________________
જૈન ઈતિહાસ
૧૭૧ માંડ્યું, તે જોઈ ભવ્યજનો પર દયાદષ્ટિ લાવીને ગુરુની આજ્ઞાથી કેટલાક સંવેગી સાધુઓને સાથે લઈને જગા જગા પર ઉપદેશ દેઈ ઘણા લોકોનો તે કુમતરૂપી અંધકારમાંથી તેમણે ઉદ્ધાર કર્યો, તથા ઘણા ધનવાનોને વૈરાગ્ય પમાડી શુદ્ધ દીક્ષાઓ આપી. તેમના સમયમાં તૂણસિંહ નામે એક મહાધનવાન શ્રાવક હતો; કે જેને બાદશાહે મોટો ઇલકાબ તથા બેસવાને પાલખી આપી હતી. તેણે શ્રી આનંદવિમલસૂરિજીને વિનંતી કરી કે, સોરઠ દેશમાં લુપકોનું જોર વધતું જાય છે, માટે અહીં પધારીને ભવ્યજનોનો ઉદ્ધાર કરો. ત્યારે આચાર્યજીએ ત્યાં પધારી બાદશાહની સભામાં વાદમાં તે લુપકોને હરાવી તેમને દેશપાર કર્યા. વળી અગાઉ શ્રી સોમપ્રભસૂરિજીએ જેસલમેર આદિ મારવાડનાં શહેરોમાં જળની તંગીને લીધે સાધુઓનો જે વિહાર બંધ કરાવ્યો હતો, તે વિહાર શ્રી આનંદવિમલસૂરિજીએ પાછો શરૂ કરાવ્યો, કે જેથી ત્યાં લુપકોનું જોર ચાલ્યું નહીં.
પર
મહોપાધ્યાય શ્રી વિદ્યાસાગરગણિજી
(વિક્રમ સંવત ૧૫૮૫) મહોપાધ્યાય શ્રી વિદ્યાસાગરગણિજીએ જેસલમેરમાં ખરતરો સાથે વાત કરી તેમને હરાવ્યા, તથા મેવાડમાં લુપકોને તથા બીજમતીઓને હરાવી ત્યાંથી દેશપાર કર્યા. વિરમગામમાં તેમણે પાશ્ચંદ્રની સાથે વાદ કરી તેને હરાવ્યા, તથા તેમણે માળવામાં ઘણા માણસોને પ્રતિબોધીને જૈની કર્યા. તે હંમેશાં છઠનો તપ કરતા, તથા પારણે આયંબીલ કરતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org