________________
પ્રકરણ - ૧૦
વિક્રમ સંવત ૧૨૨૨ થી ૧૨૦૬ (વાભામંત્રી, સાઈપુર્ણમીયક ગચ્છની ઉત્પત્તિ,
આગામિકગચ્છની ઉત્પત્તિ, તપાગચ્છનું બિરુદ, જગશ્ચંદ્રસૂરિ, ૨નપ્રભસૂરિ, પદ્યદેવસૂરિ, માણિક્યચંદ્રસૂરિ,
જિનપતિસૂરિ ધર્મઘોષસૂરિ, અમરચંદ્રસૂરિ)
વાભટ્ટ મંત્રી (વિક્રમ સંવત ૧૨૨૨) કુમારપાળ રાજાનો એક ઉદય નામે મંત્રી હતો, તેને વાભટ્ટ નામે પુત્ર હતો; તે જૈન ધર્મ પર ઘણી જ શ્રદ્ધા રાખતો હતો; તેમણે હેમચંદ્રસૂરિ મહારાજના ઉપદેશથી વિક્રમ સંવત ૧૨૨૨માં સાડા ત્રણ ક્રોડ રૂપિયા ખર્ચીને શત્રુંજય તીર્થનો ચૌદમો ઉદ્ધાર કરાવ્યો.
સાઈપૂર્ણમીચક ગચ્છની ઉત્પત્તિ (વિક્રમ સંવત ૧૨૩૬)
આ સાઈપૂર્ણમયક ગચ્છની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૨૩૬ માં થયેલી છે. તેને લગતી હકીક્ત એવી છે કે, એક વખતે કુમારપાળ રાજાએ હેમચંદ્રાચાર્યજીને પૂછ્યું કે, પૂનમીયા ગચ્છવાળા જૈનોના આગમ પ્રમાણે ચાલે છે કે નહીં? તે માટે આપણે તેમની પાસેથી ખુલાસો માગવો છે; માટે તે ગચ્છના આચાર્યને મારી પાસે બોલાવી લાવવા. તે સાંભળી હેમચંદ્રસૂરિ મહારાજ તે પૂનમીયા ગચ્છના આચાર્યને કુમારપાળ રાજાની પાસે બોલાવી લાવ્યા; ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org