________________
જૈન ઈતિહાસ
૧૨૩ હવે મહારાજા સિદ્ધરાજે તુષ્ટિદાન તરીકે દેવસૂરિજીને આપવા માંડેલું તે દ્રવ્ય તેમણે નહીં ગ્રહણ કરવાથી તે દ્રવ્યનો જિનમંદિર બંધાવવામાં ઉપયોગ કર્યો, તથા તે મંદિરમાં વિક્રમ સંવત ૧૧૮૩ ના વૈશાખ સુદી ૧૨ ને દિવસે શ્રી ઋષભદેવજી પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. એવી રીતે આ શ્રી દેવસૂરિજી મહારાજે જૈનશાસનની ઘણી જ પ્રભાવના કરેલી છે. તેમણે સ્યાદ્વાદ રત્નાકર નામનો અતિ અદ્ભુત ગ્રંથ રચ્યો છે. એવી રીતે આ શ્રી દેવસૂરિજી મહારાજ પોતાનું ત્રાંસી વર્ષનું આયુ સંપૂર્ણ કરીને વિક્રમ સંવત ૧૨૨૬ના શ્રાવણ વદ ૭ ને ગુરુવારે દેવલોક પધાર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org