________________
પ્રકરણ - ૯
વિક્રમ સંવત ૨૦૦ થી ૯૦૦ (દેલામહત્તર, દુર્ગવામી, રવિપ્રભસૂરિ, જિનભદ્રમણિક્ષમાશ્રમણ, બપ્પભટ્ટસૂરિ તથા આમરાજા, શિલગુણસૂરિ, વનરાજ ચાવડો,
અણહિલ્લપુર પાટણની સ્થાપના)
દેલામહત્તર, વિક્રમ સંવત ૬૦૦ આ મહાન્ આચાર્ય સૂરાચાર્યજીના શિષ્ય તથા દુર્ગસ્વામીના ગુરુ હતા, તેમને માટે સિદ્ધર્ષિમહારાજ પોતાના ઉપમિતિભવપ્રપંચમાં જણાવે છે કે, તે નિવૃત્તિ કુળમાં ઉત્પન્ન થયેલા તથા જ્યોતિ શાસ્ત્રના પારંગામી હતા; તથા તેમણે લાટ દેશમાં વિહાર કરી ઘણા જીવોને પ્રતિબોધ્યા હતા. તે દલામહત્તર નામના મહાન આચાર્ય લગભગ વિક્રમ સંવત ૬૦૦ માં વિદ્યમાન હતા.
દુર્ગવામી, વિક્રમ સંવત ૬૦૦ . આ દુર્ગસ્વામી નામના આચાર્ય સિદ્ધષિમહારાજના ગુરુભાઈ દેલા મહત્તરજીના શિષ્ય હતા; તેમણે વૈરાગ્યથી ઘણું દ્રવ્ય તથા સ્ત્રીઓને તજીને દીક્ષા લીધી હતી; ભિલ્લમાલ નામે નગરમાં તેઓ સ્વર્ગે ગયા હતા. સિદ્ધર્ષિજી મહારાજે બનાવેલા ઉપમિતિભવપ્રપંચની પહેલી પ્રતિ આ દુર્ગસ્વામિજીની શિષ્યા ગણાએ લખી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org