________________
જૈન ઈતિહાસ
જોઈ આચાર્યજીએ વિચાર્યું કે, ખરેખર આ બાળક કોઈક મહાન પુરુષ થવાનો લાગે છે, અને મોટો ભાગ્યશાળી છે. એટલામાં ત્યાં પાસે જ ઝાડીમાં રહેલી તે બાળકની માતા રૂપસુંદરીએ આવી આચાર્યજીને નમન કર્યું; ત્યારે આચાર્જીએ તેણીને પોતાનો વૃત્તાંત કહેવાનું કહેતાં તેણીએ કહ્યું કે, હે ભગવન ! આ બાળકના પિતા અને મારા સ્વામી આ ગુર્જર ભૂમિના રાજા હતા; પરંતુ તેને ભુવડ રાજાએ મારી નાખ્યો છે. હું ગર્ભવતી હતી, તેથી ત્યાંથી નાસીને અહીં આ વનમાં આવી રહેલી છું, અને અહીંયા આ પુત્રને મેં જન્મ આપેલો છે; તેમજ અહીં ફળફૂલ ખાઈ હું મારી આજીવિકા ચલાવું છું. તે સાંભળી ગુરુમહારાજે તેણીને ધીરજ આપી કહ્યું કે, હે રાણી ! તમે કંઈ પણ ફીકર ચિંતા કરો નહીં; આ તમારો પુત્ર ગુજરાતનો રાજા થશે, અને ઘણાં ઉત્તમ ધર્મનાં કાર્યો ક૨શે. તે સાંભળી રૂપસુંદરી રાણીને ઘણો જ હર્ષ થયો. પછી ગુરુમહારાજે ઉપાશ્રયે આવી શ્રાવક લોકોને તે વૃત્તાંતથી વાકેફ કર્યો, અને કહ્યું કે, તમે તે બાળકને તેની માતા સહિત અહીં લાવો. તે બાળક આ ગુજરાત દેશનો રાજા થશે. તે સાંભળી ખુશ થયેલા શ્રાવકો વનમાં જઈ, વનરાજ સહિત રૂપસુંદરીને તેડી લાવ્યા; તથા તેઓનું પાલનપોષણ કરવા લાગ્યા. અનુક્રમે જ્યારે તે વનરાજ મોટો થયો ત્યારે રમત રમતી વેળાએ ગામના બીજા બાળકોને તે મારવા લાગ્યો, તે જોઈ ગામના લોકોએ તેની માતાને કહ્યું કે, હવે તમે અહીંથી ચાલ્યાં જાઓ; તે સાંભળી રૂપસુંદરી રાણી પણ પોતાના પુત્ર વનરાજને સાથે લઈને જ્યાં પોતાનો ભાઈ સુરપાળ રહેતો હતો ત્યાં ગઈ; તે વખતે તે સુરપાળ ભુવડના દેશમાં લુંટફાટ કરી પોતાની આજીવિકા ચલાવતો હતો; તેથી વનરાજ પણ પોતાના મામાને તે લુંટફાટના કામમાં મદદ કરવા લાગ્યો. એક વખતે તે વનરાજ કેટલીક લુંટ કરીને આવ્યા બાદ વનમાં ભોજન કરવા બેઠો, પરંતુ તે સમયે ભોજન માટે ઘી નહીં હોવાથી તેણે પોતાના માણસોને ઘી શોધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org