________________
૭૬
જૈન ઈતિહાસ
રવિપ્રભસૂરિ, વિક્રમ સંવત ૭૦૦
શ્રી મહાવીર પ્રભુથી ત્રીસમી પાટે આ મહાન પ્રભાવિક રવિપ્રભસૂરિ નામે આચાર્ય થયા, તેમણે વિક્રમ સંવત ૭૦૦ મા નાડોલ નગરમાં શ્રી નેમિનાથજીના જિનમંદિરની પ્રતિષ્ઠા કરેલી છે.
શિલગુણસૂરિ, વનરાજ ચાવડો, અણહિલ્લપુર પાટણની સ્થાપના (વિક્રમ સંવત ૮૦૨)
ગુજરાત દેશમાં આવેલા પંચાસર નગરમાં જયશિખર નામે રાજા રાજ્ય કરતો હતો; તે ઘણો નીતિવાન તથા દયાળુ હોવાથી તેની કીર્તિ દેશોદેશમાં વિસ્તાર પામી હતી; તે વખતે દક્ષિણ દેશમાં આવેલા કલ્યાણ નામના નગરમાં ભુવડ નામે રાજા રાજ્ય કરતો હતો; તેણે જયશિખરની ઘણી કીર્તિ સાંભળી, તેથી તેના મનમાં ઇર્ષા આવી. પછી તેણે પોતાનું લશ્કર એકઠું કરી ગુજરાતમાં આવી જયશિખરની રાજધાની પંચાસર નગરને ઘેરો ઘાલ્યો; જયશિખર રાજા ઘણી જ બહાદુરીથી તેના સામે લડ્યો, પરંતુ અંતે લડાઈમાં તે ઘાયલ થઈ મૃત્ય પામ્યો. તે વખતે જયશિખરનો સાળો સુરપાળ પોતાની ગર્ભવતી બહેન રૂપસુંદરીને ગર્ભના બચાવ માટે લેઈને વનમાં નાસી ગયો. ત્યાં તેણીએ એક મહાસ્વરૂપવાન પુત્રને જન્મ આપ્યો, તથા તે પુત્રનું વનરાજ નામ રાખવામાં આવ્યું. તે સમયે વઢીયાર દેશમાં (શીલાંગાચાર્ય) શીલગુણસૂરિ નામે એક મહાપ્રભાવિક જૈન આચાર્ય વિચરતા હતા; એક વખતે તેઓ દેહચિંતા માટે વનમાં ગયા, ત્યાં એક ઝાડ સાથે એક ઝોળીને લટકતી જોઈ, તેમાં નજર કરી તો જણાયું કે, એક મહાસ્વરૂપવાન તેજસ્વી અને શુભ રાજ્યલક્ષણવાળો બાળક સૂતેલો છે, તેમ તે વૃક્ષની છાયા પણ તેના પરથી ખસતી નથી; તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org