________________
જૈન ઈતિહાસ
૧૧૫
રાખી. તથા ત્યારબાદ તેણીના પૈસાની મદદથી તેમણે ત્યાં આંચલિકગચ્છની (વિધિપક્ષગચ્છની) સ્થાપના કરી; અને ત્યારથી તેમના વંશજો પ્રતિક્રમણ વખતે મુહપત્તિને બદલે વસ્ત્રના છેડાથી કામ ચલાવવા લાગ્યા. એવી રીતે તે આર્યરક્ષિતજીથી અંચલગચ્છની ઉત્પત્તિ થયેલી છે.
દેવભદ્રસૂરિ, વિક્રમ સંવત ૧૧૬૮
આ દેવભદ્રસૂરિજી વિક્રમ સંવત ૧૧૬૮ માં વિદ્યમાન હતા. તેમણે પાર્શ્વનાથ ચરિત્ર, સંવેગરંગશાળા, વીરચરિત્ર તથા કથારત્નકોષ આદિ ઘણા ગ્રંથો રચ્યા છે. તેમણે ભરૂચમાં રહીને જ્યારે પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું હતું, ત્યારે તે નગરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીજીનું જિનમંદિર સુવર્ણના ઘુમટવાળું વિદ્યમાન હતું.
હેમચંદ્રસૂરિ (મલ્લધારી), વિક્રમ સંવત ૧૧૬૪
આ આચાર્ય પ્રશ્નવાહનકુળની મધ્યમ શાખાના હર્ષપુરીય ગચ્છના મલ્લધારી શ્રી અભયદેવસૂરિજીના શિષ્ય હતા. તેમણે જીવસમાસ, ભવભાવના, ઉપદેશમાળાવૃત્તિ, અનુયોગસૂત્ર ટીકા, શતકવૃત્તિ, વિશેષાવશ્યકવૃત્તિ વગેરે ઘણા ગ્રંથો રચ્યા છે. આ આચાર્યજી મહાવિદ્વાન હતા; ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે તેમને ઘણું માન આપ્યું હતું; તથા તે રાજા તેમના વ્યાખ્યાનમાં હાજર થતા હતા. તે જૈનશાસનની કેટલીક ઉન્નતિ કરીને છેવટે અનશન કરી શત્રુંજય પર સ્વર્ગે પધાર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org