________________
૧૨૨
જૈન ઈતિહાસ કર્યું– વળી તે સમયે મહારાજા સિદ્ધરાજે તુષ્ટિદાન તરીકે દેવસૂરિજી મહારાજને એક લાખ સોનામહોરો દેવા માંડી, પરંતુ તે નિઃસ્પૃહી મુનિરાજે તે સ્વીકારી નહીં. પછી રાજાએ મોટા આંડબરથી દેવસૂરિજી મહારાજને તેમના ઉપાશ્રયે પ્રવેશ કરાવ્યો. હવે પ્રભાતે સર્વ સાધુઓ જ્યારે પડિલેહણ કરવા લાગ્યા ત્યારે તેઓએ પોતાની ઉપાધિઓને ઉંદરોથી કરડાયેલી જોઈ, ત્યારે આચાર્યજીએ વિચાર્યું કે, આ દિગંબરો મંત્રપ્રયોગથી મને પણ પોતાની તુલ્ય કરવાને ઇચ્છતા લાગે છે; માટે આ તેના પ્રયોગનો ઈલાજ કરવો. એમ વિચારી તેમણે સૌવીરથી ભરેલો એક કુંભ મગાવી મંત્રપ્રયોગથી તે કુંભનું મુખ બંધ કર્યું. પછી પા પહોર દિવસ વીત્યા બાદ તે દિગંબરોના શ્રાવકો દેવસૂરિજી પાસે આવી નમસ્કાર કરીને કરગરવા લાગ્યા કે, હે સ્વામી ! આપ અમારા ગુરુને મુક્ત કરો. પરંતુ આચાર્યજીએ તેમને કહ્યું, કે અમે તે સંબંધમાં કંઈ જાણતા નથી, એમ કહી તેઓને પાછા વાળ્યા. પછી જ્યારે અર્થો પહોર થયો, ત્યારે તે દિગંબરાચાર્ય પોતે દેવસૂરિજી પાસે આવી કરગરવા લાગ્યા કે, હે સ્વામી ! અમારો અપરાધ આપ માફ કરો. તથા અમારા શ્વાસોશ્વાસના નિરોધથી અમોને મુક્ત કરો. કેમ કે નહીંતર ખરેખર અમારું મૃત્યુ થશે. એવી રીતનાં તેનાં દીન વચનો સાંભળીને દેવસૂરિજીએ તેમને કહ્યું કે, તમે સઘળા તમારા પરિવાર સહિત મારા ઉપાશ્રયથી બહાર જાઓ. પછી આચાર્યજીની તે આજ્ઞાને મસ્તક પર ચડાવી કુમુદચંદ્ર પોતાના પરિવાર સહિત ઉપાશ્રયની બહાર ગયો. ત્યાર બાદ આ આચાર્યજીએ તે સૌવીર કુંભનું મુખ છોડ્યાથી જે દિગંબરોનાં ઉદરો વાયુથી ફુલી ગયાં હતાં, તે નરમ પડ્યાં, તથા તેઓ પોતાને સ્થાનકે ગયા. પછી કુમુદચંદ્ર તો આવી રીતના પોતાના પરાભવને જોઈ શોકથી જ પ્રાણનો ત્યાગ કર્યો. આ ધર્મવાદ સમયે ત્યાં પ્રસિદ્ધ હેમચંદ્રાચાર્યજી પણ સિદ્ધરાજની સભામાં વિદ્યમાન હતા.
Jain Education International
For Personal & Private Use Only
..
www.jainelibrary.org