________________
જૈન ઈતિહાસ આચાર્યજીનું મુખ ખુલ્લું કર્યું, ત્યારે કપાળને ચૂર્ણિત કરેલું જોઈને તે યોગી પોતાના હાથ ઘસી કહેવા લાગ્યો કે, મહાપુરુષનાં લક્ષણોને સૂચવનારું ફક્ત એક જ ટુકડાવાળું કપાળ વિક્રમરાજાનું, તથા મારા ગુરુનું તથા આ શ્રી જીવદેવસૂરિજીનું હતું, પરંતુ મને નિર્ભાગીને તે ક્યાંથી મળે? હવે મારે આવા મહાન પુરુષના અગ્નિસંસ્કારમાં ભાગ લેવો જોઈએ, એમ વિચારી આકાશમાર્ગે મલયાચલ પર જઈ, ત્યાંથી ચંદન આદિ કાછો લાવી તેની ચિતા બનાવી તેણે આચાર્યજીના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો. એવી રીતે આ શ્રી જીવદેવસૂરિજી ચમત્કારિક વિદ્યામાં પારંગામી થયેલા છે, તથા તેમના વંશમાં થતા આચાર્યો આજે પણ પ્રભાવિક જોવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org