________________
પ્રકરણ - ૨૪
વિક્રમ સંવત ૧૫૫૧ થી ૧૫૦ (હેમવિમલસૂરિ, કડવા મતની ઉત્પત્તિ, બીજ મતની ઉત્પત્તિ, પાશ્ચંદ્ર મતની ઉત્પત્તિ, આનંદવિમલસૂરિ,
મહોપાધ્યાસા વિધાસાગરગણિ, વિજયદાનસૂરિ, શ્રીહીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, વેખડખ, પરમાનંદ)
| હેમવિમલસૂરિ, વિક્રમ સંવત ૧૫૦
શ્રી મહાવીરપ્રભુ પછી પંચાવનમી પાટે શ્રી હેમવિમલસૂરિ થયા, તેમના સમયમાં સાધુઓનો આચાર શિથિલ થયો હતો; પરંતુ તેમના ઉપદેશથી ઘણા સાધુઓએ શિથિલાચારનો ત્યાગ કરીને શુદ્ધ આચાર પાળવા માંડ્યા. તેમ કેટલાક લેખકોએ પણ તેમના ઉપદેશથી લંપકમતને છોડીને શુદ્ધ સાધુપણું અંગીકાર કર્યું.
કડવા મતની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૫૨ શ્રી હેમવિમલસૂરિજીના સમયમાં કડવા નામના એક વણિકે કડવા મત કાઢ્યો. તેનો વિચાર એવો હતો કે પ્રતિક્રમણ આદિમાં ચાર થોઈ ન કહેવી, ફક્ત ત્રણ થોઈઓ જ કહેવી. તેમ તેનું માનવું વળી એવું પણ હતું કે, આ કાળમાં કોઈ પણ શુદ્ધ આચાર પાળનાર 'સાધુ નથી. : "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org