________________
જૈન ઈતિહાસ
૧૨૧
માટે જો આપની આજ્ઞા હોય તો અમે પણ તેઓને દ્રવ્ય આપી આપણા પક્ષમાં ખેંચી લઈએ; ત્યારે દેવસૂરિજીએ કહ્યું.કે, એવી રીતે ફોકટ દ્રવ્યનો વ્યય કરવાની કંઈ જરૂર નથી, કેમ કે વિદ્યાના પ્રબળથી જય મેળવવો, તે જ શ્રેષ્ઠ છે; અને અમારી પણ તેવી જ આકાંક્ષા છે. પછી ત્યાં કુમુદચંદ્ર ધર્મવાદ માટે જાહેર ખબર ચોડાવી, અને તે માટે દિવસ પણ મુક૨૨ થયો; ત્યારે રાજાએ ગાંગિલ કારભારીને તેઓની જુબાનીઓ લખી લેવાનો હુકમ કર્યો, પરંતુ ગાંગિલ દિગંબરીઓનો પક્ષકાર હોવાથી તેણે પ્રતિવાદીની જુબાની લખી નહીં. પછી જ્યારે રાજાએ તે ધર્મસંવાદના કેસ માટે ગાંગિલને પૂછ્યું ત્યારે તેણે એવી રીતનો ઉત્તર આપ્યો કે, હે રાજનૢ આ લોકોના સંવાદમાં કંઈ પણ સાર જેવું નથી તેથી મેં તેઓની જુબાની લખી નથી. તે સાંભળી તે ન્યાયી રાજાને મનમાં ઘણો ગુસ્સો થયો, અને ફરીને પોતાની સન્મુખ તેઓની જુબાની લખવાને તેને હુકમ કર્યો, અને તેમાં એવી શરત કરી કે જો દિગંબરો હારે તો તેઓ દેશપાર થાય, અને જો શ્વેતાંબરો હારે તો તેઓ દેશપાર થાય. એવી રીતની પ્રતિજ્ઞા કરીને વિક્રમ સંવત ૧૧૮૧ ના વૈશાખ સુદી પૂનમને દિવસે તે બંને પક્ષકારોને રાજાએ પોતાની સભામાં બોલાવ્યા. ત્યારે કુમુદચંદ્રે છત્રચામર આદિ મોટા આડંબર સહિત સભામાં પ્રવેશ કર્યો, તથા પ્રતિહારે મૂકેલાં આસન પર બેસી બોલવા લાગ્યો કે, અરે ! હજુ શું મારા ભયથી શ્વેતાંબર ભિક્ષુક આવ્યો નથી ? એવામાં દેવસૂરિજી મહારાજ પણ ત્યાં પધાર્યા, અને ત્યાં થયેલા ધર્મસંવાદમાં તેમણે સ્રીમોક્ષના અધિકાર આદિમાં મરૂદેવા આદિના દૃષ્ટાંતથી કુમુદચંદ્રનો પરાજય કર્યો. ત્યારે મહારાજા સિદ્ધરાજે પણ ખુશ થઈને દેવસૂરિજી મહારાજને જયપત્ર આપ્યો, તથા તે જ સમયે શાસનદેવીએ પણ ત્યાં પ્રત્યક્ષ થઈને સભાજનોના દેખતાં જ દેવસૂરિજીને તથા મહારાજા સિદ્ધરાજને આશિષ આપી, અને કુમુદચંદ્રના લલાટમાં મષીનું તિલક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org