________________
જૈન ઈતિહાસ
અભયદેવસૂરિ (મલ્લધારી) (વિક્રમ સંવત ૧૧૫૦)
આ અભયદેવસૂરિજી મલ્લધારીના નામથી પ્રસિદ્ધ છે, તેમને ગુજરાતના રાજા કર્ણ તરફથી મલ્લધારીનું બિરુદ મળ્યું હતું; તથા સૌરાષ્ટ્રના રાજા ખેંગાર તરફથી પણ ઘણું માન મળ્યું હતું; તેમણે એક હજારથી પણ વધારે બ્રાહ્મણોને પ્રતિબોધ્યા હતા. તેમના ઉપદેશથી અજમેર પાસે આવેલા મેડતા નામના ગામમાં જિનમંદિર બાંધવામાં આવ્યું હતું. વળી તેમના ઉપદેશથી ભુવનપાળ રાજાએ જૈનમંદિરમાં પૂજા કરનારાઓ ઉપરનો કર માફ કર્યો હતો. અજમેરના રાજા જયસિંહે પણ તેમના ઉપદેશથી પોતાના રાજ્યમાં જીવહિંસા કરવાની મનાઈ કરી હતી. શાકંભરીના રાજા પૃથ્વીરાજે તેમના ઉપદેશથી અજમેર પાસે રણથંભોરમાં સુવર્ણના ઇંડાંવાળું જિનમંદિર બંધાવ્યું હતું. આ મલ્લધારી અભયેદવસૂરિજી જ્યારે અજમેરમાં અનશન કરી સ્વર્ગે પધાર્યા ત્યારે તેમના શરીરનો ત્યાં બહુ માનપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો; તે સમયે તેમના શરીરને ચંદનના રથમાં સ્થાપન કરવામાં આવ્યું હતું, તથા શહેરમાંના દરેક ઘરમાં ફક્ત એક એક માણસ ઘેર રહ્યો હતો, અને બાકીનાં સઘળાં માણસો તેમના માનાર્થે સ્મશાને ગયા હતા; તેમ જયસિંહરાજા પોતે પણ પોતાના કારભારીઓ સહિત સ્મશાને ગયો હતો. તેમના શરીરને સૂર્યોદય વખતે ઊંચકવામાં આવ્યું હતું, પરંતુ બહુ જ ધીમે ચાલવાથી છેક પાછલે પહોરે સ્મશાને લાવવામાં આવ્યું હતું. અગ્નિસંસ્કાર થયા બાદ નજીક રહેલા ભક્તોએ તે રાખ વહેંચી લીધી હતી, કે જે રાખના પ્રભાવથી જ્વર આદિ ઉપદ્રવોનો નાશ થયો હતો. વળી જેઓને તે રાખ ન મળી, તેઓએ તે જગ્યાની માટી પણ ગ્રહણ કરી લીધી. આ ઉપર લખેલું સઘળું વૃત્તાંત રણથંભોરના જિનમંદિરમાં રહેલા શિલાલેખમાં કોતરવામાં આવ્યું છે. એવી રીતે
Jain Education International
For Personal & Private Use Only
૧૧૧
www.jainelibrary.org