SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ _જૈન ઈતિહાસ બીજ મતની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૫૦૦ બીજ નામનો માણસ એક ગુનાક નામના વેષધરનો અજ્ઞાની શિષ્ય હતો. એક વખતે તે મેવાડમાં ગયો, અને ત્યાં તેણે પોતાનો એવો મત ચલાવ્યો કે, પૂનમની પાખી કરવી, તથા પંચમીને દિવસે પર્યુષણાપર્વ (સંવત્સરી) કરવી. ત્યાં બીજા સાધુઓનો વિહાર ઓછો થવાથી લોકો તેના રાગી થયા, અને તેના ઉપદેશ મુજબ ચાલવા લાગ્યા. આવી રીતે આ બીજ મતની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૫૭૦ માં થઈ છે. પાશ્ચંદ્ર મતની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૫૦૨ પાશ્ચંદ્ર મતની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૫૭૨ માં થયેલી છે; પાશ્ચંદ્ર નામના તપાગચ્છની નાગપુરીય શાખાના એક ઉપાધ્યાય હતા; તેમને પોતાના ગુરુ સાથે કંઈક તકરાર થવાથી તેમણે પોતાનો એક નવો જ ગચ્છ સ્થાપવાનો પ્રયત્ન કર્યો કે જે ગચ્છ પાછળથી તેમના જ નામથી પાશ્ચંદ્રગચ્છને નામે ઓળખાવા લાગ્યો. તેણે કેટલીક તપગચ્છની અને કેટલીક લુપકોની ક્રિયાઓ અંગીકાર કરી; તથા વિધિવાદ, ચરિતાનુવાદ અને યથાસ્થિતવાદનો ઉપદેશ આપ્યો. તે પાશ્ચંદ્રગચ્છવાળાઓ નિયુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણઓ તથા છેદ ગ્રંથોને માનતા નથી. આનંદવિમલસૂરિ, વિક્રમ સંવત ૧૫૦૫ શ્રી હેમવિમલસૂરિજીની પાટે શ્રી આનંદવિમલસૂરિ થયા. તેમના સમયમાં જિનપ્રતિમાનું ઉત્થાપન કરનારા લુપકોનું જોર ઘણું વધવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy