________________
૭૮
જૈન ઈતિહાસ લાવવા માટે હુકમ કર્યો; તે માણસોએ પણ તે વખતે ઘીની શોધ માટે ચારે દિશાઓ તરફ જોવા લાગ્યા, એટલામાં તેઓએ એક વટેમાર્ગ વાણીયાને ચાલ્યો જતો જોયો. તે વાણીયાને ખભે ઘીની એક કુડલી લટકાવેલી હતી; તેથી ખુશ થયેલા તે વનરાજના માણસોએ તે વાણીયા પાસે જઈ કહ્યું કે, તું અમને ઘી આપ. ત્યારે વાણીયાએ કહ્યું કે, અરે ! લુચ્ચાઓ! શું તમારા દાદાની સત્તા છે? જાઓ ઘી નહીં મળે; તે સાંભળી ભયભીત થયેલા તે માણસોએ વનરાજ પાસે જઈ તે વૃત્તાંત કહી સંભળાવ્યું, ત્યારે વનરાજે તે વણિકને પોતાની પાસે બોલાવી તેની પાસેથી ઘી માગ્યું; ત્યારે વાણીયાએ બુદ્ધિ ચલાવી વિચાર્યું કે, હવે અહીં ઘી આપ્યા વિના ચાલશે નહીં, કેમ કે હું તો એકલો છું, અને આ લોકો તો ઘણા છે, માટે જો આનાકાની કરીશ તો ઘી પણ જશે, અને માર પણ ખાવો પડશે. એમ વિચારી તે વણિકે વાણીયાગત વાપરી કહ્યું કે, હે મહારાજ આપ તો કોઈ રાજ્યને યોગ્ય જણાઓ છો, છતાં અહીં વનવગડામાં કેમ ભટક્યા કરો છો? વળી આ ઘી પણ આપનું જ છે, માટે સુખેથી જેટલું જોઈએ તેટલું લ્યો. એમ કહી તેણે ઘીની કુડલી ખભેથી ઉતારી વનરાજની પાસે મૂકી. વનરાજે પણ તેની કિંમતથી બમણો માલ તે વણિકને આપી ખુશ કર્યો. પછી તે વણિકે વિચાર્યું કે, આ તો મને ઘણો જ લાભ થયો. પછી વનરાજે પોતાના મનમાં ચિંતવ્યું કે, આ વણિક મહાચતુર માણસ છે, માટે જો તે મારો પ્રધાન થાય, તો હું મારું કાર્ય તુરત સિદ્ધ કરું; એમ વિચારી તેણે તે વણિકને કહ્યું કે, જો તું મારો પ્રધાન થઈને રહે તો તારી બુદ્ધિના બળથી હું પણ મારું પરાક્રમ તને દેખાડી આપું; તે સાંભળી તે બુદ્ધિવાન વણિક પણ તે વાત કબુલ કરી વનરાજની સાથે રહી તેનો પ્રધાન થયો. એવામાં ભુવડના માણસો ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાને આવ્યા હતા, અને તે ખંડણી ઉઘરાવી ચોવીસ લાખ સોનામહોરો તથા ચારસો ઘોડા અને હાથીઓને લઈને તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org