________________
ગુરુ ભુવનભાનુ વંદના
બુદ્ધિબળે બૃહસ્પતિના પુત્રની પરે ઓપતા, સ્યાદ્વાદગર્ભિત શાસ્ત્રના મર્મો સુપેરે ખોલતા, સિદ્ધાન્તરક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના..૧ કાયા ભલે હો કૃશ છતાં પણ તેજની સીમા નહીં, વિકૃષ્ટ તપ આરાધતા પણ ત્યાગની કમીના નહીં, આહાર કરતા'તા છતાં સ્વામી અનાસક્તિતણા, ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરું વંદના..૨ વસે શ્વાસને ઉચ્છવાસમાં જિન આણ પાલનદક્ષતા, વચને વચનમાં રસ ઝરે જિન આણની પ્રતિબદ્ધતા, જિન આણ શ્રી જિન આણ શ્રી જિન આણ એક જ ઝંખના, ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરું વંદના૩ શાસ્ત્રો તણી વાતો ન કરતા મુગ્ધજન પંચન કરે, ખેચે ન સ્વ પ્રતિ સત્યને કરે સત્યનો સ્વીકાર જે, તન મન થકી જે ઉજળા પાલક મહા સમુદાયના, ગુરુ ભુવનભાનું ચરણકજમાં ભાવથી કરુ વંદના....૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org