________________
જૈન ઈતિહાસ મુનિઓને ઉપાશ્રયે ગયેલો જાણીને શુભંકર શેઠ ત્યાં આવી તેને પાછો ઘેર આવવા માટે સમજાવવા લાગ્યા, ત્યારે સિદ્ધ કહ્યું કે, “હે પિતા!. હવે તો મારું મન વૈરાગ્યયુક્ત થયું છે. અને તેથી હું તો જૈન દીક્ષા લઈશ. વળી મારી માતાજીનું વચન તો મને આ સંસાર સાગરથી તારનારું થયું છે. તેથી હું તેમનો પણ મહાન ઉપકાર માનું છું.' સાંભળી શુભંકર શેઠે તેને કહ્યું કે, હે પુત્ર! તું ઘેર આવી તારી ઇચ્છા પ્રમાણે વરત, તું અમારો એકનો એક જ પુત્ર છે, અને તેથી અમારો સર્વ આધાર તારા પર છે, એવી રીતે શુભંકર શેઠે ઘણું સમજાવ્યા છતાં : પણ તેણે માન્યું નહીં; અને ઉલટી પોતાના પિતાજીને તેણે નમ્રતાપૂર્વક અરજ કરી કે, હે પિતાજી ! તમો ખુશ થઈ કહો કે, તે મને દીક્ષા આપે. પછી એવી રીતનો તે સિદ્ધનો આગ્રહ જોઈ શુભંકરે પણ તેમ કરવાની આજ્ઞા આપવાથી આચાર્ય મહારાજે તેમનું સિદ્ધસૂરિ નામ પાડીને તેમને દીક્ષા આપી. પછી ગુરુ મહારાજે સિદ્ધસૂરિજીને પોતાના ગચ્છનું વર્ણન કરી બતાવ્યું કે, પૂર્વે મહાપ્રભાવિક શ્રીવજસ્વામિજી મહારાજ થયેલા છે; તેમના શિષ્ય શ્રીવજસેનસૂરિજીના નાગેન્દ્ર, નિવૃત્તિ, ચંદ્ર અને વિદ્યાધર નામના શિષ્યો થયા; તે નિવૃત્તિના ગચ્છમાં મહા બુદ્ધિવાન શ્રીસૂરાચાર્ય થયા છે, અને તેમના શિષ્ય જે ગર્ગઋષિ, તે હું તારો દીક્ષા ગુરુ છું. અનુક્રમે શ્રીસિદ્ધસૂરિજી મહારાજ સર્વ શાસ્ત્રોમાં પારંગામી થયા; ત્યારબાદ તેમણે ધર્મદાસગણીજીએ રચેલી ઉપદેશમાળા પર મોટી ટીકા રચી; તથા ઉપમિતિભવ પ્રપંચકથા નામનો અતિ અદ્દભુત ગ્રંથ રો. એક દહાડો શ્રી સિદ્ધસૂરિજીએ ગુરુ મહારાજને વિનંતી કરી કે, હે ભગવન્! હવે મને બૌદ્ધોનો પ્રમાણ શાસ્ત્રો જોવાની ઇચ્છા થાય છે; માટે તેમની પાસે જઈ હું તેમનાં શાસ્ત્રોનો પણ અભ્યાસ કરું. તે સાંભળી ગર્ગઋષિજીએ કહ્યું કે, તે લોકો એવા તો પ્રપંચી છે કે, હેત્વાભાસોથી માણસોના હૃદયને પીગળાવી નાખે છે, અને તેથી તને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org