________________
જૈન ઈતિહાસ ઉપેક્ષા કરીશ, તો શાસનની હિલના થશે, તેમ મારો સંસાર વૃદ્ધિ થશે; અને આ મારી પુણ્યશાળી માતા તો થોડો વખત દુઃખ સહન કરી છેવટે દીક્ષા લેશે. પછી ધનગિરિજીએ વજસ્વામિજીને કહ્યું કે, હે વજ! જો તમારે દીક્ષા લેવાની ઈચ્છા હોય તો તમે આ ધર્મધ્વજ રૂપ રજોહરણને ગ્રહણ કરો. તે સાંભળતાં જ વજસ્વામીએ રજોહરણ લઈને નૃત્ય કરવા માંડ્યું અને તુરત તે ધનગિરિજીના ખોળામાં જઈ બેઠા. પછી સુનંદાએ પણ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. વજસ્વામી બાળપણામાં જ અગ્યારે અંગ શીખી ગયા; એક વખતે વજસ્વામીના મિત્ર જૈભક દેવોએ તેમનું સત્વ જોઈને ખુશ થઈ વૈક્રિય લબ્ધિ તથા આકાશગામિની વિદ્યા આપી. પછી તેમણે શ્રી ભદ્રગુણાચાર્યજી પાસેથી દશ પૂર્વોનો અભ્યાસ કર્યો; કેટલાક સમય પછી સિહગિરિજી મહારાજ તેમને પોતાની પાટે સ્થાપીને સ્વર્ગે ગયા. હવે પાટલીપુત્ર નગરમાં ધન નામના એક ધનાઢ્ય શેઠની રૂકમિણી નામે મહા સ્વરૂપવાન પુત્રી હતી. એક વખતે તેણીએ કેટલીક સાધ્વીઓના મુખથી વજસ્વામીજીની ઘણી જ પ્રશંસા સાંભળી; તેથી તે મુગ્ધાએ એવી પ્રતિજ્ઞા કરી કે, મારે વજસ્વામીજીને જ પરણવું. ત્યારે તે સાધ્વીઓએ તેણીને કહ્યું કે, અરે રુક્મિણી! વજસ્વામીજીએ તો દીક્ષા લીધી છે, ત્યારે રુક્મિણીએ કહ્યું કે જો એમ છે તો હું પણ દીક્ષા લઈશ. એવામાં વજસ્વામીજી પણ વિહાર કરતા ત્યાં આવ્યા. ત્યારે પુત્રીના આગ્રહથી રુક્મિણીના પિતા રૂક્મિણીને તથા ક્રોડો સોનામહોરને સાથે લઈને વજસ્વામીજી પાસે આવ્યો, અને કહ્યું કે, આ મારી પુત્રી હઠ લઈને બેઠેલી છે, માટે તેને આપ પરણો. અને આ ક્રોડ સોનામહોરો પણ આપ ગ્રહણ કરો. ત્યારે વજસ્વામીજીએ જરા હસીને કહ્યું કે, આ સંસારના વિષયો તો ઝેર સમાન છે, માટે જો તમારી પુત્રીને મારા પર સ્નેહ હોય, તો તે પણ મારી પેઠે દીક્ષા જ ગ્રહણ કરે; એવી રીતે પ્રતિબોધવાથી રુક્મિણીએ પણ વૈરાગ્યથી
Jain Educacion International
For Personal & Private Use Only
www.jainelibrary.org