________________
૧૧૪
જૈન ઈતિહાસ ગુરુભાઈઓ હતા. વિક્રમ સંવત ૧૧૪૯ માં એક શ્રીધર નામના શ્રાવકને મોટું ઉજમણુ કરી જિનમૂર્તિ બેસાડવાની ઇચ્છા થઈ; અને તેથી તેણે તેઓમાંના વડા ચંદ્રપ્રભસૂરિજીને કહ્યું કે, હે ભગવન્! આ મૂર્તિની પ્રતિષ્ઠા માટેની વિધિ કરવા માટે આપ આપના ગુરુભાઈ મુનિચંદ્રસૂરિજીને આજ્ઞા આપો. તે શ્રીધર શ્રાવકની એવી માગણીથી ચંદ્રપ્રભસૂરિને ઈર્ષ્યા આવી, અને તેથી તેમણે તે શ્રાવકને કહ્યું કે, તેવાં પ્રતિષ્ઠા આદિ કાર્યોમાં સાધુએ પડવું ઉચિત નથી; માટે શ્રાવક મારફતે પ્રતિષ્ઠા કરાવવી. ત્યારબાદ વિક્રમ સંવત ૧૧૫૯ માં એક દહાડો ચંદ્રપ્રભસૂરિએ કહ્યું કે, આજ રાત્રિએ પદ્માવતી દેવીએ મને સ્વપ્રમાં કહ્યું છે કે, તમારે તમારા શિષ્યોને કહેવું કે, શ્રાવકે પ્રતિષ્ઠા કરાવવી, તથા પૂર્ણિમાની પ્રાપ્તિ કરવી. એવી રીતે તે પુનમીઆ ગચ્છની ઉત્પત્તિ ચંદ્રપ્રભસૂરિથી વિક્રમ સંવત ૧૧૫૯ ની સાલમાં થઈ છે.
આર્યરક્ષિતજી તથા (વિધિપક્ષગચ્છની ઉત્પત્તિ) વિક્રમ
સંવત ૧૧૬૯ મતાંતરે વિક્રમ સંવત ૧૨૧૩ વિધિપક્ષગચ્છ સ્થાપન કરનાર આર્યરક્ષિતજીનો જન્મ દંતાણી ગામના દ્રોણ શેઠની સ્ત્રી દેદીથી થયેલો હતો, તેમનું નામ પ્રથમ નરસિંહ આચાર્ય હતું, તથા એક આંખે તે અપંગ હતા. પ્રથમ તે પુનમીઆ ગચ્છના હતા; એક વખતે તેઓ જ્યારે બ્યુના નામના ગામમાં આવ્યા, ત્યારે એક નાથી નામની ઘણી જ પૈસાદાર સ્ત્રી તેમની પાસે પ્રતિક્રમણની ક્રિયા કરવાને આવી; પરંતુ તે વખતે તે પોતાની મુહપત્તિ ઘેર વિસરી ગઈ હતી; તે જોઈ આચાર્યજીએ કહ્યું કે, જો તમે મુહપત્તિ લાવવી વિસરી ગયાં હો તો તે મુહપત્તિને બદલે તમારાં વસ્ત્રનો છેડો ચાલી શકશે. ત્યારે તેણીએ પણ તે વાત કબુલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org