________________
૭૩
જૈન ઈતિહાસ તેઓથી કંઈક પણ અનર્થ થશે, એમ મને ભાસ થાય છે; વળી આ સમયે નિમિત્તથી પણ એમ જણાય છે કે, તું તારાં ઉપાર્જન કરેલાં પુણ્યોનો ત્યાં જઈ નાશ કરીશ. તે છતાં પણ જો તને ત્યાં જવાની જ ઉત્કંઠા હોય તો આ અમારું રજોહરણનું અમોને પાછું સમર્પણ કર અને પાછું તારે ત્યાંથી એક વખત પણ મારી પાસે આવવું એવું તું મને વચન આપ. તે સાંભળી સિદ્ધસૂરિજીએ કહ્યું કે, હે ભગવન્! આપે મારા પર ઘણો જ ઉપકાર કર્યો છે, અને તેથી હું આપનું વચન કદાપિ પણ ઉલ્લંઘન કરીશ નહીં. તે બૌદ્ધોના પ્રમાણ શાસ્ત્રો બહુ દુધ છે, એમ મારા સાંભળવામાં આવ્યું છે, અને તેથી હું ફક્ત મારી બુદ્ધિની પરીક્ષા માટે ત્યાં જાઉં છું. એમ કહી ગુરુમહારાજને નમસ્કાર કરી સિદ્ધસૂરિ મહારાજ વેષ બદલીને તુરત મહાબોધ નામના બુદ્ધોના નગરમાં ગયા. પછી ત્યાં તે મહાબુદ્ધિવાન સિદ્ધર્ષિએ તેમના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને મનમાં ચમત્કાર પામ્યા. બૌદ્ધોએ તેમને ત્યાં એવા પ્રપંચોથી સમજાવ્યા છે, જેથી તેમની શ્રદ્ધા ફેરવાઈને બૌદ્ધ ધર્મ પર લાગી; અને તેથી તેમણે બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી. પછી બૌદ્ધાચાર્યે જયારે તેમને આચાર્ય પદવી આપવા માંડી, ત્યારે તેમણે કહ્યું કે, મેં અહીં આવતા પહેલાં મારા પૂર્વના ગુરુને વચન આપ્યું છે કે, એક વાર હું આપની પાસે આવી જઈશ; પછી તે બૌદ્ધાચાર્યની અનુમતિ લઈ એકદમ ગર્ગઋષિજી પાસે આવ્યા; અને કહ્યું કે, મેં તો બૌદ્ધ દીક્ષા લીધી છે, અને ફક્ત મારી પ્રતિજ્ઞા ખાતર હું આપની પાસે આવેલો છું. તે સાંભળી ગુરુમહારાજે તેમને આસન પર બેસાડી કહ્યું કે, હું જરા બહાર જઈને આવું ત્યાં સુધી તમે આ ગ્રંથ વાંચજો, એમ કહી તેમને શ્રી હરિભદ્રસૂરિજીએ રચેલ ચૈત્યવંદનસૂત્ર પરની લલિતવિસ્તરા નામની ટીકાની પ્રત ગુરુમહારાજે આપી. પછી ગર્ગ ઋષિજી બહાર ગયા બાદ સિદ્ધસૂરિજીએ જેવો તે ગ્રંથ વાંચ્યો કે તુરંત તેમના મનમાં એવો વિચાર ફુરી આવ્યો કે, “અરે ! મેં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org