________________
૧૧૩
જૈન ઈતિહાસ
જિનદત્તસૂરિ, વિક્રમ સંવત ૧૧૪૧ આ શ્રી જિનદત્તસૂરિ ખરતરગચ્છમાં થયેલા શ્રી જિનવલ્લભસૂરિના શિષ્ય હતા; તથા તે મહાપ્રભાવિક હતા; તેથી અંબાદેવીએ તેમને યુગપ્રધાનપદ આપ્યું હતું. તેઓએ પોતાના અભુત ચમત્કારોથી ઘણા અન્ય દર્શનીઓને પણ જૈની કર્યા હતા; અને જૈનધર્મનો ઘણો મહિમા વધાર્યો હતો; અને તેથી દરેક જગાએ દાદાસાહેબના નામથી તેમનાં પગલાં આજે પણ પૂજાય છે. વિક્રમ સંવત ૧૨૧૧ માં અજમેરમાં તેમનું સ્વર્ગગમન થયું હતું. તેમણે સંદેહ દોલાવલી આદિ ઘણા ગ્રંથો રચ્યા છે.
ધનવિજય વાચક, વિક્રમ સંવત ૧૧૪૧ આ ગ્રંથર્જા વિક્રમ સંવત ૧૧૪૧ માં વિદ્યમાન હતા, કેમ કે તે સાલમાં તેમણે લોકનાલિકા સૂત્ર પર ભાષાવૃત્તિ લખી છે.
કક્કસૂરિ, વિક્રમ સંવત ૧૧૫૪ આ આચાર્ય ઉકેશગચ્છમાં થયેલા દેવગુપ્તસૂરિના શિષ્ય હતા; તેમણે હેમચંદ્રાચાર્ય તથા કુમારપાળ રાજની પ્રેરણાથી ક્રિયાહીન ચૈત્યવાસીઓને હરાવીને ગચ્છથી બહાર કર્યા હતા. તે મહાવિદ્વાન તથા પ્રભાવિક હતા. તેમણે પંચપ્રમાણિકા તથા જિનચૈત્યવંદન વિધિ આદિ ઘણા ગ્રંથો રચ્યા છે.
પુનમીઆ ગચ્છની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૧૫૯ ચંદ્રપ્રભસૂરિ, મુનિચંદ્રસૂરિ, માનદેવસૂરિ અને શાંતિસૂરિ એ ચારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org