________________
પ્રકરણ - ૧૬
જીવદેવસૂરિ (વિક્રમ સંવત ૧૨૦૦ થી ૧૨૦૯) ગુજરાત દેશમાં એક વાયટ નામે બ્રાહ્મણોના ભોગવટાનું ગામ હતું, તે ગામમાં રહેનારા બ્રાહ્મણો તથા વણિકો વાયડા' નામથી પ્રસિદ્ધ હતા. તે ગામમાં ધર્મદેવ નામના એક શેઠની શીળવતી નામની સ્ત્રીની કુક્ષિએ મહીધર અને મહીપાળ નામના બે પુત્રોનો : જન્મ થયો હતો. તેઓમાંથી મહીપાળ કર્મયોગે દેશાંતરમાં ભ્રમણ કરવા લાગ્યો; અને પોતાના ભાઈ મહીપાળના વિયોગથી મહીધરને પણ વૈરાગ્ય થયો. હવે તે જ વાયટ ગામમાં સંસાર સમુદ્રથી તારનારા અને જંગમ તીર્થ સમાન મહાપ્રભાવિત જિનદત્તસૂરિ નામે આચાર્ય વસતા હતા. એક દહાડો તે મહીધરે તેમની પાસે જઈ પોતાને દીક્ષા આપવાની આચાર્ય મહારાજ પાસે માગણી કરી, ત્યારે ગુરુ મહારાજે તેને યોગ્ય જાણીને તેના માતાપિતાની અનુજ્ઞા લઈ તેને દીક્ષા આપી. પછી તે મહીધર મુનિ પંચમહાવ્રત પાળતા સર્વ શાસ્ત્રોનો પારંગામી થયા; તેથી ગુરુ મહારાજ તેમનું ક્રમાગત રાસિલ્યસૂરિ નામ પાડીને તથા તેમને પોતાની ગાદીએ સ્થાપીને પોતે પરલોક સંબંધી કાર્ય સાધવા લાગ્યા. હવે તે રાસિલસૂરિજીનો બીજો ભાઈ મહીપાળ ભ્રમણ કરતો રાજગૃહિ નગરીમાં નિવાસ કરી રહેલા દિગંબર મતના શ્રુતકીર્તિ નામના આચાર્યજી પાસે જઈ ચડ્યો. તે આચાર્યે તેને પ્રતિબોધીને દિગંબરી દીક્ષા આપી; તથા તેમનું સુવર્ણકીર્તિ નામ રાખ્યું. છેવટે શ્રુતકીર્તિ આચાર્યે તેમને યોગ્ય જાણી પોતાની પાટે સ્થાપીને ધરણેન્ડે આપેલી અપ્રતિચક્રો નામની વિદ્યા તથા પરકાયપ્રવેશ નામની વિદ્યા આપી. હવે તેમની માતા શીળવતી પોતાનો સ્વામી પરલોક ગયા બાદ પોતાના પુત્ર સુવર્ણકીર્તિને મળવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org