________________
૧૩૨
જૈન ઈતિહાસ કુમારપાળ રાજાએ તે પૂનમીયા ગચ્છના આચાર્યજીને જૈન આગમોના સંબંધમાં કેટલાક સવાલો પૂછ્યા; પરંતુ તેમણે તેના આડાઅવળા ઉત્તરો આપ્યા; તે સાંભળી કુમારપાળ રાજાએ તે પૂનમીયા ગચ્છાવાળાઓને પોતાના અઢારે દેશોમાંથી હાંકી કાઢ્યા. પછી કુમારપાળ રાજા અને હેમચંદ્રાચાર્યજીના સ્વર્ગગમન બાદ તે પૂનમીયાગચ્છના સુમતિસિંહ નામના આચાર્ય પાછા અણહિલ્લપુરપાટણમાં આવ્યા ત્યારે તેમને કોઈએ પૂછ્યું કે તમે કયા ગચ્છના છો? ત્યારે તેમણે કહ્યું કે, અમે સાઈપૂર્ણમયક ગચ્છના આચાર્ય છીએ. એવી રીતે તે સુમતિસિંહ આચાર્યના વંશજો સાઈપૂર્ણમયક ગચ્છવાળા કહેવાવા લાગ્યા. તે સાઈપૂર્ણમયક ગચ્છવાળાઓનો એવો મત છે કે, જિનેશ્વરપ્રભુની મૂર્તિઓ પાસે ફળ મૂકીને પૂજા કરવી નહીં. એવી રીતે તે સાઈપૂર્ણમીયક ગચ્છની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૨૩૬ માં થઈ છે.
આગમિક ગચ્છની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૨૫૦ આગમિકો અથવા ત્રણ થોઈવાળાઓની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૨૫૦ માં થયેલી છે; તેની હકીકત એવી છે કે, પૂનમીયા ગચ્છમાં શીલગણસૂરિ અને દેવભદ્રસૂરિ નામના આચાર્યો હતા. કંઈક કારણથી તેઓ બંને પૂનમીયા ગચ્છને છોડીને અંચલિક ગચ્છમાં દાખલ થયા, તથા પાછળથી તેઓએ તે અંચલિક ગચ્છને પણ છોડીને પોતાનો એક નવો પંથ ચલાવ્યો. અને તેમ કરી તેઓએ નક્કી કર્યું કે, આપણે ક્ષેત્રદેવતાની ચોથી કોઈ પ્રતિક્રમણ આદિમાં કહેવી નહીં. એવી રીતે આ આગમિક ગચ્છની અથવા ત્રણ થઈવાળાઓની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૨૫૦ માં થઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org