________________
૧૧૨
જૈન ઈતિહાસ આ શ્રી મલ્લધારીનું બિરુદ ધરાવનારા શ્રી અભયદેવસૂરિજી મહાપ્રભાવિક થયેલા છે.
નેમિચંદ્રસૂરિ અથવા (દેવેન્દગણિ)
(વિક્રમ સંવત ૧૧૨૯) દેવેન્દ્રમણિજી મહારાજનું બીજું નામ નેમિચંદ્રસૂરિજી પણ હતું, તે વડગચ્છમાં થયેલા આગ્રદેવસૂરિના શિષ્ય હતા; તેમણે વિક્રમ સંવત ૧૧૨૯ માં ઉત્તરાધ્યયન સૂત્ર પર ટીકા રચેલી છે. વળી તેમણે પ્રવચનસારોદ્ધાર, આખ્યાન મણિકોશ તથા વીરચરિત્ર આદિ ગ્રંથો રચ્યા છે. આ નેમિચંદ્રસૂરિજી સૈદ્ધાંતિક શિરોમણિના નામથી પણ પ્રસિદ્ધ છે.
જિનવલ્લભસૂરિ, વિક્રમ સંવત ૧૧૦૦ થી ૧૧૬૪,
ખરતરગચ્છની ઉત્પત્તિ આ આચાર્ય નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિના શિષ્ય હતા; આ આચાર્યથી ખરતરગચ્છ નીકળ્યો, એમ કહેવાય છે. તેમણે વીર પ્રભુના પાંચ કલ્યાણકોને બદલે છ કલ્યાણકોની પ્રરૂપણા કરી છે. તેમણે પિંડવિશુદ્ધિ પ્રકરણ, ગણધર સાર્ધશતક, આગમિકવસ્તુ વિચારસાર વગેરે ગ્રંથો રચ્યા છે. તે ચિત્ર કવિત્વ શક્તિના પારંગામી હતા; તેમણે પોતાનાં સઘળાં ચિત્રકાવ્યો ચિત્તોડમાં આવેલા શ્રી વિરપ્રભુના મંદિરમાં શિલાલેખમાં કોતરાવ્યાં હતાં, અને તે મંદિરના દ્વારની બંને બાજુએ તેમણે ધર્મશિક્ષા તથા સંઘપટ્ટક પણ વિક્રમ સંવત ૧૧૬૪ની સાલમાં કોતરાવ્યાં હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org