________________
જૈન ઈતિહાસ
૧૨૯ ઉપર ઈષ્ય લાવીને હંમેશાં જૈનમુનિઓને ઉપદ્રવ કરો છો, તો આજથી તમે એવું લખત કરી આપો કે, આ નગરમાં જૈન લોકો પોતાની ઇચ્છા મુજબ જ્યારે પણ કંઈ ઉત્સવાદિ કરે ત્યારે તેમને તમારે કંઈ પણ ઉપદ્રવ કરવો નહીં, તથા જ્યારે જૈનના નવા આચાર્ય ગાદી પર બેસે ત્યારે તમારે તેમને સુવર્ણની યજ્ઞોપવીત પહેરાવીને બ્રહ્મમંદિરમાં તેમનું સ્નાત્ર કરવું. પછી તે સર્વ બાબતો જ્યારે બ્રાહ્મણોએ કબુલ કરી ત્યારે લલ્લુ શેઠની વિનંતીથી આચાર્યજીએ પરકાયપ્રવેશ વિદ્યાના બળથી તે ગાયને તેમાંથી જીવતી બહાર કાઢી; ત્યારે બ્રાહ્મણોએ પણ જય જય શબ્દપૂર્વક આચાર્યજીને વધાવી લીધા. પછી ત્યારથી તે વાયટ ગામમાં બ્રાહ્મણો અને શ્રાવકો વચ્ચે ઘણો જ સ્નેહ બંધાણો. એવી રીતે આ શ્રી જીવદેવસૂરિજીએ જૈનશાસનની ઘણી પ્રભાવના કરેલી છે. પછી પોતાના પ્રાંત સમયે તેમણે પોતાના શિષ્યોને એકઠા કરી કહ્યું કે, જે સિદ્ધયોગી પૂર્વે અહીંથી પરાભવ પામીને ગયેલો છે, તે મારું મૃત્યુ સાંભળીને તુરત અહીં આવશે; અને તે જો મારું કપાળ મેળવવાને શક્તિવાન થશે, તો તે જૈનશાસન પર ઘણાં ઉપસર્ગો કરશે; માટે તમોએ સ્નેહને ત્યજીને જ્યારે મારું શરીર પ્રાણરહિત થાય ત્યારે મારા કપાળને તમારે ચૂરીને છુંદી નાખવું, કે જેથી શાસન પર ઉપદ્રવ થાય નહીં. એવી રીતે શિષ્યોને શિખામણ આપીને જીવદેવસૂરિજી પ્રત્યાખ્યાનપૂર્વક પરમેષ્ટિ ધ્યાનમાં લીન થયા, તથા છેવટે વાયુને રોધીને મસ્તક દ્વારથી પ્રાણરહિત થઈ વૈમાનિકમાં પધાર્યા, ત્યારે તેમના બુદ્ધિવાન શિષ્ય મજબૂત દંડ લઈને તેમના કપાળને ચૂરી નાખ્યું; તથા પછી તેમના શરીરને શિબિકામાં પધરાવીને ચાલવા લાગ્યા, ત્યારે તે સિદ્ધ યોગી હાથમાં ડમરૂ લઈ વગાડતો થકો ત્યાં આવી પહોંચ્યો, તથા કપટથી છાતી ફૂટી રડવા લાગ્યો, અને કહેવા લાગ્યો કે, મારા આ સ્વામીનું મુખકમળ મને ફક્ત એક જ વખત દેખાડો, પછી તે સાધુઓએ શિબિકા નીચે મૂકીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org