાને કહેવા લાગ્યો કે, આપણા આ મહાન ગુરુ આપણા પુણ્યથી જ અહીં પધાર્યા છે, માટે આપે નગરમાં એવી ઉદ્ઘોષણા કરાવવી કે, આપણા આચાર્યના શિષ્યોને સર્વ લોકોએ ઉત્તમ ભોજન આદિ આપવું; રાજાએ તેમ કરવાથી મુનિને લાયક આહાર ન મળવાથી આચાર્યજી ત્યાંથી વિહાર કરીને પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. ત્યાંના રાજાએ પર્યુષણ નજદીક આવવાથી આચાર્ય મહારાજને વિનંતી કરી કે, હે ભગવન્ ! ભાદરવા સુદી પાંચમને દિવસે અત્રે હંમેશાં ઇન્દ્રમહોત્સવ થાય છે; માટે લોકોનાં મન તેમાં વ્યગ્ર થશે; તેથી છઠ્ઠને દિવસે પર્યુષણાપર્વ કરાય તો ઠીક. ત્યારે આચાર્યજીએ કહ્યું કે, પંચમી ઉલ્લંઘીને પર્યુષણ કરવાની મનાઈ છે, પરંતુ એક દિવસ આગળ એટલે ચોથને દિવસે પર્યુષણ થઈ શકશે. એવી રીતે રાજાના ઉપરોધથી કાલકાચાર્યજીએ કારણ પડ્યાથી ચોથનાં પજુસણ કર્યા છે. આ શ્રી કાલકાચાર્યજી મહાવીર સંવત ચારસો ત્રેપનમાં થયા છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૫ ) મહાવીર સંવત ૪૫૩ થી ૪૦૦ સુધીના બનાવો (શ્રી દિન્નસુરિ, સિંહગિરિજી, આર્ય ખપૂટાચાર્ય, વૃદ્ધવાદિ, સિદ્ધસેન દિવાકર, વિક્રમ રાજા, પાદલિપ્તસૂરિ, નાગાર્જુન) શ્રી દિન્નસૂરિ તથા સિંહગિરિજી શ્રી ઇંદ્રદિસૂરિની પાટે શ્રી દિનસૂરિ થયા, તથા તેમની પાટે શ્રી સિંહગિરિજી થયા.' * આર્ય ખપૂટાચાર્ય આ શ્રી આર્યખપુટાચાર્ય શ્રી મહાવીર સંવત ચારસો ત્રેપનની સાલમાં લગભગ થયેલા જણાય છે. તેમનું વૃત્તાંત એવું છે કે, લાટ દેશમાં રેવા નદીના કિનારા પર ભરૂચ શહેરમાં કાલકાચાર્યજીનો જમાઈ બળમિત્ર નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં આ આચાર્ય પણ વસતા હતા. તેમનો ભુવન નામનો એક શિષ્ય ઘણો વિદ્વાન હતો, અને સંસારપક્ષમાં તે આયખપુટજીનો ભાણેજ પણ થતો હતો. એક વખતે ગુડશસ્ત્ર નગરથી બટુકર નામે એક બૌદ્ધોના આચાર્ય ત્યાં આવ્યા, તેને ધર્મવાદમાં જીતવાથી ખેદ પામી તે ભુવને અનશન કરી ત્યાં વ્યંતરરૂપે ઉત્પન્ન થયો; તથા જૈન સાધુઓને ઉપદ્રવ કરવા For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જન ઈતિહાસ લાગ્યો. આથી આયખપુટ મહારાજે મંત્રના બળથી તે યક્ષને વશ કરીને નોકર કર્યો, તેથી જૈન ધર્મનો ઘણો મહિમા થયો. એક વખતે. તેમનો શિષ્ય ભુવન આકૃષ્ટિ નામની વિદ્યાની સાધના કરી તેના બળથી સ્વાદિષ્ટ ભોજનને ગૃહસ્થોના ઘરથી ખેંચીને આહાર કરવા લાગ્યો, તથા સ્વચ્છંદાચારથી વર્તવા લાગ્યો, ત્યારે શાસનની હિલના થતી જોઈને આર્યખપુટજીએ તેની વિદ્યા ખેંચી લીધી; તથા તેને શિક્ષા આપીને પાછો સ્થિર કર્યો; આ આયખપુટજી મહારાજ ઘણા જ પ્રભાવિક થયા છે; તેમણે ભરૂચમાં બુદ્ધની પ્રતિમાને મંત્રથી : નમાવેલી છે, જે આજે પણ અર્ધી નમેલી છે, તથા નિગ્રંથનમિતના નામથી પ્રસિદ્ધ છે. વૃદ્ધવાદીજી, સિદ્ધસેન દિવાકર તથા વિક્રમ રાજા વિદ્યાધર ગચ્છમાં સ્કંદિલાચાર્યના શિષ્ય વૃદ્ધવાદીજી થયા; તે સમયમાં ઉજજયની નગરીમાં વિક્રમ રાજા રાજ્ય કરતા હતા. તેની સભામાં દેવઋષિ નામનો મંત્રી હતો, તેની દૈવસિકા નામની સ્ત્રીથી સિદ્ધસેન દિવાકરનો જન્મ થયો હતો; તે બહુ વિદ્વાન તથા ઘણો અભિમાની હતો. એક વખતે તેણે વૃદ્ધવાદીજીની ઘણી કીર્તિ સાંભળી તેથી તેને જીતવા માટે તે ભરૂચ તરફ ચાલ્યો; ત્યાં માર્ગમાં વનમાં જ વૃદ્ધવાદીજી તેને મળ્યા, ત્યારે સિદ્ધસેને ત્યાં જ વાદ કરવાનું કહેવાથી વૃદ્ધવાદીજીએ કહ્યું કે, અહીં વનમાં આપણી હાર-જીતનો સાક્ષી કોણ રહે ? ત્યારે સિદ્ધસેને કહ્યું કે, આ ગાયો ચરાવનારા ગોવાળીયા આપણા સાક્ષી થશે; અને તેઓ હારજીતની પરીક્ષા કરશે. પછી ત્યાં વૃદ્ધવાદીજીએ અવસર વિચારીને જે બાબતને ગોવાળીયા સમજી શકે, તથા તેમને જે પ્રિય લાગે, એવો એક ગરબો નાચતાં નાચતાં ગાયો, તેથી ગોવાળીયા ખુશી થયા; સિદ્ધસેને તો ન્યાયયુક્ત સંસ્કૃત For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ જેને ઈતિહાસ ભાષામાં આડંબરથી પોતાના પક્ષનું ખંડન કરવા માંડ્યું, પરંતુ ગોવાળીયાઓને તેમાં કંઈ સમજણ નહીં પડવાથી તેઓએ કહ્યું કે, આ વૃદ્ધવાદીજી સર્વજ્ઞ છે, અને તે જીત્યા છે. આથી સિદ્ધસેને હાથ જોડી વૃદ્ધવાદીજીને કહ્યું કે, હું હાર્યો, માટે મારી પ્રતિજ્ઞા મુજબ મને આપનો શિષ્ય કરો. પછી વૃદ્ધવાદીજીએ વિક્રમરાજાની સભા સમક્ષ પણ ધર્મચર્ચામાં તેને જીતીને પોતાનો શિષ્ય કર્યો, તથા તેમનું કુમુદચંદ્ર નામ રાખ્યું; તથા આચાર્ય પદવી સમયે તેમનું નામ સિદ્ધસેનદિવાકર રાખ્યું. પછી વૃદ્ધવાદીજી અન્ય જગાએ વિહાર કરી ગયા, તથા સિદ્ધસેનદિવાકર ઉજ્જયનીમાં રહ્યા. એક વખતે વિક્રમ રાજા હાથી પર બેસી શહેરમાં ફરતા હતા, તે વખતે સન્મુખ સિદ્ધસેનજીને આવતા જોઈને રાજાએ તેમની પરીક્ષા માટે મનથી જ નમસ્કાર કર્યા, અને તેથી સિદ્ધસેનજીએ પણ તેમને મોટા સ્વરથી ધર્મલાભ આપ્યો. ત્યારે રાજાએ પૂછ્યું કે, નમસ્કાર કર્યા વિના આપે મને કેમ ધર્મલાભ આપ્યો? ત્યારે સિદ્ધસેનજીએ કહ્યું કે તમોએ મને મનથી નમસ્કાર કર્યા છે, જેથી મેં તમોને ધર્મલાભ આપ્યો છે, તે સાંભળી રાજાએ હાથી પરથી ઊતરી તેમને વંદન કર્યું, અને એક ક્રોડ મહોરો આપવા માંડી, પરંતુ સિદ્ધસેનજીએ નિહિપણાથી તે ન લીધી તેથી સંઘે એકઠા થઈ તે દ્રવ્ય જિન મંદિરોના જીર્ણોદ્ધારમાં ખરચ્યું. પાછળથી સિદ્ધસેનજીએ પોતાની વિદ્યાકળાથી વિક્રમ રાજાને ખુશ કરીને જૈન ધર્મી કર્યો. તેથી રાજાએ કાર નગરમાં એક વિશાળ જૈન મંદિર બંધાવ્યું; પછી સિદ્ધસેનજીએ મહાકાળેશ્વરમાં રહેલી શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિને કલ્યાણમંદિર સ્તોત્ર રચીને પ્રગટ કરી. કેટલોક સમય ગયા બાદ રાજાના માન વગેરેથી સિદ્ધસેનજી શિથિલાચારી થઈ ગયા; તે બાબતની વૃદ્ધવાદીજીને ખબર પડવાથી તેમણે ત્યાં આવી યુક્તિથી પ્રતિબોધિને તેમને શિથિલાચારથી મુક્ત કર્યા. એક સમયે સિદ્ધસેનજી ચિત્તોડગઢમાં ગયા, ત્યાં એક પ્રાચીન For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨. જૈન ઈતિહાસ જૈનમંદિરમાં તેમણે એક વિશાળ સ્તંભ જોયો; તપાસ કરતાં માલૂમ પડ્યું કે, તે સ્તંભમાં પૂર્વના મહાન્ આચાર્યોએ ચમત્કારી વિદ્યાનાં પુસ્તકો રાખીને તેને વજમય ઔષધિઓથી બંધ કરેલો છે; તેવા ખબર મળવાથી તેઓએ કેટલીક ઔષધિઓના પ્રયોગથી તે સ્તંભને ખોલી તેમાંથી એક પાનું કાઢી વાંચ્યું, તો તેમાં સાર્ષીપીવિદ્યા તથા સુવર્ણસિદ્ધિવિદ્યા જોઈ. બીજું પાનું કાઢવા જતાં તે સ્તંભ એકદમ બંધ થઈ ગયું; અને એવી અદશ્ય વાણી થઈ કે, બીજાં પાનાં તમારે વાંચવાં નહીં; તેથી તે બંને વિદ્યાઓ લઈને તેમણે ત્યાંથી વિહાર કર્યો. એવી રીતે અનેક પ્રકારથી જૈન ધર્મની પ્રભાવના કરીને આ મહાન આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરજી લગભગ વિક્રમ સંવત ૩૦ માં દક્ષિણમાં આવેલા પ્રતિષ્ઠાનપુરમાં સ્વર્ગે પધાર્યા. પાદલિપ્તસૂરિ (મહાવીર સંવત ૪૬૦) સરયૂ અને ગંગા નદીના પ્રદેશમાં કોશલા નગરીમાં કુલ્લ નામે એક શેઠ વસતા હતા, તેને પ્રતિમા નામની સ્ત્રી હતી; તેણીએ પુત્ર માટે વૈરૂત્યા દેવીની સેવા કરવાથી તેણીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે, નાગસૂરિ નામના જૈનાચાર્યના ચરણોદકનું જો તું પાન કરીશ, તો તને પુત્ર થશે. પછી તેણીએ તેમ કરવાથી તેણીને દશ પુત્રો થયા; તેમાંથી પહેલો પુત્ર તેણીએ તે આચાર્યજી મહારાજને આપ્યો; આચાર્યજીએ તેને યોગ્ય જાણી તેનું પાદલિપ્તસૂરિ નામ પાડીને પોતાની પાટે સ્થાપ્યા; અનુક્રમે આ પાદલિપ્તસૂરિ આકાશગામી આદિ ચમત્કારિક વિદ્યાઓમાં પારગામી થયા. તેમના નામના સ્મરણ માટે પાદલિપ્તપુર (પાલીતાણા)ની સ્થાપના થઈ છે. છેવટે તે શત્રુંજય પર નાગાર્જુન સહિત અનશન કરીને સ્વર્ગે પધાર્યા. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૪૩ નાગાર્જુન સૌરાષ્ટ્ર દેશમાં આવેલી ઢંકા નામની નગરીમાં સંગ્રામ નામે એક ક્ષત્રિય રહેતો હતો; તેની સુવ્રતા નામની સ્ત્રીની કુક્ષિએ આ નાગાર્જુનનો જન્મ થયો હતો; તે યોગસાધના તથા રસાયન વિદ્યામાં ઘણો કુશળ થયો; એક વખતે ત્યાં આકાશગામિની વિદ્યાના પારંગામી શ્રીપાદલિપ્તસૂરિજી પધાર્યા; ત્યારે નાગાર્જુનને તેમની પાસેથી આકાશગામિની વિદ્યા મેળવવાની ઇચ્છા થવાથી તેમની મિત્રતા માટે તેણે પોતાના એક શિષ્ય સાથે સુવર્ણરસનું પાત્ર પાદલિપ્તસૂરિજીને મોકલ્યું; પરંતુ તે નિસ્પૃહી આચાર્યજીએ તે રસને ફેંકી દઈ તે પાત્ર ફોડી નાખ્યું, તથા તેને બદલે એક કાચના વાસણમાં પોતાનું મૂત્ર ભરીને તે પાત્ર નાગાર્જુનને ભેટ તરીકે મોકલ્યું; નાગાર્જુને તે મૂત્ર સુંધીને ક્રોધથી જમીન પર ફેંકી દીધું; એવામાં તે મૂત્રવાળી જમીન પર કોઈએ અગ્નિ સળગાવ્યો, જેથી તેટલી જમીન સુવર્ણમય થઈ ગઈ. તે જોઈ નાગાર્જુને આશ્ચર્ય પામીને વિચાર્યું કે, અહો ! આ તો કોઈક મહાલબ્ધિવાન્ છે, કે જેમના મળમૂત્રથી પણ સુવર્ણ થાય છે; અને હું તો ઘણાં કષ્ટથી અનેક પ્રકારની ઔષધિઓનું મર્દન કરું છું ત્યારે જ સુવર્ણ થાય છે; માટે તે જ ગુરુને મારે સેવવા, કે જેથી આગળ જતાં મને આકાશગામિની વિદ્યા પણ પાપ્ત થશે. એમ વિચારી તે આચાર્યજી મહારાજ પાસે આવી કહેવા લાગ્યો કે, હે ભગવન્ ! હું તો હંમેશાં આપ સાહેબની જ સેવા કરીશ. એમ કહી તે હંમેશાં આચાર્ય મહારાજના ચરણ પ્રક્ષાલન આદિ ક્રિયા કરવા લાગ્યો. પાદલિપ્તસૂરિ પણ હંમેશાં પોતાની આકાશગામિની વિદ્યાથી એક મુહૂર્તવારમાં પાંચે તીર્થની યાત્રા કરતા હતા; તથા જ્યારે તે પાછા પંધારતા ત્યારે નાગાર્જુન પણ તેમના ચરણોને ધોઈને તેમાંની ઔષધિઓને હંમેશાં સુંઘી તથા ચાખી જોતો; એમ હંમેશાં કરીને તેણે For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈન ઈતિહાસ તેમાંથી એકસોને સાત ઔષધિઓને તો શોધી કાઢી તથા તે ઔષધિઓ મેળવીને તેના પગે લેપ કરીને તે આકાશમાં ઊડવાનો પ્રયત્ન કરવા લાગ્યો; પરંતુ તેથી તો ફક્ત કુહાડાની પેઠે થોડે ઊંચે ઊડીને તે પાછો નીચે પડવા લાગ્યો અને તેના ઘુંટણ વગેરે છોલાવાથી તેને બીજા મુનિઓએ કહ્યું કે, હે નાગાર્જુન ! ગુરુગમ વિના આકાશ ગમન થાય નહીં; પછી નાગાર્જુન વિનયપૂર્વક ગુરુ, મહારાજને વિનંતી કરવાથી પાદલિપ્તસૂરિજીએ પણ કહ્યું કે, તે નાગાર્જુન ! જો તું જૈન ધર્મને અંગીકાર કરે, તો હું તને તે આકાશગામિની વિદ્યા આપું. પછી નાગાર્જુને તે કબુલ કરવાથી આચાર્યજી મહારાજે કહ્યું કે, હે નાગાર્જુનં ! જો તું તે સર્વ ઔષધિઓને સાઠિ ચોખાના ધોણમાં પીસીને લેપ કરીશ તો તું પણ આકાશમાં ઊડીશ. પછી તેમ કરવાથી નાગાર્જુનને પણ તે વિદ્યા સિદ્ધ થઈ. પછી તે કૃતજ્ઞ નાગાર્જુને ત્યાંથી શત્રુંજય પર જઈ ત્યાંની તળેટીમાં પાદલિપ્તસૂરિજીના સ્મરણ માટે પાદલિપ્ત (પાલીતાણા) નામનું નગર વસાવ્યું; તથા શત્રુંજય પર તેણે શ્રી વીરપ્રભુનું જિનમંદિર બંધાવ્યું; અને તેમાં પાદલિપ્તસૂરિજીની મૂર્તિને પણ સ્થાપન ઇત્યાદિ કરીને તે સિદ્ધ નાગાર્જુને જૈન શાસનની ઘણી ઉન્નતિ કરેલી છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - 6. વિક્રમ સંવત ૧ થી ૧૩૦ સુધી (શ્રી વજરવામી, આઈસમિતજી, વજસેનાચાર્ય, જાવડશાહનો ઉદ્ધાર, આર્થરક્ષિતસૂરિ, દુબલિકા પુષ્પમિત્રસૂરિ) શ્રી વજનવામી શ્રી સિંહગિરિજી મહારાજની પાટે શ્રી વજસ્વામી બેઠા, તેમનું વૃત્તાંત નીચે મુજબ છે : અવંતી દેશમાં આવેલા તુંબવન નામે ગામમાં ધન નામે એક શેઠ વસતો હતો; તેને ધનગિરિ નામે એક પુત્ર હતો, તે બાળપણથી જ વૈરાગ્યવાન્ હતો; પરંતુ પિતાના આગ્રહથી સુનંદા નામની કન્યા સાથે તેણે લગ્ન કર્યા. કેટલેક સમયે તેણીને ગર્ભ રહ્યો; ત્યારે, ધનગિરિજીએ તો તુરત ત્યાંથી નિકળીને શ્રી સિંહગિરિજી મહારાજ પાસે દીક્ષા લીધી. નવ માસ વીત્યા બાદ સુનંદાએ એક મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો; જન્મ્યા પછી તુરત જ તે પુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું, તથા તેનું વજ એવું નામ રાખવામાં આવ્યું. એક વખતે ઘરમાં પોતાના પિતાએ દીક્ષા લીધી છે, એવી વાત સાંભળી, તેથી તેણે એવો નિશ્ચય કર્યો કે, મારે પણ જરૂર દીક્ષા લઈ આ મનુષ્ય જન્મને સફળ કરવો; પછી તેણે વિચાર્યું કે, જો હું ઘણું જ રડ્યા કરીશ, તો મારી માતા કંટાળો પામીને મને છોડી દેશે; એવા - વિચારથી તેણે અત્યંત રૂદન હંમેશાં કરવા માંડ્યું. કોઈ પણ ઉપાયથી તે રડતો બંધ થાય નહીં; હવે તે સુનંદાના ભાઈ આર્યસમિતજીએ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન ઈતિહાસ પણ સિંહગિરિજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી; એવામાં એક વખતે સિંહગિરિજી મહારાજ ધનગિરિજી આદિ પરિવાર સહિત ત્યાં. પધાર્યા ત્યારે આર્યસમિતજીએ ગુરુ મહારાજને વિનંતી કરી કે, જો આપની આજ્ઞા હોય તો આ ગામમાં અમારા સંસાર પક્ષનાં સગાંઓ રહે છે, તેમને વંદાવા માટે જઈએ, ત્યારે ગુરુ મહારાજે જ્ઞાનના બળથી જાણીને તેઓને કહ્યું કે, આજે તમને કંઈક ઉત્તમ વસ્તુનો લાભ થશે; માટે તમને જે કંઈ સચિત્ત અથવા અચિત્ત લાભ થાય, તે તમારે મારી આજ્ઞાથી ગ્રહણ કરી લેવો; પછી ધનગિરિજી વગેરે જ્યારે સુનંદાને ઘેર આવ્યા ત્યારે પડોશણે જઈ સુનંદાને કહ્યું કે, આ ધનગિરિજી આવ્યા છે, માટે તેમને આ પુત્ર કે જે તને બહુ રંજાડે છે તે આપી દે. તે સાંભળી કંટાળી ગયેલી સુનંદાએ તુરત પુત્રને હાથમાં લઈ ધનગિરિજીને કહ્યું કે, આ તમારો પુત્ર આખો દિવસ રડી રડીને મને હેરાન કરે છે, તેથી હું કંટાળી ગઈ છું, મારાથી તે સચવાતો નથી, માટે તે લઈ જાઓ, તો હું તે દુઃખથી છૂટું. તે સાંભળી ધનગિરિજીએ કહ્યું કે; તું જો આ પુત્ર અમને આપીશ તો પાછળથી તને પસ્તાવો થશે; અને અમે તો લઈ જશું, પણ પાછળથી તને પાછો મળશે નહીં. એ કહ્યા છતાં પણ કંટાળેલી સુનંદાએ તો તેને આપી દેવાનો આગ્રહ કર્યો; આથી કેટલાક પાડોશીઓને સાક્ષી રાખીને તે પુત્રને ધનગિરિજીએ પોતાની ઝોળીમાં લીધો; અને તેને લઈને ગુરુ પાસે આવ્યા. તે સમયે ગુરુ મહારાજે તે પુત્રને વધારે ભારવાળો જાણીને તેનું વજ એવું નામ કાયમ રાખીને તેનું પોષણ થવા માટે તેને સાધ્વીઓને સોંપ્યો. સાધ્વીઓએ તેને પોષવા માટે ઉત્તમ શ્રાવિકાઓને સોંપ્યો, શ્રાવિકાઓ પણ તેને ઘણી ચાહનાથી પોષવા લાગી, અનુક્રમે શ્રીવજસ્વામીને મહાતેજસ્વી તથા રૂપવાન જોઈને સુનંદા તે શ્રાવિકાઓને કહેવા લાગી કે તે મારો પુત્ર છે, માટે મને આપો ત્યારે શ્રાવિકાઓએ કહ્યું કે, અમે તે વાત જાણતા નથી, For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૪૭ અમારે ત્યાં તો ગુરુ મહારાજે થાપણ તરીકે રાખેલ છે, પરંતુ જ્યારે તેણે ઘણી હઠ લીધી ત્યારે તે શ્રાવિકાઓએ કહ્યું કે તું અમારે ઘેર આવીને સુખેથી તેને રમાડ, તથા ધવરાવ. પછી સુનંદા હંમેશાં તેમ કરવા લાગી. * આર્યસમિતાચાર્ય અચળપુર દેશમાં કન્યા અને પૂર્ણા નામની બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં કેટલાક તાપસો વસતા હતા; તેઓમાં પાદ લેપ જાણનારો એક તાપસ હતો, જે પગે લેપ કરીને જળ ઉપર પણ સ્થળની પેઠે ચાલતો હતો; તે જોઈ આશ્ચર્ય પામેલા જૈન લોકોની તે હાંસી કરતો કે, તમારા ધર્મમાં અમારા ધર્મ જેવા કોઈ પ્રભાવિક પુરૂષો નથી. એક વખતે વજસ્વામીના મામા આર્યસમિતજી ત્યાં પધાર્યા, તેમને શ્રાવકોએ તે વૃત્તાંત કહ્યું. ત્યારે આચાર્યજીએ કહ્યું કે, તે ઔષધિઓનો લેપ કરી જળ પર ચાલે છે, તેમાં કંઈ પણ દૈવિક પ્રયોગ નથી; તેની જો તમારે ખાતરી કરવી હોય તો તેને ભોજન માટે બોલાવી તેના પગ ખૂબ ઘસીને ધોઈ નાંખજો, જેથી લેપ ઊતરી જવાથી તે જળ પર ચાલી શકશે નહીં. પછી શ્રાવકોએ ઘણા જ વિનયથી તેને ભોજન માટે ઘેર લાવી, તેના પગ એવા ઘસીને ધોયા કે, તે પરના લેપનો ગંધ પણ રહ્યો નહીં; આથી તે તાપસને એટલો તો ખેદ થયો કે તેને તે ભોજન પણ બિલકુલ ભાવ્યું નહીં; પછી તેણે જાણ્યું કે, કદાચ જો થોડો ઘણો લેપ હજુ પગ પર રહ્યો હશે તો સુખેથી નદી ઊતરી જઈશ. એમ વિચારી તે નદી કિનારે આવ્યો; ત્યાં કુતૂહલ જોવાની ઇચ્છાથી ઘણા લોકો એકઠા થયા. પછી જેવો તે તાપસ નદીમાં ચાલવા લાગ્યો, તેવો જ કિનારા પર જ કમંડલુંની પેઠે ડૂબવા લાગ્યો તે જોઈ લોકોએ તેની ઠગ વિદ્યા જાણીને તેને ઘણો જ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જૈન ઈતિહાસ ધિક્કાર્યો. એવામાં ત્યાં આર્યસમિતજી મહારાજ પણ આવી પહોંચ્યા; તથા જૈન શાસનની ઉન્નતિ માટે તેમણે નદી કિનારે આવી મંત્ર જપી કહ્યું કે, હે પુત્રી ! અમારે બીજે કાંઠે જવું છે; તે વચનની સાથે તે નદીના બંને તીરો એકઠાં થઈ ગયાં, જેથી આચાર્ય મહારાજ પરિવાર સહિત સામે કિનારે આવ્યા. શ્રી આર્યસમિતજીનો એવો પ્રભાવ જોઈને તે સર્વ તાપસોએ મિથ્યાત્વ તજીને તેમની પાસે દીક્ષા લીધી, અને તે તાપસમુનિઓ તથા તેમના વંશજો બ્રહ્મદીપવાસીના નામથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ થયા. હવે અહીં વજસ્વામી જ્યારે ત્રણ વર્ષના થયા, ત્યારે ધનગિરિજી આદિ વિહાર કરતા પાછા ત્યાં આવ્યા. સુનંદાએ પ્રથમથી વિચાર કર્યો હતો કે, જ્યારે ધનગિરિજી અહીં આવશે, ત્યારે તેમને કહીને હું મારો પુત્ર પાછો લઈશ. તેથી ધનગિરિજીને આવેલા જાણીને તેમની પાસે આવી પોતાના પુત્રની માગણી કરી, ત્યારે ધનગિરિજીએ કહ્યું, અરે ! ભોળી ! અમારા ભાગ્ય વિના તેં તારી મેળે જ તે પુત્ર આપ્યો છે, તો હવે વમેલાં ભોજનની પેઠે તેને તું પાછો લેવાની શા માટે ઇચ્છા કરે છે ? લોકોએ સુનંદા પર દયા આવવાથી કહ્યું કે, આ બાબતનો ન્યાય તો રાજા કરી શકે. પછી સુનંદા લોકો સહિત રાજા પાસે ગઈ, અને ધનગિરિજી પણ સંઘ સહિત ત્યાં ગયા. ત્યારે રાજાએ બંને પક્ષની વાત સાંભળીને કહ્યું કે, જેના બોલાવવાથી આ બાળક પાસે જાય તેને તે સ્વાધીન કરવો. ત્યારે પ્રથમ સુનંદાએ ભાતભાતનાં રમકડાં, મેવા, મીઠાઈ આદિ દેખાડીને તે બાળકને બોલાવ્યો, પરંતુ વજસ્વામી તો જાતિસ્મરણ જ્ઞાનવાળા હતા, તેથી બિલકુલ તેણી પાસે ગયા નહીં. તેમણે વિચાર્યું કે જો કે માતાના ઉપકારનો બદલો તો કોઈ પણ રીતે વાળી શકાય તેમ નથી, પરંતુ આ સમયે જો હું માતા પર દયા લાવીને સંઘની For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ઉપેક્ષા કરીશ, તો શાસનની હિલના થશે, તેમ મારો સંસાર વૃદ્ધિ થશે; અને આ મારી પુણ્યશાળી માતા તો થોડો વખત દુઃખ સહન કરી છેવટે દીક્ષા લેશે. પછી ધનગિરિજીએ વજસ્વામિજીને કહ્યું કે, હે વજ! જો તમારે દીક્ષા લેવાની ઈચ્છા હોય તો તમે આ ધર્મધ્વજ રૂપ રજોહરણને ગ્રહણ કરો. તે સાંભળતાં જ વજસ્વામીએ રજોહરણ લઈને નૃત્ય કરવા માંડ્યું અને તુરત તે ધનગિરિજીના ખોળામાં જઈ બેઠા. પછી સુનંદાએ પણ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. વજસ્વામી બાળપણામાં જ અગ્યારે અંગ શીખી ગયા; એક વખતે વજસ્વામીના મિત્ર જૈભક દેવોએ તેમનું સત્વ જોઈને ખુશ થઈ વૈક્રિય લબ્ધિ તથા આકાશગામિની વિદ્યા આપી. પછી તેમણે શ્રી ભદ્રગુણાચાર્યજી પાસેથી દશ પૂર્વોનો અભ્યાસ કર્યો; કેટલાક સમય પછી સિહગિરિજી મહારાજ તેમને પોતાની પાટે સ્થાપીને સ્વર્ગે ગયા. હવે પાટલીપુત્ર નગરમાં ધન નામના એક ધનાઢ્ય શેઠની રૂકમિણી નામે મહા સ્વરૂપવાન પુત્રી હતી. એક વખતે તેણીએ કેટલીક સાધ્વીઓના મુખથી વજસ્વામીજીની ઘણી જ પ્રશંસા સાંભળી; તેથી તે મુગ્ધાએ એવી પ્રતિજ્ઞા કરી કે, મારે વજસ્વામીજીને જ પરણવું. ત્યારે તે સાધ્વીઓએ તેણીને કહ્યું કે, અરે રુક્મિણી! વજસ્વામીજીએ તો દીક્ષા લીધી છે, ત્યારે રુક્મિણીએ કહ્યું કે જો એમ છે તો હું પણ દીક્ષા લઈશ. એવામાં વજસ્વામીજી પણ વિહાર કરતા ત્યાં આવ્યા. ત્યારે પુત્રીના આગ્રહથી રુક્મિણીના પિતા રૂક્મિણીને તથા ક્રોડો સોનામહોરને સાથે લઈને વજસ્વામીજી પાસે આવ્યો, અને કહ્યું કે, આ મારી પુત્રી હઠ લઈને બેઠેલી છે, માટે તેને આપ પરણો. અને આ ક્રોડ સોનામહોરો પણ આપ ગ્રહણ કરો. ત્યારે વજસ્વામીજીએ જરા હસીને કહ્યું કે, આ સંસારના વિષયો તો ઝેર સમાન છે, માટે જો તમારી પુત્રીને મારા પર સ્નેહ હોય, તો તે પણ મારી પેઠે દીક્ષા જ ગ્રહણ કરે; એવી રીતે પ્રતિબોધવાથી રુક્મિણીએ પણ વૈરાગ્યથી Jain Educacion International For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન ઈતિહાસ દીક્ષા લીધી. એવામાં તે દેશમાં ભયંકર દુકાળ પડવાથી લોકો ધાન્ય વિના ઘણું હેરાન થવા લાગ્યા; તે વખતે સંઘે એકઠા થઈ વજસ્વામીજીને વિનંતી કરવાથી તેમણે એક મોટો પાટ તૈયાર કરાવી તે પર સંઘને બેસાડી આકાશમાર્ગે બીજા સ્થળમાં પુરી નામની નગરીમાં લઈ ગયા; કેમ કે ત્યાં સુકાળ હતો. હવે તે નગરનો રાજા બૌદ્ધધર્મી હતો; તેથી જૈન ધર્મ પર દ્વેષ રાખતો હતો. એક વખતે પર્યુષણમાં તેણે જૈન લોકોને પુષ્પો આપવાં બંધ કરાવ્યાં; ત્યારે જિનપૂજા માટે પુષ્પો નહીં મળવાથી, સંઘની વિનંતી સાંભળીને વજસ્વામીજી આકાશગામિની વિદ્યાથી પદ્મ સરોવર પ્રત્યે ગયા; તથા ત્યાં લક્ષ્મી દેવી પાસેથી સહસ્ત્ર પાંખડીઓવાળાં કમળો અને બીજાં પુષ્પો લાવ્યા. તેમનો આવો પ્રભાવ જોઈને ત્યાંનો રાજા પણ પ્રજા સહિત જૈનધર્મી થયો. એક વખતે વજસ્વામીજીને શ્લેષ્મનો વિકાર થવાથી સૂંઠનો એક ટુકડો શ્રાવકને ઘેરથી મગાવ્યો; તથા વિચાર્યું કે આહાર પાણી કર્યા બાદ હું તે વાપરીશ; એમ વિચારી તેમણે તે ટુકડો પોતાના કાન પર રાખી મેલ્યો. આહાર પાણી લીધા બાદ વિસ્મરણ થવાથી તે ટુકડો કાન પર જ રહી ગયો; સંધ્યા સમયે પ્રતિક્રમણ કરતી વેળાએ મુહપત્તિથી અંગનું પડિલેહણ કરતાં તે ટુકડો નીચે પડ્યો; ત્યારે યાદ આવવાથી તેમને ઘણો પશ્ચાત્તાપ થયો કે, અરે ! આ સંયમાવસ્થામાં મને પ્રમાદ આવ્યો ! માટે મારું સંયમ કલંકવાળું થયું, માટે હવે જીવવું વૃથા છે; એમ નિશ્ચય કરી પોતાના શિષ્ય વજસેનસૂરિજીને પોતાની પાટે સ્થાપી કહ્યું કે, આજથી બાર વર્ષોનો દુકાળ પડશે; તથા જ્યારે તમને લક્ષ મૂલ્યના ભાતમાંથી ભિક્ષા મળશે, તેને બીજે દિવસે સુકાળ થશે. એમ કહી સ્થાવર્ત પર્વત પર જઈ ત્યાં અનશન કરી સ્વર્ગે પધાર્યા. વિક્રમ સંવત ૧૧૪. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ વજનસૂરિ - વિક્રમ સંવત ૧૧૫ શ્રી વજસ્વામીની પાટે વજસેનસૂરિ થયા. તેમના સમયમાં દેશમાં બાર વર્ષોનો ભયંકર દુકાળ પડ્યો. એક વખતે વિહાર કરતા તે સોપારક નગરમાં પધાર્યા. તે નગરમાં એક જીનદત્ત નામે મહાધનાઢ્ય શ્રાવક વસતો હતો, તેને મહાગુણવાળી ઈશ્વરી નામે સ્ત્રી હતી. તેમના ઘરમાં દ્રવ્ય તો ઘણું હતું, પરંતુ દુકાળના કારણે ધાન્ય નહોતું, તેથી તેણીએ પોતાના કુટુંબને કહ્યું કે, હવે વધારે ધાન્ય ન હોવાથી આજે તો આપણે સર્વેએ વિષમિશ્રિત ભોજન કરવું, તથા પંચપરમેષ્ટીનું ધ્યાન ધરીને સમાધિપૂર્વક મૃત્યુનું આલંબન લેવું. કુટુંબે પણ તે વાત માન્ય રાખ્યાથી તેણીએ એક લાખ સોના મહોરોની કિંમતના ચોખા રાંધ્યા, તથા તેમાં વિષ ભેળવવાની તૈયારી કરે છે, તેટલામાં શ્રી વજસેનસૂરિજી ગોચરી માટે ત્યાં આવ્યા. તેમને જોઈ ઈશ્વરીએ ઘણા જ ભાવથી તે ભાત વોરાવીને પોતાનું લક્ષમૂલ્ય પાકનું સઘળું સ્વરૂપ કહી બતાવ્યું, ત્યારે આચાર્યજી મહારાજે કહ્યું કે, તે ભાગ્યવતી ! હવે તમે જરા પણ ફિકર કરો નહીં; આવતી કાલતી. સુકાળ થશે. તે વાત સાંભળી અત્યંત ખુશ થયેલી તે ઈશ્વરીએ તે દિવસ તો એક ક્ષણની પેઠે વ્યતીત કર્યો; પ્રભાત થતાં જ ત્યાં અનાજનો જથ્થો ભરીને વણજારાની પોઠો આવવાથી સુકાળ થયો. પછી તે જિનદત્ત શેઠે પણ પોતાનું દ્રવ્ય શુભ માર્ગે ખર્ચીને કુટુંબ સહિત શ્રીવજસેનસૂરિજી પાસે દીક્ષા લીધી. આર્યરક્ષિતજી તથા દુર્બનિકાપુષ્પ વગેરે જયારે દશપુર નગરમાં ઉદાયન રાજા રાજય કરતો હતો, ત્યારે ત્યાંના રહેવાસી સોમદેવ પુરોહિતની સ્ત્રી રૂદ્રસોમાની કુલિએ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ આર્યરક્ષિત તથા ફલ્યુરક્ષિત નામના બે પુત્રોનો જન્મ થયો હતો; તેઓ વેદશાસ્ત્ર આદિમાં મહાપારગામી હતા; તેઓમાંના . આર્યરક્ષિતજીએ પાટલીપુત્રમાં જઈ ઉપનિષદ્ આદિનો ઘણો અભ્યાસ કર્યો ત્યાંથી પાછા આવી પોતાની માતાને જ્યારે તેમણે નમસ્કાર કર્યા, ત્યારે માતા જૈનધર્મી હોવાથી તે વખતે સામાયિક વ્રતમાં હતી; તેથી તેણીએ તેમને તે સમયે આશિષ આપી નહીં. ત્યારે આર્યરક્ષિતજીએ વિચાર્યું કે, જે વિદ્યાથી મારી માતાને ખુશી ન ઊપજી, તે વિદ્યાને પણ ધિક્કાર છે ! પછી સામાયિક સંપૂર્ણ થયા બાદ તેમની માતાએ આર્યરક્ષિતજીને કહ્યું કે હે પુત્ર ! આ સંસાર વધારનારી વિદ્યાથી હું ખુશ થાઉં નહીં; પરંતુ હાલમાં આપણા સેલડીના વાઢમાં તોસલીપુત્ર નામે આચાર્ય પધાર્યા છે, તેમની પાસે મોક્ષ સુખ આપનારા દૃષ્ટિવાદનો જો તું અભ્યાસ કરે, તો હું ખુશ થાઉં. તે સાંભળીને તે તો લીપુત્ર આચાર્ય પાસે ગયા, તથા દીક્ષા લઈ પૂર્વોનો અભ્યાસ કરવા લાગ્યા; તથા બાકીનો અભ્યાસ તેમણે વજસ્વામીજી પાસે કર્યો; એવી રીતે તેમણે સાડા નવ પૂર્વોનો અભ્યાસ કર્યો, છેવટે તેમની માતા રૂદ્રસીમાએ પોતાના પુત્રને બોલાવવા માટે ફલ્યુરક્ષિતજીને મોકલ્યા; પરંતુ તે ફલ્યુરક્ષિતે પણ આર્યરક્ષિતજીનો પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. છેવટે આર્યરક્ષિતજીએ અભ્યાસથી કંટાળીને વજસ્વામીજીને કહ્યું કે, હે ભગવન્! હવે હું વળી બીજી વખતે આવીને બાકીનો અભ્યાસ સંપૂર્ણ કરીશ. ત્યારે વજસ્વામીએ જ્ઞાનબળથી જાણ્યું કે હવે તો મારું આયુષ્ય થોડું છે, માટે હવે આ આર્યરક્ષિતજીને પણ આટલાં જ પૂર્વે આવડશે; એમ વિચારી વજસ્વામીજીએ તેમને જવાની આજ્ઞા આપી. પછી આર્યરક્ષિતજી મહારાજ પણ વિહાર કરી દશપુરમાં આવી પોતાની માતાને મળ્યા; તથા પોતાના પિતાજીને પ્રતિબોધ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ પ૩ આપીને દીક્ષા દીધી; તથા તેમને શુદ્ધ સંયમધારી બનાવ્યા. હવે તે ગચ્છમાં ધૃતપુષ્પમિત્ર, વસપુષ્પમિત્ર તથા દુર્બનિકાપુષ્પમિત્ર નામે ત્રણ મુનિરાજો શાસ્ત્રના પારગામી હતા. ધૃતપુષ્પમિત્રને વૃતની લબ્ધિ હતી, વસ્ત્રપુષ્પમિત્રને વસ્ત્રોની લબ્ધિ હતી; તથા દુર્બનિકાપુષ્પમિત્ર ઘી, દૂધ આદિ પુષ્ટ પદાર્થોની હતી; જો કે તે ઘણું ભોજન કરતા તો પણ તેમનો અભ્યાસમાં એટલો બધો શ્રમ હતો, કે તેઓ હંમેશાં દુર્બળ જ રહેતા. વળી તે આર્યરક્ષિતજી મહારાજના ગચ્છમાં દુર્બલિકાપુષ્પમિત્ર, વિધ્ય, ફલ્યુરક્ષિત, અને ગોષ્ટામાહિલ એ ચારે મહાવિદ્વાન મુનિઓ હતા. આર્યરક્ષિતજી મહારાજે આગામી કાળમાં મનુષ્યોની ઘટતી બુદ્ધિ જાણીને તે માટે શાસ્ત્રોના ચાર અનુયોગો સ્થાપ્યા; અંગ, ઉપાંગ, મૂળ ગ્રંથ તથા છેદસૂત્રોને ચરણકરણાનુયોગમાં દાખલ કર્યા, ઉત્તરાધ્યયનાદિને ધર્મકથાનુયોગમાં દાખલ કર્યા, સૂર્યપન્નતિ આદિને ગણિતાનુયોગમાં દાખલ કર્યા, તથા દષ્ટિવાદને દ્રવ્યાનુયોગમાં દાખલ કર્યો. આર્યરક્ષિતજી મહારાજે પોતાની પાટે દુર્બનિકાપુષ્પમિત્રજીને સ્થાપ્યા; આથી ગોષ્ટામાહિલને ઈર્ષા થઈ, અને તેથી તે ગચ્છથી વિપરીતપણે વર્તીને સાતમા નિcવ તરીકે પ્રસિદ્ધ થયા. (વિક્રમ સંવત ૧૧૪) શણુંજયનો જાવડશાહે કરેલો તેરમો ઉદ્ધાર (વિક્રમ સંવત ૧૧૮) - શ્રી વજસ્વામીના વખતમાં વિક્રમ સંવત ૧૦૮ માં જાવડશાહ નામના શેઠે શ્રી શત્રુંજય તીર્થનો તેરમો ઉદ્ધાર કર્યો; તથા ત્યાં મૂળ ' ' નાયકજીની પ્રતિમાની શ્રી વજસ્વામીએ પ્રતિષ્ઠા કરી. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ | વિક્રમ સંવત ૧૨૫ કોરંટ નગરમાં નાહડ મંત્રીએ જિનમંદિર બંધાવ્યું, તથા તેમાં જજિગસૂરિએ બિંબોની પ્રતિષ્ઠા કરી. વિક્રમ સંવત ૧૩૦ સત્યપુરના જિનમંદિરમાં જસ્જિગસૂરિએ જિન બિંબોની પ્રતિષ્ઠા કરી. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ વિક્રમ સંવત ૧૩૧ થી ૫૧૦ (દિગંબરોની ઉત્પત્તિ, શ્રી ચંદ્રસૂરિ, સામંતભદ્રસૂરિ, શ્રી વૃદ્ધદેવસૂરિ, શ્રી પ્રધોતનસૂરિ, શ્રી માનદેવસૂરિ, માનતુંગસૂરિ, શ્રી વીરસૂરિ, શ્રી જયદેવસૂરિ, શ્રી દેવાનંદસૂરિ, મલ્લવાદીઆચાર્ય, બૌદ્ધોનો પરાજય, શિલાદિત્ય રાજા, વલ્લભીપુરનો ભંગ, શત્રુંજય માહાત્મ્યની રચના, વિક્રમસૂરિ, નરસિંહસૂરિ, સમુદ્રસૂરિ, માનદેવસૂરિ, દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ, જૈન સિદ્ધાંતોનું પુસ્તકારૂઢ થવું વગેરે) દિગંબરોની ઉત્પત્તિ (વિક્રમ સંવત ૧૩૯) શિવભૂતિ અથવા (સહસ્રમલ્લ) નામે એક માણસ રથવીર નામના નગરમાં રહેતો હતો; અને ત્યાંના રાજાની નોકરી કરતો હતો. એક વખતે રાત્રિએ કોઈ કારણસર તેની માતાએ તેને ઠપકો દેવાથી તે ઘર છોડીને ચાલતો થયો તથા જૈનોના ઉપાશ્રયમાં જઈ ત્યાં રહેલા આર્યકૃષ્ણ નામના આચાર્યજી પાસે તેણે દીક્ષા લીધી. એક વખતે ત્યાંના રાજાએ ખુશ થઈને તેને એક રત્નકંબલ (કિંમતી શાલ) આપી. તે ૫૨ તેને ઘણો મોહ લાગ્યો; તેથી ગુરુ મહારાજે તેને ઠપકો આપ્યો કે, આવી કિંમતી શાલ મોહનું કારણ હોવાથી સાધુએ રાખવી ન જોઈએ; એમ કહ્યા છતાં પણ તેણે તે શાલ તજી નહીં; આ શ્રી ગુરુમહારાજે એક વખતે તેની ગેરહાજરી દરમ્યાન તે કિંમતી શાલ ફડાવીને ફેંકી દેવરાવી; આથી તે સહસ્રમલ્લને ગુસ્સો આવ્યો, અને તે ગુસ્સાના આવેશમાં તેણે ગુરુને કહ્યું કે, જો એમ છે, તો સાધુએ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ બિલકુલ વસ્ત્ર રાખવાં ન જોઈએ, એવી રીતે ગુરુ સાથે કલેશ કરીને તે ત્યાંથી ચાલતો થયો. તે સમયે તેની બહેન ઉત્તરા પણ તેની સાથે ગઈ; સહસ્રમલે નગ્ન રહેવાનો વિચાર કર્યો અને તે સાથે તેની બહેને પણ નગ્ન રહેવાની ઈચ્છા વ્યક્ત કરી; પરંતુ સહસ્રમલ્લે વિચાર્યું કે સ્ત્રી જાતિ જો નગ્ન રહેશે, તો તેથી ઘણો ગેરફાયદો થશે; એમ વિચારી તેણે પોતાની બહેનને કહ્યું કે, સ્ત્રી જાતિને કંઈ મોક્ષ મળતો નથી; પછી તેણે પોતાના દિગંબરમતનો ફેલાવો કરવા માંડ્યો એવી રીતે દિગંબરમતની ઉત્પત્તિ મહાવીરપ્રભુ પછી ૬૦૯ વર્ષે એટલે વિક્રમ સંવત ૧૩૯ માં થયેલી છે. શ્રી ચંદ્રસૂરિ ચંદ્રગચ્છની સ્થાપના શ્રી વજસેનસૂરિને પાટે શ્રી ચંદ્રસૂરિ થયા; તેમના સમયમાં કોટિ ગચ્છનું ચંદ્રગચ્છ નામ પડ્યું. સામંતભદ્રસૂરિ, વનવાસી ગચ્છની સ્થાપના શ્રી ચંદ્રસૂરિની પાટે સામંતભદ્રસૂરિ થયા; તે આચાર્ય પરમ વૈરાગ્યવાળા હોવાથી વનમાં વસતા, તેથી ગચ્છનું ફરીને વનવાસી ગચ્છ નામ પડ્યું. શ્રી વૃદ્ધદેવસૂરિ, પ્રધોતનસૂરિ સામંતભદ્ર આચાર્યજીની પાટે શ્રીવૃદ્ધદેવસૂરિ થયા, તથા તેમની પાટે પ્રદ્યોતનસૂરિ થયા. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૫૭ માનદેવસૂરિ શ્રી પ્રદ્યોતનસૂરિની પાટે માનદેવસૂરિ થયા, તેમનું વૃત્તાંત એવું છે કે, સપ્તશતી નામના દેશમાં એક કોરંટક નામે ગામ હતું, ત્યાં અત્યંત મનોહર શ્રી મહાવીરપ્રભુનું મંદિર હતું. તે મંદિરમાં દેવચંદ્ર નામે એક મહાવિદ્વાન ચૈત્યવાસી ઉપાધ્યાય વસતા હતા. એક દહાડો શ્રી સર્વદેવસૂરિ ત્યાં પધાર્યા, અને દેવચંદ્રજી ઉપાધ્યાયજીને ચૈત્યવ્યવહારથી છોડાવીને યોગ્ય જાણી તેમણે તેને સૂરિપદ આપી દેવસૂરિના નામથી પ્રસિદ્ધ કર્યા; તે દેવસૂરિ મહારાજ પણ પોતાની માટે પ્રદ્યોતનસૂરિને સ્થાપીને અનુક્રમે અનશન કરી સ્વર્ગે પધાર્યા; હવે તે નગરમાં એક જિનદત્ત નામે ધનાઢ્ય શાહુકાર વસતો હતો, તેને ધારિણી નામે મહાધાર્મિક સ્ત્રી હતી; તેઓને માનદેવ નામે અત્યંત બુદ્ધિવાન પુત્ર હતો. તે માનદેવે વૈરાગ્યથી પ્રદ્યોતનસૂરિજી પાસે પોતાની માતાપિતાની આજ્ઞા લઈ દીક્ષા લીધી. છેવટે તે માનદેવ મુનિ અગ્યાર અંગો વગેરે શાસ્ત્રોમાં પારંગામી થઈ બહુશ્રુત થયા; પછી તેમને યોગ્ય જાણીને પ્રદ્યોતનસૂરિજીએ પોતાની પાટે સ્થાપ્યા; તે માનદેવસૂરિજીના બ્રહ્મચર્યના પ્રભાવથી જયા અને વિજયા નામની બે દેવીઓ તેમને વાંદવા માટે આવતી. તે સમયે પાંચસો જિનમંદિરવાળી તક્ષશિલા નગરીમાં મરકીનો ઉપદ્રવ થયો, તેથી ત્યાં હજારો મનુષ્યો મરણ પામવા લાગ્યા, તેથી ત્યાંના જિનમંદિરોની પૂજા થતી અટકી ગઈ; અને સર્વ સંઘ ચિંતાતુર થયો; અને વિચારવા લાગ્યો કે, અરે ! આ સમયે સર્વ શાસનરક્ષક દેવો પણ આપણા અભાગ્યથી નજરે પડતા નથી. તે સમયે શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ સંધને કહ્યું કે, મ્લેચ્છોના વ્યંતરોએ સર્વ દેવીઓને ઉપદ્રવ કર્યો છે, માટે અમે અશક્ત થયા છીએ; અને આજથી ત્રીજે વર્ષે આ નગરીનો તુરૂષ્ક લોકો નાશ કરશે. તો પણ સંઘના રક્ષણ માટે હું For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન ઈતિહાસ તમને એક ઇલાજ બતાવું છું, તે એ છે કે, નાડોલ નામના શહેરમાં હાલ મહાપ્રભાવિક શ્રીમાનદેવસૂરિ બિરાજે છે, તેમને અત્રે . બોલાવીને તેઓના ચરણોદકથી તમારાં ઘરો ધોઈને સાફ કરજો, જેથી તમોને ઉપદ્રવ થશે નહીં; વળી તે ઉપદ્રવ જેવો શાંત થાય છે, તમે સઘળા કોઈ બીજા દેશાવરમાં જઈ રહેજો; એટલું કહી શાસનદેવી અંતર્ધાન થયા. હવે તે સંઘે તુરત એક વરદત્ત નામના શ્રાવકને વિનંતીપત્ર આપી આચાર્યજી પાસે મોકલ્યો; તે વીરદત્ત તુરંત નાડોલમાં આવી આચાર્યજી પાસે ગયો, તે વખતે જયા અને વિજયા દેવીઓ પણ સ્ત્રીઓનું રૂપ કરીને ત્યાં આચાર્યજી પાસે એકાંતમાં બેઠેલી હતી. તે જોઈ મુગ્ધ વીરદત્તે વિચાર્યું કે, “અરે ! આ તો શાસનદેવીએ આપણને ઠગ્યા છે; કેમ કે આવા સ્ત્રીલોલુપી આચાર્ય તો ફક્ત મને આવતો જાણીને ફોકટ ધ્યાનનો ડોળ ધારણ કરેલો લાગે છે. પછી જ્યારે આચાર્યજીનું ધ્યાન સંપૂર્ણ થયું, ત્યારે તે વરદત્ત તેમની પાસે ગયો, તથા અવજ્ઞાપૂર્વક તેણે આચાર્યજીને નમસ્કાર કર્યા; તેની તે ચેષ્ટાથી ક્રોધાતુર થયેલી દેવીઓએ તેને અદશ્ય બંધનોથી બાંધી તાડના કરવા માંડી, પણ આચાર્યજીએ દયાથી તેને છોડાવ્યો, ત્યારે જયાદેવીએ તે શ્રાવકને કહ્યું કે, અરે અધમ શ્રાવક ! દેહધારી ચારિત્ર સરખા આ શ્રીમાનદેવસૂરિના મહાભ્યને તું જાણતો નથી? આ સમયે જો આ આચાર્ય મહારાજે તારી દયા ન કરી હોત, તો તને તો અમોએ ક્યારનોયે યમને કાર પહોંચાડ્યો હોત. અરે ચંડાળ ! હવે તું બોલ ? કે અહીં શા માટે આવેલો છે? તે સાંભળી થરથરતા વીરદત્તે હાથ જોડીને કહ્યું કે, તે માતાઓ ! આપ મને ક્ષમા કરો. મને અહીં તક્ષશિલાના સંઘે મોકલાવ્યો છે, કેમ કે ત્યાં હાલ મરકીનો મોટો ઉપદ્રવ ચાલે છે; તે શાંત કરાવવા માટે સંઘની આજ્ઞાથી હું આચાર્યજી મહારાજને તેડી જવા માટે આવ્યો છું. તે સાંભળી વિજયા દેવીએ કહ્યું કે, અરે દુખ ! For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ - ૫૯ જૈન ઈતિહાસ તારા જેવા શાસનનું છિદ્ર જોવાવાળા જ્યાં શ્રાવકો વસે છે, ત્યાં ઉપદ્રવ થાય તેમાં શી નવાઈ છે? વળી તારા જેવા જ ત્યાં શ્રાવકો હશે, માટે હું આવા મહાન્ પ્રભાવિક આચાર્યજીને ત્યાં મોકલી શકતી નથી. તે સાંભળી આચાર્યજીએ દેવીઓને કહ્યું કે, સંઘની આજ્ઞા આપણે મસ્તકે ચડાવવી જ જોઈએ; માટે આપણે અહીં રહીને પણ તેઓનો ઉપદ્રવ દૂર કરવો; એમ વિચારી તેમણે લઘુ શાંતિસ્તવ રચીને તે વીરદત્તને આપ્યું અને કહ્યું કે, આ સ્તવનનો પાઠ ભણવાથી સર્વ ઉપદ્રવ નષ્ટ થશે. પછી તે વીરદત્તે તક્ષશિલામાં જઈને સર્વ વૃત્તાંત સંઘને નિવેદન કરી તે સ્તોત્ર તેમને સ્વાધીન કર્યું, અને તે સ્તોત્રના પાઠથી સંઘનો સર્વ ઉપદ્રવ નષ્ટ થયો. છેવટે તે ઉપદ્રવ નષ્ટ થયા બાદ સંઘના લોકો તે નગર છોડીને જુદે જુદે સ્થાનકે ગયા; અને ત્રણ વર્ષ વીત્યા બાદ તે નગરીનો તુરુષ્ક લોકોએ નાશ કર્યો. તે નગરીના ભોંયરાઓમાં હજુ પણ પિત્તળ આદિની જિનમૂર્તિઓ છે, એમ વૃદ્ધવાદ ચાલ્યો આવે છે. એવી રીતે શ્રીમાનદેવસૂરિજીએ રચેલું શાંતિસ્તવ હજુ પણ ક્ષુદ્ર ઉપદ્રવોને નાશ કરનારું પ્રસિદ્ધ છે. માનતુંગસૂરિ શ્રીમાનદેવસૂરિજીની પાટ પર માનતુંગસૂરિ થયા; તેમનું વૃત્તાંત એવું છે કે, વારાણસી નગરીમાં હર્ષદવ નામે રાજા હતો; ત્યાં એક ધનદેવ નામે બ્રહ્મક્ષત્રિય જાતિનો એક શેઠ રહેતો હતો; તેને માનતુંગ નામે એક મહાબુદ્ધિવાન પુત્ર હતો. તેણે એક દહાડો ત્યાંના દિગંબર સાધુ પાસે ધર્મ દેશના સાંભળીને વૈરાગ્યથી દિગંબરી દીક્ષા લીધી; અને તેમનું મહાકીર્તિ નામ રાખવામાં આવ્યું; એક દહાડો તેમને શ્વેતાંબર મતને માનનારી તેમની બહેને ભક્તિથી ગોચરી માટે નિમંત્રણ કર્યું, અને તેથી તે મહાકીર્તિ તેમને ઘેર ગયા; તે વખતે For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ તેમના કમંડલુમાં કેટલાક સંમૂર્ણિમ જંતુઓને જોઈ તેની બહેને ઉપદેશ આપ્યો કે, શ્વેતાંબર મુનિઓનો આચાર અતિ ઉત્તમ છે; અને તે આચારથી જ મોક્ષ મળે છે. હવે તે વાત મહાકીર્તિજીને પણ ધ્યાનમાં ઊતરી, અને તેથી કેટલેક કાળે ત્યાં પધારેલા અજિતસિંહસૂરિજીની પાસે તેમણે ફરીને શ્વેતાંબરી જૈન દીક્ષા લીધી, તથા તેમનું માનતુંગસૂરિ નામ રાખવામાં આવ્યું. પછી તેમણે ગુરુમુખથી કેટલીક ચમત્કારી વિદ્યાઓનો અભ્યાસ કર્યો. વળી તે જ નગરમાં એક મહાવિદ્વાન અને રાજાનો માનીતો મયૂર નામે બ્રાહ્મણ વસતો હતો, તેને વિદ્યા, રૂપ તથા શીલ આદિ અનેક ગુણોવાળી એક પુત્રી હતી; તે પુત્રીને તેણે ત્યાંના જ રહેવાસી એક બાણ નામના મહાવિદ્વાનની સાથે પરણાવી. એક દહાડો તેણીને પોતાના ભર્તાર સાથે કલેશ થવાથી તે રીસાઈ ગઈ; અને તે માટે તેણીને તેણીના પિતા મયૂરે ઠપકો આપ્યો, તેથી તેણીએ શ્રાપ આપીને પોતાના પિતાને કુષ્ટી કર્યો. હવે બાણને પણ ઈર્ષા આવવાથી તેણે રાજાને કહ્યું કે, મયૂરને તો કુટનો રોગ થયો છે, તેથી તેને સભામાં આવતો બંધ કરવો. રાજાએ પણ તેમ કર્યાથી મયૂરે ખેદ પામીને સૂર્યનું સ્તુતિપૂર્વક આરાધન કર્યું, તેથી સૂર્યે તેના રોગને નષ્ટ કર્યો; તે જોઈ રાજાને આશ્ચર્ય થયું, અને તેથી તેણે બાણને કહ્યું કે તું પણ જો ખરો વિદ્વાન હો તો મને કંઈક તેવું આશ્ચર્ય બતાવ. પછી તેણે પણ પોતાના હાથપગ છેદાવીને ચંડીનું સ્તુતિપૂર્વક આરાધના કરી તે હાથપગ પાછા મેળવ્યા. તે જોઈ રાજા આશ્ચર્ય પામી કહેવા લાગ્યો કે, આજના સમયમાં બ્રાહ્મણો સિવાય કોઈ પણ પાસે આવી ચમત્કારી વિદ્યા નથી. તે સાંભળી જૈન મંત્રીએ રાજાને કહ્યું કે, હે સ્વામી! આપણા નગરમાં, જે માનતુંગસૂરિ નામના જૈન શ્વેતાંબર આચાર્ય છે, તે પણ મહાપ્રભાવિક છે. પછી રાજાએ શ્રી માનતુંગસૂરિજીને બોલાવીને પોતાને કંઈક ચમત્કાર બતાવવા માટે વિનંતી કરી; અને તેથી આ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ જેને ઈતિહાસ આચાર્યજીએ ભક્તામર નામનું ચુમ્માનીશ કાવ્યોવાળું સ્તોત્ર રચીને પોતાની ચુમ્માલીશ બેડીઓ તેના પ્રભાવથી તોડીને રાજાને વિસ્મિત કર્યો, અને છેવટે રાજાને ધર્મોપદેશ આપીને જૈનધર્મી ર્યો. વળી તેમણે ઉપદ્રવોને હરનારું ભયહર સ્તોત્ર રચેલું છે. આ પ્રભાવિક આચાર્યજીએ માળવાના મોટા ભોજરાજાને પ્રતિબોધ્યા હતા. શ્રી વીરસૂરિ, વિક્રમ સંવત ૩૦૦ શ્રી માનતુંગસૂરિની પાટે શ્રી વીરસૂરિ થયા, તેમણે નાગપુરમાં વિક્રમ સંવત ત્રણસોમાં શ્રી નમિનાથજીના બિંબની સ્થાપના કરી છે. શ્રી જયદેવસૂરિ, દેવાનંદસૂરિ શ્રી વીરસૂરિજીની પાટે શ્રી જયદેવસૂરિ થયા, તથા તેમની પાટે શ્રી દેવાનંદસૂરિ થયા. શ્રી મલ્લીવાદી આચાર્ય, શિલાદિત્ય રાજા, તથા બદ્ધોનો થયેલો પરાજય, વલ્લભીપુરનો ભંગ (વિક્રમ સંવત ૩૧૪ થી ૩૦૫) ભૃગુકચ્છ નામના નગરમાં શ્રી જિનાનંદ નામે એક શ્વેતાંબરી આચાર્ય વસતા હતા, ત્યાં આનંદ નામના એક બૌદ્ધ વાદીએ તેમને વિતંડાવાદથી જીતવાથી તે વલ્લભીપુરમાં આવીને રહ્યા. ત્યાં દુર્લભદેવી નામની એક તેમની બહેન રહેતી હતી. તેણીને જિતયશા, યક્ષ અને મલ્લ નામે ત્રણ પુત્રો હતા. દુર્લભદેવીએ વૈરાગ્ય થવાથી For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જૈન ઈતિહાસ તે ત્રણ પુત્રો સહિત જિનાનંદસૂરિજી પાસે દીક્ષા લીધી. પછી તે સર્વે વ્યાકરણાદિ સર્વ શાસ્ત્રોમાં પારંગામી થયા. હવે પૂર્વે થયેલા આચાર્યોએ જ્ઞાનપ્રવાદ નામના પૂર્વમાંથી નયચક્ર નામનું શાસ્ત્ર ગુંચ્યું હતું, તે નયચક્ર સિવાય ગુરુ મહારાજે તેમને સર્વ શાસ્ત્રો ભણાવ્યાં. એક વખતે ગુરુ મહારાજને કોઈ કારણથી બીજે ગામ જવાનું થયું; ત્યારે તેમણે વિચાર્યું કે, આ મહાબુદ્ધિવાન મલ્લ કદાચ તેના બાલ્યપણાથી પાછળથી જો આ નયચક્રનું પુસ્તક વાંચશે, તો ઉપદ્રવ થશે, એમ વિચારી તેમની માતાની સમક્ષ તેમણે મલ્લને કહ્યું કે, હું વત્સ ! આ પુસ્તક તમે ખોલીને વાંચશો નહીં, કેમ કે તેથી કદાચ મોટો ઉપદ્રવ થવાનો સંભવ છે. ગુરુના ગયા બાદ તે મલ્લે પોતાની માતાની નજર ચુકાવીને તે પુસ્તક ખોલીને તેનો એક શ્લોક વાંચ્યો; પણ એટલામાં શ્રુતદેવતાએ તે પુસ્તક તેની પાસેથી ખુંચવી લીધું તે જોઈ મલ્લ ઝંખવાણો પડી ગયો, અને તેની માતાએ તેનું કારણ પૂછયાથી તેણે તે વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી તેની માતા તથા સઘળો સંઘ પુસ્તક ગુમ થવાથી બહુ દિલગીર થયો; પછી તે મલ્લે શ્રુતદેવતાનું પર્વતની ગુફામાં રહી તપસ્યાપૂર્વક આરાધન કરવા માંડ્યું, પછી એક દહાડો તુષ્ટમાન થયેલ મૃતદેવતાએ તેની પરીક્ષા માટે અદશ્ય રહી તેને પૂછ્યું કે, આજે તે શાનું ભોજન કર્યું છે? ત્યારે તેણે કહ્યું કે, વાલનું. પછી છ માસ બાદ ફરીને તે દેવતાએ તેને પૂછ્યું કે, શાની સાથે ? ત્યારે મહાસ્મરણ શક્તિવાળા તેણે કહ્યું કે, ગોળ, ઘીની સાથે. તે સાંભળી શ્રુતદેવતાએ પ્રત્યક્ષ થઈ તેને કહ્યું કે, કંઈક વરદાન માગ. ત્યારે મલ્લે કહ્યું કે, તે નયચક્રનું પુસ્તક મને પાછું આપો, તે સાંભળી શ્રુતદેવતાએ કહ્યું કે, તે ગ્રંથ પ્રગટ કરવાથી વૈષી દેવો ઉપદ્રવ કરે તેમ છે, માટે હું તને એવું વરદાન આપું છું કે, તે ગ્રંથના ફક્ત એક જ શ્લોકથી તને તે ગ્રંથનો સર્વ અર્થ ધ્યાનમાં આવશે; એમ કહી તે દેવ અંતર્ધાન થયા. પછી એક દહાડો શ્રી For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ જિનાનંદસૂરિ ત્યાં પધાર્યા, અને સંઘની આજ્ઞાથી તેમણે મલ્લને સૂરિપદ આપ્યું; હવે ત્યાં જીતયશાએ પ્રમાણ ગ્રંથ રચ્યો, તથા યક્ષે નિમિત્ત સંહિતા બનાવી. એક વખતે મલ્લસૂરિએ વૃદ્ધ મુનિઓ પાસેથી સાંભળ્યું કે, બૌદ્ધોએ ભૃગુકચ્છમાં પોતાના ગુરુનો તિરસ્કાર કર્યો હતો, તે સાંભળી તે તુરત ભરૂચમાં આવ્યા, તથા ત્યાના સંઘે તેમનું ઘણું જ સન્માન કર્યું. મલ્લસૂરિને ત્યાં આવેલા જાણીને બૌદ્ધાચાર્ય આનંદ અત્યંત ગર્વિષ્ટ થયો. છેવટે ત્યાં રાજાની સભા સમક્ષ મલસૂરિએ તે બૌદ્ધાચાર્યનો પરાજય કર્યો અને તેથી શાસનદેવીએ તેના પર પુષ્પવૃષ્ટિ કરી. રાજાએ પણ મલસૂરિને મહોત્સવપૂર્વક વાદીનું બિરુદ આપીને બૌદ્ધોને પોતાના રાજયમાંથી કાઢી મેલ્યા. છેવટે શોકનો માર્યો તે આનંદ નામનો બૌદ્ધાચાર્ય પણ ત્યાં જ મરણ પામ્યો; પછી તે મેલવાદીસૂરિએ પોતાના ગુરુને ત્યાં બોલાવ્યા, તથા સર્વ સમક્ષ નયચક્રનું વ્યાખ્યાન કર્યું તેમ તેમણે ચોવીસ હજાર શ્લોકોનું પદ્મચરિત્ર (જૈન રામાયણ) બનાવ્યું. વળી, તેમણે ધર્મોત્તરાચાર્યે કરેલા ન્યાયબિંદુ પર ટીકા રચી છે. આ મલવાદી આચાર્ય વિક્રમ સંવત ત્રણો ચૌદમાં વિદ્યમાન હતા. શિલાદિત્ય રાજા ગુજરાતમાં ખેડા નામના નગરમાં દેવાદિત્ય નામે એક વેદાંતી બ્રાહ્મણ વસતો હતો, તેને સુભગા નામે એક બાળ વિધવા પુત્રી હતી; તેણીને કોઈક ગુરૂએ સૌર નામનો મંત્ર આપ્યો હતો; તે મંત્રથી ખેંચાયેલા સૂર્યે તેણીની પાસે આવી, તે સાથે કામ વિકારથી સંભોગ - " કર્યો અને તેથી તેણીને ગર્ભ રહ્યો. અનુક્રમે તેણીના પિતાને તેણીનો ગર્ભ સંબંધી વૃત્તાંત જણાવાથી તે દિલગિર થયા, અને તેણીને તે કહેવા લાગ્યા કે અરે દુષ્ટ ! તે આ નિંદાલાયક શું કાર્ય કર્યું? ત્યારે For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ६४ જૈન ઈતિહાસ તેણીએ હાથ જોડીને પિતાને સૂર્ય સંબંધી વૃત્તાંત કહ્યું. પછી તે દિવાદિત્યે તેણીને વલ્લભીપુરમાં મોકલી આપી. ત્યાં તેણીએ એક પુત્રને અને એક પુત્રીને જન્મ આપ્યો; એમ કરતાં આઠ વર્ષ નિકળી ગયાં. એક વખતે નિશાળમાં ભણતાં તેઓને નિશાળીયાઓ સાથે ક્લેશ થવાથી કોઈએ તેને નબાપાનું મેણું આપ્યું, તેથી મનમાં ખેદ લાવી ઘેર આવી તે પુત્રે માતાને પૂછવાથી માતાએ સઘળું વૃત્તાંત કહ્યું. તે સાંભળી તેણે જ્યારે આપઘાત કરવાની ઇચ્છા કરી, ત્યારે સાક્ષાત સૂર્યે આવી તેને કહ્યું કે, હે વત્સ હું તારો પિતા છું, અને તેને જે કોઈ પરાભવ કરશે, તેનો હું વિનાશ કરીશ; એમ કહી સૂર્યે તેને એક કાંકરો આપી કહ્યું કે આ કાંકરો નાખવાથી તુરત તારા શત્રુનું મૃત્યુ થશે. પછી તે બાળક જે જે નિશાળીયાઓ તેને રંજાડતા હતા, તેઓને તે કાંકરાથી તેને માર્યા, છેવટે તે વૃત્તાંત વલ્લભીપુરના રાજાને માલુમ પડવાથી ક્રોધાયમાન થઈ તેણે તેને સભામાં બોલાવ્યો, અને કહ્યું કે, અરે ! દુષ્ટ તું બાળકોને કેમ મારે છે? ત્યારે તેણે કહ્યું કે, એટલું જ નહીં, પણ હું તો રાજાને પણ મારી શકું છું. એમ કહી તેણે કાંકરો નાંખી તે રાજાને પણ મારી નાંખ્યો. પછી ભય પામેલા પ્રધાન આદિએ તેનું શિલાદિત્ય નામ પાડી, તેને રાજગાદીએ બેસાડ્યો, તે શિલાદિત્ય રાજા પ્રથમ જૈનધર્મી હતા, તથા તેણે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો છે. એક વખતે મહાતર્કવાદી બૌદ્ધાચાર્યે શિલાદિત્યને કહ્યું કે, અમારી સાથે શ્વેતાંબરો વિવાદ કરે; જો તેઓ હારે તો તેઓ દેશપાર થાય અને જો અમે હારીએ તો અમે દેશપાર થઈએ; પછી તેઓ સાથે શ્વેતાંબરોને વાદ થયો. તેમાં શ્વેતાંબરો હારવાથી તે શિલાદિત્ય રાજા બૌદ્ધધર્મી થયા; તથા શત્રુંજયનું તીર્થ પણ બૌદ્ધને સ્વાધીન થયું; આ બાબતની મલ્લવાદીજીને ખબર મળવાથી મલ્લવાદીજીએ ત્યાં આવી ફરીને બૌદ્ધો સાથે વિવાદ કરી For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૫ જૈન ઈતિહાસ તેમને હરાવ્યા; તેથી ફરીને શિલાદિત્ય રાજા જૈનધર્મી થયો, તથા શત્રુંજયનું તીર્થ પણ ફરીને પાછું જૈનોને સ્વાધીન થયું. પછી શિલાદિત્ય રાજાના આગ્રહથી ધનેશ્વર સૂરિજીએ શત્રુંજય માહાભ્યનો ગ્રંથ રચ્યો. વલ્લભી નગરીનો ભંગ (વિક્રમ સંવત ૨૦૫). કેટલોક સમય વીત્યા બાદ તે વલ્લભી નગરમાં એક રંક નામે વ્યાપારી થયો; તેની દુકાને કોઈક કાપડી જોગી સિદ્ધરસનું એક તુંબડું વિસરી ગયો; તે સિદ્ધરસના સ્પર્શથી લોઢું સુવર્ણમય થઈ જવાથી તે વણિકે પોતાનું મકાન અત્યંત સુંદર બનાવ્યું. તે રંક વ્યાપારીની એક પુત્રીને રાજાની પુત્રી સાથે મિત્રાઈ હતી. એક વખતે તે રંક વ્યાપારીની પુત્રી પાસે રહેલી રત્નજડિત કાંસકી તે રાજપુત્રીએ માગી, પરંતુ તે રંક વ્યાપારીએ આપી નહીં, તેથી રાજાએ તે કાંસકી તેની પાસેથી બળાત્કારે ખુંચવી લીધી. આથી ક્રોધાયમાન થયેલા તે રંક વ્યાપારીએ મ્લેચ્છોનું સૈન્ય બોલાવીને તે વલ્લભીપુર નગરનો નાશ કરાવ્યો; તેમાં તે શિલાદિત્ય રાજાનું મૃત્યુ થયું. - વિક્રમસૂરિ, નરસિંહસૂરિ, સમુદ્રસૂરિ દેવાનંદસૂરિની પાટે વિક્રમસૂરિ થયા, તથા તેમની પાટે નરસિંહસૂરિ થયા, અને તેમની પાટે સમુદ્રસૂરિ થયા. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ હૃદ દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ, જૈનશાસ્ત્રોનું પુસ્તકારૂઢ થવું (વિક્રમ સંવત ૫૧૦) આ શ્રી દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણજી લાહિત્યાચાર્યના તથા મતાંતરે દુસહગણિના શિષ્ય હતા; તેમણે વલ્લભીપુરમાં રહીને સર્વ જૈન સિદ્ધાંતો પુસ્તકો રૂપે લખાવ્યાં; તેમના સમયમાં ફક્ત એક જ પૂર્વનું જ્ઞાન હતું; તે વલ્લભીપુરના ખંડેરો પાસે હાલમાં વળા નામે ગામ વસેલું છે; જેમાં શ્રી વિજયાનંદસૂરિશ્વરજીના પરિવારમાં પ્રસિદ્ધ મુનિમહારાજશ્રી હંસવિજયજીના ઉપદેશથી તે પરમોપકારી શ્રી દેવર્ધિક્ષમાશ્રમણજી મહારાજની મૂર્તિ સ્થાપન કરવામાં આવી છે. જૈન ઈતિહાસ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન સમયનો ઇતિહાસ પ્રકરણ - ૮ વિક્રમ સંવત ૧૮૫ થી ૫૨ હરિભદ્રસૂરિ તથા સિદ્ધસૂરિ હરિભદ્રસૂરિ (વિક્રમ સંવત ૧૮૫) ચિત્રકૂટ પર્વતની પાસે આવેલા ચિત્તોડગઢમાં જયારે જિતારિ નામે રાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં તેમનો એક હરિભદ્ર નામે મહાવિદ્વાન પુરોહિત બ્રાહ્મણ વસતો હતો; તેને પોતાની વિદ્યાનો એટલો તો ગર્વ હતો કે, તેણે એવો નિયમ લીધો હતો કે, કોઈનું ભણેલું જો હું ન સમજી શકે તો તેનો હું શિષ્ય થઈ જાઉં. એક વખત જ્યારે તે જૈનોના એક ઉપાશ્રય પાસેથી જતો હતો, ત્યારે તે ઉપાશ્રયમાં એક યાકિની નામે સાધ્વી એક ગાથાનો પાઠ કરતી હતી, તે ગાથા નીચે મુજબ હતી : - गाथा : चक्की दुगं हरिपणगं । पणगं चक्कीण केसवो चक्की ॥ केसव चक्की केसव । चक्की केसव चक्कीय ॥१॥ તે ગાથા સાંભળી હરિભદ્ર આશ્ચર્ય પામી તેણીને કહ્યું કે, હે માતાજી, તમોએ આ ગાથામાં બહુ વાક્ય કર્યું છે. ત્યારે તેણીએ પણ યોગ્ય ઉત્તર આપ્યો કે, હે પુત્ર ! તે યાત્રિ છે; કે ચાકચક્ય એટલે ભીનું કચકચતું. + ગોમર્યાદલિપ્ત એટલે છાણથી લીધેલું પક્ષે - વચનોની ચાતુરીવાળું For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન ઈતિહાસ એવી રીતે તેણીનો ચતુરાઈવાળો અર્થ સાંભળી હરિભદ્રે વિચાર્યું કે, ખરેખર આ મહાચતુર સાધ્વીએ મને વચન વિવાદમાં પણ જીત્યો છે; તેમ આ ગાથાનો હું અર્થ પણ સમજી શકતો નથી. એમ વિચારી તેણે તે યાકિની સાધ્વીને તે ગાથાનો અર્થ પોતાને સમજાવવા માટે કહ્યું, ત્યારે તે ચતુર સાધ્વીએ કહ્યું કે, હે પંડિત, જૈનના આગમોનો અર્થ અમારા ગુરુની અનુમતિ સિવાય અમારાથી તમોને સમજાવી શકાય નહીં; અને તેનો અર્થ તમારે જાણવાની જો ઇચ્છા હોય તો તમે આ નજદીક રહેલા ઉપાશ્રયમાં જાઓ, ત્યાં અમારા ગુરુ છે, તે તમોને તેનો અર્થ સમજાવશે. તે સાંભળી હરિભદ્રજી તો તુરત નજદીક ઉપાશ્રયમાં રહેલા જિનભદ્ર નામના આચાર્યજી પાસે ગયા. અને તેમને તે ગાથાનો અર્થ સમજાવવા માટે વિનંતી કરી. ત્યારે જિનભદ્રસુરિજીએ તેમને કહ્યું કે, તમે જો જૈન દીક્ષા ગ્રહણ કરો, તો જ અમારાથી તમને તેનો અર્થ સમજાવી શકાય. તે સાંભળી હરિભદ્રજીએ તુરંત સઘળા સંઘની સમક્ષ સર્વ પરિગ્રહનો ત્યાગ કરી ભાવપૂર્વક તેમની પાસે દીક્ષા લીધી. પછી ગુરુએ પણ તેમને તે ગાથાનો અર્થ સમજાવી અનુક્રમે સર્વ શાસ્ત્રોમાં પારંગામી કર્યા. એક દિવસે તેમણે પોતાના ભાણેજો હંસ અને પરમહંસને ગુરુની આજ્ઞાથી દીક્ષા આપી શિષ્યો કર્યા અને તેમને પણ તેમણે પ્રમાણ શાસ્ત્રાદિમાં પારંગામી કર્યા. એક દહાડો તે હંસ અને પરમહંસે હરિભદ્ર મહારાજને વિનંતિ કરી કે, અમોને બૌદ્ધોનાં પ્રમાણ શાસ્ત્રો ભણવાની ઇચ્છા છે, માટે જો આપ આજ્ઞા આપો તો અમે તેમના નગરમાં જઈને તેમની પાસે અભ્યાસ કરીએ; તે સાંભળી હરિભદ્રસૂરિએ નિમિત્ત શાસ્ત્ર જોઈ તેઓને કહ્યું કે, તમારા ત્યાં જવાથી પરિણામ બહુ વિપરીત આવવાનો સંભવ લાગે છે. તે સાંભળી શિષ્યોએ વિનયથી કહ્યું કે, આપના ફક્ત નામના મંત્રથી ત્યાં અમોને કંઈ પણ આપદા થશે નહીં; પછી તે હંસ અને પરમહંસ બંને વેષ બદલીને For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૯ જૈન ઈતિહાસ ત્યાંથી બૌદ્ધોના નગરમાં આવ્યા; અને ત્યાં તેમણે તેમના પ્રમાણ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, ત્યાં તેમની દયાળુ વૃત્તિ જોઈને એક દહાડો બૌદ્ધાચાર્યને શંકા થઈ કે ખરેખર આ બંને જૈનીઓ છે, એમ વિચારી તેણે તેમની પરીક્ષા માટે ઉપાશ્રયની સીડી પર એક જિનપ્રતિમાનું ચિત્ર કરાવ્યું. તેમ કરવાની તે બૌદ્ધાચાર્યની એવી ગણતરી હતી કે, જો તેઓ જૈની હશે તો તે પર પગ મૂકીને ચાલશે નહીં. પછી જ્યારે તેઓ બંને સીડી પર ચડવા ગયા, ત્યારે તેમની દષ્ટિએ તે પ્રતિમાનું ચિત્ર પડ્યું. તે જોઈ તેમણે વિચાર્યું કે, આપણા મહાન ગુરુ હરિભદ્રજીએ પહેલેથી સૂચવેલી આપદા આજે આપણા પર ખરેખર આવી પડી છે, માટે હવે કદાચ અહીં જ આપણું મૃત્યુ થાય તો પણ તેથી ડરવું નહીં; એમ વિચારી તેઓએ તે જિનપ્રતિમાના ચિત્ર પર ખડીથી ત્રણ લીટીઓની જનોઈ કરીને તેને બૌદ્ધપ્રતિમા બનાવી; અને તે પર પગ મૂકીને ઉપર ચડી ગયા, તે વાત ગુપ્ત રહેલા માણસોએ બૌદ્ધાચાર્યોને જણાવવાથી તુરંત તે હંસ એન પરમહંસ એમ બંનેનો પોતાનો સુભટો મારફતે વધ કરાવ્યો. અનુક્રમે તે વાતની હરિભદ્રસૂરિજીને ખબર પડવાથી તે બૌદ્ધો પર ક્રોધ લાવીને, એક ઉષ્ણ કડાઈ તૈયાર કરાવી; અને તેમાં તે બૌદ્ધાચાર્યને તેના ચૌદસો ચુમ્માળીશ શિષ્યો સહિત હોમવા માટે તેમણે પોતાની મંત્રશક્તિથી આકર્ષાને આકાશમાં સ્થિર કર્યા; એટલામાં તે વાતની તેમના ગુરુજીને ખબર પડવાથી તેમણે હરિભદ્રજીને શાંત કરવા માટે ત્યાં આવી ઉપદેશ કર્યો અને તેથી હરિભદ્રજીએ તે સર્વે બૌદ્ધોને મુક્ત કર્યા. પછી તે બૌદ્ધો પણ તેમની ક્ષમા માગી પોતાને સ્થાનકે ગયા. હરિભદ્રસૂરિએ પણ તે પાપની શુદ્ધિ માટે અનેકાંતજયપતાકા, શિષ્યહિતા નામની આવશ્યક ટીકા, ઉપદેશપદ, લલિતવિસ્તરા નામની ચૈત્યવંદનવૃત્તિ, જંબૂદ્વીપ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ સંગ્રહણી, જ્ઞાનપંચક વિવરણ, દર્શનસન્નતિકા, દશવૈકાલિકવૃત્તિ, દીક્ષાવિધિપંચાસક, ધર્મબિંદુ, જ્ઞાનચિત્રિકા, પંચાસક, મુનિપતિચરિત્ર, લગ્નકુંડળિકા, વેદબાહ્યતાનિરાકરણ, શ્રાવકધર્મ વિધિપંચાસક, સમરાદિત્યચરિત્ર, યોગબિંદુપ્રક૨ણવૃત્તિ, યોગદૃષ્ટિસમુચ્ચય, ખદર્શનસમુચ્ચય, પંચસૂત્રવૃત્તિ, પંચવસ્તુવૃત્તિ, અષ્ટક, ષોડશક ઇત્યાદિક સર્વ મળીને ચૌદસો ચુમ્માળીશ ગ્રંથો બનાવ્યા કહેવાય છે. પોતાના ઉત્તમ શિષ્યોના વિરહથી તેમણે પોતાના દરેક ગ્રંથને છેડે પોતાની કૃતિની નિશાની દાખલ ‘વિરહ’ શબ્દ મેલેલો છે, અને તેથી તે ‘વિરહાંકવાળા, ગ્રંથો તેમની કૃતિ સૂચવે છે; તેમ તેમણે પોતાની પ્રતિબોધક સાધ્વી યાકિની મહત્તરાનું નામ પણ દરેક ગ્રંથને છેડે તેમના ધર્મપુત્ર તરીકે તેમણે સૂચવ્યું છે. ગચ્છોત્પત્તિ પ્રકરણમાં કહ્યું છે કે, આ ચૌદસો ચુમાળીસ ગ્રંથના કર્તા હરિભદ્રસૂરિજીનું સ્વર્ગગમન, વિક્રમ સંવત ૫૩૫માં મતાંતરે ૫૮૫ માં થયું છે. સિદ્ધસૂરિ (વિક્રમ સંવત ૫૯૨) ગુજરાત નામના દેશમાં આવેલા શ્રીમાળ નામે નગરમાં શ્રી વર્મલાભ નામે રાજા હતો, તેને સુપ્રભદેવ નામે મંત્રી હતો, તેને દત્ત અને શુભંકર નામે બે પુત્રો હતા, દત્તને માઘ નામે એક મહાવિદ્વાન પુત્ર હતો; અને તેને અવંતીના રાજા ભોજ સાથે ઘણી જ મિત્રાઈ હતી. તેણે શિશુપાળવધ (માધકાવ્ય) નામે કાવ્ય ગ્રંથ રચ્યો છે. શુભંકરને લક્ષ્મી નામે સ્ત્રી હતી, અને તેણીની કુક્ષિએ આ મહાન આચાર્ય શ્રી સિદ્ધસૂરિજીનો જન્મ થયો હતો. આ સિદ્ધને તેના પિતાએ એક મહાસ્વરૂપવતી કન્યા પરણાવી હતી; સિદ્ધને તેના માતાપિતાએ વાર્યા છતાં જુગારનું વ્યસન પડવાથી તે હંમેશાં રાત્રિએ * For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૧ જૈન ઈતિહાસ બહુ મોડેથી ઘેર સુવા માટે આવતો હતો, અને તેથી તેની સ્ત્રી અત્યંત દુઃખી થઈ હતી. એક દહાડો તેણીને અત્યંત દિલગીર થતી જોઈને તેણીની સાસુએ તેનું કારણ પૂછ્યાથી તેણીએ લજાયુક્ત થઈ પોતાના સ્વામીનું વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી સિદ્ધની માતાએ કહ્યું કે, આજ રાત્રિએ જયારે સિદ્ધ મોડો આવે, ત્યારે તારે દ્વાર ઉઘાડવું નહીં; અને તે સમયે હું તેને શિખામણ આપીશ. પછી રાત્રિએ સિદ્ધ જ્યારે મોડો આવ્યો, ત્યારે સ્ત્રીએ દ્વાર નહીં ઉઘાડવાથી તે બૂમો મારવા લાગ્યો. તે સાંભળી તેની માતાએ કૃત્રિમ ગુસ્સો કરી કહ્યું કે, અત્યારે મોડી રાત્રે દ્વાર ઉઘાડવામાં નહીં આવે; માટે આ સમય જેનાં દ્વાર ખુલ્લાં હોય ત્યાં તું જા. તે સાંભળી સિદ્ધ તો ત્યાંથી નીકળીને રાત્રિએ પણ જેનાં દ્વારા ખુલ્લાં છે, એવા જૈન મુનિઓનાં ઉપાશ્રયમાં ગયો. ત્યાં તેણે જૈન મુનિઓને વિવિધ પ્રકારના સ્વાધ્યાય કરતા જોઈને નમસ્કાર કર્યા અને તેથી મુનિઓએ પણ તેને ધર્મલાભ આપી પૂછ્યું કે, તમો કોણ છો? ત્યારે તેણે પોતાનું સર્વ વૃત્તાંત સત્ય રીતે જાહેર કરી કહ્યું કે, “હું શુભંકરનો પુત્ર સિદ્ધ છું, તથા મારા જુગારના દુર્બસનથી મારા માતાએ મને કાઢી મેલ્યો છે; હવે તો આજથી આપનું જ મને શરણું છે. તે સાંભળી આચાર્ય મહારાજે શ્રુતોપયોગ દઈ જાણ્યું કે, આ ભાગ્યશાળી પુરુષથી શાસનની ઉન્નતિ થવાની છે, એમ વિચારી તેમણે તેને કહ્યું કે, જો અમારા જેવો વેષ તમે અંગીકાર કરો તો તમે સુખેથી અહીં રહો; એમ કહી તેમણે જૈન મુનિઓનો સર્વ આચાર તેને કહી સંભળાવ્યો. પછી સિદ્ધ પણ તે વાત કબુલ કરવાથી આચાર્યજીએ તેમને કહ્યું કે, હવે પ્રભાતે તમારા માતપિતાની આજ્ઞા લઈ તમને દીક્ષા આપીશું. હવે પ્રભાતે શુભંકર શેઠને સિદ્ધ સંબંધી ' રાત્રિનું વૃત્તાંત માલુમ પડવાથી તેણે પોતાની સ્ત્રીને ઠપકો આપ્યો કે, - વ્યસની માણસને ઉતાવળથી શિખામણ લાગતી નથી, તેને તો ધીરજથી સમજાવવો જોઈએ. પછી નગરમાં શોધ કરતાં સિદ્ધને જૈન For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ મુનિઓને ઉપાશ્રયે ગયેલો જાણીને શુભંકર શેઠ ત્યાં આવી તેને પાછો ઘેર આવવા માટે સમજાવવા લાગ્યા, ત્યારે સિદ્ધ કહ્યું કે, “હે પિતા!. હવે તો મારું મન વૈરાગ્યયુક્ત થયું છે. અને તેથી હું તો જૈન દીક્ષા લઈશ. વળી મારી માતાજીનું વચન તો મને આ સંસાર સાગરથી તારનારું થયું છે. તેથી હું તેમનો પણ મહાન ઉપકાર માનું છું.' સાંભળી શુભંકર શેઠે તેને કહ્યું કે, હે પુત્ર! તું ઘેર આવી તારી ઇચ્છા પ્રમાણે વરત, તું અમારો એકનો એક જ પુત્ર છે, અને તેથી અમારો સર્વ આધાર તારા પર છે, એવી રીતે શુભંકર શેઠે ઘણું સમજાવ્યા છતાં : પણ તેણે માન્યું નહીં; અને ઉલટી પોતાના પિતાજીને તેણે નમ્રતાપૂર્વક અરજ કરી કે, હે પિતાજી ! તમો ખુશ થઈ કહો કે, તે મને દીક્ષા આપે. પછી એવી રીતનો તે સિદ્ધનો આગ્રહ જોઈ શુભંકરે પણ તેમ કરવાની આજ્ઞા આપવાથી આચાર્ય મહારાજે તેમનું સિદ્ધસૂરિ નામ પાડીને તેમને દીક્ષા આપી. પછી ગુરુ મહારાજે સિદ્ધસૂરિજીને પોતાના ગચ્છનું વર્ણન કરી બતાવ્યું કે, પૂર્વે મહાપ્રભાવિક શ્રીવજસ્વામિજી મહારાજ થયેલા છે; તેમના શિષ્ય શ્રીવજસેનસૂરિજીના નાગેન્દ્ર, નિવૃત્તિ, ચંદ્ર અને વિદ્યાધર નામના શિષ્યો થયા; તે નિવૃત્તિના ગચ્છમાં મહા બુદ્ધિવાન શ્રીસૂરાચાર્ય થયા છે, અને તેમના શિષ્ય જે ગર્ગઋષિ, તે હું તારો દીક્ષા ગુરુ છું. અનુક્રમે શ્રીસિદ્ધસૂરિજી મહારાજ સર્વ શાસ્ત્રોમાં પારંગામી થયા; ત્યારબાદ તેમણે ધર્મદાસગણીજીએ રચેલી ઉપદેશમાળા પર મોટી ટીકા રચી; તથા ઉપમિતિભવ પ્રપંચકથા નામનો અતિ અદ્દભુત ગ્રંથ રો. એક દહાડો શ્રી સિદ્ધસૂરિજીએ ગુરુ મહારાજને વિનંતી કરી કે, હે ભગવન્! હવે મને બૌદ્ધોનો પ્રમાણ શાસ્ત્રો જોવાની ઇચ્છા થાય છે; માટે તેમની પાસે જઈ હું તેમનાં શાસ્ત્રોનો પણ અભ્યાસ કરું. તે સાંભળી ગર્ગઋષિજીએ કહ્યું કે, તે લોકો એવા તો પ્રપંચી છે કે, હેત્વાભાસોથી માણસોના હૃદયને પીગળાવી નાખે છે, અને તેથી તને For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જૈન ઈતિહાસ તેઓથી કંઈક પણ અનર્થ થશે, એમ મને ભાસ થાય છે; વળી આ સમયે નિમિત્તથી પણ એમ જણાય છે કે, તું તારાં ઉપાર્જન કરેલાં પુણ્યોનો ત્યાં જઈ નાશ કરીશ. તે છતાં પણ જો તને ત્યાં જવાની જ ઉત્કંઠા હોય તો આ અમારું રજોહરણનું અમોને પાછું સમર્પણ કર અને પાછું તારે ત્યાંથી એક વખત પણ મારી પાસે આવવું એવું તું મને વચન આપ. તે સાંભળી સિદ્ધસૂરિજીએ કહ્યું કે, હે ભગવન્! આપે મારા પર ઘણો જ ઉપકાર કર્યો છે, અને તેથી હું આપનું વચન કદાપિ પણ ઉલ્લંઘન કરીશ નહીં. તે બૌદ્ધોના પ્રમાણ શાસ્ત્રો બહુ દુધ છે, એમ મારા સાંભળવામાં આવ્યું છે, અને તેથી હું ફક્ત મારી બુદ્ધિની પરીક્ષા માટે ત્યાં જાઉં છું. એમ કહી ગુરુમહારાજને નમસ્કાર કરી સિદ્ધસૂરિ મહારાજ વેષ બદલીને તુરત મહાબોધ નામના બુદ્ધોના નગરમાં ગયા. પછી ત્યાં તે મહાબુદ્ધિવાન સિદ્ધર્ષિએ તેમના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને મનમાં ચમત્કાર પામ્યા. બૌદ્ધોએ તેમને ત્યાં એવા પ્રપંચોથી સમજાવ્યા છે, જેથી તેમની શ્રદ્ધા ફેરવાઈને બૌદ્ધ ધર્મ પર લાગી; અને તેથી તેમણે બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી. પછી બૌદ્ધાચાર્યે જયારે તેમને આચાર્ય પદવી આપવા માંડી, ત્યારે તેમણે કહ્યું કે, મેં અહીં આવતા પહેલાં મારા પૂર્વના ગુરુને વચન આપ્યું છે કે, એક વાર હું આપની પાસે આવી જઈશ; પછી તે બૌદ્ધાચાર્યની અનુમતિ લઈ એકદમ ગર્ગઋષિજી પાસે આવ્યા; અને કહ્યું કે, મેં તો બૌદ્ધ દીક્ષા લીધી છે, અને ફક્ત મારી પ્રતિજ્ઞા ખાતર હું આપની પાસે આવેલો છું. તે સાંભળી ગુરુમહારાજે તેમને આસન પર બેસાડી કહ્યું કે, હું જરા બહાર જઈને આવું ત્યાં સુધી તમે આ ગ્રંથ વાંચજો, એમ કહી તેમને શ્રી હરિભદ્રસૂરિજીએ રચેલ ચૈત્યવંદનસૂત્ર પરની લલિતવિસ્તરા નામની ટીકાની પ્રત ગુરુમહારાજે આપી. પછી ગર્ગ ઋષિજી બહાર ગયા બાદ સિદ્ધસૂરિજીએ જેવો તે ગ્રંથ વાંચ્યો કે તુરંત તેમના મનમાં એવો વિચાર ફુરી આવ્યો કે, “અરે ! મેં For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ७४ જૈન ઈતિહાસ નિબુદ્ધિએ આ શું કાર્ય આરંભ્ય છે ! અરે ! મારા જેવો મૂર્ખ આ જગતમાં કોઈ પણ નથી. આ ગ્રંથ ગુરુમહારાજે મારા હાથમાં આપી મને ભવસાગરમાંથી ડુબતો બચાવ્યો છે. વળી આ મહાન ઉપકારી એવા શ્રી હરિભદ્રસૂરિજીએ ખરેખર જાણે મારે માટે જ આ ગ્રંથ બનાવ્યો હોય નહીં તેમ મને તો ભાસે છે. પછી તેમણે નિશ્ચય કર્યો કે, હવે તો જો ગર્ગઋષિજી મહારાજ અહીં તુરત પધારે તો તેમના ચરણોમાં મસ્તક નમાવીને હું તુરત મારાં પાપોની આલોચના લઉં. એટલામાં ત્યાં ગુરુમહારાજ આવી પહોંચવાથી તુરત સિદ્ધસૂરિજી પણ ઊઠીને તેમના ચરણોમાં નમ્યા. અને કહ્યું કે, હે ભગવન્! આ હરિભદ્રીય ગ્રંથરૂપી સૂર્યે મારા મનમાં નિવાસ કરી રહેલા બૌદ્ધ મતરૂપી અંધકારને દૂર કર્યો છે, અને હવે આપ સાહેબ કૃપા કરીને મારાં દુર્ગાનનું મને પ્રાયશ્ચિત્ત આપો. તે સાંભળી ગુરુમહારાજે પણ આનંદના અશ્રુઓ આંખોમાં લાવી કહ્યું કે, હે વત્સ! હવે તું ખેદ કર નહીં, કેમ કે આ જગતમાં ધૂર્તાના વચનોથી બુદ્ધિવાનો પણ ઠગાય છે; એમ કહી ગુરુમહારાજે તેમને પ્રાયશ્ચિત્ત આપ્યું. તથા છેવટે તેમને પોતાની પાટે સ્થાપ્યા, ત્યારબાદ ગર્ગઋષિજી અનશન કરી સ્વર્ગે ગયા; સિદ્ધસૂરિજી મહારાજ પણ જૈન શાસનની ઉન્નતિ કરીને લગભગ વિક્રમ સંવત ૧૯૨ માં સ્વર્ગે ગયા. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૯ વિક્રમ સંવત ૨૦૦ થી ૯૦૦ (દેલામહત્તર, દુર્ગવામી, રવિપ્રભસૂરિ, જિનભદ્રમણિક્ષમાશ્રમણ, બપ્પભટ્ટસૂરિ તથા આમરાજા, શિલગુણસૂરિ, વનરાજ ચાવડો, અણહિલ્લપુર પાટણની સ્થાપના) દેલામહત્તર, વિક્રમ સંવત ૬૦૦ આ મહાન્ આચાર્ય સૂરાચાર્યજીના શિષ્ય તથા દુર્ગસ્વામીના ગુરુ હતા, તેમને માટે સિદ્ધર્ષિમહારાજ પોતાના ઉપમિતિભવપ્રપંચમાં જણાવે છે કે, તે નિવૃત્તિ કુળમાં ઉત્પન્ન થયેલા તથા જ્યોતિ શાસ્ત્રના પારંગામી હતા; તથા તેમણે લાટ દેશમાં વિહાર કરી ઘણા જીવોને પ્રતિબોધ્યા હતા. તે દલામહત્તર નામના મહાન આચાર્ય લગભગ વિક્રમ સંવત ૬૦૦ માં વિદ્યમાન હતા. દુર્ગવામી, વિક્રમ સંવત ૬૦૦ . આ દુર્ગસ્વામી નામના આચાર્ય સિદ્ધષિમહારાજના ગુરુભાઈ દેલા મહત્તરજીના શિષ્ય હતા; તેમણે વૈરાગ્યથી ઘણું દ્રવ્ય તથા સ્ત્રીઓને તજીને દીક્ષા લીધી હતી; ભિલ્લમાલ નામે નગરમાં તેઓ સ્વર્ગે ગયા હતા. સિદ્ધર્ષિજી મહારાજે બનાવેલા ઉપમિતિભવપ્રપંચની પહેલી પ્રતિ આ દુર્ગસ્વામિજીની શિષ્યા ગણાએ લખી હતી. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જૈન ઈતિહાસ રવિપ્રભસૂરિ, વિક્રમ સંવત ૭૦૦ શ્રી મહાવીર પ્રભુથી ત્રીસમી પાટે આ મહાન પ્રભાવિક રવિપ્રભસૂરિ નામે આચાર્ય થયા, તેમણે વિક્રમ સંવત ૭૦૦ મા નાડોલ નગરમાં શ્રી નેમિનાથજીના જિનમંદિરની પ્રતિષ્ઠા કરેલી છે. શિલગુણસૂરિ, વનરાજ ચાવડો, અણહિલ્લપુર પાટણની સ્થાપના (વિક્રમ સંવત ૮૦૨) ગુજરાત દેશમાં આવેલા પંચાસર નગરમાં જયશિખર નામે રાજા રાજ્ય કરતો હતો; તે ઘણો નીતિવાન તથા દયાળુ હોવાથી તેની કીર્તિ દેશોદેશમાં વિસ્તાર પામી હતી; તે વખતે દક્ષિણ દેશમાં આવેલા કલ્યાણ નામના નગરમાં ભુવડ નામે રાજા રાજ્ય કરતો હતો; તેણે જયશિખરની ઘણી કીર્તિ સાંભળી, તેથી તેના મનમાં ઇર્ષા આવી. પછી તેણે પોતાનું લશ્કર એકઠું કરી ગુજરાતમાં આવી જયશિખરની રાજધાની પંચાસર નગરને ઘેરો ઘાલ્યો; જયશિખર રાજા ઘણી જ બહાદુરીથી તેના સામે લડ્યો, પરંતુ અંતે લડાઈમાં તે ઘાયલ થઈ મૃત્ય પામ્યો. તે વખતે જયશિખરનો સાળો સુરપાળ પોતાની ગર્ભવતી બહેન રૂપસુંદરીને ગર્ભના બચાવ માટે લેઈને વનમાં નાસી ગયો. ત્યાં તેણીએ એક મહાસ્વરૂપવાન પુત્રને જન્મ આપ્યો, તથા તે પુત્રનું વનરાજ નામ રાખવામાં આવ્યું. તે સમયે વઢીયાર દેશમાં (શીલાંગાચાર્ય) શીલગુણસૂરિ નામે એક મહાપ્રભાવિક જૈન આચાર્ય વિચરતા હતા; એક વખતે તેઓ દેહચિંતા માટે વનમાં ગયા, ત્યાં એક ઝાડ સાથે એક ઝોળીને લટકતી જોઈ, તેમાં નજર કરી તો જણાયું કે, એક મહાસ્વરૂપવાન તેજસ્વી અને શુભ રાજ્યલક્ષણવાળો બાળક સૂતેલો છે, તેમ તે વૃક્ષની છાયા પણ તેના પરથી ખસતી નથી; તે For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ જોઈ આચાર્યજીએ વિચાર્યું કે, ખરેખર આ બાળક કોઈક મહાન પુરુષ થવાનો લાગે છે, અને મોટો ભાગ્યશાળી છે. એટલામાં ત્યાં પાસે જ ઝાડીમાં રહેલી તે બાળકની માતા રૂપસુંદરીએ આવી આચાર્યજીને નમન કર્યું; ત્યારે આચાર્જીએ તેણીને પોતાનો વૃત્તાંત કહેવાનું કહેતાં તેણીએ કહ્યું કે, હે ભગવન ! આ બાળકના પિતા અને મારા સ્વામી આ ગુર્જર ભૂમિના રાજા હતા; પરંતુ તેને ભુવડ રાજાએ મારી નાખ્યો છે. હું ગર્ભવતી હતી, તેથી ત્યાંથી નાસીને અહીં આ વનમાં આવી રહેલી છું, અને અહીંયા આ પુત્રને મેં જન્મ આપેલો છે; તેમજ અહીં ફળફૂલ ખાઈ હું મારી આજીવિકા ચલાવું છું. તે સાંભળી ગુરુમહારાજે તેણીને ધીરજ આપી કહ્યું કે, હે રાણી ! તમે કંઈ પણ ફીકર ચિંતા કરો નહીં; આ તમારો પુત્ર ગુજરાતનો રાજા થશે, અને ઘણાં ઉત્તમ ધર્મનાં કાર્યો ક૨શે. તે સાંભળી રૂપસુંદરી રાણીને ઘણો જ હર્ષ થયો. પછી ગુરુમહારાજે ઉપાશ્રયે આવી શ્રાવક લોકોને તે વૃત્તાંતથી વાકેફ કર્યો, અને કહ્યું કે, તમે તે બાળકને તેની માતા સહિત અહીં લાવો. તે બાળક આ ગુજરાત દેશનો રાજા થશે. તે સાંભળી ખુશ થયેલા શ્રાવકો વનમાં જઈ, વનરાજ સહિત રૂપસુંદરીને તેડી લાવ્યા; તથા તેઓનું પાલનપોષણ કરવા લાગ્યા. અનુક્રમે જ્યારે તે વનરાજ મોટો થયો ત્યારે રમત રમતી વેળાએ ગામના બીજા બાળકોને તે મારવા લાગ્યો, તે જોઈ ગામના લોકોએ તેની માતાને કહ્યું કે, હવે તમે અહીંથી ચાલ્યાં જાઓ; તે સાંભળી રૂપસુંદરી રાણી પણ પોતાના પુત્ર વનરાજને સાથે લઈને જ્યાં પોતાનો ભાઈ સુરપાળ રહેતો હતો ત્યાં ગઈ; તે વખતે તે સુરપાળ ભુવડના દેશમાં લુંટફાટ કરી પોતાની આજીવિકા ચલાવતો હતો; તેથી વનરાજ પણ પોતાના મામાને તે લુંટફાટના કામમાં મદદ કરવા લાગ્યો. એક વખતે તે વનરાજ કેટલીક લુંટ કરીને આવ્યા બાદ વનમાં ભોજન કરવા બેઠો, પરંતુ તે સમયે ભોજન માટે ઘી નહીં હોવાથી તેણે પોતાના માણસોને ઘી શોધી For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જૈન ઈતિહાસ લાવવા માટે હુકમ કર્યો; તે માણસોએ પણ તે વખતે ઘીની શોધ માટે ચારે દિશાઓ તરફ જોવા લાગ્યા, એટલામાં તેઓએ એક વટેમાર્ગ વાણીયાને ચાલ્યો જતો જોયો. તે વાણીયાને ખભે ઘીની એક કુડલી લટકાવેલી હતી; તેથી ખુશ થયેલા તે વનરાજના માણસોએ તે વાણીયા પાસે જઈ કહ્યું કે, તું અમને ઘી આપ. ત્યારે વાણીયાએ કહ્યું કે, અરે ! લુચ્ચાઓ! શું તમારા દાદાની સત્તા છે? જાઓ ઘી નહીં મળે; તે સાંભળી ભયભીત થયેલા તે માણસોએ વનરાજ પાસે જઈ તે વૃત્તાંત કહી સંભળાવ્યું, ત્યારે વનરાજે તે વણિકને પોતાની પાસે બોલાવી તેની પાસેથી ઘી માગ્યું; ત્યારે વાણીયાએ બુદ્ધિ ચલાવી વિચાર્યું કે, હવે અહીં ઘી આપ્યા વિના ચાલશે નહીં, કેમ કે હું તો એકલો છું, અને આ લોકો તો ઘણા છે, માટે જો આનાકાની કરીશ તો ઘી પણ જશે, અને માર પણ ખાવો પડશે. એમ વિચારી તે વણિકે વાણીયાગત વાપરી કહ્યું કે, હે મહારાજ આપ તો કોઈ રાજ્યને યોગ્ય જણાઓ છો, છતાં અહીં વનવગડામાં કેમ ભટક્યા કરો છો? વળી આ ઘી પણ આપનું જ છે, માટે સુખેથી જેટલું જોઈએ તેટલું લ્યો. એમ કહી તેણે ઘીની કુડલી ખભેથી ઉતારી વનરાજની પાસે મૂકી. વનરાજે પણ તેની કિંમતથી બમણો માલ તે વણિકને આપી ખુશ કર્યો. પછી તે વણિકે વિચાર્યું કે, આ તો મને ઘણો જ લાભ થયો. પછી વનરાજે પોતાના મનમાં ચિંતવ્યું કે, આ વણિક મહાચતુર માણસ છે, માટે જો તે મારો પ્રધાન થાય, તો હું મારું કાર્ય તુરત સિદ્ધ કરું; એમ વિચારી તેણે તે વણિકને કહ્યું કે, જો તું મારો પ્રધાન થઈને રહે તો તારી બુદ્ધિના બળથી હું પણ મારું પરાક્રમ તને દેખાડી આપું; તે સાંભળી તે બુદ્ધિવાન વણિક પણ તે વાત કબુલ કરી વનરાજની સાથે રહી તેનો પ્રધાન થયો. એવામાં ભુવડના માણસો ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાને આવ્યા હતા, અને તે ખંડણી ઉઘરાવી ચોવીસ લાખ સોનામહોરો તથા ચારસો ઘોડા અને હાથીઓને લઈને તેઓ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૯ જૈન ઈતિહાસ પોતાના દેશ તરફ જતા હતા, એટલામાં વનરાજે પોતાના પ્રધાનની મદદથી તેઓને લુંટી લીધા. ત્યારબાદ તે દ્રવ્યની મદદથી વનરાજે પોતાનું કેટલુંક લશ્કર એકઠું કર્યું, અને તેની જ મદદથી તેણે કેટલાક રાજાઓને પણ જીતી લીધા. ભુવડે પણ વનરાજને પ્રબળ થતો જાણીને તેના પર હુમલો કર્યો નહીં; અને તેથી છેવટે સઘળો ગુજરાત દેશ વનરાજના કબજામાં આવ્યો. પછી તેણે પોતાના પ્રધાનને કહ્યું કે, હવે આપણે રાજધાની માટે નગર વસાવવું છે, માટે કોઈક ઉત્તમ જગ્યાની શોધ કરો; એટલામાં એક ગોવાળે આવીને તે વણિક પ્રધાનને કહ્યું કે, હું તમને નગર વસાવવા માટે એક ઉત્તમ ભૂમિ બતાવું. પછી વનરાજ, પ્રધાન અને તે ગોવાળ ત્યાંથી નીકળી વનમાં ગયા; તે વખતે ગોવાળની સાથે એક કૂતરો હતો, તે કૂતરાને જોઈ ત્યાં વનમાં ગયેલા એક સસાલએ તેના પર હુમલો કર્યો, અને તેથી તે કૂતરો ભય પામીને નાસી ગયો. એવી રીતનું આશ્ચર્ય જોઈ વનરાજે ત્યાં નગર વસાવવા માટે નિશ્ચય કર્યો. પછી ત્યાં શુભ દિવસે અને શુભ મુહૂર્તે વનરાજે નગર વસાવ્યું; તે નગરનો વિસ્તાર બાર ગાઉનો હતો. અણહિલ્લ નામના જે ગોવાળે રાજાને નગર વસાવવા માટે ભૂમિ બતાવી હતી; તે ગોવાળના સ્મરણ માટે વનરાજે તે નગરનું : અણહિલ્લપુરપાટણ નામ રાખ્યું. એવી રીતે સુખ ભોગવતાં એક દહાડો વનરાજે વિચાર્યું કે, મારા પરમ ઉપકારી શીલાંગાચાર્યની આ સમયે મારે સંભાળ લેવી જોઈએ, એમ વિચારી તેણે ગુરુમહારાજને વિનય સહિત પોતાની પાસે બોલાવ્યા; તથા તેમને વંદન કરી કહ્યું કે, હે ભગવન્! આપના પસાયથી મને રાજય મળ્યું છે, માટે હવે આપ ફરમાવો કે હું જૈનધર્મ સંબંધી શું કાર્ય કરું ? તે સાંભળી શીલાંગાચાર્યે કહ્યું કે, હે રાજન્ ! જિનમંદિર બંધાવવાથી ઘણું પુણ્ય થાય છે. તે સાંભળી વનરાજે તે નગરમાં અત્યંત મનોહર શ્રી પંચાસરા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું. આજે પણ તે જિનમંદિર For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ८० જૈન ઈતિહાસ હયાત છે, તથા તેમાં પંચાસરાપાર્શ્વનાથજીની મૂર્તિ છે; તે સાથે તે જિનમંદિરમાં વનરાજની મૂર્તિ ઊભી છે, તથા તેના પર છત્ર ધારણ કરેલું છે. એવી રીતે આ વનરાજે સાઠ વર્ષ સુધી રાજ્ય કરી જૈનધર્મનો ઘણો મહિમા વધાર્યો હતો. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમ સંવત ૬૪૫ થી ૬૮૫) આ યુગપ્રધાન શ્રી જિનભદ્રગણિ, ક્ષમાશ્રમણજીએ સંક્ષિપ્તજિતકલ્પ, ક્ષેત્રસમાસ, ધ્યાનશતક, બૃહત્સંગ્રહણી, વિશેષ્યાવશ્યક ભાષ્ય વગેરે ગ્રંથો રચ્યા છે, તેમનું સ્વર્ગગમન ૧૦૪ વર્ષની ઉંમરે થયું હતું. બપ્પભટ્ટીસૂરિ તથા આમરાજા (વિક્રમ સંવત ૮૦૦ થી ૮૯૫) ગુજરાત દેશમાં આવેલા પાટલા નામના ગામમાં જ્યારે જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં સિદ્ધાંતોના પારંગામી શ્રી સિદ્ધસેન નામે જૈનાચાર્ય વસતા હતા. એક દહાડો તે શ્રી સિદ્ધસેનસૂરિજી શ્રી વીરપ્રભુને નમસ્કાર કરવા માટે મોઢેરા નામના ગામમાં ગયા. તે ગામમાં એક દહાડો તેમણે રાત્રિએ સ્વપ્રમાં ચૈત્યના શિખર પર રહેલા એક સિંહના બચ્ચાને જોયો. પછી જાગ્યા બાદ તેમણે વિચાર્યું કે, આજે મને કોઈક ઉત્તમ શિષ્યનો લાભ થશે. પછી પ્રભાતે સિદ્ધસેનસૂરિજી પ્રભુનાં દર્શન કરવા માટે જિનાલયમાં ગયા. ત્યાં તેમની પાસે છ વર્ષની ઉમરનો કોઈક બાળક આવી ચડ્યો, ત્યારે આચાર્યજીએ તેને પૂછ્યું કે, તારું નામ શું છે ? તથા તું ક્યાંથી આવ્યો For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ છું ? ત્યારે તે બાળકે કહ્યું કે, મારું નામ બપ્પ છે, અને હું પાંચાળ દેશના રહેવાસી ભટ્ટીનો પુત્ર છું. ત્યારે આચાર્યજીએ તેના સામુદ્રિક લક્ષણોથી તેને જૈનશાસનનો ઉદ્યોતકારક જાણીને પૂછ્યું કે, તારે અમારી પાસે રહેવું છે ? ત્યારે તે બાળકે પણ હા પાડવાથી આચાર્ય મહારાજ તેને પોતાની પાસે રાખી શાસ્ત્રોનો અભ્યાસ કરાવવા લાગ્યા. પછી આચાર્યજીએ તે બપ્પના ગામમાં જઈ તેને દીક્ષા આપવા માટે તેના માતાપિતાની આજ્ઞા માગી; ત્યારે તેના માતપિતાએ કહ્યું કે, તે અમારે એકનો એક જ પુત્ર છે, અને અમારી સઘળી આશા તેના પર છે; તો પણ આપ જો તેનું બપ્પભટ્ટી નામ રાખો તો ભલે ખુશીથી એમને દીક્ષા આપો. પછી આચાર્યજીએ તે વાત કબુલ કરી, અને વિક્રમ સંવત ૮૦૭ ના વૈશાખ સુદી ત્રીજને ગુરુવારે બપ્પભટ્ટીજીસૂરિને દીક્ષા આપી. પછી સિદ્ધસેનસૂરિજીએ તેમને યોગ્ય જાણીને મોઢેરા ગામમાં સારસ્વત મહામંત્ર આપ્યો. તે મંત્રના પ્રભાવથી સરસ્વતી કે જે તે સમયે ગંગામાં સ્નાન કરતી હતી, તે તુરત જ નગ્ન વેશે ત્યાં હાજર થઈ. તેણીને તેવાં સ્વરૂપવાળી જોઈને બપ્પભટ્ટીજીએ પોતાનું મુખ ફેરવી નાખ્યું; ત્યારે સરસ્વતીએ તેમને પૂછ્યું કે, હે વત્સ ! હું તમારા મંત્રજાપથી તુષ્ટમાન થઈને અહીં આવી છું. તો તમે મારી સન્મુખ કેમ જોતા નથી ? ત્યારે બપ્પભટ્ટીજીએ કહ્યું કે, હે માતાજી ! તમારું આવું નગ્ન સ્વરૂપ હું કેમ જોઉં ? તે સાંભળી સરસ્વતીએ વિચાર્યું કે, અહો ! આમનું બ્રહ્મચર્યવ્રત ખરેખર અસ્ખલિત છે; પછી સરસ્વતીએ કહ્યું કે, હે વત્સ ! હવેથી જ્યારે પણ તમે મારું સ્મરણ કરશો, ત્યારે હું તમારી પાસે હાજર થઈશ; એમ કહી સરસ્વતી દેવી અંતર્ધ્યાન થઈ ગયાં. હવે એક દહાડો બપ્પભટ્ટીસૂરિજી કંઈક કારણસર તે ગામથી બહાર ગયા હતા, અને ત્યાં વરસાદ થવાથી એક ચૈત્યમાં જઈ ઉભા. ત્યાં તેમણે સુંદર લક્ષણોવાળા કોઈક યુવાન પુરુષને શોકમાં મગ્ન થયેલો For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જૈન ઈતિહાસ દીઠો; પછી વરસાદ બંધ રહ્યા બાદ બપ્પભટ્ટીસૂરિજી તે પુરુષને પોતાને ઉપાશ્રયે તેડી લાવ્યા. અને તેને પૂછ્યું કે, તમે કોણ છો? અને ક્યાંથી આવ્યા છો ? ત્યારે તે પુરુષે કહ્યું કે, હે ભગવન્ ! મૌર્યવંશમાં થયેલા ચંદ્રગુપ્ત રાજાના ગોત્રનો અને કાન્યકુબ્જ દેશનો યશોવર્મ નામે રાજા છે, અને તેનો હું પુત્ર છું. એમ કહી તેણે ખડીના અક્ષરોથી પોતાનું ‘આમ' એવું નામ જમીન પર લખ્યું. તે સાંભળી આચાર્યજી મહારાજને યાદ આવ્યું કે, પૂર્વે આ પુરુષ જ જ્યારે છ માસનો હતો, ત્યારે મેં તેને જોયેલો છે. કેમ કે એક દહાડો અમોએ એક પીલુવૃક્ષની નીચે ઝોળીમાં સૂતેલા બાળકને જોયો હતો; અને તે વખતે વૃક્ષની છાયા પણ તેના પર અચળ રહી હતી; તેથી અમોએ જાણ્યું હતું કે, આ કોઈ પુણ્યશાળી જીવ છે. વળી તે વખતે ત્યાં નજદીકમાં જ વૃક્ષોનાં ફળો વીણતી એવી તેની માતાને અમોએ પૂછ્યાથી તેણીએ પોતાનું વૃત્તાંત અમોને કહ્યું હતું કે કાન્યકુબ્જના રાજા યશોવર્મની હું સ્ત્રી છું, પણ શોક્યની ઈર્ષાથી રાજાએ મને કાઢી મેલી છે, તેથી હું વનમાં રહીને મારા દિવસો નિર્ગમન કરું છું. પછી અમોએ તેણીને ધીરજ આપી હતી કે, તમે અહીં ચૈત્યમાં સુખે સમાધિપૂર્વક રહો. પછી કેટલેક કાળે તેણીની શોક્ય ગુજરી ગયા બાદ રાજાએ તેણીને પાછી બોલાવી હતી, માટે ખરેખર આ આમ તેણીનો તે જ પુત્ર છે. અને ખરેખર આનાં લક્ષણો તરફ દષ્ટિ કરતાં તે રાજા થવાનો છે. એમ વિચારી આચાર્યજીએ તેને કહ્યું કે, હે વત્સ ! તું અહીં સુખેથી રહે, અને શાસ્ત્રોનો અભ્યાસ કર. પછી એક દહાડો તે રાજપુત્રે બપ્પભટ્ટીજી મહારાજને કહ્યું કે, હે સ્વામી ! જ્યારે મને રાજ્ય મળશે, ત્યારે હું તે આપને સમર્પણ કરીશ. પછી એક વખતે તે કાન્યકુબ્જનો રાજા યશોવર્મ મૃત્યુ પામવાથી મંત્રીઓએ આમકુમારને શોધીને રાજ્ય પર બેસાડ્યો, ત્યારે તુરત આમરાજાએ પોતાના ઉપકારી એવા બપ્પભટ્ટીજીને બોલાવવા માટે પોતાના For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ મંત્રીઓને મોઢેરા ગામમાં મોકલ્યા. ત્યારે બપ્પભટ્ટીજી પણ ગુરુની આજ્ઞા લઈને ગીતાર્થો સહિત ત્યાં પધાર્યા. તે વખતે આમરાજા પણ પોતાના હાથી, ઘોડા, વગેરે પરિવાર સહિત તેમની સન્મુખ આવ્યો; પછી આમરાજાએ હાથ જોડીને આચાર્યજીને વિનંતી કરી કે, હે ભગવન્ ! પહેલાં જ મેં પ્રતિજ્ઞા કરેલી છે, માટે આપ આ રાજ્ય ગ્રહણ કરો. ત્યારે આચાર્યજીએ કહ્યું કે, હે રાજન્ ! અમે નિઃસ્પૃહી મુનિઓ રાજ્યને શું કરીએ ? અમારે રાજ્યનો ખપ નથી; પરંતુ તમોને જૈનધર્મના પસાયથી રાજ્ય મળ્યું છે, માટે જૈનધર્મની ઉન્નતિ કરજો. પછી કેટલાક દિવસો સુધી આમરાજાએ આચાર્યજીને ત્યાં સન્માનથી રાખીને મંત્રીઓ સહિત તેમને તેમના ગુરુ પાસે મોકલ્યા. પછી ત્યાં સિદ્ધસેનસૂરિજીએ બપ્પભટ્ટીજીને વિક્રમ સંવત ૮૧૧ માં ચૈત્ર વદી આઠમને દિવસે આચાર્ય પદવી આપી. હવે અહીં આમરાજાને બપ્પભટ્ટીજીનો વિયોગ થવાથી બહુ શોક થવા લાગ્યો; અને તેથી દિનદિન પ્રત્યે તેનું શરીર સુકાવા લાગ્યું. ત્યારે તેના મંત્રીઓ એકઠા થઈને મોઢેરામાં સિદ્ધસેનસૂરિજી પાસે આવ્યા; અને કહેવા લાગ્યા કે, બપ્પભટ્ટીજીના વિયોગથી અમારા રાજાને ઘણી પીડા થાય છે, માટે આપ કૃપા કરીને તેમને અમારી સાથે મોકલો. ત્યારે સિદ્ધસેનજીએ બપ્પભટ્ટીજીને કહ્યું કે, આ જગતમાં એક તો તરૂણતા અને બીજી રાજ્યપૂજા, એ બંને વિકારના હેતુઓ છે, માટે હે વત્સ, તમારે બહુ જ સાવધ રહેવું, એવી રીતે શીખામણ દઈને ગુરુમહારાજે ત્યાં જવાની આજ્ઞા આપવાથી બપ્પભટ્ટીજી પણ ધીરે ધીરે વિહાર કરીને મંત્રીઓ સહિત કાન્યકુબ્જમાં પધાર્યા. ત્યારે રાજાએ પણ સર્વ સામગ્રી સહિત તેમની સન્મુખ જઈને ઘણા જ · ઠાઠમાઠથી મહોત્સવપૂર્વક તેમને પ્રવેશ કરાવ્યો. પછી આમરાજાએ આચાર્યજીને નમસ્કાર કરી પૂછ્યું કે, હે સ્વામી ! હવે મારે ધર્મના આરાધન માટે શું કાર્ય કરવું ? ત્યારે આચાર્યજીએ કહ્યું કે, શક્તિ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ८४ જૈન ઈતિહાસ મુજબ સાતે ક્ષેત્રોમાં દ્રવ્યનો વ્યય કરો. તેમાં પણ જિનાલય બંધાવવાથી ઘણાં પુણ્યોની પ્રાપ્તિ થાય છે. તે સાંભળી આમરાજાએ ત્યાં એકસો હાથ ઊંચું જિનમંદિર બંધાવ્યું; અને તેમાં અઢાર ભાર સુવર્ણના વજનની શ્રી મહાવીરપ્રભુની પ્રતિમા સ્થાપી. તે પ્રતિમાની પ્રતિષ્ઠા પણ બપ્પભટ્ટસૂરિએ કરી. વળી ગોપગિરિપર પણ ત્રેવીસ હાથ ઊંચું જિનમંદિર બંધાવીને તે રાજાએ તેમાં શ્રી મહાવીરપ્રભુની લોહમય પ્રતિમા સ્થાપી. પછી શ્રી બપ્પભટ્ટીજી ત્યાં કેટલોક કાળ રહીને ગૌડ દેશમાં આવેલી લક્ષણાવતી નગરીમાં પધાર્યા. ત્યાંના શ્રી ધર્મરાજાએ ઘણા હર્ષથી મોટા આડંબરપૂર્વક તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો. તે સમયે ધર્મરાજા તથા આમરાજા વચ્ચે પ્રથમ અણબનાવ' હતો, પરંતુ બપ્પભટ્ટીજીના ઉપદેશથી તેઓ બન્ને વચ્ચે મિત્રાઈ થઈ. વળી ત્યાં રહી તેમણે વર્ધનકુંજર નામના બૌદ્ધવાદીનો પરાજય કર્યો, તેથી રાજાએ ખુશી થઈને તેમને વાદિકુંજરકેસરીનું બિરુદ આપ્યું. ત્યારબાદ બપ્પભટ્ટીજી પાછા કાન્યકુજમાં પધાર્યા. હવે એક દિવસે ત્યાં આમરાજાની પાસે કેટલાક ગવૈયા આવ્યા; તેઓની સાથે એક મહાસ્વરૂપવાન નટી હતી, તેણીને જોઈને રાજા કામાતુર થયો; અને તેથી તેણીની સાથે તેને ભોગવિલાસ કરવાની ઇચ્છા થઈ. તે વૃત્તાંતની બપ્પભટ્ટજીને ખબર મળવાથી તેમણે વિચાર્યું કે, મારે રાજાને આવા દુરાચારથી નિવારવો એ મારી ફરજ છે. એમ વિચારી આચાર્યજીએ કેટલાંક નવીન કાવ્યો રચીને તેને પ્રતિબોધવા માટે તેના મહેલના દ્વાર પર લખ્યાં, તે વાંચી રાજા પ્રતિબોધ પામ્યો, તથા પશ્ચાતાપ કરવા લાગ્યો કે, હવે હું ગુરુમહારાજને મારું મુખ કેમ બતાવી શકું ? એમ વિચારી તેણે બળી મરવાની ઈચ્છાથી ત્યાં જ પોતાના માણસો પાસે ચિતા પડકાવી, તે વૃત્તાંત સાંભળી સર્વ લોકો હાહાકાર કરવા લાગ્યા, ત્યારે બપ્પભટ્ટીજી મહારાજે ત્યાં આવી તેને પ્રતિબોધ આપીને તેમ કરતો નિવાર્યો. પછી આમરાજાના કહેવાથી For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ મથુરામાં રહેલા વાતિ નામના શૈવમાર્ગી યોગીને બપ્પભટ્ટીજીએ પ્રતિબોધીને જૈની કર્યો. ત્યારબાદ આચાર્યજીના ઉપદેશથી આમરાજાએ કાન્યકુબ્જ, મથુરા, અણહિલ્લપુરપાટણ, સતારક નગર તથા મોઢેરા આદિ શહેરોમાં જિનમંદિર બંધાવ્યાં. એવી રીતે શ્રી બપ્પભટ્ટીજીના ઉપદેશથી આમરાજાએ જૈનધર્મની ઘણી જ પ્રભાવના કરેલી છે. આ શ્રી બપ્પભટ્ટીસૂરીશ્વરજીનો જન્મ વિક્રમ સંવત ૮૦૦ ના ભાદરવા સુદી ત્રીજ ને રવિવારે થયો હતો, તથા પંચાણું વર્ષનું આયુ સંપૂર્ણ કરીને તે વિક્રમ સંવત ૮૯૫માં સ્વર્ગે પધાર્યા. તેમની પાટે તેમના મહાન વિદ્વાન એવા નન્નસૂરિ તથા ગોવિંદસૂરિ થયા છે, અને તેઓ પણ મહાપ્રભાવિક થયા છે; તેમના ઉપદેશથી આમરાજાના પૌત્ર ભોજ રાજાએ પણ અધિક રીતે જૈનશાસનની પ્રભાવના કરેલી છે. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૦ વિક્રમ સંવત ૯૦૦ થી ૧૦૦૦ (શીલાંગાચાર્ય, ગર્ગમહર્ષિ, યશોભદ્રસૂરિ, ઉધોતનસૂરિ, વીરગણિ) શીલાંગાચાર્ય (વિક્રમ સંવત ૯૧૯) આ પ્રસિદ્ધ ટીકાકાર શ્રી શીલાંગાચાર્ય શક ૭૮૪ થી ૭૯૮ ની લગભગ વિદ્યમાન હતા. તેમનું બીજું નામ કોટ્યાચાર્ય પણ કહેવાય છે. તેમણે અગ્યારે અંગો પર ટીકાઓ રચેલી હતી, એમ પ્રભાવિક ચરિત્રના ઓગણીસમા શૃંગમાં કહેલું છે, પરંતુ હાલમાં તેમની રચેલી આચારાંગસૂત્ર તથા સૂયગડાંગસૂત્ર પરની એમ બે અંગો પરની ટીકાઓ દૃષ્ટિએ પડે છે; તે ટીકામાં તે લખે છે કે, તે પૂર્વે તે સૂત્રોની ટીકાઓ ગંધહસ્તસૂરિજીએ રચેલી હતી; વળી તે બંને ટીકાઓ રચવામાં તેમને વાહરીગણિજીએ મદદ કરી હતી, એમ પણ તે લખે છે. ગર્ગમહર્ષિ (વિક્રમ સંવત ૨) આ ગર્ગમહર્ષિજી મહારાજ વિક્રમ સંવત ૯૬૨ માં વિદ્યમાન હતા, તેમણે પાસક કેવળી તથા કર્મવિપાક નામના ગ્રંથો રચ્યા છે. યશોભદ્રસૂરિ (વિક્રમ સંવત ૯૬૪) આ શ્રી યશોભદ્રસૂરિજી મહારાજ મહાપ્રભાવિક અને ચમત્કારી For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૮૭ થયેલા છે. તેઓ મારવાડમાં આવેલા નારલાઈ ગામમાં મંત્રશક્તિથી શ્રી આદિનાથજીનું મંદિર ખેરગઢથી લાવ્યા હતા. તે માટે નીચે મુજબ દંતકથા સંભળાય છે – ખેરગઢ ગામમાં એક શિવાલય અને આદિનાથજીનું મંદિર એ બંને મારવાડમાં લુણી નદીના કિનારા પર આવેલાં હતાં. પરંતુ યતિઓના અને ગોસાંઈઓનાં મંત્રબળથી અહીં લાવવામાં આવ્યાં હતાં, એક વખતે યતિઓ અને ગોસાંઈઓ પોતપોતાની મંત્રવિદ્યાની કુશળતા માટે વિવાદ કરતા હતા, તેમાં એવો ઠરાવ થયો કે, ખેરગઢમાંનું આદિનાથનું જિનમંદિર અને ત્યાંનું શિવમંદિર એક રાત્રિની અંદર મંત્રશક્તિથી ઉખેડીને અરુણોદય પહેલાં નારલાઈમાં લાવવું; અને તેમાં જે વહેલું લાવે તે શિખર પર મંદિર સ્થાપે, અને જે મોડું લાવે તે નીચે સ્થાપન કરે. એવી શરત ઠરાવીને યતિઓ આદિનાથનું દેવળ અને ગોસાંઈઓ મહાદેવનું મંદિર મંત્રશક્તિથી ત્યાંથી ઉખેડીને એક રાત્રિમાં નારલાઈમાં લાવ્યા. પરંતુ ગોસાંઈઓ પ્રથમ આવી પહોંચ્યા, જેથી તેમણે શિવનું મંદિર પહાડ પર સ્થાપ્યું, અને યતિઓ જરા મોડા પહોંચ્યા, તેથી તેઓએ પોતાનું આદિનાથનું મંદિર નીચે સ્થાપ્યું; એવી રીતે આ દેવળો લાવવામાં બંને પક્ષોએ ચમત્કારિક યુક્તિઓ કામે લગાડી હશે એમ જણાય છે. તે આદિનાથજીના મંદિરમાં જે શિલાલેખ છે, તેમાં લખ્યું છે કે, આ જિનમંદિરને શ્રી યશોભદ્રસૂરિ પોતાની મંત્રશક્તિથી અત્રે લાવ્યા છે. ઉધોતનસૂરિ, વિક્રમ સંવત ૯૯૪, વડગચ્છની - સ્થાપના, તથા મતાંતરે ચોર્યાસીગચ્છોની સ્થાપના શ્રી મહાવીરપ્રભુ પછી પાંત્રીસમી પાટે શ્રી ઉદ્યોતનસૂરિ નામે આચાર્ય થયા. તે એક સમયે અર્બુદાચળ પર તીર્થયાત્રા કરવા માટે For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ८८ જૈન ઈતિહાસ પધાર્યા હતા; ત્યાંથી ઊતરી પર્વતની તળેટીમાં આવેલા ટેલી નામે ગામ પાસે એક વિશાળ વડની છાયામાં બિરાજ્યા હતા. તે સમયે એવું મુહૂર્ત તેમને માલુમ પડ્યું કે, આ સમયે જો મારી પાસે આચાર્યને બેસાડવામાં આવે તો વંશપરંપરા પાટની સારી વૃદ્ધિ થાય; એમ વિચારી તેમણે વિક્રમ સંવત ૯૯૪ માં તે વડવૃક્ષની નીચે શ્રી સવદિવસૂરિ આદિ આઠ આચાર્યોને પોતાની પાટે સ્થાપ્યા; કોઈ એમ કહે છે કે, એકલા સર્વદિવસૂરિને જ તેમણે પોતાની પાટે સ્થાપ્યા; એવી રીતે વિશાળ વડની નીચે સૂરિપદ દેવાથી પૂર્વથી ચાલ્યા આવતા વનવાસી ગચ્છનું પાંચમું નામ વડગચ્છ પડ્યું; વળી કોઈનો એવો પણ અભિપ્રાય છે કે, આ ઉદ્યાતનસૂરિ મહારાજે પછી ચોર્યાસી ગચ્છો સ્થાપ્યા છે. વીરગણિજી, વિક્રમ સંવત ૯૩૮ થી ૯૯૧ ગુજરાત દેશમાં આવેલા શ્રીમાળ નામના નગરમાં શિવનાગ નામે એક મહાધનાઢ્ય વણિક રહેતો હતો. તેને પૂર્ણલતા નામે એક અત્યંત ગુણવાન સ્ત્રી હતી; તથા તેઓને એક વીર નામે મહાપુણ્યશાળી પુત્ર હતો. તે જ્યારે યૌવન અવસ્થા પામ્યો ત્યારે તેના માતપિતાએ તેને મહાસ્વરૂપવાળી સાત કન્યાઓ પરણાવી હતી. તેનો પિતા મૃત્યુ પામ્યા બાદ તે વીર વૈરાગ્યથી હંમેશાં સત્યપુરમાં જઈ શ્રી મહાવીર પ્રભુની પ્રતિમાને વાંદવા લાગ્યો. એક દહાડો માર્ગમાં કેટલાક ચોરોએ તેને ઘેરી લેવાથી કોઈએ તેની માતાને તે વાત જાહેર કરી; અને તેથી તે બિચારી પુત્રના મોહથી તે જ સમયે ત્યાં મૃત્યુ પામી. પછી તે વીર વણિકે પોતાની દરેક સ્ત્રીને એકેક ક્રોડ સોનામહોરો વહેંચી આપી, અને બાકીનું દ્રવ્ય તેણે શુભ માર્ગે ખરચી નાખ્યું. અને પોતે તો સત્યપુરમાં જઈ શ્રી વીરપ્રભુનું ધ્યાન ધરવા For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ લાગ્યો. ત્યાં હંમેશાં તે આઠ દિવસોના ઉપવાસ કરી વિગઈ સહિત પારણું કરવા લાગ્યો; તથા રાત્રિએ સ્મશાન આદિમાં જઈ કાઉસ્સગ ધ્યાન ધરવા લાગ્યો. એક દિવસે ત્યાં મહાવૈરાગ્યવાળા શ્રી વિમળગણિજી મહારાજ ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈ તે વીર વણિકે અત્યંત ભક્તિપૂર્વક વંદના કરી; ત્યારે વિમળગણિજી મહારાજે પણ તેમને ખુશીથી ધર્મલાભની આશિષ આપી. પછી તે વીર વણિકે તેમને પોતાના ઉપાશ્રયમાં સ્થાન આપવાથી શ્રી વિમળગણિજી મહારાજ પણ ત્યાં પધાર્યા. છેવટે તે વીર વણિકે શ્રી વિમળગણિજી મહારાજ પાસે દીક્ષા લીધી; તથા તેમનું વીરગણિજી નામ રાખવામાં આવ્યું. ત્યારબાદ શ્રી વિમળગણિજી મહારાજ શત્રુંજય પર જઈ ત્યાં સમાધિપૂર્વક કાળ કરી સ્વર્ગે પધાર્યા. વીરગણિજી મહારાજે પણ ગુરુમહારાજના કહેવાથી થારાપદ્રપુરીમાં આવી અંગ વિદ્યાનો અભ્યાસ કર્યો; તે વિદ્યાના પ્રભાવથી તે મહાપ્રભાવિક થયા. હવે એક સમયે તે વીરગણિજી મહારાજ સ્થિર નામના ગામમાં પધાર્યા, ત્યાં લોકોના મુખથી તેમણે એવી વાત સાંભળી કે, આ ગામમાં એક મહાદેવના મંદિરમાં વલ્લભીનાથ નામનો જે વ્યંતર રહે છે, તે રાત્રિએ ત્યાં સૂતેલા માણસને મારી નાખે છે; તે સાંભળી વીરગણિજી મહારાજ તે વ્યંતરને પ્રતિબોધવા માટે તે મંદિરમાં સાડાચાર હાથનું કુંડાળું કરીને તેમાં ધ્યાન ધરીને રાત્રિએ બેઠા. રાત્રિએ તે વ્યંતરે હાથી, સર્પ વગેરેનાં રૂપો કરીને તેમને ઉપદ્રવ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે કુંડાળાની અંદર તે જઈ શક્યો નહીં. પછી પ્રભાતે તે વ્યંતર શ્રી વીરગણિજી મહારાજ પાસે પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યો કે, હે ભગવન્! આજ દિન સુધીમાં મને કોઈએ પણ જીત્યો નથી, પરંતુ આજે મને આપે આપના તપ બળથી જીત્યો છે; તેથી હવે હું આપના પર તુષ્ટમાન થયો છું; માટે આપ કંઈક વરદાન માગો ! તે સાંભળી શ્રી વીરગણિજીએ કહ્યું કે, For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ८० જૈન ઈતિહાસ અમને નિસ્પૃહી મુનિઓને બીજી તો કંઈ ઇચ્છા નથી, પરંતુ હવે તું સમકીત લઈને જીવહિંસાનો ત્યાગ કર કે જેથી તારી સદ્ગતિ થાય. પછી તે વાત તે વલ્લભીનાથ વ્યતંરે કબુલ રાખવાથી વીરગણિજી મહારાજ તેને અણહિલ્લપુરપાટણમાં ચામુંડ રાજાની પાસે લઈ ગયા; અને ત્યાં રાજાની સમક્ષ તે વ્યતંરે કહ્યું કે, આ મહાન આચાર્યજીના ઉપદેશથી હું પ્રતિબોધ પામ્યો છું, તથા આજથી મેં જીવહિંસાનો ત્યાગ કર્યો છે. ચામુંડ રાજાએ પણ શ્રી વીરગણિજી મહારાજનો મોટા આડંબરથી સૂરિપદનો મહોત્સવ કર્યો. એક વખતે તે શ્રીવીરગણિજી આચાર્ય મહારાજ તે વ્યંતરની સહાયથી અષ્ટાપદ પર્વત પર પધાર્યા; તથા ત્યાં શાશ્વતા જિનબિંબોની યાત્રા કરી પાછા તુરત અણહિલ્લપુરપાટણમાં પધાર્યા. તે વખતે તે આચાર્યજી મહારાજ ત્યાં દેવોએ અષ્ટાપદ પર્વત ૫૨ પૂજા માટે પ્રભુના બિંબો પાસે મૂકેલા અક્ષતોમાંથી પાંચ અક્ષતો પોતાની સાથે લાવ્યા; તે અક્ષતો બાર અંગુલ લાંબા અને એક અંગુલ પહોળાં હતાં. ઉપાશ્રયમાં તે અક્ષતોની ઘણી જ સુગંધી આવવાથી તેનું કારણ બીજા મુનિઓએ આચાર્યજી મહારાજને પૂછ્યું, ત્યારે તેમણે યથાર્થ વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. મુનિઓએ તે વાત સંઘને જાહેર કર્યાથી ચામુંડ રાજાએ પણ શ્રી વીરગણિજી મહારાજને બોલાવી તે અક્ષતો નજરે જોઈ તેઓનો મોટો મહોત્સવ કર્યો. એક દિવસે તે ચામુંડ રાજાએ પોતાના પ્રધાનને ગુપ્ત રીતે કહ્યું કે, મારી રાણીઓના ગર્ભોનો અકાળે સ્રાવ થઈ જાય છે, માટે તેનો કંઈક ઉપાય થાય તો સારું; પછી તે વાત પ્રધાને શ્રી વીરગણિજી મહારાજને કહ્યાથી તેમણે પણ પોતાના શ્રુતજ્ઞાનથી તે રાજાના સંતાનોથી આગામી કાળમાં શાસનની ઉન્નતિ થવાની જાણીને કહ્યું કે, હું તમને જે વાસક્ષેપ મંત્રીને આપું, તેને જળમાં મિશ્રિત કરીને જો રાણીઓને સ્નાન કરાવવામાં આવશે, તો રાજાના સંતાનોની વૃદ્ધિ થશે, પછી તેમ કર્યાથી ચામુંડ રાજાને ઘેર For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૯૧ વલ્લભરાજ આદિ સંતાનોની વૃદ્ધિ થઈ. એવી રીતે આ શ્રી વીરગણિજી મહારાજ મહાપ્રભાવિક થયેલા છે. તેમનો જન્મ વિક્રમ સંવત ૯૩૮ માં થયો હતો, ૯૮૦ માં તેમણે દીક્ષા લીધી હતી, તથા ૯૯૧ માં તે પોતાની પાટે શ્રી ચંદ્રસૂરિને બેસાડીને સ્વર્ગે પધાર્યા હતા. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૧ વિક્રમ સંવત ૧૦૦૦ થી ૧૦૩૦ (સર્વદિવસૂરિ, સાંબમુનિ, ધનપાળા મહાકવિ તથા શોભનાચાર્ય) સર્વદિવસૂરિ, વિક્રમ સંવત ૧૦૧૦ શ્રી મહાવીરપ્રભુની છત્રીસમી પાટે શ્રી સર્વદિવસૂરિ થયા, તેમણે રામસૈન્યપુરમાં વિક્રમ સંવત ૧૦૧૦માં શ્રી ઋષભદેવપ્રભુ તથા શ્રી ચંદ્રપ્રભપ્રભુના જિનમંદિરોની પ્રતિષ્ઠા કરી, તથા ચંદ્રાવતીમાં જૈનમંદિર બંધાવનાર કુંકણ મંત્રીને પ્રતિબોધીને દીક્ષા આપી. સાંબમુનિ, વિક્રમ સંવત ૧૦૨૫ આ નાગેન્દ્રકુળના ગ્રંથકારે સંવત ૧૦૨૫ માં જંબૂગુરુએ રચેલા જિનશતક પર ટીકા રચી છે. ધનપાળ મહાકવિ તથા શોભનાચાર્ય અવંતીદેશમાં આવેલી ધારાપુરીનગરીમાં જ્યારે ભોજરાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં સર્વદેવ નામે એક બ્રાહ્મણ વસતો હતો, તેને શોભન અને ધનપાળ નામે બે પુત્રો હતા. એક દહાડો તે નગરમાં ચંદ્રગચ્છના મહેન્દ્રસૂરિ નામના આચાર્ય પધાર્યા, તેમની કીર્તિ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૩ જૈન ઈતિહાસ સાંભળીને તે સવદવ બ્રાહ્મણ તેમના ઉપાશ્રયે ગયો, અને ત્યાં ત્રણ દિવસ સુધી સમતાથી રહ્યો; ત્યારે મહેન્દ્રસૂરિજીએ તેમને પૂછ્યું કે, હે ઉત્તમ બ્રાહ્મણ ! તમારે કંઈ પ્રશ્ન પૂછવો છે? ત્યારે તે સર્વદિવ બ્રાહ્મણે વિનયપૂર્વક કહ્યું કે, હે ભગવન! આપ સર્વ લોકોના સંશયો છેદો છો, તો મારે પણ એક સંશય આપને પૂછવાનો છે. ત્યારે ગુરુમહારાજે તેને એકાંતે લઈ જઈ કહ્યું કે, તમારે જે સંશય પૂછવો હોય તે સુખેથી પૂછો. ત્યારે તે સવદવ બ્રાહ્મણે કહ્યું કે, હે ભગવન્! મારા પિતા પુણ્યશાળી હતા, તથા તેના પર રાજાની બહુ કૃપા હતી. તેથી રાજા તેને હંમેશાં એક લાખ સોનામહોરો આપતા, અને તેથી મને એવી શંકા છે કે, મારા ઘરમાં કોઈક જગ્યાએ પણ ધન દાટેલું હોવુ જઈએ. માટે હે ભગવન્! જો આપ મારા પર કૃપા કરીને તે સ્થાન આપના જ્ઞાનથી બતાવશો તો મારા પર મોટો ઉપકાર થશે; તથા હું પણ જૈનધર્મ અંગીકાર કરીશ, અને હંમેશાં સુખે સમાધિ રહીશ. ત્યારે આચાર્યજીએ તેની પાસેથી શિષ્યનો લાભ થવાનો જાણી તેને કહ્યું કે, હે દ્વિજોત્તમ ! જો અમે તે નિધાન તમને દેખાડીએ તો તમે અમને શું આપશો? તે અમને ખાનગીમાં કહો. ત્યારે તે બ્રાહ્મણે નમ્રતાપૂર્વક કહ્યું કે, જો આપ તેમ કરશો તો હું આપને તેમાંથી અર્ધ દ્રવ્ય આપીશ. ત્યારે આચાર્યજીએ કહ્યું કે, અમારી ઇચ્છા મુજબ તમારી પાસેથી અર્ધ વસ્તુ લઈશું; એમ કહી સાક્ષી રાખી તેનું લખત કરાવ્યું. પછી શુભ દિવસે આચાર્યજીએ તેને ઘેર જઈ તે નિધાન દેખાડ્યું; એટલે તે ખોદવાથી તેમાંથી ચાળીસ લાખ સોનામહોરો નીકળી; પરંતુ તે નિસ્પૃહી આચાર્ય કંઈ પણ લીધા વિના પોતાને ઉપાશ્રયે પધાર્યા. પછી તે સર્વદવ બ્રાણ અને મહેન્દ્રસૂરિજી વચ્ચે દાન ગ્રહણ માટે એક વર્ષ સુધી વિવાદ ચાલ્યો; પછી એક દહાડે તો તે સર્વદેવ બ્રાહ્મણ પ્રતિજ્ઞા કરી ઉપાશ્રયે આવી આચાર્યજી મહારાજને કહેવા લાગ્યો કે, હે ભગવન્! હવે તો હું આપને તે દાન For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જૈન ઈતિહાસ આજે આપ્યા બાદ જ ઘેર જઈશ. ત્યારે આચાર્યજીએ કહ્યું કે હે દ્વિજ ! અમારા અને તમારા વચ્ચે એવું લખત થયું છે કે, મારી ઇચ્છા મુજબ તારી પાસેથી હું અર્ધ ભાગ લઉં, માટે હવે અમે નિસ્પૃહીને દ્રવ્યની ઇચ્છા તો નથી, માટે તારે જો તારી પ્રતિજ્ઞા પાળવાની ઇચ્છા હોય, તો તારા બંને પુત્રોમાંથી એક પુત્ર અમને આપ. અને તેમ કરવાની જો તારી ઇચ્છા ન હોય તો તું સુખેથી તારે ઘેર પાછો જા. તે સાંભળી ગભરાયેલા બ્રાહ્મણે દુઃખી થઈ કહ્યું કે, હે ભગવન્ ! મારી પ્રતિજ્ઞાની ખાતર હું તેમ કરીશ. એમ કહી ચિંતાતુર થઈને તે ઘેર ગયો; તથા એક તુટેલા ખાટલા પર વ્યાકુળ થઈ આળોટવા લાગ્યો; એટલામાં રાજદરબારમાંથી આવેલા ધનપાળે પોતાના પિતાને એવી ચિંતાતુર અવસ્થામાં પડેલા જોઈ તેનું કારણ પૂછ્યું, ત્યારે સર્વદેવે કહ્યું કે, હે પુત્ર ! તમારા જેવા ઉત્તમ અને કુલીન પુત્રો હંમેશાં પિતાની આજ્ઞાને મસ્તકે ચડાવવામાં તત્પર જ હોય છે, તથા કરજમાંથી પિતાને મુક્ત કરીને તેને નરકે જતો અટકાવે છે; માટે મને કરજમાંથી છોડાવવો એ તમને યોગ્ય છે; એમ કહી તેણે ધનપાળને પોતાનું સધળું વૃત્તાંત કહ્યું; પરંતુ ધનપાળે તે જૈનદીક્ષા લેવાની ના પાડી. તેથી તે સર્વદેવ બ્રાહ્મણ મનમાં અત્યંત દુ:ખી થયો; એટલામાં તેનો બીજો પુત્ર શોભન ત્યાં આવી ચડ્યો; તેને પણ સર્વદેવે તે વૃત્તાંત કહેતાં જ, તેણે તો તુરત તેમ કરવું કબુલ કર્યું અને કહ્યું કે, હું ખુશીથી દીક્ષા લઈશ; અને મારા મોટા ભાઈ ધનપાળ કુટુંબનો સઘળો બોજો ધા૨ણ ક૨શે. તે સાંભળી સર્વદેવ બ્રાહ્મણ ઘણો જ ખુશ થઈને શોભનની પ્રતિજ્ઞા કરવા લાગ્યો. તથા પછી ભોજન કર્યા બાદ સર્વદેવ બ્રાહ્મણે શોભન સહિત મહેન્દ્રસૂરિજી પાસે આવીને તે શોભનપુત્રને આચાર્યજીના ખોળામાં સોંપ્યો. ત્યારે આચાર્યજીએ પણ તે સર્વદેવ બ્રાહ્મણની આજ્ઞાથી તે જ દિવસે શુભ મુહૂર્તે તેને દીક્ષા આપી. પછી શોભનમુનિ સહિત મહેન્દ્રસૂરિજી પણ ત્યાંથી વિહાર કરીને For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ અણહિલ્લપુરપાટણમાં પધાર્યા. હવે અહીં ધનપાળે પોતાના પિતાને ઠપકો આપ્યો કે, તમોએ દ્રવ્યને માટે પુત્રને વેચ્યો, માટે હવે મારે તમારી સાથે રહેવું ઉચિત નથી; એમ કહી તેમનાથી જુદો પડ્યો. તથા તેણે ભોજરાજાને પણ સમજાવ્યું કે, આવા પાખંડી જૈનયતિઓ આપણા દેશમાં આવીને સ્ત્રી તથા બાળકોને ઠગે છે. તે સાંભળી મુગ્ધ ભોજરાજાએ પણ આજ્ઞાપત્ર કાઢીને પોતાના દેશમાં જૈનમુનિઓનો વિહાર બંધ કરાવ્યો; તથા તેથી બાર વર્ષ સુધી માનવામાં જૈનમુનિઓનો વિહાર બંધ રહ્યો. હવે અહીં શોભાનાચાર્ય સિદ્ધાંતોમાં પારંગામી થવાથી મહેન્દ્રસૂરિએ તેમને વાચનાચાર્યની પદવી આપી; એવામાં અવંતીદેશના સંઘની વિનંતિ આવવાથી શોભનાચાર્યે ગુરુ મહારાજને કહ્યું કે, તે ભગવન્! જો આપ આજ્ઞા આપો તો હું મારા ભાઈ ધનપાળને પ્રતિબોધવા માટે ધારાનગરીમાં જાઉં. પછી ગુરુમહારાજે આજ્ઞા આપવાથી શોભનાચાર્ય કેટલાક ગીતાર્થ મુનિઓ સહિત ધારાનગરીમાં પધાર્યા, તથા ત્યાં તેમણે ધનપાળને ઘેર બે મુનિઓને ગોચરી માટે મોકલ્યા. તે વખતે ધનપળ સ્નાન કરવાની તૈયારી કરતો હતો. પછી તે સાધુઓ જ્યારે ધર્મલાભ દઈ ઊભા ત્યારે ધનપાળે પોતાની સ્ત્રીને કહ્યું કે, આ સાધુઓને જે ભિક્ષા જોઈએ તે આપો. કેમ કે ઘેર આવેલો અર્થી જો નિરાશ થઈ પાછો જાય તો મહાન્ અધર્મ થાય. પછી તે સાધુઓને જ્યારે દહીં આપવા માંડ્યું, ત્યારે સાધુઓએ પૂછ્યું કે, આ દહીં કેટલા દિવસનું છે? ત્યારે ધનપાળે ગુસ્સે થઈ કહ્યું કે, આ દહીં ત્રણ દિવસનું છે, શું તેમાં કંઈ જીવ પડ્યા - છે? તમે તો કોઈક નવીન દયાળુ જેવા દેખાઓ છો. તમારે જોઈતું હોય તો લ્યો, નહીં તો અહીંથી તુરત ચાલ્યા જાઓ. ત્યારે સાધુઓએ " કહ્યું કે, હે ધનપાળ ! અમારો તેમ પૂછવાનો આચાર છે, તમે શા For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ માટે ઈર્ષ્યા કરો છો? ઈર્ષ્યાથી મહાન દોષ થાય છે; અને પ્રિય વાક્ય બોલવાથી કીર્તિ વધે છે. વળી જ્ઞાનીઓએ પણ કહ્યું છે કે બે દિવસ પછી દહીંની અંદર જીવોની ઉત્પત્તિ થાય છે; ત્યારે તે બુદ્ધિવાન ધનપાળે કહ્યું કે, મને તેની ખાતરી કરાવી આપો. ત્યારે તે સાધુઓએ તે દહીંમાં જરા અળતાનો રંગ નખાવ્યો, તેથી તેમાં રહેલા જંતુઓ ઉપર તરી આવ્યા; તથા તરફડવા લાગ્યાં. તે જોઈ ધનપાળનો મિથ્યાત્વરૂપી લેપ નીકળી ગયો; અને વિચાર્યું કે, અહો ! આ જૈનલોકોનો ધર્મ દયાથી ઉજ્જવળ છે! પછી તેણે સાધુઓને પૂછ્યું કે, તમારા ગુરુ કોણ છે ? તથા તમે અહીં ક્યાં રહ્યા છો ? પછી તે સાધુઓએ તે સઘળો વૃત્તાંત કહેવાથી ધનપાળ શોભનાચાર્યજી પાસે ગયા; ધનપાળને આવતો જોઈ શોભનાચાર્યે પણ ઊઠીને તેને ઘણું સન્માન આપ્યું. પછી ધનપાળે પોતે કરેલાં વિપરીત આચરણનો પસ્તાવો કર્યો; તથા શોભનાચાર્યના ઉપદેશથી ધનપાળે જૈનધર્મ અંગીકાર કરી ઋષભદેવ પ્રભુનું મંદિર બંધાવ્યું. તથા પ્રભુ સન્મુખ ઋષભપંચાસિકા નામની નવીન સ્તુતિ રચીને કહી. પછી તેમણે બાર હજાર શ્લોકોના પ્રમાણવાળો ગદ્યકાવ્યરૂપ તિલકમંજરી નામનો ગ્રંથ બનાવ્યો. ત્યારબાદ ભોજરાજાએ તે તિલકમંજરી ગ્રંથમાં પોતાનું નામ દાખલ કરવાનું કહેવાથી ધનપાળે તેમ કરવું કબૂલ કર્યું નહીં; આથી રાજાએ તે ગ્રંથ તેની પાસેથી ઝુંટવીને અગ્નિમાં બાળી નાખ્યો, ત્યારે ધનપાળ ગુસ્સે થઈ પોતાને ઘેર જઈ શોકાતુર થઈ બેઠો; ત્યારે તેની નવ વર્ષની ઉમરની પુત્રીએ તેની દિલગીરીનું કારણ પૂછવાથી તેણે તે વાત જાણાવી, ત્યારે તેણીએ કહ્યું કે, તમે તેની ચિંતા ન કરો, તે સઘળું પુસ્તક મારે કંઠે છે. પછી પુત્રીના મુખથી સાંભળીને તે લખવા માંડતાં છેવટે તેમાંથી ત્રણ હજાર શ્લોકો ઓછા થયા, અને હાલ પણ તે નવ હજાર શ્લોકોના પ્રમાણનો ગ્રંથ મોજુદ છે. પછી ધનપાળ પંડિત તે ધારાનગર છોડીને સત્યપુરમાં ગયા. તેના જવાથી For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ભોજરાજાને પાછળથી ઘણો પસ્તાવો થયો; તેથી તેને ફરીથી તેણે સન્માનપૂર્વક ધારાનગરીમાં બોલાવ્યો. છેવટે ધનપાળ પંડિત નિર્દોષપણે ગૃહસ્થધર્મ પાળી ધર્મધ્યાનપૂર્વક કાળ કરી સ્વર્ગે ગયા. આ મહાપ્રભાવિક ધનપાળ કવીશ્વર વિક્રમ સંવત ૧૨૨૯ માં વિદ્યમાન હતા, કેમ કે તે સાલમાં તેમણે પાયલચ્છી નામમાળા રચી છે. શોભનાચાર્યજીએ પણ મહાયમકવાળી અતિ અદ્દભુત શોભનસ્તુતિ રચી છે; અને તેની રચના તેમણે ગોચરી જતાં માર્ગમાં જ એક વખત કરી હતી; તથા તેના પર ધનપાળ પંડિતજીએ ટીકા રચી છે. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૨ વિક્રમ સંવત ૧૦૩૧ થી ૧૧૦૦ (સૂરાચાર્ય, વર્ધમાનસૂરિ તથા વિમળશાહ) સૂરાચાર્ય વિક્રમ સંવત ૧૦૩૧ થી ૧૦૦૨ સુધીમાં વિધમાન હતા, ગુજરાતમાં અણહિલ્લપુરપાટણમાં જ્યારે ભીમદેવ રાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં દ્રોણાચાર્ય નામે મહાવિદ્વાન જૈનાચાર્ય વસતા હતા; તે આચાર્ય ભીમદેવ રાજાના સંસારીપક્ષમાં મામા થતા હતા. તે આચાર્યજીના ભાઈ સંગ્રામસિંહના પુત્ર મહીપાળે પણ તેમની પાસે દીક્ષા લીધી હતી, તથા તેમનું સૂરાચાર્ય નામ રાખવામાં આવ્યું હતું. અનુક્રમે તે સૂરાચાર્યજી પણ શાસ્ત્રોના પારંગામી થયા. એક વખતે ભીમરાજાના દરબારમાં ધારાનગરીના ભોજરાજાના પ્રધાનો આવ્યા, તેમણે ભોજરાજાની પ્રશંસાનો એક શ્લોક ભીમરાજાને સંભળાવ્યો. તે ગાથાનો પ્રત્યુત્તર તેવી જ મનોહર ગાથામાં લખવા માટે ભીમરાજાએ સૂરાચાર્યજીને યોગ્ય જાણી, તેમને સન્માનપૂર્વક સભામાં બોલાવી તે ગાથા રચવાનું કહ્યું, ત્યારે સૂરાચાર્યજીએ પણ તે જ સમયે ત્યાં અત્યંત ચમત્કારી ગાથા રચીને રાજાને સોંપી. તે જોઈ રાજાએ ચમત્કાર પામી તે ગાથા સહિત પોતાના પ્રધાનોને ધારાનગરીમાં ભોજરાજા પાસે મોકલ્યા. હવે અહીં દ્રોણાચાર્યજીએ પોતાના બીજા શિષ્યોને ભણાવવા માટે સૂરાચાર્યજીને સોંપ્યા. સૂરાચાર્યજીનો જાતિસ્વભાવ તીવ્ર હોવાથી તે શિષ્યોને અભ્યાસ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ કરાવવા માટે એટલી તાડના કરતા કે, જેથી હંમેશાં એક રજોહરણની દાંડી ભાંગતી. તે જોઈ સૂરાચાર્યજીએ પોતાના એક ભક્ત શ્રાવકને લોખંડની દાંડી લાવવાનું કહ્યું; તે બાબતની ગુરુને ખબર પડવાથી તેમણે સૂરાચાર્યજીને લિંભો આપ્યો કે, સાધુને લોખંડનું શસ્ત્ર રાખવાનો અધિકાર નથી. ત્યારબાદ ઉપલી ગાથા ભોજરાજાએ વાંચી તેથી ખુશ થઈને સૂરાચાર્યજીને બોલાવવા માટે પોતાના પ્રધાનોને ભીમદેવરાજાના દરબારમાં મોકલ્યા. ભીમદેવે સૂરાચાર્યજીને બોલાવી તે હકીકત કહી, તેથી તેમણે પણ વિચાર્યું કે, ભોજરાજાની સભામાં ઘણા વિદ્વાનો સંભળાય છે, માટે તેમને જીતવાથી ઘણી કીર્તિ થશે તથા જૈનશાસનનો પણ મહિમા થશે, એમ વિચારી ગુરુની આજ્ઞા લઈ સૂરાચાર્યજી ધારાનગરીમાં ગયા; ત્યાં ભોજરાજાએ ઘણા આદરમાનથી તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો. એક વખતે ભોજરાજાને એવી ઈચ્છા થઈ કે, છએ દર્શનોને હું એકમત કરી આપું; એમ વિચારી તેઓના આગેવાનોને તેણે કેદખાનામાં પૂરી કહ્યું કે, જ્યાં સુધી તમે સઘળા એકમત નહીં થાઓ, ત્યાં સુધી તમને ભોજન મળશે નહીં. તે સાંભળી તેઓ બિચારા ગભરાઈને ત્યાં બેસી રહ્યા. આ બાબતની સૂરાચાર્યજીને ખબર પડવાથી તેમણે રાજાને એવી યુક્તિથી સમજાવ્યો કે, બજારમાં જેમ સર્વ ચીજો એક જ દુકાનેથી મળે એવો બંદોબસ્ત થઈ શકતો નથી, તેમ છએ દર્શનો એકમત થવા અસંભવિત છે; એવી રીતે રાજાને સમજાવવાથી રાજાએ તે આગેવાનોને છોડી મેલ્યા, જેથી સૂરાચાર્યજીની ત્યાં ઘણી કીર્તિ થઈ. એક દહાડો સૂરાચાર્યજી ભોજરાજાની પાઠશાળામાં ગયા, તે વખતે ત્યાં ભોજરાજાએ બનાવેલા વ્યાકરણનો અભ્યાસ ચાલતો હતો; તેના ‘મંગળાચરણમાં સરસ્વતીને વધૂ (વહુ) કહેલી હતી; આથી સૂરાચાર્યજીએ જરા ઉપહાસથી તે અધ્યાપકને કહ્યું કે, સરસ્વતીને તો કુમારિકા કહેલી સાંભળી છે, પરંતુ સરસ્વતીને વહુ બનાવનારા For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ 100 જેને ઈતિહાસ વિદ્વાનો તો આ દેશમાં જ દેખાય છે. પછી તે અધ્યાપકે આ વાત ભોજરાજાને કહેવાથી તેને ક્રોધ ચડ્યો, તેથી તેણે પોતાની સભાના. પંડિતોને બોલાવી કહ્યું કે, તમારે આવતી કાલે સૂરાચાર્યને ધર્મવાદમાં જીતવા. પછી વળતે દિવસે રાજાએ પોતાના વિદ્વાનોને એકઠા કરીને સૂરાચાર્યજીને ઘણા સન્માનથી બોલાવી તે વિદ્વાનો સાથે ધર્મવાદ કરવાનું કહ્યું. ત્યારે આચાર્યજીએ પણ પોતાના પ્રબળ જ્ઞાનથી તે સર્વ વિદ્વાનોનો પરાજય કર્યો; આથી રાજાને મનમાં ઘણો જ ગુસ્સો થયો; પરંતુ તે સમયે તેણે તે જણાવ્યો નહીં, પણ ઉલટી આચાર્યજીની પ્રશંસા કરી. પછી આચાર્યજી જ્યારે ઉપાશ્રયે પધાર્યા, ત્યારે ધનપાળ પંડિતે હાથ જોડીને તેમને કહ્યું કે, હે ભગવન્! આપણા જૈનશાસનની ઉન્નતિથી તો મને હર્ષ થયો છે, પરંતુ આ ભોજરાજા પોતાની સભાના પંડિતોને જીતનારને મારી નાખે છે, તેથી મને આ સમયે ઘણી જ દિલગિરિ થાય છે. હવે હું જ્યારે આપને ચેતાવું ત્યારે આપે છુપા વેષથી મારે ઘેર પધારવું; કે જેથી હું છુપી રીતે આપને ગુજરાતમાં મોકલી આપીશ. એમ કહી ધનપાળ પંડિત ગયા બાદ રાજાએ સૂરાચાર્યજીને જયપત્ર આપવાના મિષથી માણસો મોકલી બોલાવ્યા. તે જ વખતે ધનપાળે પણ આચાર્યજીને ચેતાવ્યું કે, આજે રાજા દગો કરનાર છે, માટે ગુપ્ત વેશે આપે મારે ઘેર પધારવું. પછી આચાર્યજીએ તે રાજાના માણસોને કહ્યું કે, હું આહારપાણી કરીને મધ્યાહન સમયે રાજાની સભામાં આવશે. તે સાંભળી તે માણસો ત્યાં ઉપાશ્રયને ઘેરીને બેઠાં. પછી આચાર્યજીએ એક વૃદ્ધ મુનિને સિંહાસન પર બેસાડ્યા, અને પોતે શ્રાવકનો વેષ લઈ જ્યારે બહાર જવા માંડ્યું, ત્યારે રાજાનાં માણસોએ તેમને અટકાવ્યા. ત્યારે તેમણે કહ્યું કે, હું તો આ નગરનો એક શ્રાવક છું, અને સૂરાચાર્યજી તો અંદર સિંહાસન પર બેઠા છે, વળી મને પાણીની બહુ તરસ લાગી છે, માટે પાણી પીવા જાઉં છું. તે માણસોએ વેષ બદલવાથી બરોબર For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ જૈન ઈતિહાસ નહીં ઓળખવાથી તેમને જવા દીધા; તેથી તે તુરત ધનપાળને ઘેર આવ્યા, ત્યારે ધનપાળે પણ તેમનો સત્કાર કરીને તેમને છૂપી રીતે ભોંયરામાં રાખ્યા; એવામાં કેટલાક તંબોળીઓ નાગરવેલનાં પાનના કરંડીયા ભરીને ગુજરાત તરફ જતા હતા, તેઓને ધનપાળે એકસો સોનામહોરો આપી કહ્યું કે, તમે આ મારા ગુરુને છૂપી રીતે એક કરંડીયામાં રાખીને તમારી સાથે લઈ જાઓ. તેઓએ પણ તેમ કરવાની કબુલાત આપવાથી તેઓની સાથે સૂરાચાર્યજી પણ છુપી રીતે કરંડિયામાં બેસી વૃષભ પર સવાર થઈને રવાના થઈ ગયા. હવે અહીં મધ્યાહ્નકાળ વીત્યા છતાં પણ જ્યારે સુરાચાર્ય બહાર આવ્યા નહીં, ત્યારે રાજાનાં માણસો એકદમ ઉપાશ્રયમાં ઘુસી ગયાં, અને સિંહાસન પર બેઠેલા મોટા ઉદરવાળા એક ઘરડા સાધુને ઉપાડીને રાજા પાસે લઈ ગયા. તેને જોઈ રાજાએ તે પોતાના માણસોને કહ્યું કે, અરે દુષ્ટો ! તમે આ ડોકરાને અહીં કેમ લાવ્યા? ખરેખર તમને આંધળા બનાવીને તે મહાચતુર ગુર્જર સાધુ ત્યાંથી પલાયન કરી ગયો છે. તે સાંભળી તેઓએ જતાં જતાં કહ્યું કે, તે સ્વામી! એક તરસ્યા શ્રાવક સિવાય અમોએ તે ઉપાશ્રયમાંથી કોઈને પણ જવા દીધો નથી, તે સાંભળી રાજાએ અત્યંત ક્રોધ કરી કહ્યું કે, અરે ! અંધાઓ ! ખરેખર તે વેષ બદલી તમારી આંખો આંજીને ચાલ્યો ગયો છે તેમાં કોઈ પણ શક નથી. એમ કહી તેઓને રજા આપી રાજા તો શોકમાં નિમગ્ન થયો. હવે અહીં તે તંબોળીઓ પણ ચાલતો માર્ગ છોડી આડમાર્ગે ભયંકર જંગલો અને પર્વતો ઓળંગીને મહીનદીને કિનારે આવી પહોંચ્યા. ત્યારે સુરાચાર્યજી પણ ત્યાં ગુજરાતની હિંદ જાણીને પ્રગટ રીતે વિહાર કરવા લાગ્યા; તથા અનુક્રમે અણહિલ્લપુરપાટણમાં આવ્યા. તે સમયે ભીમરાજાએ પણ તેમનું મોટા આડંબરથી સામૈયું કર્યું, પછી તે સુરાચાર્યજીએ પોતાનો સર્વ વૃત્તાંત ગુરુમહારાજને તથા રાજસભામાં કહી બતાવ્યો, તે For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈન ઈતિહાસ સાંભળી ભીમદેવ રાજાને ઘણો જ હર્ષ થયો. ત્યારબાદ સુરાચાર્યજીએ ગુરુમહારાજની સમક્ષ દેશાંતરમાં થયેલા અતિચારોની આલોચના લઈ પોતાના આત્માને પવિત્ર કર્યો. પછી તેમણે દ્વિસંધાન નામનો કવિત્વચમત્કૃતિવાળો કાવ્યગ્રંથ રચ્યો. પછી દ્રોણાચાર્યજી તેમને પોતાની પાટે સ્થાપીને સમાધિપૂર્વક કાળ કરીને સ્વર્ગે પધાર્યા. સુરાચાર્યજી પણ ત્યારબાદ જૈનશાસનની કેટલીક ઉન્નતિ કરીને સ્વર્ગ ગયા. વર્ધમાનસૂરિ તથા વિમળશાહ, વિક્રમ સંવત ૧૦૮૮ શ્રી વર્ધમાનસૂરિજી મહારાજ વિક્રમ સંવત ૧૮૮૮માં વિદ્યમાન હતા, કેમ કે તે સાલમાં તેમણે આબુ પરના વિમળશાહ શેઠે બંધાવેલાં જિનમંદિરોની પ્રતિષ્ઠા કરી હતી. આ વિમળશાહ શેઠ મહાધનાઢ્ય શ્રાવક હતા, તથા તે રાજાના મંત્રી હતા. તેમણે કરોડો દ્રવ્ય ખર્ચાને આબુ પર અત્યંત અદ્ભુત જૈનમંદિરો બંધાવેલાં છે. શ્રી વર્ધમાનસૂરિ પ્રથમ ચૈત્યવાસી જિનચંદ્રસૂરિના શિષ્ય હતા, પરંતુ પાછળથી પોતાના કબજાના ચોર્યાસી ચૈત્યોનો ભોગવટો છોડીને તે શ્રી નેમિચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી ઉદ્યોતનસૂરિના શિષ્ય થયા હતા. તેમણે ઉપમિતિભવપ્રપંચ, નામસમુચ્ચય તથા વાસુપૂજ્ય ચરિત્ર નામના અદ્ભુત ગ્રંથો રચ્યા છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૩ વિક્રમ સંવત ૧૦૫૦ થી ૧૧૦૦ જિનેશ્વરસૂરિ, અભયદેવસૂરિ, તથા વાદિવેતાળશાંતિસૂરિ જિનેશ્વરસૂરિને ખરતરનું બિરુદ (વિક્રમ સંવત ૧૦૮૦) આ મહાન આચાર્ય ઉદ્યોતનસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિના શિષ્ય, તથા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિના ગુરુ હતા. તે વિક્રમ સંવત ૧૦૮૦ માં વિદ્યમાન હતા; તેમને ગુજરાતના રાજા દુર્લભસેન તરફથી ખરતરનું બિરૂદ મળ્યું હતું. તેમણે હરિભદ્રસૂરિજીએ રચેલા અષ્ટકની ટીકા, પંચલિગી પ્રકરણ, વીરચરિત્ર, લીલાવતી કથા, કથારત્નકોષ વગેરે ગ્રંથો રચ્યા છે. તેમનું વૃત્તાંત એવું છે કે, માળવામાં આવેલી ધારાનગરીમાં જ્યારે ભોજરાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં લક્ષ્મીપતિ નામનો એક મહાધનાઢ્ય વ્યાપારી વસતો હતો. એક વખતે ત્યાં શ્રીધર અને શ્રીપતિ નામના બે બ્રાહ્મણો દેશ જોવાની ઇચ્છાથી આવી ચડ્યા; તથા ભિક્ષા માટે તે લક્ષ્મીપતિ શેઠને ઘેર જવાથી તેણે તેઓએ ભક્તિપૂર્વક ભિક્ષા આપી. હવે તે શેઠના ઘરની ભીંત ઉપર એક ઘણો જ ઉપયોગી શિલાલેખ હતો, તે લેખને આ બંને બ્રાહ્મણો હંમેશાં વાંચતા, તેથી તેઓને તે લેખ કંઠે થઈ . ગયો. એવામાં એક સમયે તે શેઠના ઘરમાં અકસ્માત આગ લાગી, જેથી સઘળું મકાન તથા તે સાથે તે લેખ પણ બળી ગયો; આથી શેઠને ઘણી દિલગિરી થઈ; શેઠને દિલગિર થયેલા જોઈ તે બ્રાહ્મણોએ કહ્યું For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન ઈતિહાસ કે, હે શેઠ! તમે તે લેખ માટે કશી ફિકર કરો નહીં, અમે તે લેપ આપને જેવો હતો તેવો લખી આપશું. પછી તે બંને બ્રાહ્મણોએ તે. લેખ યથાર્થ રીતે લખી આપવાથી લક્ષ્મીપતિ શેઠ ઘણો ખુશ થયો, તથા તેઓને હંમેશાં પોતાને ઘેર જ રાખ્યા. તેઓને શીળવંત તથા ઉત્તમ ગુણવાળા જાણીને શેઠે વિચાર્યું કે, આ બંને બ્રાહ્મણોને જો આપણા આચાર્ય શિષ્ય કરે, તો ખરેખર તેઓ જૈનશાસનને દીપાવનારા થાય. એવામાં ત્યાં વર્ધમાનસૂરિજી મહારાજ પધાર્યા તેથી તે લક્ષ્મીપતિ શેઠ તે બંને બ્રાહ્મણપુત્રોને સાથે લઈને તેમને વાંદવા માટે ગયા; ત્યાં તે બંને બ્રાહ્મણોની હસ્તરેખા આદિ જોઈને ગુરુએ તેમને દીક્ષા યોગ્ય જાણીને તે લક્ષ્મીપતિની અનુજ્ઞાપૂર્વક તેમને દીક્ષા આપી. પછી તેઓ યોગવાહનપૂર્વક સર્વ સિદ્ધાંતોનો અભ્યાસ કરીને પાંચ મહાવ્રતોને અતિચારરહિત પાળવા લાગ્યા. છેવટે તેમને યોગ્ય જાણી ગુરુમહારાજે આચાર્ય પદવી આપી; તથા તેઓના અનુક્રમે જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિ નામ પાડ્યાં. પછી શ્રી વર્ધમાનસૂરિજીએ તેઓને કહ્યું કે, આજકાલ અણહિલ્લપુરપાટણમાં ચૈત્યવાસીઓનું ઘણું જોર હોવાથી ત્યાં શુદ્ધ સામાચારીવાળા મુનિરાજોને રહેવાનું સ્થાન પણ મળતું નથી, માટે તે ઉપદ્રવ તમે બંને તમારી શક્તિ અને બુદ્ધિથી નિવારણ કરો કેમ કે આ વખતમાં તમારા સરખા બીજા વિચક્ષણો નથી. એવી ગુરુમહારાજની આજ્ઞા મસ્તક પર ચડાવીને તેઓ ત્યાંથી વિહાર કરીને અણહિલપુરમાં આવ્યા. ત્યાં તેઓ એક ઉત્તમ અને દયાળુ પુરોહિતના મકાનમાં ઊતર્યા; એટલામાં ચૈત્યવાસીઓને તેઓના આવવાના સમાચાર મળવાથી તેઓએ તેમની પાસે પોતાના નોકરોને મોકલ્યા; તે નોકરો ત્યાં આવી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરજીને કહેવા લાગ્યા કે, અરે ! સાધુઓ ! તમે તુરત આ નગરીની બહાર નીકળી જાઓ, કેમ કે અહીં ચૈત્યવાસીઓ સિવાય બીજા શ્વેતાંબર મુનિઓને રહેવાનો હક For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૦૫ નથી. ત્યારે પુરોહિતે કહ્યું કે, આ બાબતનો મારે રાજા પાસે જઈ રાજસભામાં નિર્ણય કરવો છે, એમ કહી તે દુર્લભસેન રાજા પાસે ગયો, અને ત્યાં ચૈત્યવાસીઓ પણ આવ્યા. પછી તે પુરોહિતે રાજાને વિનંતી કરી કે, હે રાજન્ ! આ નગરમાં બે ઉત્તમ જૈનમુનિઓ પોતાને સ્થાન નહીં મળવાથી મારે ઘેર પધાર્યા છે, તેઓ મહાગુણી હોવાથી મેં તેઓને રહેવા માટે સ્થાન આપ્યું છે; પરંતુ આ ચૈત્યવાસી યતિઓએ પોતાના માણસોને મારે ઘેર મોકલી તેઓએ નગરની બહાર નીકળી જવાનું કહેવરાવ્યું છે. તે સાંભળી નીતિવાન્ દુર્લભરાજાએ જરા હસીને કહ્યું કે, મારા નગરમાં જે ગુણી માણસો દેશાંતરથી આવીને વસે છે, તેઓને કોઈ પણ અટકાવી શકે તેમ નથી; તો આવા મહાત્માઓને અહીં ન વસવા દેવા માટે શું પ્રયોજન છે ? ત્યારે ચૈત્યવાસીઓ બોલી ઊઠ્યા કે, હે રાજન્ ! પૂર્વે શ્રી વનરાજ નામના જે મહાપરાક્રમી રાજા અહીં થયેલા છે, તેમને બાલ્યપણામાં ચૈત્યવાસી શીલગુણસૂરિજીએ આશ્રય આપી પોષ્યા હતા; અને તે ઉપકારના બદલામાં વનરાજે સંપ્રદાય વિરોધના ભયથી આ નગ૨માં ફક્ત ચૈત્યવાસીઓએ જ રહેવું, અને બીજા શ્વેતાંબર જૈનસાધુઓએ અહીં રહેવું નહીં, એવો લેખ કરી આપ્યો છે. અને તેથી અમે તેમને અહીં વસવા માટે મના કરીએ છીએ; અને આપે પણ આપના તે પૂર્વજોની આજ્ઞા પાળવી જોઈએ ત્યારે રાજાએ કહ્યું કે, અમારા પૂર્વજોની આજ્ઞા અમારે પાળવી જ જોઈએ, તે વાજબી જ છે, કેમ કે આપ જેવા મહાત્માઓની આશિષથી અમારા જેવા રાજાઓ ઋદ્ધિવાળા થાય છે, અને ટૂંકામાં કહીએ તો આ રાજ્ય જ આપનું છે, તેમાં કંઈ પણ સંદેહ નથી. વળી તમે પણ જૈનમુનિઓ છો, તો મુનિઓનો આચાર શું છે ? તે સાંભળવાની મને ઇચ્છા છે, અને તે આચારમાં જો આ બંને મુનિઓનું વિરોધીપણું માલુમ પડે, તો તેઓએ આ નગરમાં રહેવું નહીં; એમ કહી તે દુર્લભસેન રાજાએ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ જ ન ઈતિહાસ પોતાના સરસ્વતી ભ ૧૦૬ પોતાના સરસ્વતી ભંડારમાં રહેલું જૈનમુનિના આચારના સ્વરૂપને જણાવનારું દશવૈકાલિકસૂત્ર મંગાવ્યું, અને તેમાં કહેલા આચાર મુજબ આ બંને આચાર્યોને પ્રવર્તતા જોઈને, તેમને ખરતર બિરુદ આપી ત્યાં રહેવા માટે સ્થાન આપ્યું. આથી ચૈત્યવાસી યતિઓ તો. ઝંખવાણા પડીને પોતાને સ્થાનકે ગયા. તથા ત્યારથી તે અણહિલ્લપુરમાં શુદ્ધ સામાચારીવાળા જૈનમુનિઓને નિવાસ મળવા લાગ્યો; અને ચૈત્યવાસીઓનું જોર ધીમે ધીમે ઓછું થતું ચાલ્યું. ત્યાં બુદ્ધિસાગરજીએ બુદ્ધિસાગર નામનું આઠ હજાર શ્લોકોના પ્રમાણવાળું નવીન વ્યાકરણ રચ્યું. એવી રીતે આ ખતરનું બિરુદ ધરાવનારા શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ મહાપ્રભાવિક થયા છે. નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિ (વિક્રમ સંવત ૧૦૮૮ થી) ધારાપુરીનગરીમાં વસનારા મહીધર નામના એક શેઠની ધનદેવી નામની સ્ત્રીની કુલિએ અભયકુમાર નામના એક પુત્રનો જન્મ થયો હતો. એક વખતે શ્રી વર્ધમાનસૂરિના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિ ત્યાં પધાર્યા. ત્યારે તે અભયકુમારે તેમની પાસે દીક્ષા લીધી. પછી શ્રી વર્ધમાનસૂરિની અનુમતિપૂર્વક તેમને ફક્ત સોળ વર્ષની ઉંમરે જ વિક્રમ સંવત ૧૦૮૮ માં આચાર્યપદ આપવામાં આવ્યું હતું. હવે તે સમયમાં દુકાળ આદિના સબબથી આગમોની ટીકાઓનો વિચ્છેદ થયો હતો. એક વખતે શ્રી અભયદેવસૂરિજી મધ્યરાત્રિએ જ્યારે ધ્યાનમાં લીન થયા હતા, તે સમયે શાસનદેવીએ આવી તેમને કહ્યું કે, પૂર્વના આચાર્યોએ અગ્યારે અંગોની ટીકાઓ રચી હતી, પરંતુ કાળના દૂષણથી ફક્ત બે અંગો સિવાય બાકીના અંગોની ટીકાઓનો વિચ્છેદ થયો છે. માટે આપ તે અંગોની ટીકાઓ રચીને સંઘ પર કૃપા For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧O૭ જેને ઈતિહાસ કરો. ત્યારે આચાર્યજીએ કહ્યું કે, હે શાસનમાતા ! આવું ગહન કાર્ય કરવાને અલ્પ બુદ્ધિવાન એવો હું શી રીતે સમર્થ થાઉં? કેમ કે તે કાર્યમાં જો કદાચ ઉસૂત્ર થાય તો મને ઘણી આપદા થાય; તેમ આપની આજ્ઞાનું ઉલ્લંઘન પણ થવું ન જોઈએ. ત્યારે શાસનદેવીએ કહ્યું કે, હે આચાર્યજી ! આપને તે કાર્ય માટે સમર્થ જાણીને જ મેં કહ્યું છે. તેમ તે ટીકાની રચનામાં તમોને જે સંશય હશે, તે હું સીમંધરસ્વામીને પૂછીને તમારા તે સંશયો દૂર કરીશ. તમે ફક્ત મારું સ્મરણ કરવાથી જ હું તમારી પાસે હાજર થઈશ. તે સાંભળી અભયદેવસૂરિજીએ ઉત્સાહપૂર્વક તે કાર્યનો પ્રારંભ કર્યો તથા તે કાર્ય સંપૂર્ણ થતાં સુધીમાં તેમણે આંબીલનો તપ કર્યો; તથા પોતાની કબુલાત મુજબ શાસનદેવીએ પણ તેમને તે કાર્યમાં મદદ આપી; પણ તે આંબિલ તપથી રાત્રિએ જાગવાના પ્રયાસથી શરીરમાંના રુધિરમાં બગાડ થવાથી તેમને કુટનો રોગ થયો. ત્યારે અન્યદર્શનીય આદિ ઈર્ષાળુ લોકોને નિંદા કરવાનું કારણ મળ્યું કે, ટીકાઓની રચાનામાં થયેલા ઉસૂત્રપ્રરૂપણથી આચાર્ય પર ગુસ્સે થયેલા શાસનદેવોએ શિક્ષા કરવાના હેતુથી તેમને આ દશાએ પહોંચાડ્યા છે; તે અપવાદ સાંભળી આચાર્યજી દિલગિર થયા. પછી રાત્રિએ ધરણેન્દ્ર આવીને તેમના રોગને નિવારણ કર્યો, તથા કહ્યું કે, સ્તંભન (ખંભાત) શહેરની પાસે સેઢી નદીને કિનારે ભૂમિની અંદર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે, કે જે પ્રતિમાના પ્રભાવથી પૂર્વે નાગાર્જુને રસસિદ્ધિ સાધી છે; તે પ્રતિમાને ત્યાં પ્રગટ કરીને તમે ત્યાં મોટું તીર્થ પ્રવર્તાવો કે જેથી તમારી અપકીર્તિનો નાશ થશે અને જૈનશાસનની પણ પ્રભાવના થશે. પછી ત્યાં શ્રી અભયદેવસૂરીશ્વરજીએ જયતિહુઅણ નામના બત્રીસ ગાથાઓવાળા સ્તોત્રાપૂર્વક તે શ્રી સ્તંભનપાર્શ્વનાથજીની પ્રતિમાને સંઘ સમક્ષ પ્રગટ કરી; તેથી તેમની ઘણી કીર્તિ થઈ તથા જૈનશાસનની ઉન્નતિ થઈ; પછી ધરણેન્દ્રના For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન ઈતિહાસ વચનથી આચાર્જીએ તે સ્તોત્રની બે ગાથાઓને ગોપવી રાખી, કે જેથી અદ્યાપિપર્યત તે સ્તોત્ર ત્રીસગાથાઓનું વિદ્યમાન છે. તે શ્રી સ્તંભનપાર્શ્વનાથજીની પ્રતિમા હાલ પણ ખંભાતમાં વિદ્યમાન છે. તે પ્રતિમાના આસનની પાછળ એવો લેખ કોતરવામાં આવ્યો છે કે, આ પ્રતિમા ગોડ નામના શ્રાવકે શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં બે હજાર બસો બાવીસ વર્ષે કરાવી છે; એવી રીતે શ્રી જૈનશાસનની પ્રભાવના કરીને શ્રી અભયદેવસૂરિજી વિક્રમ સંવત ૧૧૩૫ માં (બીજા મત પ્રમાણે વિક્રમ સંવત ૧૧૩૯માં) ગુજરાતમાં આવેલા કપડવંજ નામે ગામમાં સ્વર્ગે ગયા; તેમણે નવે અંગની ટીકાઓ ઉપરાંત હરિભદ્રસૂરિજીના પંચાસક પર સંવત ૧૧૨૪ માં ધોળકામાં રહીને ટીકા બનાવી; તેમ જયતિહુઅણ સ્તોત્ર, નિગોદષત્રિશિકા, પંચનિગ્રંથવિચારસંગ્રહણી, પુદ્રનગષત્રિશિકા, ષોડશક ટીકા વગેરે અનેક શાસ્ત્રો રચેલાં છે. વાદીવેતાળ શાંતિસૂરિ, વિક્રમ સંવત ૧૦૯૬ ગુજરાતમાં અણહિલ્લપુરપાટણમાં જ્યારે ભીમદેવ રાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં ચાંદ્રકુળના થારાપદ્રીય ગચ્છના વિજયસિંહસૂરિ નામે આચાર્ય વસતા હતા. તે સમયે તે નગરથી પશ્ચિમ દિશામાં આવેલા ઉન્નતાયુ નામના ગામમાં શ્રીમાળી વંશનો ધનદેવ નામે એક શ્રાવક વસતો હતો. તેની ધનશ્રી નામની સ્ત્રીની કુલિએ ભીમ નામના એક ઉત્તમ લક્ષણોવાળા પુત્રનો જન્મ થયો હતો. એક દહાડો તે શ્રી વિજયસિંહસૂરિજી તે ગામમાં પધાર્યા; અને તેમણે તે ભીમને તેના સામુદ્રિક લક્ષણોથી જૈનશાસનની ઉન્નતિ કરનારો જાણીને તેના માતપિતાની અનુજ્ઞાપૂર્વક તેને દીક્ષા આપીને તેમનું શાંતિસૂરિ નામ પાડ્યું; તેમને સર્વ શાસ્ત્રોના પારંગામી જાણીને For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૦૯ તેમને પોતાની પાટે સ્થાપીને વિજયસિંહસૂરિજી દેવલોક પધાર્યા; ત્યાર બાદ ધારાનગરીના પ્રખ્યાત મહાકવિ ધનપાળે પોતે રચેલી તિલકમંજરી નામની કથાને તેમની પાસે સુધરાવી. એક વખતે તે શ્રી શાંતિસૂરિજી મહારાજ ધનપાળ પંડિતની પ્રેરણાથી ધારાનગરીમાં ગયા; અને ત્યાંના રાજા ભોજે તેમનો ઘણો આદરસત્કાર કર્યો. વળી ત્યાં તેમણે સરસ્વતીએ આપેલા વરદાનથી ભોજરાજાની સભાના સર્વ પંડિતોને જીત્યા, અને તેથી તે રાજાએ તુષ્ટમાન થઈને તેમને વાદિવેતાળનું બિરુદ આપ્યું. પછી તે શ્રી શાંતિસૂરિજી મહારાજ જયારે પાછા અણહિલ્લપુરમાં પધાર્યા ત્યારે ત્યાંના એક પદ્ધ નામના ધાર્મિક શ્રાવકને સર્પ ડંખ્યો હતો, પરંતુ આ પ્રભાવિક સૂરિરાજે પોતાના માંત્રિક પ્રયોગથી તે સર્પના વિષને દૂર કર્યું; સિદ્ધરાજની સભામાં દિગંબરોનો પરાજય કરનારા શ્રી મુનિચંદ્રસૂરિજીના શિષ્ય દેવસૂરિજીએ પણ તેમની પાસે અભ્યાસ કર્યો હતો. આ શ્રી વાદિવેતાળ શાંતિસૂરિજીએ ઉત્તરાધ્યયન સૂત્ર પર મનોહર ટીકા રચેલી છે; તેમનું સ્વર્ગગમન વિક્રમ સંવત ૧૦૯૬ માં થયેલું છે. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૪ વિક્રમ સંવત ૧૧૦૧ થી ૧૨૦૦ (શ્રી ચંદ્રસૂરિ, નમિસાધુ, મલ્લધારી, અભયસૂરિ, દેવેન્દ્રગણિ, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, ધનવિજયવાચક, કક્કસૂરિ, પુનમિયા ગચ્છની ઉત્પત્તિ, આર્યરક્ષિતજી તથા વિધિપક્ષગચ્છની ઉત્પત્તિ, દેવભદ્રસૂરિ, . મલ્લધારી હેમચંદ્રસૂરિ, પાર્શ્વદેવગણિ, ધનેશ્વરસૂરિ) શ્રી ચંદ્રસૂરિ (વિક્રમ સંવત ૧૧૨૧) આ શ્રી ચંદ્રસૂરિજી મલ્લધારી શ્રી હેમચંદ્રજીના શિષ્ય હતા, તથા તે વિક્રમ સંવત ૧૧૨૧ માં વિદ્યમાન હતા, તે સાલમાં જ્યારે તે ભરૂચમાં પધાર્યા હતા, ત્યારે ત્યાંના નગરશેઠ ધવલશાહે સંઘની અનુમતિપૂર્વક તેમને મુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર રચવાની વિનંતી કરી હતી, અને તેથી તેમણે આશાવળીમાં આવી શ્રી માળકુળના નાગિલ નામના શ્રાવકમાં ઉપાશ્રયમાં રહી તે ગ્રંથ રચ્યો હતો, અને તે ગ્રંથની પહેલી પ્રતિ પાર્શ્વદેવગણિજીએ લખી હતી. નમિસાધુ (વિક્રમ સંવત ૧૧૨૫) આ ગ્રંથકર્તા થારાપદ્રપુરીય નામના ગચ્છના શ્રીશાલિભદ્રસૂરિજીના શિષ્ય હતા; તેમણે વિક્રમ સંવત ૧૧૨૨માં ષડાવશ્યકની ટીકા તથા ૧૧૨૫ માં રૂદ્રટના રચેલા કાવ્યાલંકાર પર ટિપ્પન કરેલું છે. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ અભયદેવસૂરિ (મલ્લધારી) (વિક્રમ સંવત ૧૧૫૦) આ અભયદેવસૂરિજી મલ્લધારીના નામથી પ્રસિદ્ધ છે, તેમને ગુજરાતના રાજા કર્ણ તરફથી મલ્લધારીનું બિરુદ મળ્યું હતું; તથા સૌરાષ્ટ્રના રાજા ખેંગાર તરફથી પણ ઘણું માન મળ્યું હતું; તેમણે એક હજારથી પણ વધારે બ્રાહ્મણોને પ્રતિબોધ્યા હતા. તેમના ઉપદેશથી અજમેર પાસે આવેલા મેડતા નામના ગામમાં જિનમંદિર બાંધવામાં આવ્યું હતું. વળી તેમના ઉપદેશથી ભુવનપાળ રાજાએ જૈનમંદિરમાં પૂજા કરનારાઓ ઉપરનો કર માફ કર્યો હતો. અજમેરના રાજા જયસિંહે પણ તેમના ઉપદેશથી પોતાના રાજ્યમાં જીવહિંસા કરવાની મનાઈ કરી હતી. શાકંભરીના રાજા પૃથ્વીરાજે તેમના ઉપદેશથી અજમેર પાસે રણથંભોરમાં સુવર્ણના ઇંડાંવાળું જિનમંદિર બંધાવ્યું હતું. આ મલ્લધારી અભયેદવસૂરિજી જ્યારે અજમેરમાં અનશન કરી સ્વર્ગે પધાર્યા ત્યારે તેમના શરીરનો ત્યાં બહુ માનપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો; તે સમયે તેમના શરીરને ચંદનના રથમાં સ્થાપન કરવામાં આવ્યું હતું, તથા શહેરમાંના દરેક ઘરમાં ફક્ત એક એક માણસ ઘેર રહ્યો હતો, અને બાકીનાં સઘળાં માણસો તેમના માનાર્થે સ્મશાને ગયા હતા; તેમ જયસિંહરાજા પોતે પણ પોતાના કારભારીઓ સહિત સ્મશાને ગયો હતો. તેમના શરીરને સૂર્યોદય વખતે ઊંચકવામાં આવ્યું હતું, પરંતુ બહુ જ ધીમે ચાલવાથી છેક પાછલે પહોરે સ્મશાને લાવવામાં આવ્યું હતું. અગ્નિસંસ્કાર થયા બાદ નજીક રહેલા ભક્તોએ તે રાખ વહેંચી લીધી હતી, કે જે રાખના પ્રભાવથી જ્વર આદિ ઉપદ્રવોનો નાશ થયો હતો. વળી જેઓને તે રાખ ન મળી, તેઓએ તે જગ્યાની માટી પણ ગ્રહણ કરી લીધી. આ ઉપર લખેલું સઘળું વૃત્તાંત રણથંભોરના જિનમંદિરમાં રહેલા શિલાલેખમાં કોતરવામાં આવ્યું છે. એવી રીતે For Personal & Private Use Only ૧૧૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન ઈતિહાસ આ શ્રી મલ્લધારીનું બિરુદ ધરાવનારા શ્રી અભયદેવસૂરિજી મહાપ્રભાવિક થયેલા છે. નેમિચંદ્રસૂરિ અથવા (દેવેન્દગણિ) (વિક્રમ સંવત ૧૧૨૯) દેવેન્દ્રમણિજી મહારાજનું બીજું નામ નેમિચંદ્રસૂરિજી પણ હતું, તે વડગચ્છમાં થયેલા આગ્રદેવસૂરિના શિષ્ય હતા; તેમણે વિક્રમ સંવત ૧૧૨૯ માં ઉત્તરાધ્યયન સૂત્ર પર ટીકા રચેલી છે. વળી તેમણે પ્રવચનસારોદ્ધાર, આખ્યાન મણિકોશ તથા વીરચરિત્ર આદિ ગ્રંથો રચ્યા છે. આ નેમિચંદ્રસૂરિજી સૈદ્ધાંતિક શિરોમણિના નામથી પણ પ્રસિદ્ધ છે. જિનવલ્લભસૂરિ, વિક્રમ સંવત ૧૧૦૦ થી ૧૧૬૪, ખરતરગચ્છની ઉત્પત્તિ આ આચાર્ય નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિના શિષ્ય હતા; આ આચાર્યથી ખરતરગચ્છ નીકળ્યો, એમ કહેવાય છે. તેમણે વીર પ્રભુના પાંચ કલ્યાણકોને બદલે છ કલ્યાણકોની પ્રરૂપણા કરી છે. તેમણે પિંડવિશુદ્ધિ પ્રકરણ, ગણધર સાર્ધશતક, આગમિકવસ્તુ વિચારસાર વગેરે ગ્રંથો રચ્યા છે. તે ચિત્ર કવિત્વ શક્તિના પારંગામી હતા; તેમણે પોતાનાં સઘળાં ચિત્રકાવ્યો ચિત્તોડમાં આવેલા શ્રી વિરપ્રભુના મંદિરમાં શિલાલેખમાં કોતરાવ્યાં હતાં, અને તે મંદિરના દ્વારની બંને બાજુએ તેમણે ધર્મશિક્ષા તથા સંઘપટ્ટક પણ વિક્રમ સંવત ૧૧૬૪ની સાલમાં કોતરાવ્યાં હતાં. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ જૈન ઈતિહાસ જિનદત્તસૂરિ, વિક્રમ સંવત ૧૧૪૧ આ શ્રી જિનદત્તસૂરિ ખરતરગચ્છમાં થયેલા શ્રી જિનવલ્લભસૂરિના શિષ્ય હતા; તથા તે મહાપ્રભાવિક હતા; તેથી અંબાદેવીએ તેમને યુગપ્રધાનપદ આપ્યું હતું. તેઓએ પોતાના અભુત ચમત્કારોથી ઘણા અન્ય દર્શનીઓને પણ જૈની કર્યા હતા; અને જૈનધર્મનો ઘણો મહિમા વધાર્યો હતો; અને તેથી દરેક જગાએ દાદાસાહેબના નામથી તેમનાં પગલાં આજે પણ પૂજાય છે. વિક્રમ સંવત ૧૨૧૧ માં અજમેરમાં તેમનું સ્વર્ગગમન થયું હતું. તેમણે સંદેહ દોલાવલી આદિ ઘણા ગ્રંથો રચ્યા છે. ધનવિજય વાચક, વિક્રમ સંવત ૧૧૪૧ આ ગ્રંથર્જા વિક્રમ સંવત ૧૧૪૧ માં વિદ્યમાન હતા, કેમ કે તે સાલમાં તેમણે લોકનાલિકા સૂત્ર પર ભાષાવૃત્તિ લખી છે. કક્કસૂરિ, વિક્રમ સંવત ૧૧૫૪ આ આચાર્ય ઉકેશગચ્છમાં થયેલા દેવગુપ્તસૂરિના શિષ્ય હતા; તેમણે હેમચંદ્રાચાર્ય તથા કુમારપાળ રાજની પ્રેરણાથી ક્રિયાહીન ચૈત્યવાસીઓને હરાવીને ગચ્છથી બહાર કર્યા હતા. તે મહાવિદ્વાન તથા પ્રભાવિક હતા. તેમણે પંચપ્રમાણિકા તથા જિનચૈત્યવંદન વિધિ આદિ ઘણા ગ્રંથો રચ્યા છે. પુનમીઆ ગચ્છની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૧૫૯ ચંદ્રપ્રભસૂરિ, મુનિચંદ્રસૂરિ, માનદેવસૂરિ અને શાંતિસૂરિ એ ચારે For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન ઈતિહાસ ગુરુભાઈઓ હતા. વિક્રમ સંવત ૧૧૪૯ માં એક શ્રીધર નામના શ્રાવકને મોટું ઉજમણુ કરી જિનમૂર્તિ બેસાડવાની ઇચ્છા થઈ; અને તેથી તેણે તેઓમાંના વડા ચંદ્રપ્રભસૂરિજીને કહ્યું કે, હે ભગવન્! આ મૂર્તિની પ્રતિષ્ઠા માટેની વિધિ કરવા માટે આપ આપના ગુરુભાઈ મુનિચંદ્રસૂરિજીને આજ્ઞા આપો. તે શ્રીધર શ્રાવકની એવી માગણીથી ચંદ્રપ્રભસૂરિને ઈર્ષ્યા આવી, અને તેથી તેમણે તે શ્રાવકને કહ્યું કે, તેવાં પ્રતિષ્ઠા આદિ કાર્યોમાં સાધુએ પડવું ઉચિત નથી; માટે શ્રાવક મારફતે પ્રતિષ્ઠા કરાવવી. ત્યારબાદ વિક્રમ સંવત ૧૧૫૯ માં એક દહાડો ચંદ્રપ્રભસૂરિએ કહ્યું કે, આજ રાત્રિએ પદ્માવતી દેવીએ મને સ્વપ્રમાં કહ્યું છે કે, તમારે તમારા શિષ્યોને કહેવું કે, શ્રાવકે પ્રતિષ્ઠા કરાવવી, તથા પૂર્ણિમાની પ્રાપ્તિ કરવી. એવી રીતે તે પુનમીઆ ગચ્છની ઉત્પત્તિ ચંદ્રપ્રભસૂરિથી વિક્રમ સંવત ૧૧૫૯ ની સાલમાં થઈ છે. આર્યરક્ષિતજી તથા (વિધિપક્ષગચ્છની ઉત્પત્તિ) વિક્રમ સંવત ૧૧૬૯ મતાંતરે વિક્રમ સંવત ૧૨૧૩ વિધિપક્ષગચ્છ સ્થાપન કરનાર આર્યરક્ષિતજીનો જન્મ દંતાણી ગામના દ્રોણ શેઠની સ્ત્રી દેદીથી થયેલો હતો, તેમનું નામ પ્રથમ નરસિંહ આચાર્ય હતું, તથા એક આંખે તે અપંગ હતા. પ્રથમ તે પુનમીઆ ગચ્છના હતા; એક વખતે તેઓ જ્યારે બ્યુના નામના ગામમાં આવ્યા, ત્યારે એક નાથી નામની ઘણી જ પૈસાદાર સ્ત્રી તેમની પાસે પ્રતિક્રમણની ક્રિયા કરવાને આવી; પરંતુ તે વખતે તે પોતાની મુહપત્તિ ઘેર વિસરી ગઈ હતી; તે જોઈ આચાર્યજીએ કહ્યું કે, જો તમે મુહપત્તિ લાવવી વિસરી ગયાં હો તો તે મુહપત્તિને બદલે તમારાં વસ્ત્રનો છેડો ચાલી શકશે. ત્યારે તેણીએ પણ તે વાત કબુલ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૧૫ રાખી. તથા ત્યારબાદ તેણીના પૈસાની મદદથી તેમણે ત્યાં આંચલિકગચ્છની (વિધિપક્ષગચ્છની) સ્થાપના કરી; અને ત્યારથી તેમના વંશજો પ્રતિક્રમણ વખતે મુહપત્તિને બદલે વસ્ત્રના છેડાથી કામ ચલાવવા લાગ્યા. એવી રીતે તે આર્યરક્ષિતજીથી અંચલગચ્છની ઉત્પત્તિ થયેલી છે. દેવભદ્રસૂરિ, વિક્રમ સંવત ૧૧૬૮ આ દેવભદ્રસૂરિજી વિક્રમ સંવત ૧૧૬૮ માં વિદ્યમાન હતા. તેમણે પાર્શ્વનાથ ચરિત્ર, સંવેગરંગશાળા, વીરચરિત્ર તથા કથારત્નકોષ આદિ ઘણા ગ્રંથો રચ્યા છે. તેમણે ભરૂચમાં રહીને જ્યારે પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું હતું, ત્યારે તે નગરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીજીનું જિનમંદિર સુવર્ણના ઘુમટવાળું વિદ્યમાન હતું. હેમચંદ્રસૂરિ (મલ્લધારી), વિક્રમ સંવત ૧૧૬૪ આ આચાર્ય પ્રશ્નવાહનકુળની મધ્યમ શાખાના હર્ષપુરીય ગચ્છના મલ્લધારી શ્રી અભયદેવસૂરિજીના શિષ્ય હતા. તેમણે જીવસમાસ, ભવભાવના, ઉપદેશમાળાવૃત્તિ, અનુયોગસૂત્ર ટીકા, શતકવૃત્તિ, વિશેષાવશ્યકવૃત્તિ વગેરે ઘણા ગ્રંથો રચ્યા છે. આ આચાર્યજી મહાવિદ્વાન હતા; ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે તેમને ઘણું માન આપ્યું હતું; તથા તે રાજા તેમના વ્યાખ્યાનમાં હાજર થતા હતા. તે જૈનશાસનની કેટલીક ઉન્નતિ કરીને છેવટે અનશન કરી શત્રુંજય પર સ્વર્ગે પધાર્યા. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ પાશ્વવિગણિ, વિક્રમ સંવત ૧૧૬૯ આ ગ્રંથકારે વિક્રમ સંવત ૧૧૬૯ માં હરિભદ્રસૂરિજીએ રચેલા ન્યાયપ્રવેશ પર પંજિકા રચેલી છે, તેમ તેમણે વિક્રમ સંવત ૧૧૯૦ માં નેમિચંદ્રસૂરિજીના આખ્યાનમણિકોશની ટીકા રચવામાં આગ્રદેવસૂરિજીને મદદ કરી હતી, તેમ તેમણે ઉવસગ્ગહર સ્તોત્ર પર પણ ટીકા રચી છે. ધનેશ્વરસૂરિ (વિશાવળગચ્છ), વિક્રમ સંવત ૧૧૦૧ આ ધનેશ્વરસૂરિજી વિક્રમ સંવત ૧૧૭૧ માં વિદ્યમાન હતા; તેમણે જિનવલ્લભસૂરિએ રચેલા સાર્ધશતક નામના ગ્રંથ પર ટીકા રચી છે. વળી તે વિશાવળગચ્છના હતા. ' For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૫ વિક્રમ સંવત ૧૧૪૦ થી ૧૨૪૦ જયસિંહસૂરિ, લાલણ ગોત્રની ઉત્પત્તિ, વાદિદેવસૂરિ જયસિંહસૂરિ, વિક્રમ સંવત ૧૨૦૨ આ શ્રી જયસિંહસૂરિજી મહારાજ અંચલગચ્છમાં થયેલા શ્રી આર્યરક્ષિતજીના શિષ્ય હતા; ગૃહસ્થાવાસમાં તે સોપારક નગરના બાહડ નામના શેઠની નાથી નામની સ્ત્રીની કુક્ષિએ જન્મ્યા હતા; આ જયસિંહસૂરિજી મહારાજ મહાવિદ્વાન તથા વાદીઓની સભામાં સભાજિત હતા. સિદ્ધરાજ જયસિંહની સભામાં જયારે વાદિદેવસૂરિજીએ દિગંબરોનો પરાજય કર્યો હતો, ત્યારે આ જયસિંહસૂરિજી પણ દેવસૂરિજીના મદદગાર હતા. આ આચાર્યજીને ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ તરફથી ઘણું સન્માન મળ્યું છે. લાલણ ગોત્રની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૨૨૯ પારકર દેશમાં આવેલા પિલુઆ નામના ગામમાં રાવજી નામના તે ગામના ઠાકોર વસતા હતા. તેમને લાલણ અને લખધીર નામે બે પુત્રો હતા. તે ઠાકોરનો પ્રધાન એક જૈનધર્મી શ્રાવક હતો. હવે તે બંને પુત્રોમાંના લાલણને કોઈ કર્મના ઉદયથી કોઢનો રોગ લાગુ થયો હતો; આથી રાવજી ઠાકોરને તે સંબંધી ઘણી ચિંતા ઉત્પન્ન થઈ; અને તેથી તે હંમેશાં દિલગિર રહેતા. એવામાં વિક્રમ સંવત ૧૨૨૯માં તે ગામમાં અંચળગચ્છના આચાર્ય શ્રી જયસિંહસૂરિજી પધાર્યા; તે For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન ઈતિહાસ વખતે તે આચાર્યજીની કીર્તિ તે દેશમાં ઘણી ફેલાઈ હતી. શ્રી જયસિંહસૂરિજીને ચમત્કારી જાણીને રાવજી ઠાકોરે પોતાના શ્રાવક મંત્રીને કહ્યું કે, આ આચાર્ય મહારાજ મહાપ્રભાવિક સંભળાય છે; માટે જો તે આપણા કુમાર લાલણનો કોઢ રોગ મટાડી આપે તો મારી હંમેશની ચિંતા દૂર થાય. પછી મંત્રીએ તે વાત શ્રી જયસિંહસૂરિજીને કહ્યાથી તેમણે કહ્યું કે, જો તે લાલણ જૈનધર્મ સ્વીકારવાનું વચન આપે, તો તેમનો કોઢનો રોગ દૂર કરવાનો હું ઉપાય બતાવું. મંત્રીએ જઈ તે વાત રાવજી ઠાકોરને તથા લાલણને કહેવાથી તેઓ તેમ કરવું કબુલ કરીને આચાર્યજી મહારાજ પાસે આવ્યા, તથા હાથ જોડીને જૈનધર્મ સ્વીકારવાની વાત તેમણે કબુલ કરી; ત્યારે આચાર્યજીએ પણ લાભનું કારણ જાણી માંત્રિક પ્રયોગથી લાલણનો કોઢ રોગ દૂર કર્યો, જેથી તે લાલણે પણ શુદ્ધભાવથી જૈન ધર્મ અંગીકાર કર્યો; છેવટે આચાર્યજી મહારાજે તે લાલણના વંશજોને ઓસવાળ જ્ઞાતિમાં દાખલ કર્યા; જે આજે લાલણ ગોત્રવાળા કહેવાય છે. લાલણ ગોત્રના જૈન ઓસવાળોની વસ્તી પારકર, કચ્છ, જેસલમેર તથા જામનગર વગેરે શહેરોમાં છે. વાદીદેવસૂરિજી, વિક્રમ સંવત ૧૧૦૪ ગુજરાતમાં આવેલા મદ્રાહત નામના ગામમાં રહેતા દેવનાગ નામના એક ગૃહસ્થની જિનદેવી નામની સ્ત્રીએ એક દિવસે સ્વપમાં પોતાના મુખમાં પ્રવેશ કરતા ચંદ્રને જોયો. પ્રભાતે ત્યાં રહેલા શ્રી મુનિચંદ્રસૂરિજી પાસે જઈ તેણીએ નમસ્કારપૂર્વક તે સ્વપ્રનું વૃત્તાંત કહ્યું. ત્યારે આચાર્યજીએ તેણીને કહ્યું કે, હે મહાભાગે ! કોઈક ચંદ્ર સરખા મહાતેજસ્વી દેવે તમારા ઉદરમાં જન્મ લીધો છે. પછી તેણીએ મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો; તથા સ્વપ્રને અનુસારે તેનું પૂર્ણચંદ્ર For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જૈન ઈતિહાસ નામ પાડ્યું. એક વખતે તે ગામમાં રોગનો ઉપદ્રવ થવાથી તે દેવનાગ શેઠ ત્યાંથી નીકળી ભરૂચમાં આવ્યા. તે સમયે ત્યાં શ્રી મુનિચંદ્રસૂરિજી પણ આવી પહોંચ્યા હતા. કેટલાક દિવસ બાદ મુનિચંદ્રસૂરિજીએ પૂર્ણચંદ્રના માતાપિતાની આજ્ઞાથી તેને દીક્ષા આપી; તથા તે દીક્ષા સમયે તેમનું રામચંદ્ર નામ રાખવામાં આવ્યું. પછી તે રામચંદ્ર મુનિરાજ તર્કવિદ્યા, વ્યાકરણ તથા સાહિત્ય શાસ્ત્રાદિમાં પારંગામી થયા. છેવટે વિક્રમ સંવત ૧૧૭૪ માં તેમને આચાર્યપદ આપીને તેમનું દેવસૂરિ નામ રાખવામાં આવ્યું. પછી એક દહાડો તે શ્રી દેવસૂરિજી મહારાજ ગુરુની આજ્ઞા લઈને ધોળકામાં પધાર્યા. ત્યાં રહેતા એક ઉદય નામના ધાર્મિક અને ધનાઢ્ય શ્રાવકે શ્રી સીમંધરસ્વામીની પ્રતિમા કરાવી હતી. તેણે ત્રણ ઉપવાસપૂર્વક શાસનદેવીને આરાધના કરી પૂછ્યું કે, આ પ્રતિમાની પ્રતિષ્ઠા મારે કોની પાસે કરાવવી? ત્યારે શાસનદેવીએ દેવસૂરિજી પાસે કરાવવાનું કહેવાથી તેણે તેમ કર્યું, અને એવી રીતે શ્રી દેવસૂરિજી મહારાજે પ્રતિષ્ઠાવેલી મૂર્તિવાળું તે જિનમંદિર હજુ પણ ત્યાં ઉદય વસ્તીના નામથી પ્રસિદ્ધ છે. પછી એક દહાડો શ્રી દેવસૂરિજી મહારાજ આબુ પર પધાર્યા; તથા ત્યાં તેમણે શ્રી ઋષભદેવ પ્રભુનાં દર્શન કરીને અંબાદેવીની સ્તુતિ કરી. ત્યારે અંબાદેવીએ પ્રત્યક્ષ થઈ તેમને કહ્યું કે, હવે તમારે તરત અણહિલ્લપુરમાં જવું, કેમ કે તમારા ગુરુનું આયુષ્ય ફક્ત હવે છ માસનું જ બાકી રહ્યું છે. તે સાંભળી દેવસૂરિજી મહારાજ અણહિલ્લપુરમાં પધાર્યા, તેથી તેમના ગુરુને પણ ઘણો આનંદ થયો. પછી ત્યાં તેમણે દેવબોધ નામના એક ભાગવત મતના આચાર્યને વાદમાં જીતીને જૈનશાસનની ઘણી પ્રભાવના કરી. વળી તે નગરના રહેવાસી બાહડ નામના એક ધનાઢ્ય શ્રાવકે તેમના ઉપદેશથી અતિ મનોહર જિનમંદિર બંધાવ્યું. પછી વિક્રમ સંવત ૧૧૩૮ માં શ્રી For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ મુનિચંદ્રસૂરિજીનું સ્વર્ગગમન થયું. એક વખતે શ્રી દેવસૂરિજી મહારાજ જ્યારે નાગપુરમાં પધાર્યા, ત્યારે ત્યાંના આલ્હાદન રાજાએ ઘણા આદરમાનપૂર્વક તેમનું સામૈયું કર્યું. ત્યારબાદ કર્ણાવતી નગરીના સંધે વિનંતી કરવાથી દેવસૂરિજી મહારાજ ચાતુર્માસ માટે ત્યાં પધાર્યા. ૧૨૦ તે સમયે દક્ષિણામાં આવેલા કર્ણાટક દેશના રાજાનો કુમુદચંદ્ર નામે મહા અહંકારી દિગંબર મતનો એક ગુરુ હતો. તેને દેવસૂરિજીની કીર્તિ સાંભળી ઘણી ઈર્ષ્યા થઈ. તેથી તેમને વાદમાં જીતવા માટે તે કર્ણાવતી નગરીમાં આવ્યો. તથા એક ભાટને દેવસૂરિજી પાસે મોકલીને વાદ કરવા માટે જણાવ્યું. ત્યારે દેવસૂરિજીએ કહેવરાવ્યું કે તમે અણહિલ્લપુરપાટણમાં આવો, ત્યાંનો રાજા સિદ્ધરાજ જયસિંહ ન્યાયી અને નીતિવાન છે, માટે તેમની સભા સમક્ષ આપણે ધર્મવાદ કરીશું. ત્યારે કુમુદચંદ્ર તો અહંકારથી જ કહેવરાવ્યું કે, બહુ સારું હું ત્યાં આવીશ. ત્યારબાદ તે કુમુદચંદ્રે ત્યાંથી અણહિલ્લપુર તરફ પ્રયાણ કરવાની તૈયારી કરી, પરંતુ તે સમયે તેને અપશુકનો થયાં, તો પણ તેની દરકાર કર્યા વિના તે અણહિલ્લપુર પહોંચ્યો. અહીં દેવસૂરિજી મહારાજે પણ શુભ દિવસે અણહિલ્લપુર તરફ વિહાર કર્યો, તથા ત્યાં પહોંચતાં ત્યાંના સંઘે ઘણા આડંબરથી તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો; પછી શુભ દિવસે તેમણે ત્યાંના મહારાજા સિદ્ધરાજનો મેળાપ કર્યો, તથા કુમુદચંદ્ર સાથે ધર્મવાદ કરવા માટેની સઘળી હકીકત જણાવી, ત્યારે રાજાએ પણ પોતાની સભા સમક્ષ તેમ કરવાની ખુશી જણાવી. એવામાં ત્યાંના મહાધનાઢ્ય બાહડ અને નાગદેવ નામના બંને શ્વેતાંબરી શ્રાવકોએ દેવસૂરિજી મહારાજને વિનંતી કરી કે હે ભગવન્ ! અહીં દિગંબરોએ ગાંગિલ આદિ કારભારીઓને દ્રવ્ય આપી પોતાને વશ કરેલા છે, For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૨૧ માટે જો આપની આજ્ઞા હોય તો અમે પણ તેઓને દ્રવ્ય આપી આપણા પક્ષમાં ખેંચી લઈએ; ત્યારે દેવસૂરિજીએ કહ્યું.કે, એવી રીતે ફોકટ દ્રવ્યનો વ્યય કરવાની કંઈ જરૂર નથી, કેમ કે વિદ્યાના પ્રબળથી જય મેળવવો, તે જ શ્રેષ્ઠ છે; અને અમારી પણ તેવી જ આકાંક્ષા છે. પછી ત્યાં કુમુદચંદ્ર ધર્મવાદ માટે જાહેર ખબર ચોડાવી, અને તે માટે દિવસ પણ મુક૨૨ થયો; ત્યારે રાજાએ ગાંગિલ કારભારીને તેઓની જુબાનીઓ લખી લેવાનો હુકમ કર્યો, પરંતુ ગાંગિલ દિગંબરીઓનો પક્ષકાર હોવાથી તેણે પ્રતિવાદીની જુબાની લખી નહીં. પછી જ્યારે રાજાએ તે ધર્મસંવાદના કેસ માટે ગાંગિલને પૂછ્યું ત્યારે તેણે એવી રીતનો ઉત્તર આપ્યો કે, હે રાજનૢ આ લોકોના સંવાદમાં કંઈ પણ સાર જેવું નથી તેથી મેં તેઓની જુબાની લખી નથી. તે સાંભળી તે ન્યાયી રાજાને મનમાં ઘણો ગુસ્સો થયો, અને ફરીને પોતાની સન્મુખ તેઓની જુબાની લખવાને તેને હુકમ કર્યો, અને તેમાં એવી શરત કરી કે જો દિગંબરો હારે તો તેઓ દેશપાર થાય, અને જો શ્વેતાંબરો હારે તો તેઓ દેશપાર થાય. એવી રીતની પ્રતિજ્ઞા કરીને વિક્રમ સંવત ૧૧૮૧ ના વૈશાખ સુદી પૂનમને દિવસે તે બંને પક્ષકારોને રાજાએ પોતાની સભામાં બોલાવ્યા. ત્યારે કુમુદચંદ્રે છત્રચામર આદિ મોટા આડંબર સહિત સભામાં પ્રવેશ કર્યો, તથા પ્રતિહારે મૂકેલાં આસન પર બેસી બોલવા લાગ્યો કે, અરે ! હજુ શું મારા ભયથી શ્વેતાંબર ભિક્ષુક આવ્યો નથી ? એવામાં દેવસૂરિજી મહારાજ પણ ત્યાં પધાર્યા, અને ત્યાં થયેલા ધર્મસંવાદમાં તેમણે સ્રીમોક્ષના અધિકાર આદિમાં મરૂદેવા આદિના દૃષ્ટાંતથી કુમુદચંદ્રનો પરાજય કર્યો. ત્યારે મહારાજા સિદ્ધરાજે પણ ખુશ થઈને દેવસૂરિજી મહારાજને જયપત્ર આપ્યો, તથા તે જ સમયે શાસનદેવીએ પણ ત્યાં પ્રત્યક્ષ થઈને સભાજનોના દેખતાં જ દેવસૂરિજીને તથા મહારાજા સિદ્ધરાજને આશિષ આપી, અને કુમુદચંદ્રના લલાટમાં મષીનું તિલક For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈન ઈતિહાસ કર્યું– વળી તે સમયે મહારાજા સિદ્ધરાજે તુષ્ટિદાન તરીકે દેવસૂરિજી મહારાજને એક લાખ સોનામહોરો દેવા માંડી, પરંતુ તે નિઃસ્પૃહી મુનિરાજે તે સ્વીકારી નહીં. પછી રાજાએ મોટા આંડબરથી દેવસૂરિજી મહારાજને તેમના ઉપાશ્રયે પ્રવેશ કરાવ્યો. હવે પ્રભાતે સર્વ સાધુઓ જ્યારે પડિલેહણ કરવા લાગ્યા ત્યારે તેઓએ પોતાની ઉપાધિઓને ઉંદરોથી કરડાયેલી જોઈ, ત્યારે આચાર્યજીએ વિચાર્યું કે, આ દિગંબરો મંત્રપ્રયોગથી મને પણ પોતાની તુલ્ય કરવાને ઇચ્છતા લાગે છે; માટે આ તેના પ્રયોગનો ઈલાજ કરવો. એમ વિચારી તેમણે સૌવીરથી ભરેલો એક કુંભ મગાવી મંત્રપ્રયોગથી તે કુંભનું મુખ બંધ કર્યું. પછી પા પહોર દિવસ વીત્યા બાદ તે દિગંબરોના શ્રાવકો દેવસૂરિજી પાસે આવી નમસ્કાર કરીને કરગરવા લાગ્યા કે, હે સ્વામી ! આપ અમારા ગુરુને મુક્ત કરો. પરંતુ આચાર્યજીએ તેમને કહ્યું, કે અમે તે સંબંધમાં કંઈ જાણતા નથી, એમ કહી તેઓને પાછા વાળ્યા. પછી જ્યારે અર્થો પહોર થયો, ત્યારે તે દિગંબરાચાર્ય પોતે દેવસૂરિજી પાસે આવી કરગરવા લાગ્યા કે, હે સ્વામી ! અમારો અપરાધ આપ માફ કરો. તથા અમારા શ્વાસોશ્વાસના નિરોધથી અમોને મુક્ત કરો. કેમ કે નહીંતર ખરેખર અમારું મૃત્યુ થશે. એવી રીતનાં તેનાં દીન વચનો સાંભળીને દેવસૂરિજીએ તેમને કહ્યું કે, તમે સઘળા તમારા પરિવાર સહિત મારા ઉપાશ્રયથી બહાર જાઓ. પછી આચાર્યજીની તે આજ્ઞાને મસ્તક પર ચડાવી કુમુદચંદ્ર પોતાના પરિવાર સહિત ઉપાશ્રયની બહાર ગયો. ત્યાર બાદ આ આચાર્યજીએ તે સૌવીર કુંભનું મુખ છોડ્યાથી જે દિગંબરોનાં ઉદરો વાયુથી ફુલી ગયાં હતાં, તે નરમ પડ્યાં, તથા તેઓ પોતાને સ્થાનકે ગયા. પછી કુમુદચંદ્ર તો આવી રીતના પોતાના પરાભવને જોઈ શોકથી જ પ્રાણનો ત્યાગ કર્યો. આ ધર્મવાદ સમયે ત્યાં પ્રસિદ્ધ હેમચંદ્રાચાર્યજી પણ સિદ્ધરાજની સભામાં વિદ્યમાન હતા. For Personal & Private Use Only .. Page #140 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૨૩ હવે મહારાજા સિદ્ધરાજે તુષ્ટિદાન તરીકે દેવસૂરિજીને આપવા માંડેલું તે દ્રવ્ય તેમણે નહીં ગ્રહણ કરવાથી તે દ્રવ્યનો જિનમંદિર બંધાવવામાં ઉપયોગ કર્યો, તથા તે મંદિરમાં વિક્રમ સંવત ૧૧૮૩ ના વૈશાખ સુદી ૧૨ ને દિવસે શ્રી ઋષભદેવજી પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. એવી રીતે આ શ્રી દેવસૂરિજી મહારાજે જૈનશાસનની ઘણી જ પ્રભાવના કરેલી છે. તેમણે સ્યાદ્વાદ રત્નાકર નામનો અતિ અદ્ભુત ગ્રંથ રચ્યો છે. એવી રીતે આ શ્રી દેવસૂરિજી મહારાજ પોતાનું ત્રાંસી વર્ષનું આયુ સંપૂર્ણ કરીને વિક્રમ સંવત ૧૨૨૬ના શ્રાવણ વદ ૭ ને ગુરુવારે દેવલોક પધાર્યા. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૬ જીવદેવસૂરિ (વિક્રમ સંવત ૧૨૦૦ થી ૧૨૦૯) ગુજરાત દેશમાં એક વાયટ નામે બ્રાહ્મણોના ભોગવટાનું ગામ હતું, તે ગામમાં રહેનારા બ્રાહ્મણો તથા વણિકો વાયડા' નામથી પ્રસિદ્ધ હતા. તે ગામમાં ધર્મદેવ નામના એક શેઠની શીળવતી નામની સ્ત્રીની કુક્ષિએ મહીધર અને મહીપાળ નામના બે પુત્રોનો : જન્મ થયો હતો. તેઓમાંથી મહીપાળ કર્મયોગે દેશાંતરમાં ભ્રમણ કરવા લાગ્યો; અને પોતાના ભાઈ મહીપાળના વિયોગથી મહીધરને પણ વૈરાગ્ય થયો. હવે તે જ વાયટ ગામમાં સંસાર સમુદ્રથી તારનારા અને જંગમ તીર્થ સમાન મહાપ્રભાવિત જિનદત્તસૂરિ નામે આચાર્ય વસતા હતા. એક દહાડો તે મહીધરે તેમની પાસે જઈ પોતાને દીક્ષા આપવાની આચાર્ય મહારાજ પાસે માગણી કરી, ત્યારે ગુરુ મહારાજે તેને યોગ્ય જાણીને તેના માતાપિતાની અનુજ્ઞા લઈ તેને દીક્ષા આપી. પછી તે મહીધર મુનિ પંચમહાવ્રત પાળતા સર્વ શાસ્ત્રોનો પારંગામી થયા; તેથી ગુરુ મહારાજ તેમનું ક્રમાગત રાસિલ્યસૂરિ નામ પાડીને તથા તેમને પોતાની ગાદીએ સ્થાપીને પોતે પરલોક સંબંધી કાર્ય સાધવા લાગ્યા. હવે તે રાસિલસૂરિજીનો બીજો ભાઈ મહીપાળ ભ્રમણ કરતો રાજગૃહિ નગરીમાં નિવાસ કરી રહેલા દિગંબર મતના શ્રુતકીર્તિ નામના આચાર્યજી પાસે જઈ ચડ્યો. તે આચાર્યે તેને પ્રતિબોધીને દિગંબરી દીક્ષા આપી; તથા તેમનું સુવર્ણકીર્તિ નામ રાખ્યું. છેવટે શ્રુતકીર્તિ આચાર્યે તેમને યોગ્ય જાણી પોતાની પાટે સ્થાપીને ધરણેન્ડે આપેલી અપ્રતિચક્રો નામની વિદ્યા તથા પરકાયપ્રવેશ નામની વિદ્યા આપી. હવે તેમની માતા શીળવતી પોતાનો સ્વામી પરલોક ગયા બાદ પોતાના પુત્ર સુવર્ણકીર્તિને મળવા For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૨૫ માટે રાજગૃહિમાં ગઈ. ત્યાં દિગંબર મતના શ્રાવકોએ ગુરુમાતાનો ઘણો આદરસત્કાર કર્યો. પછી માતાએ પુત્રને પૂછ્યું કે, હે પુત્ર! શ્રી વીતરાગ પ્રભુનો માર્ગ તો વિસંવાદ રહિત છે, ત્યારે શ્વેતાંબર અને દિગંબર મતમાં કેમ ભિન્નતા જોવામાં આવે છે?માટે તમે આપણા નગરમાં આવી બંને ભાઈઓ શાસ્ત્રપૂર્વક મને નિર્ણય કરી આપો કે, કયો ધર્મ સ્વીકારવાથી મને પરમ મોક્ષ મળે? પછી તે સુવર્ણકીર્તિ મુનિ માતાના ઉપરોધથી વાયટ ગામમાં આવ્યા, તથા પોતાના ભાઈ રાસિલ્તસૂરિજીને મળ્યા. પછી તેમની માતાએ એક ઉત્તમ ભોજનમાં ઠંડા તથા દગ્ધ ભોજનો તૈયાર કરીને રાખ્યાં, તથા બીજાં એક સામાન્ય ભાજનમાં ઉષ્ણ તથા ઉત્તમ ભોજનો તૈયાર કરીને રાખ્યાં. તેમ કરી તેણીએ બંને પુત્રોને આહાર માટે નિમંત્રણ કર્યાથી પ્રથમ સુવર્ણકીર્તિ તે ભોજન લેવા માટે આવ્યા. અને તેણે ઉત્તમ ભાજન પર મોહિત થઈને તેમાંની વસ્તુઓ લીધી. પરંતુ પછી તે વસ્તુઓને ઠંડી તથા દગ્ધ થયેલી જોઈને તેણે પોતાનું મુખ મરડ્યું. એવામાં બીજા પુત્ર રાસિલ્યસૂરિ પણ એક સાધુને સાથે લઈને ત્યાં પધાર્યા, ત્યારે માતાએ તેમને ભોજન લેવા માટે તે બંને વાસણો દેખાડ્યાં. તે જોઈ તે બંને સાધુઓએ વિચાર્યું કે, આ ભોજન તો આધાકર્મી છે, માટે આપણે સાધુઓને તે લેવું લાયક નથી. એમ વિચારી તેઓ તે ભોજન લીધા વિના જ ત્યાંથી પાછા વળ્યા. તે જોઈ માતાએ પોતાના દિગંબર પુત્રને કહ્યું કે, હે પુત્ર ! તેં તારા ભાઈનો આચાર જોયો? માટે હવે જેમ તને યોગ્ય લાગે તેમ તું કર. તે સાંભળી માતાનાં વચનોથી પ્રતિબોધ પામીને સુવર્ણકીર્તિ ફરીને રાસિલ્યસૂરિજી પાસે શ્વેતાંબરી દીક્ષા લઈને સિદ્ધાંતોના પારંગામી થઈ ગીતાર્થ થયા. પછી 'રાસિલ્તસૂરિજીએ પણ તેમને યોગ્ય જાણી તેમનું જીવદેવસૂરિ નામ પાડી પોતાની પાટે સ્થાપ્યા. હવે એક વખતે તે જીવદેવસૂરિજી જ્યારે ઉપાશ્રયમાં રહી વ્યાખ્યાન કરતા હતા, ત્યારે ત્યાં કોઈક યોગી For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈન ઈતિહાસ આવીને વિચારવા લાગ્યો કે, આ મુનિ ખરેખર મહાતેજસ્વી તથા સર્વકળા સંપન્ન છે; માટે મારી શક્તિ હું તેમના પર ચલાવું. એમ વિચારી તેણે પોતાની જીભ ખેંચીને તથા તે જીભથી પર્યંક આસન બાંધીને તે સભામાં બેઠો. તેના તે કાર્યથી આચાર્યજીની જીભ સ્તબ્ધ થઈ, અને તેમણે તેથી તે યોગીના કાર્યનો ભેદ જાણ્યો. ત્યારે આચાર્યજીએ પોતાના મંત્રપ્રયોગથી તે યોગીના આસનને વજ્રલેપ કર્યાથી તે યોગી પણ ત્યાંથી ચાલવાને અશક્ત થયો. ત્યારે તે યોગી હાથ જોડીને આચાર્યજીને કહેવા લાગ્યો કે, હે પ્રભુ ! મારો અપરાધ આપ ક્ષમા કરો અને મને મુક્ત કરો. પછી કેટલાક શ્રાવકોએ પણ વિનંતી કરવાથી આચાર્યજીએ તે યોગીને ́ મુક્ત કર્યો. બાદ આચાર્યજીએ પોતાના સાધુ સાધ્વીઓના પરિવારને હુકમ કર્યો કે, આ દુષ્ટ યોગીએ સ્વીકારેલી પશ્ચિમ દિશામાં હાલ કોઈએ જવું નહીં. પરંતુ ભૂલથી એક સાધ્વીનું જોડું તે તરફ ગયું; અને ત્યાં તળાવના કાંઠા પર રહેલા તે યોગીની દૃષ્ટિએ પડ્યું, ત્યારે તે દુષ્ટ યોગીએ ચપળતા વાપરીને તેઓમાંની એક સાધ્વી ૫૨ કંઈક ચૂર્ણ નાખ્યાથી તે સાધ્વી તે યોગીની પાછળ ગઈ. તે જોઈ આંખોમાં અશ્રુ લાવીને બીજી સાધ્વીએ આચાર્યજી પાસે આવી તે વૃત્તાંત તેમને નિવેદન કર્યો,ત્યારે આચાર્યજીએ તેણીને ધીરજ આપી કે, તેનો હું ઉપાય કરું છું, માટે તમારે ખેદ કરવો નહીં. પછી આચાર્યજીએ એક કુશમય પૂતળું બનાવીને શ્રાવકોને સોંપ્યું, અને કહ્યું કે, આ પૂતળાની તમારે આંગળીઓ છેદવી. પછી બીજા કેટલાક શ્રાવકોને આચાર્યજીએ તે યોગી પાસે મોકલ્યા. ત્યારબાદ તે શ્રાવકો જેમ જેમ તે પૂતળાની આંગળીઓ છેદવા લાગ્યા, તેમ તેમ તે યોગીની આંગળીઓ પણ છેદાવા લાગી; ત્યારે તે યોગીએ ગભરાઈને શ્રાવકોને કહ્યું કે, તમે આ સાધ્વીના મસ્તક પર જળ સીંચો, તેથી તે સાવધ થઈને પોતાને સ્થાનકે જશે. પછી તેમ કરવાથી તે સાધ્વીએ સચેતન થઈ ગુરુ પાસે For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ જૈન ઈતિહાસ જઈ આલોચના લીધી. પછી તે યોગી ભય પામીને ત્યાંથી ચાલ્યો ગયો. હવે તે વાટ નગરમાં લલ્લુ નામે મહાધનાઢ્ય શેઠ વસતો હતો; તેણે એક મોટા યજ્ઞનો પ્રારંભ કર્યો. તે યજ્ઞ કુંડ પર એક આંબલીનું વૃક્ષ હતું. તેમાંથી ધુમાડાને લીધે વ્યાકુળ થયેલો એક સર્પ નીચે આવીને પડ્યો; ત્યારે યજ્ઞ કરનાર બ્રાહ્મણે તે સર્પને પકડીને તે બળતા યજ્ઞકુંડમાં હોમ્યો, તે જોઈ દયાળુ લલ્લુ શેઠે કહ્યું કે, અરે ! આ દુષ્ટ કર્મ તમોએ શું કર્યું? જાણી જોઈ પંચેન્દ્રિય જીવની તમોએ હિંસા કરી; ત્યારે તે યજ્ઞ કરનાર બ્રાહ્મણે કહ્યું કે, હે શ્રેષ્ઠ ! આમ કરવામાં કંઈ પણ દોષ નથી; કેમ કે મંત્રથી સંસ્કાર કરેલા અગ્નિમાં પડેલો આ સર્પ ખરેખર પુણ્યશાળી જ છે. કેમ કે તે આ અગ્નિકુંડમાં મૃત્યુ પામીને દેવલોકમાં જઈ દેવતા થશે; માટે તમારે જરા પણ સંતાપ કરવો નહીં; વળી તમે કદાચ દયાળુ અને આસ્તિક હો તો પ્રાયશ્ચિત્ત માટે આ સર્પ જેવડા સોનાના બે સર્પો કરાવીને તમે બ્રાહ્મણોને તે સુવર્ણ વહેંચી આપો. પછી તે શેઠે તુરત જ સુવર્ણના તેવા બે સર્પો કરાવ્યા, જ્યારે બ્રાહ્મણો તેને વહેંચી લેવા માટે છેદવા લાગ્યા ત્યારે શેઠે વિચાર્યું કે, એક સર્પની હિંસા માટે મારે આ સુવર્ણના સર્પો કરવા પડ્યા છે, તો વળી આની હિંસા માટે મારે બીજા સુવર્ણના સર્પો કરવા પડે, માટે આ તો અનવસ્થાદોષ થાય છે; એમ વિચારી તેણે તે યજ્ઞ બંધ કર્યો, તથા સત્ય ધર્મની તે શોધ કરવા લાગ્યો. એવામાં બે શ્વેતાંબર મુનિઓ તેને ઘેર ભિક્ષા લેવા માટે આવ્યા; ત્યારે તેણે ઘરના માણસોને હુકમ કર્યો કે, આ મુનિઓ માટે ઉત્તમ ભોજન તૈયાર કરીને આપો. ત્યારે તે મુનિઓએ કહ્યું કે, તેવું ભોજન અમારાથી લેવાય નહીં, કેમ કે તેમ કરવાથી તો ફક્ત અમારે માટે જ પૃથ્વીકાય આદિની હિંસા થાય. તે સાંભળી લલ્લુ શેઠે વિચાર્યું કે, અહો! આ સાધુઓ નિઃસ્પૃહી તથા નિરહંકારી છે, માટે સત્ય ધર્મ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈન ઈતિહાસ ખરેખર તેમની પાસે હોવો જોઈએ; એમ વિચારી તે શેઠે તે મુનિઓને ધર્મનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે તેઓએ કહ્યું કે, અહીં ઉપશ્રયમાં રહેલા અમારા ગુરુ મહારાજ આપને તે સત્ય ધર્મનું સ્વરૂપ સમજાવશે. ત્યારે તે લલ્લુ શેઠે ત્યાં જઈ શ્રી જીવદેવસૂરિજીને ધર્મનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે તેમણે પણ તે શેઠને યોગ્ય જાણીને દયામય જૈન ધર્મનું સ્વરૂપ કહી દેખાડ્યું. તે સાંભળી તે લલ્લુ શેઠે સમ્યક્ત સહિત શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પછી તે લલ્લુ શેઠે શ્રી જીવદેવસૂરિજીના ઉપદેશથી પિષ્પકલક નામના ગામમાં એક સુંદર જૈન મંદિર બંધાવ્યું તથા તે ધર્મમાં અત્યંત દઢ થયો. એવી રીતે તે લલ્લુ શેઠને જૈનધર્મમાં અત્યંત આસક્ત થયેલો જાણીને બ્રાહ્મણોને ઘણી ઈર્ષા થઈ, તેથી ગોચરી આદિ માટે જતા જૈન સાધુઓને તેઓ સંતાપવા લાગ્યા. એક દિવસે તે દુષ્ટ બ્રાહ્મણોના છોકરાઓએ એક મૃત્યુની અણી પર આવેલી ગાયને ગુપ્ત રીતે એક જૈન મંદિરમાં ઘુસાડી દીધી. પ્રભાતે ગાયને જિનમંદિરમાં મત્યુ પામેલી જોઈને, શ્રી જીવદેવસૂરિજીએ પરકાયપ્રવેશ નામની વિદ્યાથી તેણીને તુરંત ઉઠાડીને બ્રાહ્મણોના મંદિરમાં બ્રહ્માની મૂર્તિ પાસે જ દાખલ કરી, તથા તે ગાય ત્યાં મૃત્યુ પામી. ત્યારે તે બ્રાહ્મણો એકઠા થઈ વિચારવા લાગ્યા કે હવે આપણે શું કરવું? આ ગાયને તો શ્રી જીવદેવસૂરિજી સિવાય કોઈ અહીંથી જીવતી કાઢી શકે તેમ નથી, પરંતુ આપણે તો તેમના પર ઈર્ષા રાખી તેમના સાધુઓને સંતાપીએ છીએ, માટે આપણું આ કાર્ય તે કરી આપશે નહીં. પરંતુ જો આપણે વિનયથી માફી માગીને તેમને વિનંતી કરશું તો તે આપણું કાર્ય કરી આપશે. એમ વિચારી તેઓ એકમત થઈ આચાર્યજી પાસે આવ્યા, તથા હાથ જોડી આચાર્યજીને સર્વ વૃત્તાંત કહી કહ્યું કે, આપ કૃપા કરીને આ ગાયને જીવતી બ્રહ્મશાળામાંથી કાઢો. તે સાંભળી આચાર્ય મહારાજ જ્યારે મૌન રહ્યા ત્યારે લલ્લું શ્રાવકે તેઓને કહ્યું કે, હે બ્રાહ્મણો ! તમે જૈનધર્મ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૨૯ ઉપર ઈષ્ય લાવીને હંમેશાં જૈનમુનિઓને ઉપદ્રવ કરો છો, તો આજથી તમે એવું લખત કરી આપો કે, આ નગરમાં જૈન લોકો પોતાની ઇચ્છા મુજબ જ્યારે પણ કંઈ ઉત્સવાદિ કરે ત્યારે તેમને તમારે કંઈ પણ ઉપદ્રવ કરવો નહીં, તથા જ્યારે જૈનના નવા આચાર્ય ગાદી પર બેસે ત્યારે તમારે તેમને સુવર્ણની યજ્ઞોપવીત પહેરાવીને બ્રહ્મમંદિરમાં તેમનું સ્નાત્ર કરવું. પછી તે સર્વ બાબતો જ્યારે બ્રાહ્મણોએ કબુલ કરી ત્યારે લલ્લુ શેઠની વિનંતીથી આચાર્યજીએ પરકાયપ્રવેશ વિદ્યાના બળથી તે ગાયને તેમાંથી જીવતી બહાર કાઢી; ત્યારે બ્રાહ્મણોએ પણ જય જય શબ્દપૂર્વક આચાર્યજીને વધાવી લીધા. પછી ત્યારથી તે વાયટ ગામમાં બ્રાહ્મણો અને શ્રાવકો વચ્ચે ઘણો જ સ્નેહ બંધાણો. એવી રીતે આ શ્રી જીવદેવસૂરિજીએ જૈનશાસનની ઘણી પ્રભાવના કરેલી છે. પછી પોતાના પ્રાંત સમયે તેમણે પોતાના શિષ્યોને એકઠા કરી કહ્યું કે, જે સિદ્ધયોગી પૂર્વે અહીંથી પરાભવ પામીને ગયેલો છે, તે મારું મૃત્યુ સાંભળીને તુરત અહીં આવશે; અને તે જો મારું કપાળ મેળવવાને શક્તિવાન થશે, તો તે જૈનશાસન પર ઘણાં ઉપસર્ગો કરશે; માટે તમોએ સ્નેહને ત્યજીને જ્યારે મારું શરીર પ્રાણરહિત થાય ત્યારે મારા કપાળને તમારે ચૂરીને છુંદી નાખવું, કે જેથી શાસન પર ઉપદ્રવ થાય નહીં. એવી રીતે શિષ્યોને શિખામણ આપીને જીવદેવસૂરિજી પ્રત્યાખ્યાનપૂર્વક પરમેષ્ટિ ધ્યાનમાં લીન થયા, તથા છેવટે વાયુને રોધીને મસ્તક દ્વારથી પ્રાણરહિત થઈ વૈમાનિકમાં પધાર્યા, ત્યારે તેમના બુદ્ધિવાન શિષ્ય મજબૂત દંડ લઈને તેમના કપાળને ચૂરી નાખ્યું; તથા પછી તેમના શરીરને શિબિકામાં પધરાવીને ચાલવા લાગ્યા, ત્યારે તે સિદ્ધ યોગી હાથમાં ડમરૂ લઈ વગાડતો થકો ત્યાં આવી પહોંચ્યો, તથા કપટથી છાતી ફૂટી રડવા લાગ્યો, અને કહેવા લાગ્યો કે, મારા આ સ્વામીનું મુખકમળ મને ફક્ત એક જ વખત દેખાડો, પછી તે સાધુઓએ શિબિકા નીચે મૂકીને For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ આચાર્યજીનું મુખ ખુલ્લું કર્યું, ત્યારે કપાળને ચૂર્ણિત કરેલું જોઈને તે યોગી પોતાના હાથ ઘસી કહેવા લાગ્યો કે, મહાપુરુષનાં લક્ષણોને સૂચવનારું ફક્ત એક જ ટુકડાવાળું કપાળ વિક્રમરાજાનું, તથા મારા ગુરુનું તથા આ શ્રી જીવદેવસૂરિજીનું હતું, પરંતુ મને નિર્ભાગીને તે ક્યાંથી મળે? હવે મારે આવા મહાન પુરુષના અગ્નિસંસ્કારમાં ભાગ લેવો જોઈએ, એમ વિચારી આકાશમાર્ગે મલયાચલ પર જઈ, ત્યાંથી ચંદન આદિ કાછો લાવી તેની ચિતા બનાવી તેણે આચાર્યજીના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો. એવી રીતે આ શ્રી જીવદેવસૂરિજી ચમત્કારિક વિદ્યામાં પારંગામી થયેલા છે, તથા તેમના વંશમાં થતા આચાર્યો આજે પણ પ્રભાવિક જોવામાં આવે છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૦ વિક્રમ સંવત ૧૨૨૨ થી ૧૨૦૬ (વાભામંત્રી, સાઈપુર્ણમીયક ગચ્છની ઉત્પત્તિ, આગામિકગચ્છની ઉત્પત્તિ, તપાગચ્છનું બિરુદ, જગશ્ચંદ્રસૂરિ, ૨નપ્રભસૂરિ, પદ્યદેવસૂરિ, માણિક્યચંદ્રસૂરિ, જિનપતિસૂરિ ધર્મઘોષસૂરિ, અમરચંદ્રસૂરિ) વાભટ્ટ મંત્રી (વિક્રમ સંવત ૧૨૨૨) કુમારપાળ રાજાનો એક ઉદય નામે મંત્રી હતો, તેને વાભટ્ટ નામે પુત્ર હતો; તે જૈન ધર્મ પર ઘણી જ શ્રદ્ધા રાખતો હતો; તેમણે હેમચંદ્રસૂરિ મહારાજના ઉપદેશથી વિક્રમ સંવત ૧૨૨૨માં સાડા ત્રણ ક્રોડ રૂપિયા ખર્ચીને શત્રુંજય તીર્થનો ચૌદમો ઉદ્ધાર કરાવ્યો. સાઈપૂર્ણમીચક ગચ્છની ઉત્પત્તિ (વિક્રમ સંવત ૧૨૩૬) આ સાઈપૂર્ણમયક ગચ્છની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૨૩૬ માં થયેલી છે. તેને લગતી હકીક્ત એવી છે કે, એક વખતે કુમારપાળ રાજાએ હેમચંદ્રાચાર્યજીને પૂછ્યું કે, પૂનમીયા ગચ્છવાળા જૈનોના આગમ પ્રમાણે ચાલે છે કે નહીં? તે માટે આપણે તેમની પાસેથી ખુલાસો માગવો છે; માટે તે ગચ્છના આચાર્યને મારી પાસે બોલાવી લાવવા. તે સાંભળી હેમચંદ્રસૂરિ મહારાજ તે પૂનમીયા ગચ્છના આચાર્યને કુમારપાળ રાજાની પાસે બોલાવી લાવ્યા; ત્યારે For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન ઈતિહાસ કુમારપાળ રાજાએ તે પૂનમીયા ગચ્છના આચાર્યજીને જૈન આગમોના સંબંધમાં કેટલાક સવાલો પૂછ્યા; પરંતુ તેમણે તેના આડાઅવળા ઉત્તરો આપ્યા; તે સાંભળી કુમારપાળ રાજાએ તે પૂનમીયા ગચ્છાવાળાઓને પોતાના અઢારે દેશોમાંથી હાંકી કાઢ્યા. પછી કુમારપાળ રાજા અને હેમચંદ્રાચાર્યજીના સ્વર્ગગમન બાદ તે પૂનમીયાગચ્છના સુમતિસિંહ નામના આચાર્ય પાછા અણહિલ્લપુરપાટણમાં આવ્યા ત્યારે તેમને કોઈએ પૂછ્યું કે તમે કયા ગચ્છના છો? ત્યારે તેમણે કહ્યું કે, અમે સાઈપૂર્ણમયક ગચ્છના આચાર્ય છીએ. એવી રીતે તે સુમતિસિંહ આચાર્યના વંશજો સાઈપૂર્ણમયક ગચ્છવાળા કહેવાવા લાગ્યા. તે સાઈપૂર્ણમયક ગચ્છવાળાઓનો એવો મત છે કે, જિનેશ્વરપ્રભુની મૂર્તિઓ પાસે ફળ મૂકીને પૂજા કરવી નહીં. એવી રીતે તે સાઈપૂર્ણમીયક ગચ્છની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૨૩૬ માં થઈ છે. આગમિક ગચ્છની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૨૫૦ આગમિકો અથવા ત્રણ થોઈવાળાઓની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૨૫૦ માં થયેલી છે; તેની હકીકત એવી છે કે, પૂનમીયા ગચ્છમાં શીલગણસૂરિ અને દેવભદ્રસૂરિ નામના આચાર્યો હતા. કંઈક કારણથી તેઓ બંને પૂનમીયા ગચ્છને છોડીને અંચલિક ગચ્છમાં દાખલ થયા, તથા પાછળથી તેઓએ તે અંચલિક ગચ્છને પણ છોડીને પોતાનો એક નવો પંથ ચલાવ્યો. અને તેમ કરી તેઓએ નક્કી કર્યું કે, આપણે ક્ષેત્રદેવતાની ચોથી કોઈ પ્રતિક્રમણ આદિમાં કહેવી નહીં. એવી રીતે આ આગમિક ગચ્છની અથવા ત્રણ થઈવાળાઓની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૨૫૦ માં થઈ છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ગુરમહારાજ વભદ્રજી ઉ નોડની રાતમાં તેમણે જૈન ઈતિહાસ જગચંદ્રસૂરિ, તેમને મળેલું પાનું બિરુદ (વિક્રમ સંવત ૧૨૪૦ થી ૧૨૮૫) શ્રી મહાવીરપ્રભુની ચુમ્માળીસમી પાટે જગચંદ્રસૂરિ થયા. તે મહાવૈરાગ્યવાનું અને તપસ્વી હતા. તેમણે પોતાના ગચ્છમાં શિથિલ આચાર જોયો, તેથી તેમને ક્રિયોદ્ધાર કરવાની ઇચ્છા થઈ. આથી તેમણે ગુરુમહારાજની આજ્ઞાથી ચૈત્રવાલીય ગચ્છવાળા તથા મહાવૈરાગ્યવાનું એવા દેવભદ્રજી ઉપાધ્યાયની સહાયતાથી પોતાના ગચ્છનો ક્રિયોદ્ધાર કર્યો. વળી તેમણે ચિત્તોડની રાજધાની અહાડમાં બત્રીસ દિગંબર આચાર્યો સાથે ધર્મવાદ કર્યો; અને તેમાં તેમણે પોતાની વિદ્યાના બળથી તે સઘળા દિગંબર આચાર્યોનો પરાજય કર્યો. આથી ત્યાંના રાજાએ ખુશ થઈને તેમને “હિરલા' એવું બિરુદ આપ્યું; અને તેથી તે હિરલા જગન્સંદ્રસૂરિના નામથી પ્રસિદ્ધ થયા છે, વળી તેમણે છેક જીવિત પર્યત આંબેલ તપ કરવાનું નિયમ લીધું હતું, અને એવી રીતે તપસ્યા કરતાં થકાં જયારે તેમને બાર વર્ષ વીતી ગયાં, ત્યારે ચિત્તોડના રાજાએ વિક્રમ સંવત ૧૨૮૫ માં તેમને તપાનું બિરુદ આપ્યું, તેથી પૂર્વથી ચાલ્યા આવતા વડગચ્છનું નામ ત્યારથી તપાગચ્છ પડ્યું. એવી રીતે આ શ્રી જગન્સંદ્રસૂરિજી મહાપ્રભાવિક થયેલા છે. રતનપ્રભસૂરિ, વિક્રમ સંવત ૧૨૩૮ આ મહાન ન્યાયપારંગામી શ્રી રત્નપ્રભસૂરિજી વડગચ્છમાં થયેલા અને મહારાજા સિદ્ધરાજની સભામાં દિગંબરોનો પરાજય કરનારા એવા શ્રી દેવસૂરિજીના શિષ્ય ભરેશ્વરસૂરિના શિષ્ય હતા; અને તે વિક્રમ સંવત ૧૨૩૮ માં વિદ્યમાન હતા. તેમણે For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ધર્મદાસગણિજીએ રચેલી ઉપદેશમાળા પર મનોહર ટીકા રચેલી છે, તેમ શ્રી દેવસૂરિજી મહારાજે રચેલા સ્યાદ્વાદ રત્નાકર ઉપર અત્યંત ગહન અને વિદ્વાનોને ચમત્કાર ઉપજાવનારી ન્યાયથી ભરપૂર રત્નાકર અવતારિકા નામની ટીકા રચેલી છે. આ શ્રી રત્નપ્રભસૂરિજીનું જ્ઞાન અપાર હતું, એમ તેમની તે ટીકા ખુલ્લી રીતે સૂચવી આપે છે. ૧૩૪ પદ્મદેવસૂરિ (વિક્રમ સંવત ૧૨૪૦ થી ૧૨૯૨) આ શ્રી પદ્મદેવસૂરિજી મહારાજ વિક્રમ- સંવત ૧૨૪૦ થી ૧૨૯૨ સુધીમાં વિદ્યમાન હતા; અને તે માનતુંગસૂરિજીના શિષ્ય હતા. તેમનું વૃત્તાંત એવું છે કે, મારવાડ દેશમાં આવેલા પાલી નામના નગરમાં એક સીદ નામે જૈનધર્મી ધનાઢ્ય પોરવાડ જ્ઞાતિનો શ્રાવક વસતો હતો, તેને વીરદેવી નામે સ્ત્રી હતી; અને તેઓને પૂર્ણદેવ નામે પુત્ર હતો. તે પૂર્ણદેવને વાડ્લવી નામે સ્ત્રી હતી. તે વલૢવીને જૈન ધર્મ પર ઘણી જ પ્રીતિ હતી; તેથી તેણીએ વિજયસિંહસૂરિજી પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો; તથા ઉપધાન વહ્યાં હતાં. આ બંને સ્રીભરતારને આઠ પુત્રો હતા. તેઓમાં પહેલાનું નામ બ્રહ્મદેવ અને તેની સ્રીનું નામ પોહિની હતું. તે બ્રહ્મદેવે ચંદ્રાવતી નગરીમાં ઘણું દ્રવ્ય ખર્ચીને એક સુંદર જૈન મંદિર બંધાવ્યું હતું. તથા તેની સ્ત્રી પોહિનીએ પણ કેટલુંક દ્રવ્ય ખરચીને જૈન શાસ્ત્રો લખાવ્યાં હતાં. હવે તેઓમાંના ત્રીજા પુત્રનું નામ બહુદેવ હતું, અને તેણે વૈરાગ્યથી દીક્ષા લીધી હતી; તથા પોતાનું સર્વ દ્રવ્ય તેણે જૈન પુસ્તકો લખાવવામાં ખરચ્યું હતું; અને દીક્ષા લીધા બાદ તેમનું પદ્મદેવસૂરિ નામ હતું. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૩૫ માણિક્યચંદ્રસૂરિ, વિક્રમ સંવત ૧૨૦૬ આ શ્રી માણિક્યચંદ્રસૂરિ કોટિ ગણની વજશાખાના રાજગચ્છમાં થયેલા શ્રી સાગરચંદ્રસૂરિજીના શિષ્ય હતા અને તે વિક્રમ સંવત ૧૨૭૬ માં વિદ્યમાન હતા. તેમણે તે સાલમાં દીવ બંદરમાં ચાતુર્માસ રહીને પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું છે; વળી તેમણે કાવ્યપ્રકાશ સંકેત, તથા નલાયન નામના ગ્રંથો રચ્યા છે. તેમણે પાર્શ્વનાથ ચરિત્ર કેવ રીતે રચ્યું? તે વિષેનું વૃત્તાંત એવું છે કે, કુમારપાળ રાજાની સભામાં ભિલ્લમાલ નામના કુળમાં ઉત્પન્ન થયેલા વર્ધમાન નામે એક માનીતા ગૃહસ્થ હતા. તેમને માદુ નામની એક ગુણવાન સ્ત્રી હતી. તેણીની કુલિએ ત્રિભુવનપાળ, મલ્ડ અને દેહડ નામના ત્રણ પુત્રોનો જન્મ થયો હતો. તેમાંના હિડને પાલ્ડન નામે એક પુત્ર હતો, અને તે કવિત્વ શક્તિમાં ઘણા હોશિયાર હતો. એક વખતે તે દેહડ પોતાના પુત્ર પાલ્હનને લઈને માણિક્યચંદ્રસૂરિજી પાસે આવ્યો; અને આચાર્યજીને કહ્યું કે, આપના પૂર્વજો શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ તથા શ્રી અભયદેવસૂરિજીએ મહાન્ ગ્રંથો રચ્યા છે; તો આપ પણ કોઈક તેવો ગ્રંથ રચો. તે સાંભળી આ મહાવિદ્વાન શ્રી માણિક્યચંદ્રસૂરિજીએ પાર્શ્વનાથ ચરિત્ર નામનો ગ્રંથ રચ્યો. ૩૩ - જિનપતિસૂરિ, વિક્રમ સંવત ૧૨૩૩ આ શ્રી જિનપતિસૂરિ ખરતર ગચ્છમાં થયેલા શ્રી જિનચંદ્રસૂરિજીના શિષ્ય હતા; તેમણે જિનેશ્વરસૂરિજીએ રચેલા 'પંચલિંગી પ્રકરણ પર ટીકા, ચર્ચરીક સ્તોત્ર, સંઘપટાપર મોટી ટીકા, અને સામાચારીપત્ર નામના ગ્રંથો રચ્યા છે. જિનપ્રભસૂરિજીએ રચેલા તીર્થકલ્પમાં કહ્યું છે કે, જિનપતિસૂરિજીએ વિક્રમ સંવત For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન ઈતિહાસ ૧૨૩૩ માં કલ્યાણ નામના નગરમાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલી છે. ધર્મઘોષસૂરિ (અંચલગચ્છ), વિક્રમ સંવત ૧૨૬૩ આ શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ અંચલગચ્છમાં થયેલા શ્રી જયસિંહસૂરિજીના શિષ્ય હતા. તેમણે વિક્રમ સંવત ૧૨૬૩ માં શતપંદિકા નામનો ગ્રંથ રચ્યો છે. તેમના શિષ્ય મહેન્દ્રસૂરિજીએ વિક્રમ સંવત ૧૨૯૪ માં તે ગ્રંથ પર વિવરણ રચ્યું છે. વળી તે જ ગ્રંથ પરથી મેરૂતુંગસૂરિજીએ શતપદિ સારોદ્ધાર નામનો પણ ગ્રંથ રચ્યો છે. તેની પ્રશસ્તિમાં તે લખે છે કે, આ ધર્મઘોષસૂરિજીનો જન્મ વિક્રમ સંવત ૧૨૦૮ માં મારવાડ દેશમાં આવેલા મહાપુર ગામમાં થયો હતો; તેમના પિતાનું નામ ચંદ્ર અને માતાનું નામ રાજલદે હતું. વળી મેરૂતુંગસૂરિજી કહે છે કે, આ શ્રી ધર્મઘોષસૂરિજીએ શાકંભરી નામની નગરીના રાજા પ્રથમરાજને પ્રતિબોધીને જૈન કર્યો હતો. અમરચંદ્રસૂરિ, વિક્રમ સંવત ૧૨૬૫ આ શ્રી અમરચંદ્રસૂરિજી વાયટ ગચ્છમાં થયેલા શ્રી જિનદત્તસૂરિના શિષ્ય હતા. તેમણે ચતુર્વિંશતિ જિનચરિત્ર (અથવા પદ્માનંદાભ્યુદય મહાકાવ્ય) બાલમહાભારત કાવ્ય, કવિ શિક્ષાવૃત્તિ સહિત કાવ્ય કલ્પલતા તથા છંદો રત્નાવલી વગેરે ઘણા ઉત્તમ ગ્રંથો રચેલા છે, તેમની શીઘ્ર કવિત્વ શક્તિથી ગુજરાતના રાજા વિશળદેવે આશ્ચર્ય પામીને તેમને ખુશીથી કવિવેણીકૃપાણનું બિરુદ આપ્યું હતું. તેમની વિદ્વતા ઘણા ઊંચા પ્રકારની હતી. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાજનદે અને મહારાજ સિદ્ધરાજ જયસિંહ તથા હેમચંદ્રાચાર્યની દીક્ષા - ૧૮ સાજનદે અને મહારાજા સિદ્ધરાજ જયસિંહ ગુજરાતમાં આવેલા ઉંદિરા નામના ગામમાં સાજનદે નામનો એક વણિક વસતો હતો. દૈવયોગે નિર્ધન થવાથી તે ખંભાતમાં ગયો. માર્ગમાં સકરપુર નામના ગામમાં એક રંગારી ભાવસારના ઘરમાં તે ઊતર્યો. તે ઘર પાસે તેણે એક સોનામહોરોથી ભરેલી કડા જોઈને તે રંગારીને તેણે કહ્યું કે આ દ્રવ્ય તમારું છે, માટે તમે તે ગ્રહણ કરો. તે સાંભળી તે રંગારીએ વિચાર્યું કે, આ દ્રવ્ય ખરેખર આ સાજનદેના ભાગ્યનું છે; કેમ કે મેં તેની ઘણી શોધ કર્યા છતાં પણ તે મને મળ્યું નહીં. પછી તણે સાજનદેને કહ્યું કે, આ દ્રવ્ય મારા ભાગ્યનું નથી, પરંતુ તમારા ભાગ્યનું છે, માટે તમે તે ગ્રહણ કરો. પછી તે દ્રવ્ય સાજનદેએ પોતે નહીં લેતા, તેણે તે મહારાજ સિદ્ધરાજને સમર્પણ કર્યું; ત્યારે સિદ્ધરાજે પણ તેને શુદ્ધ શ્રાવક જાણીને તેની પ્રશંસા કરીને તેને સોરઠ દેશના સૂબા તરીકે સ્થાપ્યો. એક વખતે તે સાજન ગિરનારજીના પવિત્ર પર્વત પર ચડ્યો, પણ ત્યાં શ્રી નેમિનાથ પ્રભુ આદિના જિનમંદિરોને જીર્ણ થયેલાં જોઈ તેને સંતાપ થયો; અને વિચાર્યું કે, જો હું આ જિનમંદિરોનો ઉદ્ધાર ન કરાવું તો ખરેખર મારા જીવંતરને ધિક્કાર છે. એમ વિચારી સોરઠ દેશની ઊપજ તરીકે આવેલી સાડી બાર ક્રોડ સોનામહોરો ખર્ચીને તેણે ત્યાં જિનમંદિરોનો ઉદ્ધાર કરાવ્યો. પછી તેણે વિચાર્યું કે, રાજાનું દ્રવ્ય ખર્ચીને મેં આ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન ઈતિહાસ જીર્ણોદ્વાર તો કરાવ્યો, પણ તેથી જો કદાચ રાજા ગુસ્સે થશે, અને તે દ્રવ્ય જો પાછું માગશે, તો તેનો ઉપાય પહેલેથી શોધી રાખવો જોઈએ, કે જેથી આગળ જતાં પશ્ચાત્તાપ થાય નહીં; એમ વિચારી તે વંથલી નામના ગામમાં આવ્યો; તે ગામમાં ઘણા લક્ષાધિપતિ જૈનો રહેતા હતા; તે જૈન શાહુકારોને બોલાવી તેણે સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું; ત્યારે કેટલા કૃપણો એકબીજાના કાનમાં વાતો કરવા લાગ્યા કે, સાજનદેને આવું સાહસ કરવું યોગ્ય ન હતુ. પહેલાં વિચાર કર્યા વિના જ રાજાનું દ્રવ્ય ખર્ચી હવે જે ભીખ માગવા આવ્યો છે, તેથી તેને શું શરમ થતી નથી ? કેટલાક ગંભીર માણસોએ વિચાર્યું કે, ખરેખર આ સાજનદે પુણ્યશાળી છે; તેણે ઉત્તમ પુણ્યનું કાર્ય કર્યું છે, માટે તેમાં આપણે મદદ કરવી જોઈએ; એમ તે સર્વ શાહુકારો વિચાર કરતા બેઠા હતા, એટલામાં એક ભીમ નામના શેઠ ત્યાં આવી ચડ્યા. તેના શરીર પર મેલાં અને ફાટેલાં કપડાં હતાં; તેને પગમાં પહેરવાને પગરખાં પણ નહોતાં; પછી તે સર્વ શાહુકારોને પ્રણામ કરી તેણે કહ્યું કે, હે મહાજનો ! આપ અહીં શા માટે એકઠા થયા છો ? ધર્મના કાર્ય માટે જો કંઈ દ્રવ્યનો ખપ હોય તો મને પણ ફ૨માવશો, હું પણ મારી શક્તિ મુજબ આપીશ. તે સાંભળી કેટલાકોએ તો તે બિચારાની હાંસી કરી. પછી તે સાજનદેને પોતાને ઘેર લઈ ગયો, તથા ત્યાં તેને ભોજન કરાવી સોનામહોરોના ઢગલા બતાવી કહ્યું કે, આમાંથી તમારે જોઈએ તેટલી લ્યો. ત્યારે સાજનદેએ કહ્યું કે, હે શેઠજી ! હાલ તો તેનો મારે ખપ નથી, પરંતુ જો રાજા માગશે, તો તે વખતે હું તે લઈશ; એમ કહી તે સાજનદે પોતાને સ્થાનકે ગયો. એવામાં કોઈક ચુગલીખોરે સિદ્ધરાજ પાસે ચાડી કરી કે, હે સ્વામી ! સાજનદેએ આપનું સઘળું દ્રવ્ય એક જિનમંદિર બાંધવામાં ખર્ચીને પોતાનું નામ પ્રસિદ્ધ કર્યું છે. તે સાંભળી ક્રોધાયમાન થયેલા સિદ્ધરાજે પોતાના માણસોને હુકમ કર્યો For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ જૈન ઈતિહાસ કે, તમે તે સાજનદેને બાંધીને અહીં મારી પાસે લાવો ત્યારે તે માણસોએ સોરઠમાં જઈ સાજનદેને કહ્યું કે, રાજા તમને બોલાવે છે, માટે તુરત ચાલો. ત્યાં કોઈ ચુગલીખોરે તમારી ચાડી કરી છે. એમ સઘળું વૃત્તાંત તેઓએ તેને કહી બતાવ્યું. ત્યારે સાજનદેએ વિચારીને તેઓને કહ્યું કે, તમે રાજાને જઈ કહો કે, હાલ અહીં રાજનું કામ છોડીને આવી શકાય તેમ નથી, માટે જો આપને દ્રવ્યની ઈચ્છા હોય તો અહીં પધારી સુખેથી લઈ જાઓ. પછી તે માણસોએ ત્યાં જઈ સિદ્ધરાજને તે હકીકત કહેવાથી તેને ઊલટો વધારે ગુસ્સો ચડ્યો. અને તેથી તે લશ્કર લઈને સોરઠમાં આવ્યો, ત્યારે સાજનદે પણ તેમની સન્મુખ આવ્યો, તથા નજરાણા તરીકે ઘણું દ્રવ્ય રાજા પાસે મૂકીને રાજાને પગે પડ્યો; પરંતુ ક્રોધાતુર રાજાએ તો તેની સન્મુખ પણ જોયું નહીં; છેવટે ભૂકૂટી ચડાવી રાજાએ કહ્યું કે, આ સોરઠ દેશની ઊપજ ક્યાં છે? તેનો હિસાબ આપો. ત્યારે સાજનદેએ હાથ જોડીને કહ્યું કે, હે સ્વામી! તે સઘળું દ્રવ્ય હું આપને સમર્પણ કરીશ, પરંતુ સેવકની વિનતી સ્વીકારીને પ્રથમ આપ આ તીર્થાધિરાજની યાત્રા કરી આ દુર્લભ મનુષ્ય જન્મને સફળ કરો. તે સાંભળી શાંત, થયેલો રાજા મનના ઉલ્લાસપૂર્વક ગિરનાર પર ચડ્યો. ત્યાં ઇંદ્રભુવન સરખાં મનોહર જિનમંદિરને જોઈ તેને ઘણો જ ઉલ્લાસ થયો; અને તે ઉલ્લાસના આવેશમાં જ તે બોલી ઊઠ્યો કે, ધન્ય છે તેના માતાપિતાને કે જેણે આવાં મનોહર જિનમંદિરનો ઉદ્ધાર કર્યો છે. અવસર આવ્યો જાણી સાજનદેએ પણ કહ્યું કે, ધન્ય છે તે મીણલમાતાને તથા કરણ મહારાજને કે જેમના પુત્રે આવાં મનોહર જિનમંદિરનો ઉદ્ધાર કર્યો છે. તે સાંભળી આશ્ચર્ય પામી સિદ્ધરાજે જયારે સાજનદે તરફ જોયું ત્યારે તેણે હાથ જોડીને કહ્યું કે, તે સ્વામી! આપની સોરઠ દેશની ઊપજનું દ્રવ્ય આ જિનમંદિરનો ઉદ્ધાર કરવામાં વાપર્યું છે; માટે જો હવે આપને તે દ્રવ્ય લેવાની ઇચ્છા For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન ઈતિહાસ હોય તો હું આપને તે સઘળું દ્રવ્ય આપું. તે સાંભળી ખુશ થયેલા સિદ્ધરાજે કહ્યું કે, હે મંત્રીરાજ ! તે મારું દ્રવ્ય અત્યંત શુભ માર્ગે ખર્ચીને ખરેખર આ જગતમાં મારું નામ અમર કર્યું છે; અને ચુગલીખોરનાં વચનથી મને તમારા તરફ જે ગુસ્સો થયો છે, તે માટે મને માફ કરશો. એમ કહી રાજાએ તે ચુગલીખોરને તથા તેના જેવા બીજા પણ ચુગલીખોરોને એકઠા કરી મોઢે મશી ચોપડાવી ગધેડે બેસાડી ચૌટામાં ફેરવી નગરની બહાર કાઢી મેલ્યા. એવામાં તે ભીમાશાહે આવી સાજનદેને વિનંતી કરી કે, હે સ્વામી ! જિનમંદિરનો જીર્ણોદ્ધાર માટે આપ આ દ્રવ્ય ગ્રહણ કરો. ત્યારે સાજનદેએ તેમને કહ્યું કે, હે શેઠજી! હવે આપના દ્રવ્યનો ખપ નથી; આપે ખરેખરો અવસર સાચવીને મારા પર ઉપકાર કર્યો છે. તે સાંભળી ભીમાશાહે કહ્યું કે, હે મંત્રીશ્વર ! જે દ્રવ્ય મેં નિર્માલ્ય કર્યું છે, તે હવે હું મારા ઉપયોગમાં લઈશ નહીં. તે સાંભળી સાજનદેએ તે દ્રવ્યનો અમૂલ્ય હાર કરાવી શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિના કંઠમાં પહેરાવ્યો. હેમચંદ્રાચાર્યજીનો જન્મ તથા તેમની દીક્ષા એક સમયે શ્રીદેવચંદ્રસૂરિજી વિહાર કરતા થકા અનુક્રમે ધંધુકા નગરમાં પધાર્યા. તે નગરમાં એક ચાચોશાહ નામનો મોઢ જ્ઞાતિનો વણિક વસતો હતો. તેને ચાહરી નામે એક સૌભાગ્યવતી સ્ત્રી હતી; એક દહાડો રાત્રિએ તેણીએ એવું સ્વપ્ર જોયું કે, મેં એક અમૂલ્ય ચિંતામણિ રત્ન ગુરુમહારાજને સમર્પણ કર્યું. તે સ્વમના ફળ માટે તેણીએ જયારે ગુરુમહારાજને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, હે શ્રાવિકા ! તમને એક મહાપુણ્યશાળી પુત્ર થશે; પરંતુ તે દીક્ષા લઈ જૈનધર્મની ઘણી જ ઉન્નતિ કરશે, અને જગતમાં ઘણો જશ મેળવશે. એમ કહી For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૪૧ ગુરુમહારાજ તો અન્ય દેશમાં વિહાર કરી ગયા. અહીં તે ચાહરીએ પણ નવ માસ સંપૂર્ણ થયે કાર્તિક સુદિ પૂનમને દિવસે એક મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો. માતપિતાએ પણ ઉત્સવપૂર્વક તેનું ચંગદેવ નામ રાખ્યું. હવે તે ચંગદેવ જ્યારે પાંચ વર્ષનો થયો, ત્યારે દેવચંદ્રસૂરિજી પણ અવસર જાણીને ત્યાં પધાર્યા. તે વખતે ચાહરી પણ સર્વ સંઘની સાથે તેમને વાંદવા માટે પોતાના પુત્ર સહિત આવી. તે સમયે તે ચંગદેવ રમતો રમતો ગુરુમહારાજના આસન પર ચઢી બેઠો. ત્યારે આચાર્ય મહારાજે ચાહરીને કહ્યું કે હે શ્રાવિકા ! તમે તે દિવસનું વચન યાદ લાવીને અમોને તમારો આ પુત્ર ભાવ સહિત આપી દ્યો. ત્યારે ચાહરીએ કહ્યું કે, હે પૂજય ! આપ વિચારો કે, મારો સ્વામી મિથ્યાત્વી છે, માટે મારાથી તે પુત્ર આપને શી રીતે અપાય? કેમ કે તેમ કરવાથી મારો સ્વામી મારા પર અત્યંત ગુસ્સે થાય. ત્યારે સર્વ સંઘે તે બાઈને કહ્યું કે તમે તે તમારો પુત્ર ગુરુમહારાજને આપો. અને તેથી તમને ઘણા પુણ્યનો લાભ થશે. તે સાંભળી તે ચાકરીએ શરમાઈને પોતાના તે પુત્રને ગુરુમહારાજને સોંપી દીધો. ગુરુમહારાજ પણ તે ચંગદેવને લઈને કર્ણપુરીમાં આવ્યા, અને ત્યાં ઉદયન મંત્રીને ઘેર રહી તે બાળક વિદ્યાભ્યાસ કરતો થકો વૃદ્ધિ પામવા લાગ્યો. હવે અહીં ચાચો શેઠ જ્યારે ઘેર આવ્યો ત્યારે પોતાના પુત્રને નહીં જોવાથી તેણે સ્ત્રીને પૂછ્યું કે, આજે ચંગદેવ ક્યાં ગયો છે? ત્યારે સ્ત્રીએ સર્વ હકીકત તેમને કહી સંભળાવી. તે સાંભળી તે ગુસ્સે થઈ પોતાની સીને ગાળો દેવા લાગ્યો, તથા અન્નપાણીનો ત્યાગ કરીને તે ગુરુમહારાજ પાસે આવ્યો. ત્યાં ગુરુમહારાજે તેને મિષ્ટ વચનોથી ઉપદેશ આપી શાંત કર્યો; તથા પછી ઉદયન મંત્રીએ તેમને પોતાના ઘેર તેડી જઈ ઉત્તમ ભોજન કરાવીને કહ્યું કે, હે શેઠ! આજે આપનો જન્મ સફળ થાયો છે, કેમ કે આપે આજે ગુરુમહારાજને પુત્રદાન આપી આપનું નામ અમર કર્યું છે; વળી આ ત્રણ લાખ સોનામહોરો For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન ઈતિહાસ લઈને તમે હંમેશાં ધર્મકાર્ય કરો. ત્યારે તે ચાચા શાહે કહ્યું કે, મેં ધર્મ માટે પુત્ર આપ્યો છે, મારે તે સોનામહોરો જોઈતી નથી, એમ કહી શાંત થઈને તે પોતના ઘેર પાછો ગયો. પછી જ્યારે તે ચંગદેવ નવ વર્ષનો થયો ત્યારે આચાર્યજીએ તેને યોગ્ય જાણી દીક્ષા આપી સોમદેવ નામ રાખ્યું. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧૯ (હેમચંદ્રજીને સૂરિપદ, હેમચંદ્રસૂરિજી અને સિદ્ધરાજ, સિદ્ધરાજ અને કુમારપાળ, કુમારપાળે ભોગવેલાં સંકટો) હેમચંદ્રજીને સૂરિપદ, વિક્રમ સંવત ૧૧૬૬ એક વખતે તે સોમદેવ મુનિ વિહાર કરતાં કરતાં નાગપુરમાં ગુરુમહારાજની સાથે પધાર્યા. તે નગરમાં એક ધનદ નામે વણિક . રહેતો હતો. તે પૂર્વભવના કર્મના ઉદયથી નિધન થયો હતો. એક સમયે તેણે ઘરની જમીન ખોદવાથી તેમાંથી કોલસાનો ઢગલો નીકળ્યો, તે કોલસા તેણે કાઢીને પોતાના આંગણા આગળ તેનો ઢગલો કરી રાખ્યો હતો. એક દિવસે ત્યાં તે સોમદેવ મુનિ ગુરુ સાથે ગોચરી માટે તે ધનદને ઘેર આવ્યા ત્યારે ધનદે દિલગીરીથી કહ્યું કે, હે ભગવન્! મારા નિર્ધનના ઘરમાં તો આ વખતે જુવારની ઘેંસ રાંધી છે, તે આપને દેતાં મને શરમ આવે છે; ત્યારે સોમદેવ મુનિએ ગુરુમહારાજને ગુપ્ત રીતે કહ્યું કે, આ વણિકના આંગણામાં તો સોનામહોરોનો ઢગલો પડ્યો છે, છતાં તે પોતાને નિર્ધન કેમ જણાવે છે? ત્યારે ગુરુમહારાજે જાણ્યું કે, આ સોમદેવ મુનિના સ્પર્શથી ખરેખર આ કોલસાનો ઢગલો સોનામહોરોનો થશે, એમ વિચારી તેમણે તે ઢગલા પર સોમદેવ મુનિને બેસવાનું કહ્યું, અને તેમ કર્યાથી તુરત તે કોલાસાનો ઢગલો સોનામહોરોનો થઈ ગયો. તે જોઈ ધનદ ઘણો ખુશ થયો; અને ગુરુમહારાજને વિનંતી કરવા લાગ્યો, કે આ સોમદેવ મુનિના પ્રભાવથી હું ધનપાત્ર થયો છું, માટે આ મુનિરાજને આપ અહીં આચાર્ય પદવી આપો. અને તે માટેનો સઘળો મહોત્સવ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન ઈતિહાસ હું કરીશ; પછી ગુરુમહારાજે પણ તે સોમદેવ મુનિરાજને યોગ્ય જાણી ત્યાં મહોત્સવપૂર્વક આચાર્ય પદવી આપીને તેમનું હેમચંદ્રાચાર્ય નામ પાડ્યું. હેમચંદ્રસૂરિજી મહારાજા અને સિદ્ધરાજ જયસિંહ એક વખતે આ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ તથા સિદ્ધરાજનો મેળાપ થયો; તથા વાતચીત થવાથી સિદ્ધરાજને હેમચંદ્રસૂરિજી પર ઘણી પ્રીતિ થઈ. તેથી તેણે હેમચંદ્રસૂરિજીને કહ્યું કે, આપે હંમેશાં મારી સભામાં આવી મને ધર્મોપદેશ કરવો. તેથી હેમચંદ્રસૂરિજી પણ હંમેશાં રાજાની સભામાં પધારીને તેમને ધર્મનો ઉપદેશ દેવા લાગ્યા. સિદ્ધરાજે તેમનો ધર્મોપદેશ સાંભળીને શિકાર કરવાનો ત્યાગ કર્યો, તથા દર વર્ષે ધર્મકાર્ય માટે એક ક્રોડ સોનામહોરો તે ખર્ચવા લાગ્યા. ત્યારબાદ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષાનું એક અત્યંત શ્રેષ્ઠ વ્યાકરણ બનાવ્યું, તે જોઈ સિદ્ધરાજે ખુશ થઈ, તે પુસ્તકને હાથીની અંબાડી પર પધરાવી તેનો મોટો ઉત્સવ કર્યો. સિદ્ધરાજ અને કુમારપાળ કુમારપાળ સિદ્ધરાજનો પિત્રાઈ થતો હતો, અને તે મહાગુણવાન માણસ હતો; અને વારંવાર તે હેમચંદ્રસૂરિજી મહારાજ પાસે આવી તેમનો ઉપદેશ સાંભળતો હતો. હવે સિદ્ધરાજને પુત્ર નહોતો, તેથી તે વારંવાર ચિંતાતુર રહેતો હતો. એક વખતે તેણે હેમચંદ્રસૂરિજી મહારાજ પાસે આવીને પૂછ્યું કે, હે મુનીન્દ્ર ! મને પુત્ર થશે કે નહીં ? તે આપ જેવું હોય તેવું મને કહો. તેજ વખતે હેમચંદ્રસૂરિજી મહારાજે અંબાદેવીનું ધ્યાન ધર્યું; ત્યારે તેણીએ કહ્યું કે, તેને પુત્ર થશે For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ જેન ઈતિહાસ ૧૪૫ નહીં. પછી આચાર્યજીએ સિદ્ધરાજને કહ્યું કે, હે રાજન્ ! તમને પુત્ર થશે નહીં; અને તમારું આ સઘળું રાજ્ય કુમારપાળ ભોગવશે. તે સાંભળી સિદ્ધરાજને મનમાં ઘણો ખેદ થયો, પરંતુ તે વાત તેણે કોઈની પાસે પણ પ્રકાશી નહીં. છેવટે રાજસભામાં આવી બીજા કેટલાક જોષીઓને બોલાવી પૂક્યાથી તેઓએ પણ કહ્યું કે, તે સ્વામી, આપને પુત્ર થશે નહીં, અને આપના રાજ્યનો માલિક કુમારપાળ થશે. તે સાંભળી સિદ્ધરાજ તો અત્યંત ઉદાસ થયો. પછી છેવટે તેને એવી દુબુદ્ધિ આવી કે, હવે જો હું કુમારપાળને હણું તો મને પુત્ર થશે, એમ વિચારી તે કુમારપાળને મારવાનો ઉપાય શોધવા લાગ્યો. પરંતુ કુમારપાળનું પુણ્ય પ્રબળ હોવાથી સિદ્ધરાજના તે સર્વ ઉપાયો ફોગટ ગયા. છેવટે કુમારપાળને તે બાબતની ખબર મળવાથી તે દેશાંતરમાં નાસી ગયા, અને પોતાના બનેવી કૃષ્ણદેવને ત્યાં ગુપ્તપણે રહ્યા. કુમારપાળે ભોગવેલાં સંકટો એવી રીતે કેટલાક દિવસ સુધી ત્યાં ગુપ્તપણે રહેવા બાદ સિદ્ધરાજને તેની ખબર મળવાથી તેને મારવા માટે ત્યાં તેણે પોતાના સુભટોને મોકલ્યા; પરંતુ કુમારપાળને પ્રથમથી જ તે ખબર મળવાથી તે યોગીનો વેશ લઈ ત્યાંથી ભાગી પાટણમાં આવી યોગીઓની જમાતમાં રહેવા લાગ્યા. એવી રીતે કેટલાક દિવસ વીત્યા બાદ વળી દૈવયોગે સિદ્ધરાજને ખબર મળ્યા કે, કુમારપાળ અહીં યોગીઓની જમાતમાં છે. તેથી સિદ્ધરાજે તે સર્વ યોગીઓને ભોજન માટે તેડ્યા, અને એક પછી એક એમ સર્વના તે પોતે પગ ધોવા લાગ્યો; એવામાં પગમાં રાજચિહ્નવાળા કુમારપાળને તેણે ઓળખી કાઢ્યો, પછી પોતાના સુભટોને તેણે હુકમ કર્યો કે, હવે તમારે આ યોગીઓને For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન ઈતિહાસ અહીંથી જવા દેવા નહીં; એમ કહી તેણે છૂપી રીતે રસોઈયાને વિષ મિશ્રિત ભોજન તૈયાર કરવાનો હુકમ કર્યો. રાજાની આ ચેષ્ટાથી કુમારપાળ ચેતી ગયા કે, આજે ખરેખર આપણું હવે મૃત્યુ થશે. તો પણ બની શકે ત્યાં સુધી છૂટવાનો પ્રયત્ન કરવો, એમ વિચારી તેણે પોતાના ગળામાં આંગળીઓ ખોસી વમન કરીને પોતાનું આખું શરીર ખરડી મેલ્યું, આથી બીજા યોગીઓને સુગ થવાથી તેઓએ તેને ત્યાંથી કાઢી મેલ્યો. એવી રીતે પોતાનો છૂટકારો થવાથી તે કુમારપાળ ત્યાંથી ભાગીને એક આલિંગ નામના કુંભારને ઘેર પહોંચ્યો. એવામાં રાજા ઝેરવાળું ભોજન તૈયાર કરીને આવ્યો, પરંતુ ત્યાં કુમારપાળને નહીં જોઈને તે સુભટો પર ગુસ્સે થયો, અને ગમે ત્યાંથી તે યોગીને શોધી લાવવાનો તેણે પોતાના સુભટોને હુકમ કર્યો. ત્યારે તે સુભટો પણ તેના પગલાં જોતા જોતાં આલિંગ કુંભારને ઘેર ગયા. પરંતુ કુંભારે પ્રથમથી જ કુમારપાળને પોતાના નિભાડામાં છુપાવ્યો હતો. સુભટોએ કુંભારને ધમકી આપી, પરંતુ ત્યાં તે યોગી નહીં મળવાથી તેઓ નિરાશ થઈને પાછા ગયા. ત્યારે સિદ્ધરાજે બહુ જ ગુસ્સે થઈ તેઓને કહ્યું કે અરે ! દુષ્ટો ! તમે પાછા જાઓ અને તેને શોધી લાવીને જ તમે મને તમારું મુખ દેખાડજો. તે સાંભળી તે પાછા તે કુંભારને ઘેર આવવા લાગ્યા, પરંતુ કુંભારને તેની ખબર પડવાથી તેણે કુમારપાળને કહ્યું કે, હે રાજકુમાર ! હવે તમે અહીંથી તુરંત નાસી જાઓ, હવે મારાથી તમારું રક્ષણ થશે નહીં. તે સાંભળી કુમારપાળ તેનો ઉપકાર માની ત્યાંથી નાસીને એક ભીમ નામના ખેડૂતના ખેતરમાં છુપાયો. તે ખેડૂતે પણ તેને એક ખાડામાં સંતાડી તે પર ઝાંખરા નાખ્યા. સિદ્ધરાજના માણસો પગ જોતા જોતા ત્યાં આવી લાગ્યા તથા ખેડૂતને ધમકી આપી ખેતરમાં તપાસવા લાગ્યા. તેઓએ તે ઝાંખરાના ઢગલા પર પણ ભાલાની અણીઓ ખોસી, પરંતુ મહાપરાક્રમી કુમારપાળ કંઈ પણ હલ્યાચાલ્યા વિના ખાડામાં For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૪૭ બેસી રહ્યા, તથા તેમના પુણ્યબળથી તેમને જરા પણ ઈજા ન થઈ. છેવટે તે માણસો નિરાશ થઈ ત્યાંથી પાછા ચાલ્યા ગયા. ત્યારબાદ કુમારપાળ તે ખેડૂતને પ્રત્યુપકાર કરવાનો કોલ આપી ત્યાંથી પરદેશ પ્રત્યે ચાલતા થયા. આગળ ચાલતાં વનમાં તેમણે એક ઉંદરને પોતાના દરમાંથી સોનામહોરો લાવતો જોયો. એવી રીતે અનુક્રમે એકવીસ સોનામહોરો બહાર લાવીને તે ઉંદર ત્યાં અત્યંત હર્ષથી નાચવા લાગ્યો; ત્યારે કુમારપાળે તે સઘળી સોનામહોરો લઈ લીધી. પછી જ્યારે તે ઉંદર બહાર આવ્યો, અને પોતાની સોનામહોરો તેણે ન જોઈ ત્યારે તે ત્યાં પોતાનું મસ્તક પછાડીને મૃત્યુ પામ્યો. તે જોઈ કુમારપાળને મનમાં ખેદ થયો કે, અરે ! મેં પાપીએ આ ઉંદરના પ્રાણ લીધા. ત્યાંથી કુમારપાળ તો આગળ ચાલ્યા, ત્યાં તેમને ત્રણ દિવસ સુધી કંઈ પણ ભોજન મળ્યું નહીં. એવામાં કોઈક શાહુકારની સ્ત્રી તેમને વનમાં મળી; તેણીએ કુમારપાળને ઉત્તમ પુરુષ જાણીને ભોજન કરાવ્યું, ત્યારે કુમારપાળે ખુશી થઈને તેણીને કહ્યું કે, જ્યારે મને રાજ્ય મળશે, ત્યારે હું તમારે હાથે તિલક કરાવીશ. ત્યાંથી નીકળી કુમારપાળ દહીંથળી ગામમાં આવ્યા, તે વખતે સિદ્ધરાજના માણસો પણ તેમને શોધતાં શોધતાં ત્યાં આવી ચડ્યા; પરંતુ ત્યાં સાધન નામના કુંભારે તેમને પોતાના ઇંટોના નિભાડામાં છુપાવવાથી તે બચી ગયા. ત્યાંથી નીકળી કુમારપાળ ખંભાત પાસે આવ્યા; તે વખતે તેમને શુભ શુકન થયાં. એવામાં હેમચંદ્રસૂરિજી મહારાજ પણ દેહચિંતા માટે શહેર બહાર આવ્યા હતા, તેમણે કુમારપાળને ઓળખ્યા. કુમારપાળે પણ આચાર્યજીને ઓળખીને કહ્યું કે, હે ભગવન્ ! મેં ઘણું કષ્ટ સહન કર્યું, હવે મારાં તે કષ્ટનો ક્યારે અંત આવશે ? ત્યારે આચાર્યજીએ નિમિત્ત જોઈને કહ્યું કે, હવે તમને થોડી મુદતમાં જ રાજ્ય મળશે. એવામાં ત્યાં ઉદયન મંત્રી આવી ચડ્યા, તેને આચાર્યજીએ કહ્યું કે, આ રાજકુમારનું તમારે રક્ષણ કરવું, કેમ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન ઈતિહાસ કે આ રાજકુમારથી આગળ જતાં જૈન શાસનનો ઘણો મહિમા થવાનો છે. પછી ઉદયન મંત્રી કુમારપાળને પોતાને ઘેર લઈ ગયો. એવામાં સિદ્ધરાજને ખબર મળ્યા કે, કુમારપાળ તો ઉદયન મંત્રીને ઘેર છે; તેથી ત્યાં તેણે પોતાનું લશ્કર મોકલ્યું. ત્યારે ઉદયન મંત્રીએ કુમારપાળને કહ્યું કે, હવે આ સમયે તમે અહીંથી ચાલ્યા જાઓ નહીંતર આપણા બંનેનું મૃત્યુ થશે. તે સાંભળી કુમારપાળે ત્યાંથી નાસીને હેમચંદ્રસૂરિજી પાસે આવ્યા; ત્યારે આચાર્યજીએ તેમને ઉપાશ્રયના ભોંયરામાં છુપાવ્યા, તથા ઉપર પુસ્તકો ખડકી મૂક્યાં. કુમારપાળની શોધ માટે આવેલા સિદ્ધરાજના માણસોએ ઉદયન મંત્રી તથા હેમચંદ્રસૂરિજીને ત્યાં ઘણી તપાસ કરી, પરંતુ ત્યાં પત્તો ન મળવાથી તેઓ નિરાશ થઈ પાછા ગયા. પછી ત્યાંથી નીકળીને કુમારપાળે વિદેશમાં ભ્રમણ કરવા માંડ્યું, તથા ત્યાં તેમને ઘણું કષ્ટ સહન કરવું પડ્યું. એક વખતે ત્રણ દિવસ સુધી તેમને બિલકુલ ભોજન મળ્યું નહીં, તેથી તેમણે વિચાર્યું કે, હવે આજે જો ખાવાનું નહીં મળે તો હવે મારા પ્રાણ જશે. એવામાં એક કણબણ પોતાના પુત્ર માટે ભાત લઈ ખેતરે જતી હતી, તેણીની પાસે કુમારપાળે ભોજન માગ્યું, પરંતુ તેણીએ નહીં આપવાથી કુમારપાળે તેણીની પાસેથી બળાત્કારે ઝુંટવી લઈ ખાધું. આગળ ચાલતાં કુમારપાળને માર્ગમાં એક જાન મળી, ત્યારે કુમારપાળે વિચાર્યું કે, આ જાનના માણસોની જો હું ચાકરી કરીશ તો મને સુખેથી ભોજન મળશે. એમ વિચારી તેણે તે જાનના સર્વ માણસોને પાણી ભરીને નવરાવ્યાં, તથા તેઓએ ભોજન કરી લીધા બાદ તેઓનાં વાસણો પણ કુમારપાળે માંજ્યા; આટલી ચાકરી કરવા છતાં પણ કોઈએ તેમને ભોજન આપ્યું નહીં, તેથી કુમારપાળને ઘણો ક્રોધ ચડ્યો; અને પૂછવાથી માલૂમ પડ્યું કે, તે જાન પાટણના રહેવાસી લાડ વાણીયાઓની હતી. પછી તેમણે વિચાર્યું કે, જ્યારે મને રાજ્ય મળશે, ત્યારે હું આ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૪૯ લોકોનું વૈર વાળીશ. એવી રીતે ભૂખ્યા તરસ્યા કુમારપાળ તો ત્યાંથી આગળ ચાલ્યા, એવામાં તેમને એક વણિક મળ્યો. તે વણિક પોતાના ખભા પર ઘીની કેટલીક કુલડીઓ લઈને બહારગામ જતો હતો. પછી માર્ગમાં તે વણિકને રસોઈ કરવાની તૈયારી કરતો જોઈને કુમારપાળે તેને બળતણ તથા પાણી લાવી આપ્યું. આથી તે ઉદાર વણિકે રસોઈ કરીને પ્રથમ કુમારપાળને જમાડ્યા, પછી પોતે જમ્યો. ત્યારે કુમારપાળે તેની સ્તુતિ કરીને કહ્યું કે, હે ગુણવાન વણિક ! મારું નામ કુમારપાળ છે, અને જ્યારે મને રાજ્ય મળે ત્યારે તું તુરત મારી પાસે આવજે, હું તારી સારી રીતે ભક્તિ કરીશ. એમ કહી કુમારપાળ તો આગળ ચાલ્યા. એવામાં તેમને ખબર મળ્યા કે સિદ્ધરાજ મૃત્યુ પામ્યો; તેથી તે જેમ બને તેમ તુરત પાટણમાં આવ્યા. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨૦ (કુમારપાળને મળેલી રાજગાદી, કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય, કુમારપાળે પ્રતિબોધ પામી જૈન ધર્મ ' અંગીકાર કરી કરેલાં ધાર્મિક કાર્યો) . કુમારપાળને મળેલી રાજગાદી સિદ્ધરાજે પોતાના મરણ સમયે પોતાના મંત્રીને બોલાવી કહ્યું હતું કે, જો તમોએ મારું નમક ખાધું હોય તો તમારે કુમારપાળને રાજગાદી આપવી નહીં, પરંતુ મંત્રીઓએ પાછળથી વિચાર કરીને કુમારપાળને જ રાજગાદી યોગ્ય જાણીને તેને જ ગાદી આપી. તે વખતે કેટલાક ઘરડા પ્રધાનોને તે વાત પસંદ પડી નહીં, તેથી તેઓ કુમારપાળને મારી નાખવાના ઉપાયો શોધવા લાગ્યા; આ વાતની કુમારપાળને જાણ થવાથી તરત તેણે તે પ્રધાનોને મારી નખાવ્યા; અને તેના તે ઉપાયથી અનુક્રમે સઘળા કારભારીઓ ડરીને કુમારપાળની આજ્ઞા મુજબ ચાલવા લાગ્યા. કુમારપાળ રાજા અને હેમચંદ્રાચાર્ય ત્યારબાદ કુમારપાળે પોતાના ઉપકારી ઉદયન મંત્રીને બોલાવી તેના પુત્ર બાહડને મહામંત્રીની પદવી આપી. તથા પોતાના સંકટ સમયે જેણે જેણે પોતાના પર ઉપકાર કર્યો હતો, તે સર્વને બોલાવી તેઓને ગામ ગરાસ વગેરે આપી સંતુષ્ટ કર્યા. જે જગાએ સોનામહોરોવાળો ઉંદર મરણ પામ્યો હતો, ત્યાં તેણે ઉંદરવિહાર For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૫૧ નામનું જિનાલય બંધાવ્યું. આટલું છતાં પણ દેવયોગે ખરા ઉપકારી હેમચંદ્રાચાર્યજીને તે વિસરી ગયા. એક સમયે હેમચંદ્રસૂરિજીએ ઉદયન મંત્રીને બોલાવીને કહ્યું કે, આજે કુમારપાળ રાજાની નવી રાણીના મહેલમાં મધ્યરાત્રિએ પ્રાણઘાતક ઉપસર્ગ થવાનો છે, માટે આજે રાજાને ત્યાં જતા અટકાવજો. અને આ બાબતની રાજા જો વધારે પૂછપરછ કરે તો અમારું નામ જણાવજો. ઉદયન મંત્રીએ પણ રાજાને રાત્રિએ ત્યાં જતા અટકાવ્યા, અને તે જ રાત્રિએ ત્યાં વીજળી પડવાથી તે રાણીનું મૃત્યુ થયું. તે જ વખતે રાજાએ ઉદયનને બોલાવી પૂછ્યું કે, હે મંત્રી ! આવો ભવિષ્યજ્ઞાની માણસ તમને કોણ મળ્યો? કે જેણે મને આજે જીવિતદાન આપ્યું. ત્યારે મંત્રીએ કહ્યું કે, તે રાજન્ ! અહીં શ્રી હેમચંદ્રાચાર્યજી પધાર્યા છે, અને તેમણે આ વાત મને જણાવ્યાથી મેં આપને ત્યાં જતા અટકાવ્યા છે. તે સાંભળી રાજાએ બહુ ખુશ થઈ આચાર્યજીને રાજસભામાં બોલાવ્યા. હેમચંદ્રસૂરિજી પણ તુરત ત્યાં ગયા, ત્યારે રાજાએ ઊભા થઈ તેમને વંદન કર્યું, તથા હાથ જોડી આંખોમાં અશ્રુઓ લાવી કુમારપાળે કહ્યું કે, હે ભગવન્! આપને મુખ દેખાડતાં પણ મને લજ્જા થાય છે, કેમ કે આજ દિન સુધી મેં આપને સંભાર્યા પણ નહીં; આપના ઉપકારનો બદલો મારાથી કોઈ પણ રીતે વળી શકે તેમ નથી. વળી હે પ્રભો ! આપે પ્રથમથી જ મારા પર નિ:કારણ ઉપકાર કર્યો છે, અને આપનું . તે કરજ હું ક્યારે અદા કરીશ? ત્યારે આચાર્યજીએ કહ્યું કે, હે - રાજન્ ! હવે તમે દિલગિર ન થાઓ. તમને ઉત્તમ પુરુષ જાણીને જ મેં ઉપકાર કર્યો છે હવે તમારા ઉપકારના બદલામાં તમે ફક્ત જૈન ધર્મ આરાધો, એટલી જ અમારી આશિષ છે. ત્યારે કુમારપાળે કહ્યું કે, હે ભગવન્! આપની તે આશિષ તો મને હિતકારી છે; એમ કહી રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો. એવે વખતે કુમારપાળ રાજાના રાજ્યમાં સર્વ પ્રજા દયાધર્મ પાળવા લાગી. કુમારપાળ રાજાને પેલી જાનની For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જૈન ઈતિહાસ વાત યાદ આવવાથી તેમણે લાડ જાતિના સઘળા વણિકોને માર મારી નગરની બહાર કાઢી મેલ્યા; અને ફક્ત દયા લાવી તેઓને જીવતા મેલ્યા. આ કુમારપાળ રાજાને જૈન ધર્મ પાળતો જોઈને બ્રાહ્મણોને ઇર્ષા થઈ, આથી તેમણે પોતાના મંત્રતંત્રવાદી એવા દેવબોધ નામના આચાર્યને બોલાવ્યા. તેની સાથે હેમચંદ્રસૂરિજીને ઘણા પ્રકારના વાદવિવાદો થયા, પરંતુ છેવટે સર્વ વાદોમાં હેમચંદ્રસૂરિજીએ તેને હરાવવાથી તે ઝાંખો પડીને ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારબાદ કુમારપાળ રાજાનું જૈન ધર્મમાં દઢ ચિત્ત થવાથી તેમણે શ્રાવકનાં બાર વ્રતો અંગીકાર કર્યા. એક સમયે કુમારપાળ રાજા જ્યારે કાયોત્સર્ગ ધ્યાનમાં હતા, ત્યારે તેમને પગે એક મંકોડો આવીને ચોટ્યો. કાઉસગ્ગ પારીને તેમણે તે મંકોડાને ઉખેડવા માંડ્યો, પરંતુ તે ઉખડ્યો નહીં. ત્યારે તે દયાળુ રાજાએ તે જગાએથી પોતાનું તેટલું માંસ છેદાવીને તે મંકોડાને દૂર કર્યો. કુમારપાળ રાજાએ માળવાના રાજા અર્ણોરાજને પણ પોતાનો મિત્ર કરી તેને પ્રતિબોધીને જૈન ધર્મી કર્યો. આ કુમારપાળ રાજાના સમયમાં તેમના મંત્રી બાહડે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો, તથા હેમચંદ્રસૂરિજી મહારાજે ત્યાં પ્રતિષ્ઠા કરી. વળી તે મંત્રીના બીજા ભાઈ અંબડે ભરૂચમાં શમલિકાવિહાર નામના જિનમંદિરનો જીર્ણોદ્ધાર કર્યો તથા તેમાં શ્રી મુનિસુવ્રત સ્વામિજીની પ્રતિમાની હેમચંદ્રસુરિજીએ પ્રતિષ્ઠા કરી. કુમારપાળ રાજાએ હેમચંદ્રસૂરિજી મહારાજના ઉપદેશથી સર્વ મળી ચૌદ હજાર નવાં જિનમંદિરો બંધાવ્યાં, તથા સોળ હજાર જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. તારંગાજી પર ઘણું જ ઊંચું વિસ્તારવાળું જૈનમંદિર બંધાવી તેમાં શ્રી અજિતનાથજીની મૂર્તિની સ્થાપના કરી; તથા હેમચંદ્રાચાર્યજીના ચરણોની પણ તેમણે સ્થાપના કરી. ઘણા નિર્ધન શ્રાવકને તેણે દૂધ આપી સ્વામિવાત્સલ્પ કર્યો. એવી રીતે અનેક પ્રકારનાં ધર્મકાર્યો કુમારપાળ રાજાએ હેમચંદ્રસૂરિજી For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૫૩ મહારાજના ઉપદેશથી કર્યા. હવે તે કુમારપાળ રાજાનો અજયપાળ નામે એક ભત્રીજો હતો, તેણે વિચાર્યું કે, કુમારપાળને પુત્ર નથી, માટે તે આ રાજગાદી પોતાની પુત્રીના પુત્ર પ્રતાપમલ્લને દેશે, અને મને આપશે નહીં, માટે જો હું કુમારપાળને મારી નાખું તો મને રાજગાદી મળે; એવો વિચાર તે હંમેશાં કરતો હતો. આ બાજુ હેમચંદ્રસૂરિજીનો એક બાળચંદ્ર નામે શિષ્ય હતો, તેને તે અજયપાળ સાથે મિત્રાઈ હતી; તેથી તે એમ વિચારતો કે જો અજયપાળને ગાદી મળે, તો હું પણ માન પામું. એવામાં કુમારપાળે હેમચંદ્રસૂરિજીને વિનંતી કરી કે, હે ભગવન્! આજ દિન સુધી મેં મારી શક્તિ મુજબ પુણ્યનાં કાર્યો કર્યા, પરંતુ જિનપ્રતિમાઓની એક અંજનશલાકા કરવાની મને ઘણી હોંશ છે. ત્યારે આચાર્યજીએ પણ તે માટે અનુમોદન આપ્યું, તેથી રાજાએ સુવર્ણ આદિ ધાતુઓની પ્રતિમાઓ બનાવીને અંજનશલાકા માટે તૈયારી કરી, તથા તે માટેનો મહોત્સવ શરૂ થયો. દૈવયોગે મુહૂર્તના સમયની ખબર રાખવાનું કાર્ય આચાર્યજીએ બાળચંદ્રને સોંપ્યું. તે વખતે ત્યાં અજયપાળ પણ આવી ચડ્યો. તેને બાળચંદ્રે કહ્યું કે, જો આ સમયે હું મુહૂર્તના વખતમાં ફેરફાર કરી નાખું તો હેમચંદ્રસૂરિજીનું તથા રાજાનું થોડા સમયમાં જ મૃત્યુ થશે. તે સાંભળી તે દુખ અજયપાળે પણ તેમ કરવાનું બાળચંદ્રને સમજાવ્યું, અને કહ્યું કે, જો મને રાજય મળશે, તો હું પણ તમને આચાર્યની પેઠે ઊંચે દરજ્જુ ચડાવીશ. પછી તે દુષ્ટ શિષ્ય તે મુહૂર્તના સમયમાં ફેરફાર કરી નાખ્યો. છેવટે હેમચંદ્રસૂરિજીને તે બાબતની ખબર પડવાથી તેને કુમારપાળને કહ્યું કે, આ બાળચંદ્ર - કુશિષ્ય નીવડ્યો છે, અને તે અજયપાળને મળેલો છે; તેથી તેણે મુહૂર્તમાં ફેરફાર કરી અનર્થ કર્યો છે. હવે આપણાં બંનેનું મૃત્યુ નજદીક છે. એવામાં હવે ત્યાં એક યોગી આવી ચડ્યો, તેણે આચાર્યજીના મસ્તકમાં મણિ જોયો, તેથી તે લેવાની તેણે તરકીબ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન ઈતિહાસ રચવા માંડી. એક દિવસે આચાર્યજી મહારાજનો કોઈક શિષ્ય આહાર લઈને આવતો હતો, તે આહારની ઝોળીમાં તે યોગીએ હાથચાલાકી વાપરી ઝેર નાખી દીધું; તથા તે શિષ્ય સાથે તે કેટલીક મીઠી વાતો કરીને ચાલ્યો ગયો. તે મુગ્ધ મુનિને તે બાબતની ખબર ન રહેવાથી તે આહાર તેમણે હેમચંદ્રસૂરિજીને ભોજન માટે આપ્યું. ભોજન કર્યા બાદ તેમનું શરીર કંપવા લાગ્યું, ત્યારે તુરત તેમણે તે શિષ્યને બોલાવી પૂક્યાથી માર્ગમાં મળેલા તે યોગીની હકીકત માલૂમ થઈ; જેથી આચાર્યજીએ વિચાર્યું કે, જેમ ભાવિ બનનાર હતું તેમ બન્યું છે. પછી તેમણે પોતાના શિષ્યોને બોલાવી કહ્યું કે, જ્યાં મારી ચિતા સળગાવો, ત્યાં મારા મસ્તક નીચે એક દૂધથી ભરેલું પાત્ર રાખજો, જેથી મારા મસ્તકમાં રહેલું મણિ તેમાં પડશે, તે મણિને તમે સાચવીને રાખજો અને કોઈ પણ રીતે તે મણિને તે યોગીના હાથમાં જવા દેશો નહીં. એમ કહી અનશન કરી હેમચંદ્રસૂરિજી મહારાજ ચોર્યાશી વર્ષનું આયુષ્ય ભોગવી વિક્રમ સંવત ૧૨૨૯માં સ્વર્ગે પધાર્યા. ત્યારબાદ કુમારપાળ રાજાનું અજયપાળે આપેલા ઝેરથી વિક્રમ સંવત ૧૨૩૦ માં મૃત્યુ થયું. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રકરણ - ૨૧] વિક્રમ સંવત ૧૨૫૦ થી ૧૩૦૦ (જગડુશાહ શેઠ, વસ્તુપાળ તેજપાળ) જગડુશાહ શેઠ, વિક્રમ સંવત ૧૨૫૦ ગુજરાતમાં વાઘેલા વંશનો વિશળદેવ નામે રાજા જ્યારે રાજ્ય કરતો હતો, ત્યારે પાટણમાં એક જગડુશાહ નામે મહા ધનાઢ્ય શેઠ વસતો હતો. તે શેઠ મહાદયાળુ, પરોપકારી અને જૈન ધર્મમાં દઢ ચિત્તવાળો હતો. એક સમયે તેને ઘેર એક યોગી આવી ચડ્યો. તેને શેઠે ભાવથી ભોજન કરાવ્યું, ત્યારે તે યોગીએ ખુશ થઈ શેઠને કહ્યું કે, હે શેઠજી ! આજથી પાંચ વર્ષ સુધી ભયંકર દુકાળ પડશે. નવું ધાન્ય કે ઘાસ થશે નહીં. એમ કહી તે યોગી ત્યાંથી ચાલ્યો ગયો. યોગીનું વચન સાંભળી આ દયાળુ શેઠે દશે દેશમાં પોતાનાં માણસો મોકલી કરોડો સોનામહોરો ખર્ચો ધાન્ય અને ઘાસનો જબરો સંગ્રહ કર્યો. ત્યાર બાદ યોગીના કહેવા મુજબ પાંચ વર્ષ સુધી ભયંકર દુકાળ પડ્યો. તે વખતે આ દયાળુ જગડુશાહ શેઠે સ્થળે સ્થળે દાનશાળા ખોલીને લાખો મનુષ્યોનો તથા પશુઓનો બચાવ કર્યો. ઘણા રાજાઓને પણ ધાન્ય આપી તેઓની પ્રજાનો પણ બચાવ કર્યો. ઘણી જગાએ તેણે કૂવા, વાવ, તળાવો ખોદાવ્યાં, તથા પાણીની પરબો બાંધી કચ્છમાં આવેલાં પ્રાચીન ભદ્રેશ્વરજીના જિનમંદિરનો તેમણે જીર્ણોદ્ધાર કરેલો કહેવાય છે. એવી રીતે દુકાળનું સંકટ દૂર કરવા માટે આ જગડુશાહનું નામ હિંદુસ્તાનમાં ઘણું પ્રખ્યાત થયેલું છે. તેણે બંધાવેલાં તળાવો, તથા કુંડો વગેરે આજે પણ હયાત છે. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન ઈતિહાસ થતષ વસ્તુપાળ-તેજપાળ, વિક્રમ સંવત ૧૨૩૦ થી ૧૨૫ આ વસ્તુપાળ અને તેજપાળ બંને પોરવાડ જ્ઞાતિના જૈનધર્મ પાળનારા વણિકો હતા. તેમના પિતાનું નામ અશ્વરાજ હતું. તેઓ બંને મહાચતુર અને શૂરવીર તથા વિદ્વાન હતા. તેઓને હોશિયાર જાણી ગુજરાતના રાજા વિરધવલે પોતાના પ્રધાનો કર્યા ત્યારે તેઓએ પોતાની હોશિયારીથી વિરધવલનું રાજય વધારવામાં ઘણી મદદ કરી. તેઓ લડાઈમાં મહાશૂરવીર હોવાથી ઘણા રાજાઓને હરાવી ઘણી દોલત એકઠી કરી. એક વખતે તેઓ ધોળકાથી મોટો સંઘ કાઢી શત્રુંજય તીર્થયાત્રા માટે જવા લાગ્યાં; તે વખતે તેમની સાથે ઘણું દ્રવ્ય હતું. તે લાગ જોઈ કેટલાક ભીલ લુંટારાઓએ એકઠા થઈ તેમને લુંટવાનો વિચાર કરી રાખ્યો હતો, આ બાબતની તે બંને મંત્રીશ્વરોને અગાઉથી ખબર મળવાથી તેઓએ ધંધુકા નજદીક હડાળા ગામ પાસે એક વૃક્ષની નીચે ખાડો ખોદી તેમાં પોતાનું દ્રવ્ય છુપાવવા માંડ્યું; પરંતુ તે ખાડો ખોદતાં તો તેમાંથી ઊલટું ઘણું જ દ્રવ્ય નીકળ્યું. પછી તે નિકળેલું દ્રવ્ય તથા પોતાની સાથેનું દ્રવ્ય, એ બંને દ્રવ્યોને ત્યાં ગુપ્ત રીતે દાટીને તેઓએ આગળ પ્રયાણ કર્યું. તેમના પુણ્યના બળથી તે લુંટારૂઓ પણ પોતાનો વિચાર ફેરવીને ડરથી નાસી ગયા. મંત્રીઓએ નિર્વિઘ્નપણે સંઘ સહિત શત્રુંજય પર જઈ ઘણા જ ભાવથી યાત્રા કરી, તથા ત્યાં જિનમંદિરો બંધાવી અઢાર ક્રોડ છન્નુ લાખ સોનામહોરોનો ખર્ચ કર્યો. ત્યાંથી ગિરનાર પર જઈ ત્યાં પણ ભાવથી યાત્રા કરી, તેમણે બાર ક્રોડ એસી લાખ સોનામહોરો ખર્ચો નવાં જિનમંદિરો બંધાવ્યાં. એવી રીતે શાંતિથી યાત્રા કરી ત્યાંથી પાછા વળી તેઓ ધંધુકા પાસે હડાળા ગામની નજદીક જયાં દ્રવ્ય છુપાવ્યું હતું ત્યાં આવ્યા; અને તે સઘળું દ્રવ્ય કાઢીને તેઓ વિચારવા લાગ્યા કે, હવે આ દ્રવ્યનું આપણે શું કરવું? For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧પ૭ તેજપાળની સ્ત્રી અનુપમાદેવી નામે હતી, તે મહાચતુર અને ડાહી હતી; તેણીએ તેઓને કહ્યું કે, દ્રવ્ય છુપાવવાથી કંઈ ફાયદો નથી, દ્રવ્યને તો જેમ સહુ દેખે તેવી રીતે રાખવું, અને તે પણ દેખતાં છતાં કોઈ તેને લઈ શકે નહીં તેમ રાખવું. એટલે કે તે દ્રવ્યને પર્વતના શિખર પર ઊંચી જગ્યાએ જિનમંદિરો બંધાવી ખર્ચવું, જેથી આ લોકમાં આપણી કીર્તિ અમર રહેશે, અને પરલોકમાં જિનભક્તિ કરવાથી મોક્ષરૂપી ફળ મળશે. અનુપમાદેવીની આ સલાહ તે બંને ભાઈઓને પસંદ પડી. તેથી તેઓએ આબુના ઊંચા પહાડ પર જ્યાં પૂર્વે વિમળશાહ મંત્રીએ જિનમંદિર બંધાવ્યું હતું, ત્યાં ઉત્તમ કારગિરીનું જિનમંદિર બંધાવવાનો તેઓએ વિચાર કર્યો. એમ વિચાર કરી તેઓ દ્રવ્ય લઈ ધોળકામાં સંઘ સહિત આવ્યા; તથા સકળ સંઘને મહોત્સવ પૂર્વક ઘણી પહેરામણી આપી સ્વામિવાત્સલ્ય કર્યું. ત્યારબાદ તેઓએ આબુ પર્વત પર જિનમંદિર બાંધવાનો પ્રારંભ વિક્રમ સંવત ૧૨૮૩ માં કર્યો. તથા શોભન નામના એક મહાહોશિયાર કારીગરની દેખરેખ નીચે કામ ચાલવા માંડ્યું; તે કામ ચલાવતી વખતે તેઓએ દ્રવ્યના ખર્ચ માટે જરા પણ મનમાં સંકોચ ર્યો નહીં. થોડો ભાગ તૈયાર થયા બાદ એક સમયે તેજપાળ મંત્રી : તથા તેમની સ્ત્રી અનુપમાદેવી તે જોવા માટે આબુ પર ગયાં; પરંતુ હજુ બાકીનું ઘણું કામ અધૂરું જોઈને અનુપમાદેવીએ શોભન સલાટને કહ્યું કે, તે કારીગર ! હજુ કામ તો ઘણું અધુરૂં છે, માટે જેમ બને તેમ - તુરત કામ કરો. ત્યારે શોભન સલાટે કહ્યું, કે હે માતાજી ! આ ગરમીની ઋતુ છે, જેથી મધ્યાહન સમયે કામ બંધ રાખવું પડે છે. વળી, સઘળા કારીગરો પ્રભાતમાં આવી કામે વળગે છે, પછી તેઓ સઘળા ભોજન કરવા માટે પોતપોતાને ઘેર જાય છે. ત્યારબાદ સપ્ત - તાપને લીધે છેક પાછલે પહોરે કાર્ય શરૂ થાય છે. વળી અમારા મંત્રીરાજ આ સમયે સંપૂર્ણ દ્રવ્યપાત્ર છે, તો કદાચ બે ચાર વર્ષ વધારે For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન ઈતિહાસ કામ કરતાં થશે તો પણ કંઈ હરકત જેવું નથી. તે સાંભળી ચતુર અનુપમાદેવીએ કહ્યું કે, હે સલાજી ! તમારું તે કહેવું વાજબી છે, પરંતુ આ શરીર અને લક્ષ્મીનો ભરોસો નથી. આજે મંત્રીશ્વરો સર્વ બાબતથી પરિપૂર્ણ છે, પરંતુ કાળનો ભરોસો નથી, માટે મારી ઇચ્છા તો એવી છે કે, જેમ આ પ્રારંભેલું કાર્ય તુરત સંપૂર્ણ થાય તેમ સારું છે. આમ વાતચીત ચાલે છે, એવામાં તેજપાળ મંત્રી પણ ત્યાં આવી. ચડ્યા, અને તેમણે શોભનને પૂછ્યું કે, અનુપમાદેવી તમને શું કહે છે? ત્યારે શોભને સઘળી વાત મંત્રીને કહી સંભળાવી. ત્યારબાદ અનુપમાદેવીએ પોતાના સ્વામીને કહ્યું કે, હે સ્વામી! આ શરીર તથા લક્ષ્મીનો ભરોસો નથી માટે આ કાર્ય હવે તુરત સંપૂર્ણ થવું જોઈએ. અને તેનો ઉપાય એ કે કારીગરોને જે સ્નાન અને ભોજન માટે ઘેર જવું પડે છે, તે માટે અહીં રસોઈયા રાખી એક જગ્યાએ રસોડું તૈયાર કરાવવું, તથા હંમેશાં ઉત્તમ પસ ભોજન તૈયાર કરાવવાં તથા તેઓને સ્નાન આદિ માટે પણ અહીં જ ગોઠવણ કરાવવી. ઉનાળાની ઋતુ હોવાથી મધ્યાહન સમયે તેઓ માટે શીતોપચાર તૈયાર કરાવવાં તેમજ જે આ પંદરસો કારીગરો દિવસે કામ કરે છે તેવા બીજા પંદરસો કારીગરો રાખી તેમની પાસે રાત્રિએ કામ ચાલુ રખાવવું, દીવાબત્તીની સઘળી ગોઠવણ કરાવવી; અને જો તેમ કરશો તો આ કાર્ય તુરત તૈયાર થઈ સંપૂર્ણ થશે. તેજપાળ મંત્રીને પણ અનુપમાદેવીની સલાહ વાજબી લાગવાથી તેણે તે મુજબ સઘળો બંદોબસ્ત કર્યો. તેથી તે ભવ્ય કારીગિરીવાળું જિનમંદિર વિક્રમ સંવત ૧૨૯૨ માં તૈયાર થઈ ગયું, તથા તેમાં પ્રતિષ્ઠા થઈ. તે એક જિનમંદિર બનાવવા પાછળ બાર ક્રોડ અને પચાસ લાખ સોનામહોરોનો ખર્ચ થયો. આ બંને મંત્રીશ્વરોએ તેરસોતેર નવાં જિનમંદિરો બંધાવ્યાં, તેત્રીસસો જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. પાંચસો પૌષધશાળા બંધાવી. સાત ક્રોડ સોનામહોરો ખર્ચાને જૈન For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧પ૯ પુસ્તકો લખાવી ભંડાર કરાવ્યા. તે સિવાય સેંકડો દાનશાળાઓ, ધર્મશાળાઓ, કૂવા, વાવ, તળાવ આદિ લોકોપયોગી કાર્યો કરી જૈનશાસનનો ઘણો મહિમા વધાર્યો. વળી તેમણે ઘણા કવિઓને, તથા ભાટચારણોને લાખો સોનામહોરો આપી પોતાની કીર્તિ ફેલાવી. તેઓએ પોતાના સ્વધર્મી જૈનલોકોને પણ ઘણી મદદ કરીને પોતાની અમર કીર્તિ કરી છે. તે સંબધી વિશેષ હકીકત તેમના ચરિત્રમાં આપેલી છે. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ વિક્રમ સંવત ૧૩૦૦ થી ૧૪૦૦ (દેવેન્દ્રસૂરિ, જિનેશ્વરસૂરિ, ધર્મઘોષસૂરિ, સોમપ્રભસૂરિ, જિનપ્રબોધસૂરિ, પ્રભાચંદ્રસૂરિ, વજ્રસેનસૂરિ, જિનપ્રભસૂરિ, મહેન્દ્રપ્રભસૂરિ) - ૨૨ દેવેન્દ્રસૂરિ, વિક્રમ સંવત ૧૩૨૦ શ્રી વીરપ્રભુથી પીસ્તાલીસમી પાટે શ્રી દેવેન્દ્રસૂરિ થયા. તેમને વસ્તુપાળ મંત્રીની આગેવાની નીચે સૂરિપદ આપવામાં આવ્યું હતું. તેમણે કર્મગ્રંથો, તેઓ પર ટીકા, શ્રાદ્ધદિનકૃત્ય સૂત્રવૃત્તિ, સિદ્ધપંચાસિકાવૃત્તિ, ધર્મરત્નવૃત્તિ, વગેરે ઘણા ગ્રંથો રચ્યા છે. આ આચાર્યજી મહાવિદ્વાન હતા. તેમનું સ્વર્ગગમન વિક્રમ સંવત ૧૩૨૭ માં માળવામાં થયું હતું. જિનેશ્વરસૂરિ, વિક્રમ સંવત ૧૩૩૧ આ શ્રી જિનેશ્વરસૂરિજી ખરતર ગચ્છમાં થયેલા શ્રી જિનપતિસૂરિના શિષ્ય હતા. તેમણે ચંદ્રપ્રભચરિત્ર નામનો ગ્રંથ રચ્યો છે. તેમના શિષ્ય અભયતિલક ગણિજીએ દ્રવ્યાશ્રય કાવ્ય તથા દ્રવ્યાશ્રય કોષ પર શ્લોકબદ્ધ ટીકાઓ રચેલી છે. ધર્મઘોષસૂરિ, વિક્રમ સંવત ૧૩૩૦ શ્રી દેવેન્દ્રસૂરિની પાટે શ્રી ધર્મઘોષસૂરિ થયા. આ આચાર્યજી For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૬૧ મહાપ્રભાવિક થયેલા છે, તેમના સમયમાં મંડપદુર્ગમાં પૃથ્વીધરશાહ નામે એક ગરીબ શ્રાવક વસતો હતો, પરંતુ તેને જૈન ધર્મ પર ઘણી શ્રદ્ધા હતી. એક વખતે આ શ્રી ધર્મઘોષસૂરિજી તે નગરમાં પધાર્યા, ત્યારે તે પૃથ્વીધર શ્રાવકે અમુક થોડી રકમનો પરિગ્રહ રાખવા માટે પોતાને નિયમ કરાવવાનું શ્રી ધર્મઘોષસૂરીજીએ કહ્યું. ત્યારે આચાર્યજીએ પોતાના જ્ઞાનથી જાણ્યું કે, આ શ્રાવકને થોડી જ મુદતમાં ઘણું ધન પ્રાપ્ત થવાનું છે, એમ જાણી તેને કહ્યું કે, તે પૃથ્વીધર ! હાલ તમે થોડી મુદત બાદ તે વ્રત ગ્રહણ કરજો. ત્યાર બાદ થોડી જ મુદતમાં તે પૃથ્વીધર શેઠ તે મંડપાચળના રાજાના પ્રધાન થયા અને તેમની પાસે ઘણું ધન એકઠું થયું. પછી તે પૃથ્વીધર શેઠે શ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી ચોર્યાસી જિનમંદિરો બંધાવ્યાં, તથા સાત જ્ઞાનભંડાર કરાવ્યા. શત્રુંજય પર ઘણું દ્રવ્ય ખર્ચીને તેણે જિનમંદિરો બાંધ્યાં. બત્રીસ વર્ષની ઉંમરમાં જ તેમણે ચોથા વ્રતનાં પચ્ચખાણ કર્યા. તેને એક ઝાંઝણ નામે પુત્ર હતો, તે પણ મહા ભાગ્યશાળી તથા જૈનધર્મ પર દઢ શ્રદ્ધાવાળો હતો. તેણે પણ ઘણાં ઉત્તમ કાર્યો કરી જૈનશાસનનો મહિમા વધાર્યો, બોત્તેર હજાર રૂપિયા ખર્ચીને તેણે શ્રી ધર્મઘોષસૂરિજીનો મંડપદુર્ગમાં પ્રવેશ મહોત્સવ કર્યો હતો. આ શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ મંત્રતંત્ર આદિ વિદ્યાઓમાં પારંગામી હતા. આ આચાર્યજીએ સંઘાચારભાષ્યવૃત્તિ, આદિ અનેક ગ્રંથો રચ્યા છે. શ્રી સોમપ્રભસૂરિ, વિક્રમ સંવત ૧૩૩૨ શ્રી ધર્મઘોષસૂરિજીની પાટે શ્રી સોમપ્રભસૂરિ થયા. આ આચાર્યજી મહાવિદ્વાન થયા છે; અગ્યારે અંગો અર્થ સહિત તેમને કંઠે હતા. તેમણે જિનકલ્પસૂત્ર આદિ ઘણા ગ્રંથો રચેલા છે. તેમણે કંકણ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જૈન ઈતિહાસ દેશમાં અપકાયની વિરાધનાથી તથા મરૂસ્થળમાં શુદ્ધ જળના અભાવથી સાધુઓનો વિહાર અટકાવ્યો હતો. જિનપ્રબોધસૂરિ, વિક્રમ સંવત ૧૩૪૧ આ શ્રી જિનપ્રબોધસૂરિજી ખરતર ગચ્છમાં થયેલા શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય હતાં; તેમણે કાતંત્ર વ્યાકરણ ૫૨ ટીકા રચેલી છે. ગિરનાર પરના વિક્રમ સંવત ૧૩૩૩ના એક શિલાલેખમાં તેમનું નામ આપવામાં આવ્યું છે. પ્રભાચંદ્રસૂરિ, વિક્રમ સંવત ૧૩૩૪ થી ૧૩૬૦ આ શ્રી પ્રભાચંદ્રસૂરિજી વિક્રમ સંવત ૧૩૩૪ માં વિદ્યમાન હતા, તે ચાંદ્રકુળમાં થયેલા શ્રી ચંદ્રપ્રભસૂરિના શિષ્ય હતા. તેમણે પ્રભાવકચરિત્ર નામનો જૈનોનો એક ઉત્તમ ઐતિહાસિક ગ્રંથ રચ્યો છે. વજ્રસેનસૂરિ, વિક્રમ સંવત ૧૩૬૦ આ શ્રી વજ્રસેનસૂરિજી તપાગચ્છની નાગપુરીય શાખાના શ્રી હેમતિલકસૂરિજીના શિષ્ય હતા. તેમણે મહેશ્વરસૂરિજીને મુનિચંદ્રસૂરિજીની આવશ્યક સપ્તતી પર ટીકા રચવામાં મદદ કરી હતી. આ આચાર્યજીને સીહડ મંત્રીની લાગવગથી અલાઉદ્દીન બાદશાહ તરફથી રૂણા નામના ગામમાં એક સુંદર હાર તથા કેટલાક જૈનશાસનના હક માટે ફરમાનો મળ્યા હતા. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ જૈન ઈતિહાસ જિનપ્રભસૂરિ, વિક્રમ સંવત ૧૩૫ આ શ્રીજિનપ્રભસૂરિજી ખરતરગચ્છના સ્થાપનાર શ્રી જિનસિંહસૂરિના શિષ્ય હતા. તેમણે વિક્રમ સંવત ૧૩૬૫ માં અયોધ્યામાં રહીને ભયહર સ્તોત્ર પર તથા નંદિષેણજીએ રચેલા અજીતશાંતિસ્તવ પર ટીકા રચેલી છે. વળી તેમણે સૂરિમંત્રપ્રદેશ વિવરણ, તીર્થકલ્પ, પંચપરમેષ્ટીસ્તવ, સિદ્ધાંતાગમસ્તવ, દ્વયાશ્રય મહાકાવ્ય વગેરે અનેક ચમત્કારી સ્તોત્રો અને ગ્રંથો રચ્યા છે. તેમને એવો નિયમ હતો કે, હંમેશાં એક નવીન સ્તોત્ર રચીને જ આહારપાણી કરવાં. તેમની કવિત્વ શક્તિ અને વિદ્વત્તા અતિ અદ્દભૂત હતી, એમ તેમના ગ્રંથોથી ખુલ્લું જણાય છે. વળી આ શ્રી જિનપ્રભસૂરિજીએ હેમચંદ્રાચાર્યજીએ રચેલી અન્યયોગ વ્યવચ્છેદિકા નામની બત્રીશી પર સાદ્વાદમંજરી નામની ટીકા રચવામાં શ્રી મલ્લિષેણસૂરિજીને મદદ કરેલી છે, એમ તે ટીકાકાર શ્રી મલ્લિષેણસૂરિજી જણાવે છે. મહેન્દ્રપ્રભસૂરિ, વિક્રમ સંવત ૧૩૯૮ આ આચાર્યજી અંચળગચ્છમાં થયેલા સિહતિલકસૂરિના શિષ્ય હતા, તથા મેરૂતુંગસૂરિના ગુરુ હતા. તેમનો જન્મ વડગામના રહેવાસી આભા નામના શેઠની લીબિણી નામની સ્ત્રીની કુક્ષિએ થયો હતો. જ્યારે તેઓ નાણી નામના ગામમાં ચતુર્માસ રહ્યા હતા ત્યારે ત્યાં વર્ષાઋતુ આવ્યા છતાં પણ વરસાદ નહીં પડવાથી આચાર્યજીએ પોતાના જ્યોતિર્તાનના માહાસ્યથી ચાળીશ દિવસોનું વિપ્ન જાણીને ધ્યાનનો પ્રારંભ કર્યો. અને તેથી ત્યાં ઘણી સારી મેઘવૃષ્ટિ થઈ. એક સમયે તેમને એક મહા ઝેરી સર્પે ડંખ માર્યો. અને તેથી તે શ્રી For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન ઈતિહાસ પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં જઈ સૂરિમંત્રનો જાપ કરવા લાગ્યા. તે જાપના પ્રભાવથી દશ પહોર ગયા બાદ સર્વ શરીરમાં પ્રગટેલું વિષ મુખ દ્વારા વાઈ ગયું. પ્રભાતે સર્વ લોકોએ તેમનું તે આશ્ચર્ય જોઈ મહોત્સવ કર્યો, તથા ચૂણા આદિ શ્રાવકોએ ચતુર્થવ્રત આદિ તેમની પાસેથી ગ્રહણ કર્યા. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨૩ વિક્રમ સંવત ૧૪૦૧ થી ૧૫૫૦ (દેવસુંદરસૂરિ, સોમસુંદરસૂરિ, રાણકપુરનું જિનમંદિર, મુનિસુંદરસૂરિ, રત્નાશેખરસૂરિ, લેપકોની ઉત્પત્તિ) દેવસુંદરસૂરિ, વિક્રમ સંવત ૧૪૦૪ આ શ્રીદેવસુંદરસૂરિજી શ્રી મહાવીર પ્રભુ પછી ઓગણપચાસમી પાટે થયા છે. તે મોટા યોગાભ્યાસી તથા મંત્રતંત્રોને જાણનારા હતા; નિમિત્તશાસ્ત્રના પારંગામી હતા. તથા રાજમંત્રી આદિથી પૂજનીય હતા. તેમને વિક્રમ સંવત ૧૪૨૦માં સૂરિપદ મળ્યું હતું. તેમને ચાર શિષ્યો હતા. સોમસુંદરસૂરિ, વિક્રમ સંવત ૧૪૫૦ આ શ્રી સોમસુંદરસૂરિજી શ્રી દેવસુંદરસૂરિજીની પાટે થયા. તેમનો અઢારસો સાધુઓનો ક્રિયાપાત્ર પરિવાર હતો. તે જોઈ ઈર્ષાળુ પાખંડીઓએ તેમનો વધ કરવા માટે વિચાર્યું, તથા કેટલાક લફંગા, માણસોને પાંચસો રૂપિયા આપવા ઠરાવીને તેમને મારવા માટે મોકલ્યા. જ્યારે તેઓ મારવાને તૈયાર થયા, ત્યારે રાત્રિએ ચંદ્રના અજવાળામાં તેઓએ જોયું કે, આચાર્યજીએ રજોહરણથી પૂજીને પાસું બદલ્યું. તે જોઈને તેઓના મનમાં એવો વિચાર થયો કે આ તો નિદ્રામાં પણ આવાં સૂક્ષ્મ જીવોની દયા કરે છે, અને આપણે તેમને મારવા આવ્યા છીએ, એ કેવું નિર્દય કામ છે? એમ વિચારી તેઓએ આચાર્યજીના પગમાં પડીને પોતાના અપરાધની ક્ષમા માગી. આ શ્રી સોમસુંદરસૂરિજી For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈન ઈતિહાસ મહારાજ ઘણા પ્રભાવિક થયેલા છે. રાણકપુરનું જિનમંદિર, વિક્રમ સંવત ૧૪૦૦ આ રાણકપુરજીનું જિનમંદિર મારવાડમાં આવેલા સાદડી નામના ગામ પાસે હાલ જંગલમાં આવેલું છે. પ્રાચીન કાળમાં તે જગાએ રાણકપુર નામે મોટું શહેર હતું, અને ત્યાં ઇતિહાસમાં પ્રખ્યાત થયેલાં કુંભારાણાનું રાજ્ય હતું. તે વખતે ત્યાં પોરવાડ જ્ઞાતિનો મહાદ્રવ્યવાન અને જૈનધર્મની સંપૂર્ણ શ્રદ્ધાવાળો ધનાશાહ કરીને શાહુકાર વસતો હતો. તેણે આ ગંજાવર જિનમંદિર શ્રી સોમસુંદરસૂરિજીના ઉપદેશથી બંધાવેલું છે. તે જિનમંદિર હિંદુસ્તાનમાં સર્વ જિનમંદિરો કરતાં ઘણું જ વિશાળ છે, અને તેની અંદર ચૌદસો ચુમ્માળીસ તંભો છે. સેંકડો જિનમૂર્તિઓ તેમાં પધરાવેલી છે. તે જિનમંદિરમાં તે મંદિર બનાવવા સંબંધી હકીકતને સૂચવનારો એક શિલાલેખ છે કે જે શિલાલેખ એક સફેદ આરસપાસના થંભમાં કોતરેલો છે, તે લેખની લંબાઈ ત્રણ ફૂટ અને ચાર ઇંચ અને પહોળાઈ એક ફૂટ અર્ધા ઇંચની છે. કાળના ઘસારાને લીધે તેમાંના કેટલાક અક્ષરો જો કે ઘસાઈ ગયા છે, તો પણ તે સારી રીતે વાંચી શકાય તેવા છે. આ ગંજાવર જિનમંદિર બાંધવામાં તે ધનાશાહ પોરવાડે નવાણું ક્રોડ દ્રવ્ય ખરચ્યું છે, એવી દંતકથા છે. આ જિનમંદિર વિક્રમ સંવત ૧૪૦૬ માં બાંધેલું છે, તથા તેની પ્રતિષ્ઠા શ્રી સોમસુંદરસૂરિજીએ કરેલી છે. મુનિસુંદરસૂરિ, વિક્રમ સંવત ૧૪૭૮ શ્રી સોમસુંદરસૂરિજીની પાટે શ્રી મુનિસુંદરસૂરિ થયા. તે મહાવિદ્વાન થયેલા છે. વિક્રમ સંવત ૧૪૭૮ માં તેમને આચાર્ય પદવી For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭. જૈન ઈતિહાસ મળેલી હતી. તેમણે ઉપદેશ રત્નાકર, અધ્યાત્મકલ્પદ્રુમ આદિ ઘણા ગ્રંથો રચેલા છે. તેમને કાળીસરસ્વતીનું બિરુદ મળ્યું હતું. તથા મુઝફરખાન તરફથી વાદિગોકુળશંઢનું બિરુદ પણ મળ્યું હતું. તેમને માટે એમ કહેવાય છે કે, તે હંમેશાં એક હજાર શ્લોકો કંઠે કરી શકતા હતા. તેમણે સંતિકર નામનું સ્તોત્ર રચીને દેશમાં ચાલતા મરકીના ઉપદ્રવનો નાશ કર્યો હતો. તેમના ઉપદેશથી ધારાનગરી આદિ પાંચ નગરીઓના રાજાઓએ અમારી પડહ વગડાવ્યો. શિરોહીમાં તીડોનો ઉપદ્રવ તેમણે દૂર કર્યો, તેથી ત્યાંના રાજાએ પણ ખુશ થઈને પોતાના રાજ્યમાં અમારી પડહ વગડાવ્યો. વડનગરના દેવરાજશાહ નામના શ્રાવકે બત્રીસ હજાર રૂપિયા ખર્ચીને તેમના સૂરિપદનો મહોત્સવ કર્યો. એવી રીતે આ શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ મહાપ્રભાવિક થયા છે. રત્નશેખરસૂરિ, વિક્રમ સંવત ૧૫૦૨ - શ્રી મુનિસુંદરસૂરિજીની પાટે શ્રી રત્નશેખરસૂરિ થયા. આ આચાર્યજી મહાવિદ્વાન થયેલા છે. તેમણે શ્રાદ્ધ પ્રતિક્રમણ વૃત્તિ, શ્રાદ્ધવિધિસૂત્રવૃત્તિ, લઘુક્ષેત્ર સમાસ તથા આચારપ્રદીપ આદિ ઘણા ગ્રંથો રચ્યા છે. તેમની વિદ્વતા જોઈ ખંભાતમાં બાંધી નામના ભટ્ટ તેમને બાળસરસ્વતીનું બિરુદ આપ્યું હતું. તેમના સમયમાં વિક્રમ સંવત ૧૫૦૮ માં લુપકોની ઉત્પત્તિ થઈ છે. તેનું વૃત્તાંત નીચે મુજબ છે. * લુપકોની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૫૦૮ ગુજરાતમાં આવેલા અમદાવાદ શહેરમાં એક લંકા નામનો લહીયો રહેતો હતો. તે એક જ્ઞાનજી નામના યતિના ઉપાશ્રયમાં For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન ઈતિહાસ રહીને પુસ્તકો લખી પોતાની આજીવિકા ચલાવતો હતો. એક વખતે એક પુસ્તક લખતાં લખતાં તેણે તેમાંથી સાત પાનાં છોડી દીધો. તેથી.. તે પુસ્તકના માલિકે તેને પૂછ્યું કે, આટલાં પાનાં લખ્યા વિના કેમ છોડી દીધાં? ત્યારે તે પોતાની તે ભૂલ કબુલ નહીં કરતાં ઊલટો ગુસ્સે થયો, ત્યારે ત્યાંના સંઘે તેને અયોગ્ય જાણીને ઉપાશ્રયની બહાર કાઢી મેલ્યો. તથા સંધે જાહેર કર્યું કે, આ લંકા લહીયાની પાસે કોઈએ પુસ્તક લખાવવું નહીં. ત્યારે તે લુંકો લાચાર થઈને ક્રોધથી અમદાવાદ છોડી લીંબડીમાં આવ્યો. તે વખતે તેનો એક લખમસી નામે ભાયાત તે રાજમાં કારભારી હતો, તેની પાસે જઈ તે ઘણું રોવા લાગ્યો. ત્યારે લખમસીએ તેનું કારણ પૂછ્યાથી બનેલી વાત છુપાવી તેણે કહ્યું કે, અમદાવાદમાં હું ભગવાનનો સાચો મત કહેતો હતો, ત્યારે તપાગચ્છના શ્રાવકોએ મને મારીને કાઢી મેલ્યો, હવે હું અહીં તમારે શરણે આવ્યો છું, માટે મને તમે આશ્રય આપી મદદ કરો તો હું સાચો માર્ગ પ્રગટ કરું. ત્યારે લખમસીએ તેને કહ્યું કે, આ લીંબડીના રાજયમાં તું ખુશીથી તારો સાચો મત પ્રગટ કર. હું તારો મદદગાર થઈ તને ખાવાપીવા વગેરેનો બંદોબસ્ત કરી આપીશ અને તારી પાસે શાસ્ત્ર સાંભળીશ. ત્યારે લુંકો જોરમાં આવીને સાધુઓની તથા જિનપ્રતિમાઓની ઉત્થાપના કરવા લાગ્યો; તથા જે શાસ્ત્રોમાં જિનપ્રતિમાઓનો અધિકાર આવતો હતો, તે શાસ્ત્રોને અપ્રમાણ ગણીને બાકીનાં જિનપ્રતિમાના અધિકાર વિનાનાં શાસ્ત્રોને પ્રમાણભૂત માનવા લાગ્યો. એવી રીતે સંવત ૧૫૩૩ સુધી તેણે જગા જગાએ પોતાના મતનો ઉપદેશ દીધો. ત્યારે એક ભાણા નામના વણિકે તેના ઉપદેશ મુજબ વેશ પહેર્યો; તથા એવી રીતે શિષ્યોની પરંપરા ચાલી; એવી રીતે આ પકોની ઉત્પત્તિ થઈ છે. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨૪ વિક્રમ સંવત ૧૫૫૧ થી ૧૫૦ (હેમવિમલસૂરિ, કડવા મતની ઉત્પત્તિ, બીજ મતની ઉત્પત્તિ, પાશ્ચંદ્ર મતની ઉત્પત્તિ, આનંદવિમલસૂરિ, મહોપાધ્યાસા વિધાસાગરગણિ, વિજયદાનસૂરિ, શ્રીહીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, વેખડખ, પરમાનંદ) | હેમવિમલસૂરિ, વિક્રમ સંવત ૧૫૦ શ્રી મહાવીરપ્રભુ પછી પંચાવનમી પાટે શ્રી હેમવિમલસૂરિ થયા, તેમના સમયમાં સાધુઓનો આચાર શિથિલ થયો હતો; પરંતુ તેમના ઉપદેશથી ઘણા સાધુઓએ શિથિલાચારનો ત્યાગ કરીને શુદ્ધ આચાર પાળવા માંડ્યા. તેમ કેટલાક લેખકોએ પણ તેમના ઉપદેશથી લંપકમતને છોડીને શુદ્ધ સાધુપણું અંગીકાર કર્યું. કડવા મતની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૫૨ શ્રી હેમવિમલસૂરિજીના સમયમાં કડવા નામના એક વણિકે કડવા મત કાઢ્યો. તેનો વિચાર એવો હતો કે પ્રતિક્રમણ આદિમાં ચાર થોઈ ન કહેવી, ફક્ત ત્રણ થોઈઓ જ કહેવી. તેમ તેનું માનવું વળી એવું પણ હતું કે, આ કાળમાં કોઈ પણ શુદ્ધ આચાર પાળનાર 'સાધુ નથી. : " For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ _જૈન ઈતિહાસ બીજ મતની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૫૦૦ બીજ નામનો માણસ એક ગુનાક નામના વેષધરનો અજ્ઞાની શિષ્ય હતો. એક વખતે તે મેવાડમાં ગયો, અને ત્યાં તેણે પોતાનો એવો મત ચલાવ્યો કે, પૂનમની પાખી કરવી, તથા પંચમીને દિવસે પર્યુષણાપર્વ (સંવત્સરી) કરવી. ત્યાં બીજા સાધુઓનો વિહાર ઓછો થવાથી લોકો તેના રાગી થયા, અને તેના ઉપદેશ મુજબ ચાલવા લાગ્યા. આવી રીતે આ બીજ મતની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૫૭૦ માં થઈ છે. પાશ્ચંદ્ર મતની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૫૦૨ પાશ્ચંદ્ર મતની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૫૭૨ માં થયેલી છે; પાશ્ચંદ્ર નામના તપાગચ્છની નાગપુરીય શાખાના એક ઉપાધ્યાય હતા; તેમને પોતાના ગુરુ સાથે કંઈક તકરાર થવાથી તેમણે પોતાનો એક નવો જ ગચ્છ સ્થાપવાનો પ્રયત્ન કર્યો કે જે ગચ્છ પાછળથી તેમના જ નામથી પાશ્ચંદ્રગચ્છને નામે ઓળખાવા લાગ્યો. તેણે કેટલીક તપગચ્છની અને કેટલીક લુપકોની ક્રિયાઓ અંગીકાર કરી; તથા વિધિવાદ, ચરિતાનુવાદ અને યથાસ્થિતવાદનો ઉપદેશ આપ્યો. તે પાશ્ચંદ્રગચ્છવાળાઓ નિયુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણઓ તથા છેદ ગ્રંથોને માનતા નથી. આનંદવિમલસૂરિ, વિક્રમ સંવત ૧૫૦૫ શ્રી હેમવિમલસૂરિજીની પાટે શ્રી આનંદવિમલસૂરિ થયા. તેમના સમયમાં જિનપ્રતિમાનું ઉત્થાપન કરનારા લુપકોનું જોર ઘણું વધવા For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૭૧ માંડ્યું, તે જોઈ ભવ્યજનો પર દયાદષ્ટિ લાવીને ગુરુની આજ્ઞાથી કેટલાક સંવેગી સાધુઓને સાથે લઈને જગા જગા પર ઉપદેશ દેઈ ઘણા લોકોનો તે કુમતરૂપી અંધકારમાંથી તેમણે ઉદ્ધાર કર્યો, તથા ઘણા ધનવાનોને વૈરાગ્ય પમાડી શુદ્ધ દીક્ષાઓ આપી. તેમના સમયમાં તૂણસિંહ નામે એક મહાધનવાન શ્રાવક હતો; કે જેને બાદશાહે મોટો ઇલકાબ તથા બેસવાને પાલખી આપી હતી. તેણે શ્રી આનંદવિમલસૂરિજીને વિનંતી કરી કે, સોરઠ દેશમાં લુપકોનું જોર વધતું જાય છે, માટે અહીં પધારીને ભવ્યજનોનો ઉદ્ધાર કરો. ત્યારે આચાર્યજીએ ત્યાં પધારી બાદશાહની સભામાં વાદમાં તે લુપકોને હરાવી તેમને દેશપાર કર્યા. વળી અગાઉ શ્રી સોમપ્રભસૂરિજીએ જેસલમેર આદિ મારવાડનાં શહેરોમાં જળની તંગીને લીધે સાધુઓનો જે વિહાર બંધ કરાવ્યો હતો, તે વિહાર શ્રી આનંદવિમલસૂરિજીએ પાછો શરૂ કરાવ્યો, કે જેથી ત્યાં લુપકોનું જોર ચાલ્યું નહીં. પર મહોપાધ્યાય શ્રી વિદ્યાસાગરગણિજી (વિક્રમ સંવત ૧૫૮૫) મહોપાધ્યાય શ્રી વિદ્યાસાગરગણિજીએ જેસલમેરમાં ખરતરો સાથે વાત કરી તેમને હરાવ્યા, તથા મેવાડમાં લુપકોને તથા બીજમતીઓને હરાવી ત્યાંથી દેશપાર કર્યા. વિરમગામમાં તેમણે પાશ્ચંદ્રની સાથે વાદ કરી તેને હરાવ્યા, તથા તેમણે માળવામાં ઘણા માણસોને પ્રતિબોધીને જૈની કર્યા. તે હંમેશાં છઠનો તપ કરતા, તથા પારણે આયંબીલ કરતા. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર જૈન ઈતિહાસ શ્રી વિજયદાનસૂરિ, વિક્રમ સંવત ૧૫૮૦ શ્રી આનંદવિમળસૂરિજીની પાટે શ્રી વિજયદાનસૂરિ થયા, જેમણે : ખંભાત, અમદાવાદ, મહેસાણા તથા ગંધાર આદિમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. વળી જેમના ઉપદેશથી બાદશાહના મંત્રી ગલરાજાએ શત્રુંજય તીર્થનો મોટો સંઘ કાઢ્યો હતો; તેમ તેમના જ ઉપદેશથી : ગંધારના શ્રાવક રામજી શાહે તથા અમદાવાદના શ્રાવક કુંવરજી શાહે શત્રુંજય પર ચૌમુખ અષ્ટાપદાદિ જિનમંદિર બંધાવ્યાં, અને ગિરનારજીના મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો. તેમણે ગુજરાત, મારવાડ, કચ્છ, માળવા આદિમાં વિહાર કરી ઘણા માણસોને પ્રતિબોધ્યા; આ આચાર્યજી ઘણા જ પ્રતાપી થયેલા છે. શ્રી હીરવિજયસૂરિ, વિક્રમ સંવત ૧૬૧૦ શ્રી વિજયદાનસૂરિજીની પાટે શ્રી હીરવિજયસૂરિજી થયા. આ આચાર્યજી મહાપ્રભાવિક થયા છે, તેમનું વૃત્તાંત નીચે મુજબ છે. ગુજરાતમાં આવેલા પાલણપુર નામના નગરમાં કુંરાશાહ નામે એક જૈનધર્મી વણિક રહેતો હતો; તેને નાથી નામે એક મહાસૌભાગ્યવંતી સ્ત્રી હતી. તેણીની કુક્ષિાએ વિક્રમ સંવત ૧૫૮૩ માં શ્રી હીરવિજયસૂરિજીનો માગશર સુદ નોમને દિવસે જન્મ થયો હતો. કાર્તિક વદી બીજને દિવસે પાટણમાં તેમણે દીક્ષા લીધી હતી, તથા વિક્રમ સંવત ૧૬૫૦ માં શિરોહીમાં તેમને આચાર્ય પદવી મળી હતી. તેમના ઉપદેશથી ખંભાતના સંઘે એક કોડ રૂપિયા ધર્મકાર્યોમાં ખરચ્ય; તેમણે હજારો જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરેલી છે. તેમના ઉપદેશથી સેંકડો લ્પકમતિઓએ તે કુમતને છોડીને શુદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. વળી, તેમની ઉ૫રથી દિલ્હીના એBખેર For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ જૈન ઈતિહાસ બાદશાહે પણ પ્રતિબોધ પામીને પોતાના રાજ્યમાં દર વર્ષે છ માસ સુધી હિંસા નહીં કરવાનો હુકમ કર્યો હતો. તે સંબંધી વૃત્તાંત નીચે મુજબ છે. એક વખતે અકબર બાદશાહે પોતાના મંત્રીઓના મુખથી સાંભળ્યું કે, જૈનોના ગુરુ શ્રીહીરવિજયસૂરિજી શાંત, દાંત, તથા વૈરાગ્ય આદિ મહાન ગુણોને ધરનારા છે. તે સાંભળી બાદશાહે તેમનાં દર્શન કરવા માટે પોતાની મહોરછાપવાળો વિનંતિ પત્ર આચાર્યજી મહારાજને લખ્યો. તે સમયે આચાર્યજી મહારાજ ગંધાર બંદરમાં બિરાજયા હતા. બાદશાહની વિનંતી વાંચીને શ્રી હીરવિજયસૂરિજી ત્યાંથી વિહાર કરી આગ્રા પાસે આવેલા ફતેહપુર નામના નગરમાં પધાર્યા. ત્યાં અકબર બાદશાહ તથા આચાર્યજીની મુલાકાત થઈ. તે વખતે બાદશાહે તેમને ઘણા આદરમાનથી પોતાની સભામાં બોલાવી દેવ, ગુરુ તથા ધર્મનું સ્વરૂપ પૂછ્યું. આચાર્યજીના ઉત્તમ પ્રકારના ઉત્તરથી બાદશાહ બહુ ખુશ થયા. તે સમયે બાદશાહે આચાર્યજીને વિનંતી કરી કે, આપના ઉપદેશથી હું બહું ખુશ થયો છું, વળી આપ કંચન કામિનીના ત્યાગી તેથી આપને સુવર્ણદાન દેવું વાજબી નથી; પરંતુ મારા મકાનમાં જૈનધર્મનાં ઘણાં પ્રાચીન પુસ્તકો છે, તે આપ ગ્રહણ કરવાની મારા પર કૃપા કરો. પછી બાદશાહના ઘણા આગ્રહથી આચાર્જીએ તે પુસ્તકો લઈને આગ્રાના જ્ઞાનભંડારમાં સ્થાપન કર્યા. પછી ઘણા આદરમાનપૂર્વક આડંબરથી આચાર્યજી ઉપાશ્રયે પધાર્યા. તે સમયે ત્યાં જૈનધર્મની ઘણી ઉન્નતિ થઈ. ચાતુર્માસ બાદ આચાર્યજી મહારાજ જ્યારે વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા, ત્યારે બાદશાહે તેમને વિનંતી કરી કે, મેં આપને ઘણા દૂરદેશથી બોલાવ્યા છે, પરંતુ આપ અમારી પાસેથી કંઈ લેતા નથી; માટે મારા લાયક અન્ય કાર્ય ફરમાવો. ત્યારે આચાર્યજીએ કહ્યું કે, આપના રાજ્યમાં પર્યુષણના આઠે દિવસોમાં કોઈ પણ જીવની હિંસા ન થાય એવો હુકમ બહાર પાડવો જોઈએ. તે સાંભળી રાજાએ બહુ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈન ઈતિહાસ ખુશ થઈને તે વચન માન્ય રાખી કહ્યું કે, આઠ દિવસ આપના તરફથી અને બીજા ચાર દિવસો મારા તરફથી એમ બાર દિવસો સુધી મારા રાજયમાં કોઈ પણ જીવની હિંસા ન થાય, એમ કહી અકબર બાદશાહે લખાણ મારફતે તે હુકમ પોતાના સર્વ રાજ્યમાં એટલે લગભગ આખા હિંદુસ્તાનમાં ફરમાવ્યો. ત્યારબાદ હીરવિજયસૂરિજીની અનેકવાર અકબર બાદશાહ સાથે મુલાકાત થઈ, અને તેમાં તેમણે શત્રુંજય આદિ પાંચે તીર્થો જૈનોની માલિકીનાં છે, તે તીર્થોની આસપાસ કોઈએ પણ જીવહિંસા કરવી નહીં, એવા પરવાના બાદશાહ પાસેથી તેમણે કરાવી લીધા. એવી રીતે મુસલમાન બાદશાહને પણ પ્રતિબોધીને તેમણે જૈનધર્મની ઘણી ઉન્નતિ કરી છે. તેમણે અનેક જગ્યાઓએ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ કરેલી છે. વિજયસેનસૂરિ, વેખહર્ષ, પરમાનંદ | વિક્રમ સંવત ૧૬૨૮ શ્રી હીરવિજયસૂરિજીની પાટે શ્રી વિજયસેનસૂરિ થયા. તે પણ ઘણા પ્રભાવિક થયા છે. તેમના શિષ્ય ખર્મ તથા પરમાનંદ અકબર બાદશાહના પુત્ર જાહાંગીર બાદશાહને પ્રતિબોધીને જૈનધર્મના ફાયદા માટે ઘણા પરવાના મેળવ્યા હતાં, તથા જૈન ધર્મની ઘણી ઉન્નતિ કરી હતી. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨૫ વિક્રમ સંવત ૧૫૧ થી ૧૦૦૦ (પદ્મસુંદરગણિ, જિનસિંહસૂરિ, જિનરાજસૂરિ, આનંદઘનજી, કલ્યાણસાગરસૂરિ, વર્ધમાનાશાહ, યશોવિજયજી, સમયસુંદરજી) પદ્મસુંદરગણિ, વિક્રમ સંવત ૧૬૦ આ ગ્રંથ કર્તા તપાગચ્છની નાગપુરીય શાખાના પામેરૂના શિષ્ય હતા. તેમણે રાયમલ્લાન્યુદય મહાકાવ્ય, ધાતુપાઠ, પાર્શ્વનાથ કાવ્ય, જંબૂસ્વામી કથાનક વગેરે અનેક ગ્રંથો રચ્યા છે. વળી તેમણે દિલ્હીના બાદશાહ અકબરની સભામાં ધર્મવિવાદમાં એક મહાપંડિતનો પરાજય કર્યો હતો, અને તેથી અકબર બાદશાહે તેમને એક હાર, એક ગામ, તથા સુખાસન વગેરે વસ્તુઓ ભેટ આપી હતી. જિનસિંહસૂરિ, વિક્રમ સંવત ૧૬૦૦ આ આચાર્ય ખરતર ગચ્છમાં થયેલા જિનરાજસૂરિના શિષ્ય હતા. તેમનો જન્મ વિક્રમ સંવત્ ૧૬૧૫ માં, દીક્ષા ૧૬૨૩ માં, સૂરિપદ ૧૬૭૦માં તથા તેમનું સ્વર્ગગમન ૧૬૭૪માં થયું હતું. તેમને વિક્રમ સંવત ૧૬૪૯ માં દિલ્હીના બાદશાહ તરફથી ઘણું માન મળ્યું હતું. વળી, જોધપુરના રાજા સુરસિંહજી તથા તેમનો પ્રધાન કર્મચંદ્ર તેમને ઘણું ચાહતા હતા. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૭૬ જિનારાજસૂરિ, વિક્રમ સંવત ૧૬૦૪ આ શ્રી જિનરાજસૂરિ નામના આચાર્ય ખરતરગચ્છમાં થયેલા છે; તે પણ પ્રભાવિક હતા, તેમણે ઘણી જગાએ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી છે. દાખલા તરીકે એક શત્રુંજય તીર્થમાં જ તેમણે પાંચસો એક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી છે. વળી તેમણે નૈષધીય કાવ્ય પર જિનરાજી નામની ટીકા રચેલી છે, તેમ તેમણે બીજા પણ ઘણા ગ્રંથો રચ્યા છે. વિક્રમ સંવત ૧૬૯૯ માં પાટણમાં તેમનું સ્વર્ગગમન થયું છે. આનંદઘનજી મહારાજ, વિક્રમ સંવત ૧૬૦૫ આ પ્રખ્યાત અધ્યાત્મજ્ઞાની શ્રી આનંદઘનજી મહારાજ લગભગ વિક્રમ સંવત ૧૬૭પ માં વિદ્યમાન હતા. તે પરમ વૈરાગ્યવાન યોગના પારંગામી તથા અધ્યાત્મશાસ્ત્રમાં નિપુણ હતા. એમ તેમણે રચેલાં પદો પરથી માલુમ પડે છે. વળી તેમની પાસે ચમત્કારી વિદ્યાઓ પણ હતી, એવી પણ દંતકથા છે. તેમણે રચેલાં પદોનો ભાવાર્થ ગહન અને અધ્યાત્મજ્ઞાનથી ભરેલો છે. ' કલ્યાણસાગરસૂરિ, વિક્રમ સંવત ૧૬૦૬ આ આચાર્યજી અંચલગચ્છમાં થયેલા શ્રી ધર્મમૂર્તિસૂરિજીના શિષ્ય હતા. તથા તેઓ વિક્રમ સંવત ૧૬૭૬ માં વિદ્યમાન હતા. કેમ કે તેમણે તે સાલમાં કાઠિયાવાડમાં સમુદ્ર કિનારે આવેલા જામનગરમાં વસતા લાલણ ગોત્રના મહા ધનાઢ્ય વર્ધમાનશાહ નામના ઓસવાલે બનાવેલા અપૂર્વ જિનાલયમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવેલી છે; .. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૭૭ અને તે જિનાલય પણ તે શાહુકારે તેમના જ ઉપદેશથી બાંધેલું છે; એમ તે જિનાલયમાં રહેલા શિલાલેખથી માલૂમ પડે છે. વર્ધમાનશાહ શેઠ, વિક્રમ સંવત ૧૬૮૦ વર્ધમાનશાહ શેઠ કાઠિયાવાડની ઉત્તર દિશાએ આવેલા કચ્છ નામના દેશમાં રહેલા અલસાણા નામે ગામમાં રહેવાસી હતા. તેઓ ઘણા ધનવાન અને વ્યાપારના કાર્યોમાં બહુ જ પ્રવીણ તથા લાલણ ગોત્રમાં જન્મેલા હતા. વળી તે જ ગામમાં રાયસીશાહ નામના પણ એક ધનાઢ્ય શેઠ રહેતા હતા. તેઓ બંને ઓસવાલ જ્ઞાતિના હતા, તથા તેઓ વચ્ચે વેવાઈઓનો સંબંધ હતો; તેમજ તેઓ બંને જૈનધર્મમાં ચુસ્ત હૃદયવાળા હતા. એક વખતે જામનગરના મહારાજા જામસાહેબે તે અલસાણાના ઠાકોરની કન્યા સાથે લગ્ન કર્યા; તે વખતે જામશ્રીના કહેવાથી તે કુંવરીએ દાયજામાં પોતાના પિતા પાસે તે બંને શાહુકારો જામનગરમાં આવી નિવાસ કરે એવી માગણી કરી. તે માગણી તેણીના પિતાએ કબુલ રાખવાથી ઓશવાળ જ્ઞાતિના દશ હજાર માણસો સહિત તે બંને શાહુકારોએ જામનગરમાં આવી નિવાસ કર્યો. ત્યાં રહી અનેક દેશાવરો સાથે તેઓ વ્યાપાર કરવા લાગ્યા; અને તેથી જામનગરની પ્રજાની પણ ઘણી આબાદી વધી. જામનગરના રાજ્યની મહેસૂલમાં પણ તેઓના વ્યાપારથી ઘણો વધારો થયો. વળી તે બંને શાહુકારોએ પોતપોતાના દ્રવ્યનો સદુપયોગ કરવા માટે ત્યાં જામનગરમાં લાખો દ્રવ્ય ખર્ચીને મોટાં વિસ્તારવાળાં તથા દેવોના વિમાન જેવા જિનમંદિરો બંધાવ્યાં. એવી રીતે લાખો પૈસા ખર્ચીને તેઓએ પોતાનો જન્મ સફળ કરવા સાથે મોટી કીર્તિ સંપાદન કરી. તે જિનમંદિરો વિક્રમ સંવત ૧૬૭૬ માં સંપૂર્ણ થયાં. ત્યારબાદ વર્ધમાનશાહ શેઠે શત્રુંજય તથા ગિરનારની For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન ઈતિહાસ આડંબરપૂર્વક યાત્રા કરીને ત્યાં પણ જિનમંદિરો બંધાવ્યાં. આથી કરીને વર્ધમાનશાહ શેઠનું રાજદરબારમાં ઘણું સન્માન થવા લાગ્યું, અને જામસાહેબ પણ ઘણું ખરું કાર્ય તેમની સલાહ મુજબ કરવા લાગ્યા. આથી કરીને જામસાહેબના એક લુહાણા જાતિના કારભારીને વર્ધમાનશાહ શેઠ પર ઘણી ઈર્ષા થઈ, અને તેથી તે વર્ધમાનશાહ પરની જામસાહેબની પ્રીતિ ઓછી કરાવવાની તજવીજ કરવા લાગ્યો. જામસાહેબની તિજોરી વર્ધમાનશાહ શેઠને ત્યાં રહેતી, જેથી જામસાહેબની રાજયની ઊપજનું દ્રવ્ય વર્ધમાનશાહ શેઠને ત્યાં ભરાતું, અને ખર્ચ માટે જોઈતા દ્રવ્યનો ઉપાડ પણ તેમને ત્યાંથી થતો. એક વખતે રાજ્યમાં દ્રવ્યનો ખપ હોવાથી નેવું હજાર કોરીની એક ચીઠી જામસાહેબે વર્ધમાનશાહ પર લખીને તે લુહાણા કારભારીને આપી. ત્યારે લાગ આવેલો જાણીને તે દુષ્ટ કારભારીએ તે નેવું હજાર કોરીની ચીઠી પર એક મીંડી વધારીને તે ચીઠી નવ લાખ કોરીની કરી; અને તે જ દિવસે તે કારભારી સાંજે વાળુ સમયે તે ચીઠી લઈને વર્ધમાનશાહ પાસે આવ્યો. અને શેઠને કહ્યું કે, જામસાહેબે હુકમ કર્યો છે કે, આ ચીઠી રાખીને આ જ વખતે નવ લાખ કોરી આપો. ત્યારે વર્ધમાનશાહે તે ચીઠી વાંચીને કહ્યું કે, આજે તો રાત પડવા આવી છે, વળી આ સમય અમારે વાળુ કરવાનો છે, માટે આવતીકાલે સવારમાં તમે આવજો. એટલે તેટલી કોરી હું તમને ગણી આપીશ. એવી રીતે વર્ધમાનશાહ શેઠે કહ્યા છતાં પણ તે દુષ્ટ કારભારીએ તે જ સમયે તેટલી કોરીઓ લેવાની હઠ લીધી. આથી કરીને વર્ધમાનશાહે તો તે જ વખતે કાંટો ચડાવીને નવ લાખ કોરી પોતાના વખારમાંથી જોખી આપી. તે કારભારીનાં આવાં કૃત્યથી વર્ધમાનશાહને ગુસ્સો ચડ્યો. તેથી પ્રભાતમાં રાયસીશાહ શેઠ સાથે મળીને તેમણે એવો ઠરાવ કર્યો કે, જે રાજ્યમાં પ્રજા પર આવો જુલમ હોય ત્યાં આપણે રહેવું લાયક નથી. માટે આપણે આજે જ અહીંથી For Personal & Private Use Only Www.jainelibrary.org Page #196 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૭૯ ઊપડીને કચ્છમાં જવું. તે સમયે રાયસીશાહે પણ તે વાત કબુલ કરી, અને જ્યારે વર્ધમાનશાહે ત્યાંથી નીકળી કચ્છ તરફ પ્રયાણ કરવા માંડ્યું ત્યારે રાયસીશાહે કહ્યું કે, હાલ તો મારાથી આવી શકાશે નહીં. પછી વર્ધમાનશાહે તો ત્યાંથી પ્રયાણ કર્યું, તથા તેમની સાથે ઓસવાલોના સાડા સાત હજાર માણસો પણ જામનગર છોડીને કચ્છ તરફ રવાના થયા. તે સઘળા માણસોનું ખોરાકી વગેરે સર્વ ખર્ચ વર્ધમાનશાહે આપવું કબુલ કર્યું હતું. એવી રીતે જામનગરથી પ્રયાણ કરીને વર્ધમાનશાહ બાર ગાઉ ઉપર આવેલા ધ્રોળ મુકામે પહોંચ્યા. ત્યારે મહારાજા જામસાહેબને તે વાતની ખબર પડી; તેથી તેમણે પોતાના માણસોને વર્ધમાનશાહને પાછા બોલાવવા માટે ધ્રોળ મોકલ્યા. પરંતુ વર્ધમાનશાહ જ્યારે પાછા ન વળ્યા, ત્યારે જામસાહેબ પોતે ધ્રોળ પધાર્યા; અને આવી રીતે એકાએક પ્રયાણ કરી જવાનું તેમને કારણ પૂછ્યું. ત્યારે વર્ધમાનશાહે પણ જે હકીકત બની હતી તે નિવેદન કરી કે, હું આપની તિજોરી રાખું છું, જેમાં આપની ફક્ત પાંચ દશ હજાર કો૨ીની જુજ રકમ મારે ત્યાં બાલાસ હતી. અને આપે કંઈ પણ અગાઉથી ચેતવણી આપ્યા વિના એકદમ નવ લાખ કોરીની ચીઠી લખીને પાછી તે જ વખતે તે માગી. અમે આપની છાયામાં રહી વ્યાપાર કરીએ છીએ, પરંતુ અગાઉથી બે ચાર દિવસ પહેલાં અમને ચેતવ્યા વિના આવડી મોટી રકમની અમારા પર ચીઠી જો લખાય, તો તે વખતે અમારી આબરૂ જવાનો ભય રહે. ઇત્યાદિ હકીકત સાંભળીને મહારાજા જામસાહેબે તો આશ્ચર્ય પામી કહ્યું કે, મેં તો ફક્ત નેવું હજા૨ કોરીની ચીઠી મોકલી હતી. પછી તે લુહાણા કારભારી પર જામસાહેબને ઘણો જ ગુસ્સો ચઢ્યો. તેથી તેઓ એકદમ જામંનગરમાં આવ્યા; ત્યાં કલ્યાણજીના મંદિર હેઠે તે કારભારી જામસાહેબને મળ્યો. જામસાહેબે પણ એકદમ ગુસ્સામાં જ ત્યાં તેને જુમિયાથી પોતાના હાથે મારી નાખ્યો. તે લુહાણા For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન ઈતિહાસ કારભારીનો પાળિયો હાલ પણ જામનગરમાં કલ્યાણજીના મંદિરમાં મોજુદ છે. વળી જે વખારમાં વર્ધમાનશાહે તેને નવ લાખ કોરીઓ. તોળી આપી હતી, તે વખારનું જામનગરમાં માંડવી પાસે રહેલું તે મકાન હાલ પણ નવલખાના નામથી ઓળખાય છે. જામનગરમાં તેમનું ચણાવેલું અત્યંત મનોહર જિનમંદિર હાલ પણ તે સમયની તેમની જાહોજલાલી દેખાડી આપે છે. તેમનું રહેવાનું મકાન લગભગ ત્રણસો વર્ષોનું પ્રાચીન છતાં પણ હાલ અહીં જામનગરમાં તાકફળીયા પાસે વર્ધમાનશાહની મેડીના નામથી હાલ પણ જીર્ણ અવસ્થામાં હયાત છે. તેમણે અનેક પ્રકારનાં જૈનધર્મની ઉન્નતિનાં કાર્યો તથા લોકોપકારનાં કાર્યો કરેલાં છે. આ વર્ધમાનશાહના ગંજાવર જિનમંદિરમાં જતાં રંગમંડપના દરવાજા બહાર ડાબા હાથ પર એક આળીઆમાં તે જિનમંદિર બનાવવાને લગતી હકીકતવાળો શિલાલેખ છે. આ ગંજાવર જિનમંદિરનો વિશાળ રંગમંડપ તેમાં પાથરેલા રંગબેરંગી આરસના પત્થરોથી ઘણો જ શોભિત થયેલો છે. મૂળ મંડપને ફરતી શિખરબંધ બાવન દેરીઓ એક માળાના આકારમાં શોભી રહેલી છે. તે જિનમંદિરમાં દાખલ થવાનો વિશાળ દ૨વાજો ભભકાદાર તાક વળેલા અને શિલ્પ કળાના નાદર નમૂના સરખા ગંજાવર મંડપથી શોભી રહેલો છે. તથા તે એક મોટા શરીયાન રસ્તા પર આવેલો છે; તેથી તે જિનમંદિર સન્મુખ આવતા માણસોને એક ગંજાવર દેવવિમાનનો આભાસ ઉત્પન્ન કરે છે. આ જિનમંદિરનું ઊંચું અને ગંજાવર શિખર તે સમયના કારીગરોની બેહદ શિલ્પકળાનો ખ્યાલ આજે પણ આપણને બતાવી આપે છે. આ જિનમંદિર બંધાવવામાં વર્ધમાનશાહ શેઠને સાત લાખ મુદ્રિકાનો ખર્ચ થયો હતો, એમ તે શિલાલેખમાં લખેલું છે. શ્રી કલ્યાણસાગરસૂરિજીના હાથથી આ જિન મંદિરમાં પાંચસો ને એક જિનપ્રતિમાઓની અંજનશલાકા સહિત પ્રતિષ્ઠા વિક્રમ સંવત For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૮૧ ૧૬૭૬ વૈશાખ સુદ ત્રીજ અને બુધવારે થયેલી છે. એવી રીતે આ શ્રી વર્ધમાનશાહ શેઠ જૈનધર્મની ઘણી ઉન્નતિ કરનારા થયેલા છે. તે વર્ધમાનશાહના વંશજો આજે પણ જામનગર તથા કચ્છના શહેરોમાં ઘણા વસે છે. યશોવિજયજી મહોપાધ્યાય, વિક્રમ સંવત ૧૬૮૨ આ મહાવિદ્વાન શ્રી યશોવિજયજી ઉપાધ્યાય લગભગ વિક્રમ સંવત ૧૬૮૨ માં વિદ્યમાન હતા; તે તપાગચ્છમાં થયેલા શ્રીનયવિજયજી મહારાજના શિષ્ય હતા. તેમણે ન્યાયબિંદુ પ્રકરણ, જ્ઞાનસાર, વૈરાગ્ય કલ્પલતા, ન્યાયપ્રવેશિકા, પ્રતિમાશતક, નયપ્રદીપ, અધ્યાત્મસાર, દ્રવ્યાનુયોગતર્ક, દ્રવ્યગુણપર્યાયનો રાસ, તથા અધ્યાત્મમતપરીક્ષા વગેરે એકસો મહાન ગ્રંથો રચેલા કહેવાય છે. તેમને માટે નીચે મુજબ દંતકથા સંભળાય છે. જ્યારે આ શ્રી યશોવિજયજી મહારાજ બાલ્યઅવસ્થામાં હતા, ત્યારે તે પોતાની માતા કે જે હંમેશાં-પ્રતિક્રમણ કરવા માટે ઉપાશ્રયે જતાં હતાં તેમની સાથે તે પણ હંમેશાં જતાં હતાં; અને ત્યાં પ્રતિક્રમણનો પાઠ સાંભળતાં સાંભળતાં જ તેમણે કંઠે થઈ ગયો હતો. એક દહાડો ઘણો વરસાદ પડતો હોવાથી તેની ધાર્મિક માતા દિલગિર થઈ કે આજે તો મારું પ્રતિક્રમણ રહી ગયું. તે સાંભળી આ બાળક યશોવિજયજીએ કહ્યું કે, હે માતાજી ! તમે દિગિર ન થાઓ ! હું તમને અહીં જ પ્રતિક્રમણ કરાવીશ. પછી તેમણે પોતાની માતાજીને ત્યાં અસ્ખલિત રીતે પ્રતિક્રમણ કરાવ્યું. બીજે દિવસે તેમની માતા જ્યારે ગુરુજી પાસે પ્રતિક્રમણ કરવા ગયાં, ત્યારે ગુરુમહારાજે તેમને પૂછ્યું કે, તમે ગઈકાલે પ્રતિક્રમણ કરવા માટે કમ ન આવ્યાં ? ત્યારે તેણીએ જણાવ્યું કે, ગઈકાલે તો ઘણો વરસાદ વરસતો હતો તેથી હું આવી For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન ઈતિહાસ શકી નહીં, અને આ મારા જસલાએ જ ઘેર રહીને મને પ્રતિક્રમણ કરાવ્યું. તે સાંભળી ગુરુ મહારાજે આશ્ચર્ય પામી જશવિજયજીની હાથની રેખાઓ જોઈ, અને ત્યારબાદ તેમણે તે ડોશીને કહ્યું કે, તમારો આ પુત્ર તમને કમાઈ ખવરાવે તેવો નથી. પરંતુ તે અમારા ઉપયોગનો છે; કેમ કે તેના હાથની રેખા જોતાં તે એક મહા વિદ્વાન થઈ જૈનશાસનની ઘણી ઉન્નતિ કરશે. પછી તે ડોશીએ પોતાના તે પુત્રને ગુરુમહારાજને સમર્પણ કર્યો. હવે દીક્ષા લીધા બાદ તે શ્રી યશોવિજયજી મહારાજ વ્યાકરણ, તથા સાહિત્ય વગેરેમાં પારંગામી થયા. છેવટે તેમને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા થઈ, તેથી તે પોતાના ગુરુભાઈ વિનયવિજયજીની સાથે વેષ બદલાવી બ્રાહ્મણોનો વેષ લઈ કાશીએ ગયા. તેઓએ વેશ બદલવાની જરૂર એટલા માટે પડી કે, તે સમયમાં કાશીના વિદ્વાનો ઈર્ષાથી જૈનીઓને વિદ્યાભ્યાસ કરાવતા નહોતા. પછી ત્યાં રહી તેઓએ ન્યાયશાસ્ત્રોનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. અને તેઓની તીવ્ર બુદ્ધિ જોઈને ત્યાંના પંડિતોએ શ્રી યશોવિજયજી મહારાજને “ન્યાયવિશારદ'નું બિરુદ આપ્યું. છેવટે ત્યાં તેઓ જેમની પાસે અભ્યાસ કરતા હતા, તેને માલુમ પડ્યું કે, આ તો જૈનીઓ છે, તથા તેણે તેઓને પણ પૂછવાથી તેઓએ પણ પોતાનો ખરો વૃત્તાંત કહી બતાવ્યો. છેવટે એક ન્યાયશાસ્ત્ર તેમને ભણવાનું બાકી હતું, અને તેથી તેઓએ પોતાના અધ્યાપકને તે ન્યાયશાસ્ત્ર ભણાવવાની વિનંતી કરતા અધ્યાપકે ના પાડી. ત્યારે તેમણે તે અધ્યાપકને એવી નમ્ર અરજ કરી કે, અમારા પર કૃપા કરીને ફક્ત એક જ વખત અમને તે શાસ્ત્ર પાઠથી સંભળાવો, પછી તે અધ્યાપકે તેમ કર્યાથી તેઓ બંનેએ અર્ધ અર્પે તે શાસ્ત્ર કંઠે રાખી આખું લખી કાઢ્યું. તથા પછી તે વાત અધ્યાપકને પણ જાહેર કરવાથી તે પણ તેઓની બુદ્ધિ જોઈ આશ્ચર્યસહિત આનંદ પામ્યો. આ શ્રી યશોવિજયજી મહારાજના સમયમાં પ્રખ્યાત For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ જૈન ઈતિહાસ ૧૮૩ જૈનાત્મજ્ઞાની તથા ચમત્કારી વિદ્યાઓના પારંગામી અને યોગવિદ્યામાં નિપુણ એવા શ્રીઆનંદઘનજી મહારાજ પણ વિદ્યમાન હતા. તેમની પાસે સુવર્ણસિદ્ધિ તથા આકાશગામિની નામની વિદ્યાઓ હતી. એક વખતે તેમણે વિચાર્યું કે આજના સમયમાં જૈનમુનિઓમાં આ શ્રી યશોવિજયજી પ્રભાવિક છે, માટે મારી પાસેની આ બંને ચમત્કારી વિદ્યાઓ મારે તેમને આપવી લાયક છે. એમ વિચારી તેમને પોતાની પાસે બોલાવવા માટે તેમણે માણસ મોકલ્યો. તે વખતે યશોવિજયજી મહારાજ દેહચિંતા માટે બહાર ગયા હતા. ત્યાંથી આવ્યા બાદ તેમને ખબર મળ્યા કે, મને આનંદઘનજી મહારાજનો માણસ બોલાવવા આવ્યો હતો; તેથી આશ્ચર્ય પામી તેમણે વિચાર્યું કે, ખાસ્સુ કોઈ જરૂરનું કાર્ય હોવું જોઈએ. એમ વિચારી તેમણે લગ્નકુંડલિકા માંડી તપાસી જોયું તો જણાયું કે, મને તેમણે કોઈક અપૂર્વ વિદ્યા આપવા માટે બોલાવ્યો છે. એમ વિચારી તુરત તે તેમની પાસે ગયા. પરંતુ તે સમયે આનંદઘનજી મહારાજ તો સમાધિમાં હતા, તેથી યશોવિજયજી તો ત્યાં બેઠા. છેવટે સમાધી ખલાસ થયા બાદ કેટલીક જ્ઞાનગોષ્ટી તેઓ બંને વચ્ચે ચાલી. પરંતુ આનંદઘનજીએ પોતાના હૃદયની વાત હજુ કાઢી નહીં. આહા૨પાણીનો સમય થવાથી યશોવિજયજી અધીરા બની બોલી ઊઠ્યા કે, આપે મને જે કંઈ કાર્ય માટે બોલાવ્યો છે, તે સંબંધી આપ મને કેમ કંઈ કહેતા નથી ? ત્યારે આનંદઘનજીએ કહ્યું કે, મેં તમને શું કાર્ય માટે બોલાવ્યા છે ? ત્યારે યશોવિજયજીએ કહ્યું કે, આપે મને કંઈક વિદ્યા આપવા માટે બોલાવ્યો છે. તે સાંભળી આનંદઘનજીએ વિચાર્યું કે, આમના હૃદયમાં આટલી વાત પણ અધીરતાને લીધે જ્યારે રહી શકી નહીં, ત્યારે તે આવી ચમત્કારી વિઘાઓને શી રીતે જીરવી શકશે ? એમ વિચારી તેમણે તેમને કહ્યું કે, ‘ઓ કમબખત તો ચલ ગયા' એમ કહી તે વિદ્યાઓ તેમણે તેમને For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન ઈતિહાસ આપી નહીં; ઇત્યાદિ ઘણી દંતકથાઓ તેમના સંબંધમાં સાંભળવામાં આવે છે. સમયસુંદરજી, વિક્રમ સંવત ૧૬૮૬ શ્રી સમયસુંદરજી મહારાજ શ્રી સકળચંદ્રગણિજીના શિષ્ય હતા, તથા તે લગભગ વિક્રમ સંવત ૧૬૮૬ માં વિદ્યમાન હતા. તે મહાવિદ્વાન થયેલા છે. તેમણે ‘રાજાનો દદતે સૌખ્યું' એ વાક્યના આઠ લાખ જુદા જુદા અર્થ કરીને તેનો એંસી હજાર શ્લોકોના પ્રમાણવાળો ગ્રંથ રચ્યો છે. તેમ જ તેમણે ગાથાસહસ્રી, વિશમવાદશતક, તથા દશવૈકાલિકસૂત્ર ટીકા આદિ ઘણા ગ્રંથો રચેલા છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨૬ વિક્રમ સંવત ૧૦૦૧ થી ૧૯૬૪ (હુંઢકોની ઉત્પત્તિ, મોતીશાહ શેઠ, શ્રી વિજયાનંદસૂરિ, શેઠ પ્રેમચંદ રાયચંદ, શેઠ કેશવજી નાયક, શેઠ નરસી નાથા) ટુટકોની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૦૧૩ સુરતમાં વીરજી વોરા નામનો એક દશાશ્રીમાળી વણિક વસતો હતો. તેને ફુલાં નામની એક બાળવિધવા પુત્રી હતી. તેણીએ એક લવજી નામના છોકરાને ખોળે લીધો હતો. તે છોકરો હંમેશાં લોકાના ઉપાશ્રયમાં ભણવા જતો હતો. ત્યાં યતિઓની સંગતથી તેને વૈરાગ્ય થયો અને તેથી તે લોકાગચ્છના યતિ બજરંગનો શિષ્ય થયો. બે વર્ષ બાદ તેણે પોતાનો ઢંઢકોનો નવો મત ચલાવ્યો, તથા મુખે મુહપત્તિનો ટુકડો બાંધવા લાગ્યો. લોકોએ તેનો નવો વેષ જોઈને ઊતરવા માટે જગા આપી નહીં. જેથી તે એક ઉજ્જડ મકાનમાં રહ્યો. ઉજ્જડ મકાનને ગુજરાત તથા મારવાડમાં ઢંઢાં કહે છે, અને તેથી તે ઢંઢક કહેવાવા લાગ્યો. અનુક્રમે તેના શિષ્ય પ્રશિષ્યો ઢેઢકના નામથી ઓળખાવા લાગ્યા; તથા તેમના ઉપદેશ મુજબ ચાલનારાઓ પણ ઢુંઢીયાના નામથી પ્રસિદ્ધ થયા. મોતીશાહ શેઠ, વિક્રમ સંવત ૧૮૯૩ આ મોતીશાહ શેઠ સુરત શહેરના રહેવાસી મહા ધનવાન શ્રાવક For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન ઈતિહાસ હતા. તેમને જૈન ધર્મ પર ઘણી જ શ્રદ્ધા હતી. જૈનધર્મની ઉન્નતિ કરવામાં તેમણે તન-મન અને ધનથી ઘણો જ પ્રયત્ન કરેલો છે. તેમણે ઘણા મોટા આડંબરથી શત્રુંજયનો સંઘ કાઢ્યો હતો, અને તેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી જૈન ધર્મનો મહિમા વધાર્યો હતો. વળી તેમણે શત્રુંજય પર લાખો રૂપિયા ખર્ચી કુંતાસરનો ખાડો પુરાવી તે પર મનોહર ટુંક બંધાવેલી છે. પરોપકાર માટે તેમણે બંધાવેલી ધર્મશાળાઓ ઘણી જગાએ જોવામાં આવે છે. લાખો રૂપિયાની કિંમતના ધર્માદા મકાનો તેમણે મુંબઈ આદિ શહેરોમાં બંધાવેલાં છે. એવી રીતે આ ધાર્મિક મોતીશાહ શેઠે પણ જૈનધર્મની ઘણી ઉન્નતિ કરેલી છે, એમ હાલ પણ આપણે નજરે જોઈએ છીએ. શ્રી વિજયાનંદસૂરિ અથવા શ્રી આત્મારામજી મહારાજ, વિક્રમ સંવત ૧૯૪૦ આજના સમયમાં આ પ્રખ્યાતિ પામેલા શ્રી વિજયાનંદસૂરિશ્વર મહાવિદ્વાન તથા જૈનશાસનનો મહિમા વધારનારા થયા છે. વળી તે શ્રીઆત્મારામજી મહારાજના નામથી પણ પ્રસિદ્ધ છે. તેમણે જૈનતત્ત્વાદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, તત્ત્વનિર્ણયપ્રાસાદ આદિ ગ્રંથો બનાવ્યા છે. પંજાબ આદિ દેશોમાં વિહાર કરી તેમણે ઘણા મનુષ્યોને પ્રતિબોધીને શુદ્ધ જૈનધર્મમાં દાખલ કર્યા છે. તેમણે પોતાની વિદ્વતાથી અંગ્રેજ સરકાર તરફથી પણ ઘણું માન મેળવ્યું છે. વળી તેમણે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા આદિ ઘણાં ધર્મ કાર્યો કર્યાં છે. ઘણી જગ્યાએ તેમના ઉપદેશથી નવાં જિનમંદિરો બાંધવામાં આવ્યાં છે, તથા ઘણાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આર્યસમાજીઓ સાથે ધર્મવાદ કરીને તેમણે જયપતાકા મેળવી છે. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ જૈન ઈતિહાસ ચિકાગોમાં ભરાયેલી ધર્મસભામાં તેમણે મી. વીરચંદ રાઘવજીને મોકલીને અમેરિકામાં પણ જૈનધર્મનો મહિમા ફેલાવ્યો છે. એવી રીતે આ શ્રી વિજયાનંદસૂરિજીએ પણ જૈનધર્મની ઘણી ઉન્નતિ કરેલી આપણે જોઈએ છીએ. શેઠ પ્રેમચંદ રાયચંદ વિક્રમ સંવત્ ૧૫૦ આ વીરપુરુષ શેઠ પ્રેમચંદ રાયચંદ સુરત શહેરના રહેવાસી હતા. તેઓ કરોડપતિ હતા, તથા જૈનધર્મ પર સંપૂર્ણ શ્રદ્ધાવાન હતા. તેમણે લાખો રૂપિયા ખર્ચીને જગ્યા જગ્યાએ ધર્મશાળાઓ વગેરે અનેક ધર્મનાં કાર્યો કર્યા છે. તેમને નામદાર અંગ્રેજ સરકાર તરફથી પણ ઘણું માન મળ્યું છે. આ વીરપુરુષનું નામ આખા હિંદુસ્તાનમાં પ્રસિદ્ધ છે, કેમ કે તેમણે લોકોપયોગી અને ધર્મનાં અનેક કાર્યો કર્યા છે. , શેઠ નરશી નાથા આ મહાન પુરુષ શેઠ નરશી નાથા મૂળ કચ્છ દેશના રહેવાસી હતા, તથા ઘણા ધનવાન હતા. જૈનધર્મના ઘણા રાગી હતા. તેમણે પોતાના લાખો રૂપિયા પોતાના સ્વધર્મીઓને સારી સ્થિતિએ લાવવા માટે ખર્ચીને જૈનધર્મની ઉન્નતિ કરેલી છે. કચ્છની જૈન પ્રજામાં તેના ઉપકાર માટે તેમનું નામ પ્રસિદ્ધ પામેલું છે. તેમણે જિનબિંબોની અંજનશલાકા કરાવેલી છે; તથા શત્રુંજય પર વિશાળ ટુંક બંધાવી છે, તથા યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી છે. મુંબઈ શહેરમાં પણ ' તેમણે સુંદર જિનમંદિર આદિ બંધાવીને પોતાનું નામ અમર કર્યું છે. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન ઈતિહાસ શેઠ કેશવજી નાયક – વિક્રમ સંવત ૧૯૩૦ આ જૈનોમાં પ્રખ્યાત થયેલા શેઠ કેશવજી નાયક મૂળ કચ્છના રહેવાસી હતા, તથા લાખો રૂપિયાની માલિકી ધરાવતા હતા. જૈનધર્મ પર દઢ શ્રદ્ધાવાળા હતા. તેમણે પોતાના સ્વધર્મીઓને અનેક પ્રકારની મદદ આપી જૈનધર્મની સારી ઉન્નતિ કરેલી છે. લાખો રૂપિયા ખર્ચીને શત્રુંજય પર તેમણે ટુંક બંધાવી છે. તથા યાત્રાળુઓને ઊતરવા માટે તે તીર્થની તળેટીમાં વિશાળ ધર્મશાળા બંધાવી છે. બીજાં પણ ઘણાં લોકોપકારનાં કાર્યો કરીને તેમણે જૈનધર્મની ઘણી ઉન્નતિ કરેલી આપણે જોઈએ છીએ. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ अथ प्रशस्तिः (शार्दूलविक्रीडितम्) पादाङ्गुष्ठसुचालितामरगिरि-हस्तास्तदेवस्मयः जिह्वाखण्डितशक्रसंशयचयो, वाड्नष्टहालाहलः । सर्वाङ्गीणमहोपसर्गदकृपा-नेत्राम्बुदत्ताञ्जलिः दाढादारितदिव्ययुत्समवतात्-श्री वर्धमानो जिनः ॥१॥ (वसंततिलका) श्रीवीर-गौतम-सुधर्मगणेश-जम्बू स्वाम्यादिपट्टधरसूरिगणः पुनातु । 'श्रीहेमचन्द्रयतिचन्द्र' 'जगत्सुचन्द्र' श्रीहीरसूरि-वृषभाश्च शिवं दिशन्तु ॥२॥ एतन्महर्षिशुचिपट्टपरंपराजान् आनन्दसूरिकमलाभिधसूरिपादान् । संविज्ञसंततिसदीशपादान् प्रणम्य ... श्रीवीरदानचरणांश्च गुरुन् स्तविष्ये ॥३॥ श्रीदानसूरिवरशिष्यमतल्लिका स · श्रीप्रेमसूरिभगवान् शममग्नयोगी । सिद्धान्तवारिवरवारिनिधिः पुनातु . चारित्रचन्दनसुगन्धिशरीरशाली ॥४॥ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯O १८०... જૈન ઈતિહાસ (शार्दूलविक्रीडितम्) प्रत्यग्रत्रिशतर्षिसन्ततिसरित्-स्रष्टा क्षमाभृद्महान् गीतार्थप्रवरो वरश्रुतयुतः सर्वागमानां गृहम् । तर्के तर्कविशुद्धबुद्धिविभवः, सोऽभन्त स्वकीयेऽप्यहो.. गच्छे संयमशुद्धितत्परमतिः, प्रज्ञावतामग्रणी: ॥५॥ तत्कालीनकरग्रहग्रहविधा-वब्दे ह्यभूद् वैक्रमे तिथ्याराधनकारणेन करुणो भेदस्तपागच्छजः । कारुण्यैकरसेन तेन गुरुणा सत्पट्टकादात्मनो बह्वङशेन निवारितः खकरखौ-ष्ठेऽब्देऽपवादाध्वना ॥६॥ (वसन्ततिलका) तत्पट्टके भुवनभान्वविधश्च सूरिः __ श्रीवर्धमानसुतपोनिधिकीर्तिधाम । न्याये विशारद इतीह जगत्प्रसिद्धो जातोऽतिवाक्पतिमति-मतिमच्छरण्यः ॥७॥ तस्याद्यशिष्यलघुबन्धुरथाब्जबन्धु तेजास्तपः श्रुतसमर्पणतेजसा सः । पंन्यासपद्मविजयो गणिराट् श्रियेऽस्तु क्षान्त्येकसायकविदीर्णमहोपसर्गः ॥८॥ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ જૈન ઈતિહાસ aaaaaaci गीतार्थगच्छपतितां प्रवशं पुनाति सिद्धान्तसूर्यपदभृज्जयघोषसूरिः । सर्वाधिक श्रमणसार्थपतिर्मतीशः पाता चतुः शतमितर्षिगणस्य शस्यः ।। सद्बुद्धिनीरधिविबोधनबद्धकक्षः __ वैराग्यदेशनविधौ परिपूर्णदक्षः । सीमन्धरप्रभुकृपापरपात्रमस्तु श्रीहेमचन्द्रगुरुराट् सततं प्रसन्नः ॥९॥ कारुण्यकम्रालयानां महनीयमुख्यानां महोमालिनां लोकोपकारचतुराणां वैराग्यदेशनादक्षाचार्यदेव श्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराणां दुपदेशेन श्री जिनशासन आराधना-ट्रस्ट विहिते श्रुतसमुद्धारकार्यान्वये प्रकाशितमिदं ग्रन्थरत्नं श्रुतभक्तितः ॥ वि.सं.२०६१ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ BHARAT GRAPHICS - AHMEDABAD. PH. : (079) 22134176, 22124723 Foersonal Private use ones