________________
७४
જૈન ઈતિહાસ નિબુદ્ધિએ આ શું કાર્ય આરંભ્ય છે ! અરે ! મારા જેવો મૂર્ખ આ જગતમાં કોઈ પણ નથી. આ ગ્રંથ ગુરુમહારાજે મારા હાથમાં આપી મને ભવસાગરમાંથી ડુબતો બચાવ્યો છે. વળી આ મહાન ઉપકારી એવા શ્રી હરિભદ્રસૂરિજીએ ખરેખર જાણે મારે માટે જ આ ગ્રંથ બનાવ્યો હોય નહીં તેમ મને તો ભાસે છે. પછી તેમણે નિશ્ચય કર્યો કે, હવે તો જો ગર્ગઋષિજી મહારાજ અહીં તુરત પધારે તો તેમના ચરણોમાં મસ્તક નમાવીને હું તુરત મારાં પાપોની આલોચના લઉં. એટલામાં ત્યાં ગુરુમહારાજ આવી પહોંચવાથી તુરત સિદ્ધસૂરિજી પણ ઊઠીને તેમના ચરણોમાં નમ્યા. અને કહ્યું કે, હે ભગવન્! આ હરિભદ્રીય ગ્રંથરૂપી સૂર્યે મારા મનમાં નિવાસ કરી રહેલા બૌદ્ધ મતરૂપી અંધકારને દૂર કર્યો છે, અને હવે આપ સાહેબ કૃપા કરીને મારાં દુર્ગાનનું મને પ્રાયશ્ચિત્ત આપો. તે સાંભળી ગુરુમહારાજે પણ આનંદના અશ્રુઓ આંખોમાં લાવી કહ્યું કે, હે વત્સ! હવે તું ખેદ કર નહીં, કેમ કે આ જગતમાં ધૂર્તાના વચનોથી બુદ્ધિવાનો પણ ઠગાય છે; એમ કહી ગુરુમહારાજે તેમને પ્રાયશ્ચિત્ત આપ્યું. તથા છેવટે તેમને પોતાની પાટે સ્થાપ્યા, ત્યારબાદ ગર્ગઋષિજી અનશન કરી સ્વર્ગે ગયા; સિદ્ધસૂરિજી મહારાજ પણ જૈન શાસનની ઉન્નતિ કરીને લગભગ વિક્રમ સંવત ૧૯૨ માં સ્વર્ગે ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org