SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જૈન ઈતિહાસ કે આ રાજકુમારથી આગળ જતાં જૈન શાસનનો ઘણો મહિમા થવાનો છે. પછી ઉદયન મંત્રી કુમારપાળને પોતાને ઘેર લઈ ગયો. એવામાં સિદ્ધરાજને ખબર મળ્યા કે, કુમારપાળ તો ઉદયન મંત્રીને ઘેર છે; તેથી ત્યાં તેણે પોતાનું લશ્કર મોકલ્યું. ત્યારે ઉદયન મંત્રીએ કુમારપાળને કહ્યું કે, હવે આ સમયે તમે અહીંથી ચાલ્યા જાઓ નહીંતર આપણા બંનેનું મૃત્યુ થશે. તે સાંભળી કુમારપાળે ત્યાંથી નાસીને હેમચંદ્રસૂરિજી પાસે આવ્યા; ત્યારે આચાર્યજીએ તેમને ઉપાશ્રયના ભોંયરામાં છુપાવ્યા, તથા ઉપર પુસ્તકો ખડકી મૂક્યાં. કુમારપાળની શોધ માટે આવેલા સિદ્ધરાજના માણસોએ ઉદયન મંત્રી તથા હેમચંદ્રસૂરિજીને ત્યાં ઘણી તપાસ કરી, પરંતુ ત્યાં પત્તો ન મળવાથી તેઓ નિરાશ થઈ પાછા ગયા. પછી ત્યાંથી નીકળીને કુમારપાળે વિદેશમાં ભ્રમણ કરવા માંડ્યું, તથા ત્યાં તેમને ઘણું કષ્ટ સહન કરવું પડ્યું. એક વખતે ત્રણ દિવસ સુધી તેમને બિલકુલ ભોજન મળ્યું નહીં, તેથી તેમણે વિચાર્યું કે, હવે આજે જો ખાવાનું નહીં મળે તો હવે મારા પ્રાણ જશે. એવામાં એક કણબણ પોતાના પુત્ર માટે ભાત લઈ ખેતરે જતી હતી, તેણીની પાસે કુમારપાળે ભોજન માગ્યું, પરંતુ તેણીએ નહીં આપવાથી કુમારપાળે તેણીની પાસેથી બળાત્કારે ઝુંટવી લઈ ખાધું. આગળ ચાલતાં કુમારપાળને માર્ગમાં એક જાન મળી, ત્યારે કુમારપાળે વિચાર્યું કે, આ જાનના માણસોની જો હું ચાકરી કરીશ તો મને સુખેથી ભોજન મળશે. એમ વિચારી તેણે તે જાનના સર્વ માણસોને પાણી ભરીને નવરાવ્યાં, તથા તેઓએ ભોજન કરી લીધા બાદ તેઓનાં વાસણો પણ કુમારપાળે માંજ્યા; આટલી ચાકરી કરવા છતાં પણ કોઈએ તેમને ભોજન આપ્યું નહીં, તેથી કુમારપાળને ઘણો ક્રોધ ચડ્યો; અને પૂછવાથી માલૂમ પડ્યું કે, તે જાન પાટણના રહેવાસી લાડ વાણીયાઓની હતી. પછી તેમણે વિચાર્યું કે, જ્યારે મને રાજ્ય મળશે, ત્યારે હું આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy