________________
મધ્ય સમયનો ઇતિહાસ
પ્રકરણ - ૨
શ્રી સુધમાં રવામિથી દેવદ્ધિ ગણિ ક્ષમા
શ્રમણ સુધીનો ઈતિહાસ
સુધમવામી, જંબૂરવામી, પ્રભવવામી, શäભવસ્વામી, મનકમુનિ, દશવૈકાલિક સૂત્રનું ઉદ્ધારણ, ઓસવાલ તથા શ્રીમાળીઓની ઉત્પત્તિ
શ્રી મહાવીર પ્રભુની પાટે સુધર્મા સ્વામી બેઠા, તેમને ગૌતમ સ્વામીના નિર્વાણ પછી કેવળજ્ઞાન થયું. એક વખતે તે સુધર્મા સ્વામી વિહાર કરતા થકા રાજગૃહી નગરીમાં આવ્યા, તે નગરમાં ઋષભદત્ત નામે એક મોટો જૈન ધર્મી શેઠ રહેતો હતો; તેને ધારિણી નામે સ્ત્રી તથા જંબૂ નામે પુત્ર હતો; તેના પિતાએ તેનું આઠ કન્યાઓ સાથે સગપણ કર્યું હતું; હવે ત્યાં સુધર્મા સ્વામીને આવેલા સાંભળીને તે જંબૂકુમાર તેમનો ધર્મોપદેશ સાંભળવા ગયો; ઉપદેશ સાંભળીને તે સંસારથી વિરક્ત થઈ સુધર્મા સ્વામીને કહેવા લાગ્યો કે, હે ભગવન્! હું મારા માતાપિતાની આજ્ઞા લઈને આપની પાસે દીક્ષા લઈશ. એમ કહી જંબૂકુમારે ઘેર આવી પોતાના માતાપિતાને પોતાનો તે અભિપ્રાય જણાવ્યો; ત્યારે મોહને વશ થઈ માતાપિતાએ આજ્ઞા આપી નહીં; ઘણો આગ્રહ કરવાથી માતાપિતાએ કહ્યું કે, હે પુત્ર તમારું આઠ કન્યાઓ સાથે જે સગપણ અમોએ કર્યું છે, તેમને પરણવા બાદ તમો સુખેથી દીક્ષા લેજો. એવી રીતે માતાપિતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org